For Personal Problems! Talk To Astrologer

મકર વાર્ષિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ વર્ષ (2020)

આ વર્ષમાં વ્યવસાયમાં તમે મોટું આયોજન કરવાના બદલે વર્તમાન કાર્યોમાં તમારું સ્થાન વધુ મજબૂત બનાવવા પર ધ્યાન આપજો. તેનાથી તમારી જાહેર પ્રતિષ્ઠા વધશે અને ક્લાયન્ટની જરૂરિયાતોને વધુ સારી રીતે પારખીને ભાવિ આયોજનનો તખતો તૈયાર કરી શકશો. પ્રોફેશનલ મોરચે આ વર્ષમાં તમે જેટલા વધુ ગંભીર હશો એટલા ભવિષ્યમાં વધુ સારા ફળ મેળવી શકશો. ફેબ્રુઆરી પછી પ્રોફેશનલ હેતુથી નવા સંબંધો બાંધવામાં ક્યાંકને ક્યાંક વિલંબ થઇ શકે છે. જોકે, તમે કામ કરવામાં ક્યાં પાછા નહીં પડો તે તમારા માટે જમા પાસું છે. તમારામાં શક્તિ અને ઉત્સાહ જાળવી રાખશો તો કામમાં તમે કંઇક નવીનતા પણ લાવી શકો છો. આ સમયમાં ખાસ કરીને જ્યાં વધુ પડતી ખંત અને સમયની જરૂર હોય તેવા કાર્યોમાં તમે વધુ સરળતાથી આગળ વધી શકો છો. નોકરિયાતોને પણ સારી તકો મળી શકે છે. જોકે, ત્યારે તમારા કામ પ્રત્યે સમર્પણ જાળવી રાખવું જરૂરી છે. છેલ્લા બે મહિનામાં શક્ય હોય ત્યાં સુધી કોઇપણ અટકળો આધારિત કાર્યોથી દૂર રહેવું અન્યથા મોટી ખોટ આવી શકે છે. આ ઉપરાંત છેલ્લા બે મહિનામાં સરકારી અને કાયદાકીય બાબતોમાં વધુ ખર્ચ આવી શકે છે અથવા ટેક્સમાં કપાત, સબસિડી અથવા સરકાર દ્વારા મળતી રાહતોમાં વિલંબ થઇ શકે છે.
#

Trending (Must Read)

મકર સાપ્તાહિક ફળકથન – 23-02-2020 – 29-02-2020

મકર માસિક ફળકથન – Feb 2020

મકર સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મકર | નામનો અર્થ : મકર | પ્રકાર : પૃથ્વી- મૂળભૂત-નકારાત્મક | સ્વામી ગ્રહ : શનિ | ભાગ્યશાળી રંગ : તપખીરીયો , ઘેરો ભુરો, ગ્રે અને કાળો | ભાગ્યશાળી દિવસ : શનિવાર

વધુ જાણો મકર