સુસંગતતા


બળદ – મૂષક સુસંગતતા

બળદ પતિ + મૂષક પત્ની

આ પ્રકારની જોડીમાં પતિ જીવનમાં બે છેડા ભેગા કરવા માટે સક્ષમ હોવાનો તેના પર વિશ્વાસ કરી શકાય તો બીજી તરફ પત્ની પણ તેના પતિની ઈચ્છા મુજબ ભોજન બનાવવાનું ઘણું પસંદ કરે છે. આ દંપતીમાં તકરારની સંભાવના જવલ્લે જ રહે છે કારણ કે આ રાશિના પતિ સ્વભાવે કઠોર હોવા છતાં શાંત અને પત્નીના સારા કામના વખાણ કરનાર હોય છે તો બીજી તરફ પત્ની પણ બોલકણી અને મિલનસાર હોવા છતા પતિ દ્વારા મળતી સુરક્ષાથી ખુશ હોય છે. તેમની વચ્ચે પરસ્પર મોટાભાગે ક્યારેય કોઈ મુદ્દે ફરિયાદ નથી હોતી તેમ જ તેઓ પારસ્પરિક રીતે એકબીજા પ્રત્યે સમર્પણની ભાવના ધરાવતા હોય છે.

મૂષક પતિ + બળદ પત્ની

બળદ રાશિમાં જન્મેલી મહિલાઓ ખાસ કરીને સારું કમાતા, પ્રેમાળ અને કાળજી લેતા પુરુષો પ્રત્યે વધુ આકર્ષાય છે જે ગુણો મૂષક રાશિમાં જન્મેલા પુરુષોમાં જોવા મળે છે. બીજી રીતે કહીએ તો બળદ રાશિની મહિલા નિષ્ઠાવાન હોય છે તેને આરામથી જીવન જીવવા માટે પૂરતી કમાણી કરતો હોય તેવો પતિ ગમે છે. અને મૂષક રાશિમાં જન્મેલો પુરુષ લગ્ન માટે જીવનસાથીની શોધ વખતે આ લક્ષણો ધરાવતી સ્ત્રીને જ પસંદ કરે છે. મૂષક પતિ અને બળદ પત્ની ઘણું સુખી દંપતિ હોય છે અને તેઓ એકબીજાના પૂરક બની રહે છે. . મૂષક રાશિનો પતિ શબ્દો કે અન્ય કોઈ માધ્યમો દ્વારા પોતાની લાગણીઓ ત્વરિત અભિવ્યક્ત કરતો હોય છે અને તે બળદ રાશિમાં જન્મેલી ઓછો પ્રતિભાવ આપનારી અને જિદ્દી પત્નીને લાગણીઓનો પ્રતિભાવ વ્યક્ત કરતા અને બાંધછોડ કરતા શીખવાડી દે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ