For Personal Problems! Talk To Astrologer

કર્ક – વૃશ્ચિ સુસંગતતા

કર્ક અને વૃશ્ચિક રાશિ વચ્ચે સુસંગતતા

કર્ક જાતકો સંવેદનશીલ, કાળજીવાળા, મહત્વકાંક્ષી અને મક્કમ હોય છે. આ યુગલ ખરેખર આત્મીય સાથી બની શકે છે. તેમની વચ્ચે કેટલાંક ગુણો એક સરખા હોય છે, જે તેમને એક સાથે જોડી રાખશે. વૃશ્ચિક જાતક હંમેશા કર્ક જાતકને આધાર અને સુરક્ષા આપે છે, સામે કર્ક જાતક તેને પ્રેમ અને લાગણી આપશે જેની ઝંખના વૃશ્ચિક જાતકને ઘણાં લાંબા સમયથી હોય છે. બંનેને એકબીજા પ્રત્યે તીવ્ર શારીરિક આકર્ષણ હશે. જોકે, વૃશ્ચિક જાતકોનું નબળું પાસું એ છે કે તેઓ વધારે પડતો માલિકીભાવ ધરાવનારા અને ઇર્ષાળુ સ્વભાવના હોય છે જેને દયાળુ અને પ્રેમાળ કર્ક જાતક સારી રીતે સંભાળી લે છે.

કર્ક રાશિના પુરુષ અને વૃશ્ચિક રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
તેમની વચ્ચેનો સુમેળ ઘણો સારો અને હંમેશા ટકે તેવો હોય છે. વૃશ્ચિક રાશિની સ્ત્રી સંપૂર્ણ સમર્પિત હશે અને પુરુષની દરેક જરૂરિયાત પૂરી કરશે. તેઓ બંને એકબીજાની પ્રશંસા કરે છે. સ્ત્રી પુરુષને પ્રગતિ સાધવા અને શાંત રહેવા માટે પ્રેરણા આપશે. જોકે, વૃશ્ચિક રાશિની સ્ત્રી ઘણી ઇર્ષાળુ હોય છે અને કર્ક રાશિના પુરુષને હંમેશા સુરક્ષિતતાનો અનુભવ કરાવશે કારણકે આ પુરુષ આ સ્ત્રી માટે ઘણો માલિકીભાવ ધરાવનારો હોય છે. કર્ક રાશિનો પુરુષ ઘણો લાગણીશીલ હોય છે અને થોડી નાની-મોટી સમસ્યાઓને બાદ કરતા તેઓ સાથે સારો સમય માણી શકશે.

કર્ક રાશિની સ્ત્રી અને વૃશ્ચિક રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
વૃશ્ચિક રાશિના પુરુષ માટે કર્ક રાશિની સ્ત્રી એકદમ યોગ્ય હોય છે. પુરુષનું રહસ્યમય વલણ અને કામુકતા ચોક્કસપણે સ્ત્રીને આકર્ષશે અને સ્ત્રી તેના ઊંડા પ્રેમમાં પડી જશે. કર્ક રાશિની સ્ત્રી શક્તિશાળી અને વિશ્વાસુ વૃશ્ચિક રાશિના પુરુષ સાથે સુરક્ષાનો અનુભવ કરશે. આ સંબંધમાં એકમાત્ર નબળું પાસું એ છે કે પુરુષ વધારે પડતો માલિકીભાવ અને શંકાશીલ સ્વભાવ ધરાવે છે. પણ જો કર્ક રાશિની સ્ત્રી આ સંબંધને જાળવવાનું જાણે તો તેમનો સંબંધ વધુ સારો બની શકે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કર્ક વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

પ્રોફેશનલ મોરચે સપ્તાહની શરૂઆતથી તમારામાં ઉત્સાહ અને એકાગ્રતા બંને સારા રહેવાથી પોતાની પ્રગતિનો માર્ગ ઘડી શકશો. તેમાં પણ ખાસ કરીને સર્જનાત્મક ક્ષેત્રોમાં નોકરી કરતા જાતકો તેમની અનોખી સુઝ અને કલ્પનાશક્તિથી ઉત્તમ પરફોર્મન્સ…

કર્ક પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રેમસંબંધો માટે શરૂઆતમાં તમે પ્રોફેશનલ કાર્યોમાં વ્યસ્ત રહેવાથી ઓછુ ધ્યાન આપો પરંતુ સપ્તાહના મધ્યનો સમય ઘણો સારો જણાઇ રહ્યો છે. આ સમયમાં તમે પ્રિયપાત્ર સાથે મુલાકાતો ગોઠવો તેમજ અવિવાહિતોને પણ યોગ્ય પાત્ર સાથે ભેટો થવાની…

કર્ક આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આર્થિક બાબતોમાં અત્યારનો સમય લાભદાયક છે પરંતુ સપ્તાહના અંતિમ ચરણમાં તમારે ખર્ચ પર થોડો અંકુશ રાખવો પડશે અન્યથા તમારું કોઈ મહત્વનું કાર્ય નાણાંના અભાવે અટકી શકે છે. સપ્તાહના મધ્યમાં નાણાકીય સહિત અન્ય લાભો મળવાની શક્યતા વધુ છે….

કર્ક શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકો માટે અત્યારે સારો સમય ચાલી રહ્યો હોવાથી જો તે આયોજનપૂર્વક આગળ વધશો અને જરૂર જણાય ત્યાં યોગ્ય વિદ્વાનની મદદ અને સલાહ પ્રમાણે આગળ વધશો તો ચોક્કસપણે આગામી સમયમાં ઉત્તમ ફળ મેળવી શકશો. તમારું બૌદ્ધિકતાનું સ્તર…

કર્ક સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે સ્વાસ્થ્યની થોડી કાળજી લેવી પડશે કારણ કે તમને સ્વાદના ચટાકા લેવાની વારંવાર ઈચ્છા થશે અને પેટ પુરો સાથ નહીં આપે માટે પેટની સમસ્યાઓ પરેશાન કરી શકે છે. આ ઉપરાંત ઋતુગત સમસ્યાઓમાં પણ તમે થોડી બેચેની અને વ્યાકૂળતા અનુભવશો….

નિયતસમયનું ફળકથન