સુસંગતતા


મૂષક – સસલું સુસંગતતા

મૂષક પતિ + સસલું પત્ની

મૂષક રાશિના પતિ અને સસલું રાશિની પત્ની વચ્ચે લગ્નજીવન તેમના વિરોધાભાસી વ્યક્તિત્વના કારણે કદાચ લાંબો સમય ન ટકી શકે. મૂષક રાશિમાં જન્મેલો પતિ તેની લાગણીઓને પ્રધાન્ય આપે છે જ્યારે તેનાથી વિપરિત સસલાની રાશિમાં જન્મેલી પત્ની પોતાની લાગણીઓને છુપાવવામાં માને છે. તેઓ બંને પોતાની ઘણી સારી સંભાળ લેતા હોય છે અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા હોય છે પરંતુ તેઓ ભાગ્યે જ સમર્પિત કે નિઃસ્વાર્થી જોવા મળે છે. આ દંપતિને તેમની વચ્ચે સુમેળભર્યું સહજીવન જીવવા માટે સંઘર્ષ કરવો પડે તેવી શક્યતાઓ છે.

સસલું પતિ + મૂષક પત્ની

આ જોડીમાં પત્ની મિલનસાર, ઉત્સાહી અને હોંશિયાર હોય છે જ્યારે પતિ નરમ વ્યક્તિત્વ ધરાવતો હોય છે અને તેને પોતાની પત્નીના મળતાવડા અને આકર્ષક સ્વભાવમાં વધુ રુચિ હોતી નથી. જો કે તેઓ બંને ઊંચા ધ્યેયો પ્રાપ્ત કરવા માટે ઊંચે ઊડવાના બદલે પારિવારિક જીંદગી જીવવાનું વધુ પસંદ કરે છે. સસલું રાશિમાં જન્મેલા પતિનો જુસ્સો જ્યારે પણ ઓછો થાય ત્યારે મૂષક પત્ની તેને પાછો લાવવાની ક્ષમતા ધરાવતી હોવાથી આ જોડી બુદ્ધિશાળી અને એકબીજા પર આધાર રાખનારી હોય છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ