સુસંગતતા


શ્વાન – બળદ સુસંગતતા

શ્વાન પતિ + બળદ પત્ની

આ જોડીમાં પતિ-પત્ની બંને ખૂબ જ વિશ્વાસપાત્ર અને વફાદાર હોય છે અને બંને દાંપત્યજીવનની ફરજો ખૂબ જ સારી રીતે નિભાવે છે. જો કે બળદ રાશિમાં જન્મેલી પત્નીના અહંકારી અને વર્ચસ્વ જમાવવાના તેમ જ જડ સ્વભાવના કારણે તેમના જીવનમાં ક્યારેક સમસ્યાઓ સામે આવી શકે છે. શ્વાન રાશિના પતિને હંમેશા વાણી સ્વાતંત્ર્ય અને સમાનતા ગમે છે તેથી સંકુચિત માનસિકતા ધરાવતી બળદ રાશિમાં જન્મેલી પત્નીને તે લાંબો સમય સુધી સહન કરતો નથી. બીજા પક્ષે જોઈએ તો બળદ રાશિમાં જન્મેલ પત્ની સરળ અને સ્પષ્ટવક્તા પતિને પસંદ કરતી નથી. તે પોતાના મનમાં પતિ પ્રત્યે દ્વેષ રાખે છે. બંને પરસ્પર નજીવી અને ગેરવાજબી બાબતોની ટીકા કરતા હોવા છતા ક્યારેક તેઓ પોતે જ આ ગુણો માટે અપરાધભાવ પણ અનુભવે છે. આ દંપતીએ તેમના સંબંધો ટકાવી રાખવા માટે બંને પક્ષે ખૂબ જ સમાધાન અને બાંધછોડ કરવી પડશે.

બળદ પતિ + શ્વાન પત્ની

બળદ રાશિનો પતિ નાણાં અને મોભા પર ધ્યાન આપે છે અને બીજા લોકો કે બાબતો પર આધારિત રહેવાનું તેને પસંદ નથી. શ્વાન રાશિમાં જન્મેલી પત્ની ખૂબ જ ચોખ્ખા મનની અને સમર્પિત જીવનસાથી હોય છે. જો કે પુરુષ તેની મિલનસાર અને મુક્ત વિચારસરણી ધરાવતી પત્ની પ્રત્યે કઠોર રહે છે અને સતત તેને પોતાના વશમાં રાખવાનો પ્રયત્ન કરે છે જેના કારણે તેમની વચ્ચે સંબંધ કદાચ સારા ન રહે. પત્ની કદાચ વિરોધાત્મક પ્રતિક્રિયા આપે જે અત્યાર સુધી કોઈ કોઈ ખૂણામાં ધકેલાયેલી હતી. આ રાશિના પુરુષ હંમેશા સ્વતંત્ર અને મુક્ત રીતે રહેવા ખૂબ જ ઈચ્છુક હોય છે અને પત્ની દ્વારા થતા ઠંડા અને સ્પષ્ટ તાર્કિક પ્રશ્નો તેમને ગમતા નથી. આમ છતા તેઓ એકબીજાની સાથે રહેવામાં ઘણા ખુશ રહે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ