સુસંગતતા


ડ્રેગન – ડુક્કર સુસંગતતા

ડ્રેગન પતિ + ડુક્કર પત્ની

ડુક્કર રાશિની પત્ની ઘણી સહકારની ભાવના ધરાવનાર હોય છે અને હંમેશા તે પોતાના મહત્વાકાંક્ષી પતિને સહકાર આપશે અને તેને પ્રોત્સાહિત કરશે. આ જોડીમાં પતિ થોડો અવિવેકી હોય છે જ્યારે પત્ની ધૈર્યવાન અને સહિષ્ણુ સ્વભાવની હોય છે. અહીં પતિ સ્વભાવે કજિયાખોર હોય છે જ્યારે પત્ની કોઈપણ બાબતે શાંતિ અને સુલેહ સ્થાપવા માટે વાતચીતથી મામલો થાળે પડે તેવું પસંદ કરે છે. તેમને સમાન લક્ષ્યો સાધવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આ જોડીમાં પતિ કોઈપણ કામ હાથમાં લે તેમાં તેની પત્ની સંપૂર્ણપણે વિશ્વાસુ બની તેની સાથે રહે છે અને તેના કાર્યમાં પોતાની રીતે પૂરેપૂરી સમર્પિત હોય છે. આ જોડીમાં પત્નીને એવું લાગે કે પતિને તેની જરૂર છે ત્યાં સુધી તે પોતાની પ્રસિધ્ધિને પણ ન્યોછાવર કરવા તૈયાર રહે છે.

ડુક્કર પતિ + ડ્રેગન પત્ની

આ સમજદાર જોડી ખૂબ સારી રીતે સફળ સાબિત થશે અને તેમના જીવનમાં નુક્સાન કરતા લાભનો ગ્રાફ ઉપર જોવા મળશે. બંને ઘણા ઉત્સાહી સ્વભાવના છે અને પોતપોતાની અલગ રીતે અટલ હોય છે. વર્ચસ્વનો ગુણ ધરાવતી ડ્રેગન રાશિમાં જન્મેલી પત્ની કોઈપણ રાશિમાં જન્મેલા પતિને પ્રવૃત્તિઓમાં ડૂબેલા રહેવા માટે પ્રેરણા આપી શકે છે અથવા તો તેને સંખ્યાબંધ કાર્યોમાં પરોવી શકે છે. ડુક્કર રાશિનો પતિ તેની પત્નીની ખુશી માટે કોઈપણ નિયમોને વળગી રહેવા માટે તૈયાર રહે છે અને પત્ની પ્રત્યે અખૂટ નિષ્ઠા દાખવે છે. શારીરિક આકર્ષણ અને પ્રેમની બાબતમાં પણ બંને એકસમાન હોય છે. બંનેમાં એક સરખી ખામી એ છે કે તેઓ બંને ઉત્સાહમાં એટલા ભાન ભૂલી જાય છે કે બંનેમાંથી કોઈને પણ રોકવા મુશ્કેલ બને છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ