સુસંગતતા


વાનર – બળદ સુસંગતતા

વાનર પતિ + બળદ પત્ની

આ રાશિમાં જન્મેલા પતિ-પત્ની બંને તેમના દાંપત્યજીવનને યોગ્ય બનવવા સંબંધે ઘણા સ્વાર્થી હોય છે. આ જોડીમાં પતિ ઘણો મિલનસાર અને બોલકણા સ્વભાવનો હોય છે જ્યારે પત્ની અંતર્મુખી સ્વભાવની અને ઓછાબોલી હોય છે. તેમના બંનેના સ્વભાવમાં પૉઝિટીવ બાબતો હોય છે તેમાં કોઈ શક નહીં પરંતુ લગ્નજીવનમાં ભાગ્યે જ તેઓને આ સારા ગુણો દર્શાવવાનો મોકો મળે છે. પતિને લાગે છે કે તે પોતાની પત્ની કરતા ચડિયાતો છે અને તેની પત્ની તેને નિરસ અને અનાકર્ષક લાગે છે. જો કે સીધી વિચારસરણી ધરાવનાર બળદ રાશિમાં જન્મેલી પત્ની જ્યારે તેના પતિને ખામીઓ બતાવવાની આવે ત્યારે તે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દે છે. આ જોડીને સફળ બનાવવા માટે બંનેએ આત્મ સંયમ રાખવો પડશે.

બળદ પતિ + વાનર પત્ની

આ જોડીમાં પતિ અને પત્ની બંને મુક્ત વિચારસરણી ધરાવનારા હોય છે. મહત્વની વાત એ છે કે તેઓ બંને એકબીજા પ્રત્યેની જે ફરજ છે એટલી પણ તેઓ પરસ્પર અપેક્ષા રાખતા નથી. આ રાશિનો પતિ સ્વભાવે સાદો, મહેનતુ અને વ્યવહારુ હોય છે જ્યારે વાનર રાશિની પત્ની સુંદર અને સ્વભાવે સમજવી અઘરી તેમ જ ઘમંડી હોય છે. તેઓ સફળતા અને નાણાં મેળવી શકે છે પરંતુ તે કેવી રીતે મેળવવા તે અંગે બંને અલગ અલગ અભિગમ ધરાવતા હોય છે. વાનર રાશિની પત્ની હોંશિયાર હોય છે અને લગભગ અસુરક્ષા અનુભવતી નથી જ્યારે બળદ રાશિના પતિ જો પોતે આપેલી સૂચનાઓનું પત્ની દ્વારા પાલન ન થાય તો ગુસ્સે થઈ જાય છે અથવા અકળાઈ જાય છે. પુરુષ જો પોતાનો ગુસ્સો દર્શાવે તો પત્ની તેનો ચહેરો જોઈને હસવા લાગે છે જેના કારણે પતિને વધુ ગુસ્સો આવે છે. જો તેઓ સામી વ્યક્તિને વશ કરવાનું વિચારતા હોય તો તેમણે એ બાબતે ફરી વિચારવાની જરૂર છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ