સુસંગતતા


કૂકડો – બળદ સુસંગતતા

કૂકડો પતિ + બળદ પત્ની

આ જોડી ખૂબ જ સારી રીતે એકબીજાનો સાથ અને સુસંગતતા માણી શકશે. કૂકડો રાશિમાં જન્મેલો પતિ વિશાળ વિચારસરણી ધરાવતો, નિખાલસ અને હિંમતવાન હોય છે જેથી તે બળદ રાશિની પત્નીના સંયમિત અને ઓછાબોલા સ્વભાવની ઉણપ પૂરી કાઢે છે. પતિ ઘણો મહેનતુ હોય છે અને પ્રતિષ્ઠા તેમ જ સન્માન અંગે તેની પત્નીની જરૂરિયાત અંગે પણ ગંભીરતાથી વિચારે છે. તે સલામતી પર પણ ઘણો ભાર મૂકે છે જે પત્નીને પસંદ હોય છે.પતિના આવા પૉઝિટીવ વલણનો પત્ની દેખીતો અને કુશળતાપૂર્વક પ્રતિભાવ આપે છે.ઘ સંબંધોની બાબતે તે ઘણી વ્યવહારુ અને દૂરદ્રષ્ટા હોય છે જ્યારે પતિનો સ્વભાવ ઘણો વાચાળ હોવા છતાં તે પોતાની પત્ની પર અવલંબિત રહેવા ટેવાયેલો હોય છે. .તેઓ બંને એકબીજા પ્રત્યે જવાબદાર, સમર્પિત હોય છે અને એકબીજાને પસંદ કરે છે.

બળદ પતિ + કૂકડો પત્ની

આ જોડીમાં પતિ-પત્ની બંને અભ્યાસુ અને ઉદ્યમી હોય છે. આ રાશિનો પુરુષ હંમેશા આત્મસન્માન અને ફરજ પ્રત્યે પ્રતિબદ્ધતાનો આગ્રહી હોય છે. આ કારણે જ તેની ઉત્સાહી અને વફાદાર પત્ની તેની તારીફ કરે છે. તેઓ બંને સારા ખોટાની વિવેકબુધ્ધિ ધરાવે છે તેથી કોઈ તેઓ અંગે સારૂં કે ખોટું બોલે તો પણ તેમના પર તેની અસર થતી નથી અથવા તેમના માટે થતી ટીકા-ટિપ્પણીથી તેઓ ગુસ્સે થતા નથી. ઘર કે કામકાજના સ્થળે તેઓ કામની શરૂઆત કરી રહ્યા હોય ત્યારે બંને પૂર્વાયોજન ઘણુ સારું કરી શકે છે. બંનેને માત્ર ખુશીઓ અને બૌદ્ધિક ચર્ચા પસંદ હોય છે. કૂકડા રાશિની પત્ની ખાસ કરીને તેનો પતિ તેના માટે સકારાત્મક બાબતે ટીકાટીપ્પણી કરતો હોય તેવા સંજોગોમાં તેની ઊંચી અપેક્ષાઓને મન પર લાવવાના બદલે તેના હાર્દ પર વધુ ધ્યાન આપે છે. આ જોડી જોઈ બીજા લોકોમાં ઈર્ષાપાત્ર બને તેવી ખુશ રહે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ