સુસંગતતા


સસલું – સાપ સુસંગતતા

સસલું પતિ + સાપ પત્ની

આ જોડીમાં જો પતિ-પત્ની બંને એકબીજાના મજબૂત ગુણોની કદર કરી શકે તો તેઓ પોતાના દાંપત્યજીવનને વધુ સુમેળભર્યું બનાવી શકે છે. આ જોડીમાં પતિ ઘણી સારી આવડત અને દૂરંદેશી ધરાવતો હોય છે જ્યારે પત્ની સફળતાની આગ્રહી હોય છે અને પતિના ભૌતિક ધ્યેયોને હાંસલ કરવા માટે સહકાર આપે છે. બંનેમાં આરામદાયક જીંદગીની ચાહના સહિત સંખ્યાબંધ સમાન બાબતો હોવા છતાં કોઈપણ બાબતમાં સામેલ થવાની પતિની ઉદાસીનતા અંગે પત્ની ઘણી ઉત્સાહી અને આક્રમક હોય છે. આ જોડીમાં પતિ-પત્ની બંને વિચારશીલ અને ચિંતનશીલ હોય છે પરંતુ જો તેઓ નકારાત્મક બને તો લગ્નજીવનમાં સમસ્યા ઊભી થઈ શકે છે.

સાપ પતિ + સસલું પત્ની

સાપ રાશિમાં જન્મેલો પતિ સ્વભાવે ઘણો ઉદ્ધત હોય છે પરંતુ વિવેકી સ્વભાવ ધરાવતી સસલુ રાશિમાં જન્મેલી પત્ની તેના વિચારો અંગે મુક્ત વલણ અપનાવે છે. બંનેની પસંદ અને નાપસંદ એકસમાન હોવાથી તેઓ માનસિક અને ભાવનાત્મક બંને રીતે સુસંગત સંબંધો જાળવી શકે છે. જો કે બંનેમાંથી એકપણ પરસ્પર એકબીજાને અનુકૂળ થવાનું વલણ ધરાવતા નથી અને કદાચ બંને એકબીજાને માનસિક અને ભાવનાત્મક સંતોષ મેળવવાની તલાશની ઉપેક્ષા કરે છે. જો કે અહીં પત્ની તેના પતિની જેમ દરેક વાતમાં પોતાનો માલિકીભાવ ધરાવતી નથી અને પતિ જો તેના પર પુરતુ ધ્યાન ન આપે તો તે વધારે પડતી વિચલિત કે દુઃખી થતી નથી. આ જોડીમાં પતિ જો ઘરની જરૂરિયાતોનું ધ્યાન રાખે અને તે પૂરી કરી આપે તો એટલામાં પણ પત્ની ખુશ રહે છે. આ જોડી સુસંગત કહી શકાય.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ