For Personal Problems! Talk To Astrologer

મકર વાર્ષિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ વર્ષ (2020)

આ વર્ષમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાથી ખર્ચમાં પાછા નહીં પડો અને તમારી જીવનશૈલી પણ વધુ ઉન્નત થશે. આ વર્ષમાં શક્ય હોય ત્યાં સુધી કોઇપણ પ્રકારનું દેવું લેવાનું અથવા ઉધારી કરવાનું ટાળજો અન્યથા તેના હપતા ભરવામાં તમને મુશ્કેલી પડી શકે છે. એપ્રિલ અને મે દરમિયાન તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે માટે આ સમયમાં જો કોઈ ખર્ચનું આયોજન હોય તો અગાઉથી જોગવાઇ કરવી. આ સમયમાં ખાસ કરીને પ્રિયપાત્ર માટે અથવા સંતાનો પાછળ વધુ ખર્ચ થવાની શક્યતા છે. આપ્તજનોની ખુશી માટે તમે પ્રવાસનું આયોજન કરો અને તેમાં બજેટ મોટું હોય તેવી સંભાવના પણ છે. આવી સ્થિતિમાં તમારે નિયમિત ખર્ચાઓને ધ્યાનમાં રાખીને પૂર્વાયોજન કરવું આવશ્યક છે. નોકરિયાતો અત્યારે ઉપરીઓની કૃપાથી સારા આર્થિક લાભની આશા રાખી શકે છે. નિયમિત આવકના સ્ત્રોતો વધુ લાભદાયી નહીં નીવડે પરંતુ કેટલાક અણધાર્યા લાભો આવવાની આશા રાખી શકો છો. વર્ષના છેલ્લા ચરણ્માં શક્ય હોય ત્યાં સુધી કોઇપણ સટ્ટાકીય પ્રવૃત્તિઓથી દૂર રહેવું અન્યથા ખોટના ખાડામાં પડશો.
#

Trending (Must Read)

મકર સાપ્તાહિક ફળકથન – 23-02-2020 – 29-02-2020

મકર માસિક ફળકથન – Feb 2020

મકર સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મકર | નામનો અર્થ : મકર | પ્રકાર : પૃથ્વી- મૂળભૂત-નકારાત્મક | સ્વામી ગ્રહ : શનિ | ભાગ્યશાળી રંગ : તપખીરીયો , ઘેરો ભુરો, ગ્રે અને કાળો | ભાગ્યશાળી દિવસ : શનિવાર

વધુ જાણો મકર