ડુક્કર

ડુક્કર

ડુક્કર રાશિમાં જન્મેલા જાતકો પ્રામાણિક, નિષ્ઠાવાન અને હિંમતવાન હોય છે.સમાજમાં તેમની છાપ દંભી વ્યક્તિની હોવા છતાં, વાસ્તવમાં તેઓ નિષ્ફિકર, સહનશીલ અને નમ્ર સ્વભાવના હોય છે. ડુક્કર રાશિના જાતકોમાં ખૂબ જ સારી સહનશક્તિ હોય છે. તેમને સોંપવામાં આવેલા કામમાં તેઓ ખૂબ જ ધૈર્યથી કામ કરે છે અને તે સમયસર પૂરું થાય તેની તકેદારી રાખે છે. વ્યક્તિગત જીવનમાં મૂષક અને ડુક્કર રાશિના જાતકો વચ્ચે ઝડપથી મિત્રતા થાય છે. કમસેકમ, ચીની જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તો આ સાચું જ છે, કારણ કે બંને જાતકોને પાર્ટી અને લોકોની વચ્ચે રહેવાનું પસંદ હોય છે. ડુક્કર જાતકોને સુમેળ અને એકતા પસંદ હોય છે. આપની મુશ્કેલીના સમયમાં આ જાતકો જ સૌથી પહેલા મદદનો હાથ લંબાવે છે. જો કે તમે તેમની સાથે કુથલી કરવા માંગો અથવા કોઈની વાતો છુપાઈને સાંભળવા માંગો તો તેઓ તેમાં તમને સાથ નહીં આપે. ડુક્કર રાશિની મહિલા જાતકોની વાત કરીએ તો, તેઓ ખૂબ જ પરિવારવાદી હોય છે. તેમને પતિની માંગણીઓ પુરી કરવાનું અને બાળકોની ખૂબ જ સંભાળ લેવાનું ગમે છે. જો કે, ચોખ્ખાઈની બાબત ચિંતાનું કારણ હોય છે, કારણ કે તેઓ ચોખ્ખાઈ મામલે એકદમ બેપરવા હોય છે અથવા ખૂબ જ અવ્યવસ્થિત અને અસ્વચ્છ હોય છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ