સુસંગતતા


અશ્વ – મૂષક સુસંગતતા

અશ્વ પતિ + મૂષક પત્ની

મૂષક રાશિમાં જન્મેલી પત્ની દરેક બાબતને સમ્યક રીતે વિચારે છે જ્યારે અશ્વ રાશિમાં જન્મેલા પતિ હંમેશા શારીરિક અને માનસિક રીતે સ્વતંત્રતા ઈચ્છે છે. પત્ની ખૂબ જ સારા સંપવાળા સંયુક્ત પરિવારમાં રહેવાનું પસંદ કરે છે જ્યારે પતિ હંમેશા બહારની દુનિયામાં ફરવાનું પસંદ કરે છે. પત્ની કરકસરવાળી અને સાધનસંપન્ન હોય છે જ્યારે પતિ બહાર ફરનારો, ફ્લર્ટ કરનારો અને દ્વિધામાં રહેનાર હોય છે. તેઓ કોઈપણ બાબતે સંપૂર્ણપણે એકબીજા સાથે સહમત નથી થતા કારણ કે તેમના સ્વભાવમાં ખૂબ મોટો તફાવત હોય છે. પત્નીને લાગે છે કે તેનો પતિ સ્વાર્થી અને સહાનુભૂતિ વગરનો છે. પતિને લાગે છે કે તેની પત્ની વધુ પડતુ વર્ચસ્વ જમાવનારી છે અને તેને પૂરતી તક આપતી નથી. તેમના સ્વભાવના ખૂબ જ ગહન અભ્યાસ પરથી જાણવા મળે છે કે તેમની વચ્ચે કાયમી સંબંધ સ્થાપવા માટે બંનેમાંથી કોઈને એકબીજા પ્રત્યે આકર્ષણ નહીં થાય.

મૂષક પતિ + અશ્વ પત્ની

આ પ્રકારની જોડીમાં બંને સ્વંતત્રતા અને જુસ્સામાં માનનારા હોય છે પરંતુ જ્યારે એકબીજાને તક આપવાની વાત આવે ત્યારે તેઓ ભાગ્યે જ બોલેલું પાળે છે. મૂષક રાશિમાં જન્મેલા પતિનો અભિવ્યક્તિવાળો સ્વભાવ અશ્વ રાશિમાં જન્મેલી પત્નીના સંકોચવાળા વર્તન સાથે સંપૂર્ણ મેળ ખાતો નથી. પતિ-પત્ની વચ્ચેના મંતવ્યોમાં ઘણું વધારે અંતર હોવાથી આ પ્રકારનું વર્તન તેમની વચ્ચે તકરાર અને ગેરસમજનું કારણ બની શકે છે જે આગળ વધતા તેમના સંબંધમાં કડવાશ ઊભી કરી શકે છે. ટૂંકમાં કહીએ તો આ જોડી ગમે એટલા પ્રયત્નો કરે તેમ છતાં એક આદર્શ દંપતિ સાબિત થઈ શકે નહીં.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ