For Personal Problems! Talk To Astrologer

કર્ક જાતકોનો સ્વભાવ

કર્ક જાતકોનો સ્વભાવ

“કર્ક જાતકો બહારથી કઠોર હોય છે જેથી તે પોતાનો બચાવ કરી શકે છે.
જોકે,તેમની કઠોરતા માત્ર બાહ્ય દેખાવ પૂરતી હોય છે, અંદરથી તેઓ ઘણા મૃદુ સ્વભાવના હોય છે. કર્ક જાતકોના સંવેદનશીલ સ્વભાવના કારણે તેઓ પોતાની કઠોરતા પાછળ લાગણીઓ છુપાવી રાખે છે. કર્ક રાશિની સંજ્ઞા કરચલો છે જેના લાંબા અને તીક્ષ્ણ ન્હોર કર્ક જાતકોમાં કોઈપણ બાબત અને ખાસ કરીને ભૂતકાળ સાથે વળગી રહેવાનો ગુણ દર્શાવે છે. કર્ક જાતકો વફાદારી નિભાવવા અંગે ઘણા ગંભીર હોય છે પરંતુ કોઈપણ બાબતે જતું કરવું તેમના માટે ઘણું અઘરું છે. કર્ક જાતકો તેમના પ્રિયજનોને રક્ષણ આપવામાં ખૂબ ઉત્સુક હોય છે. કર્ક જાતકોનો પ્રેમ રક્ષણાત્મક હોય છે પરંતુ ક્યારેક તે પ્રેમ ગુંગળાવનારો બની જાય છે. કર્ક જાતકો અપરાધ સામે રક્ષણાત્મક અભિગમ અપનાવે છે. આપ આપની હદમાં રહીને તમારા વિરોધીઓ પર પ્રહાર કરો છો. ક્યારેક લોકોની નજરમાં પીછેહઠ લાગે તેવું પગલું ખરેખર આપની આક્રમકતાની વ્યૂહ રચનાનો એક ભાગ હોઈ શકે છે. જ્યારે આપ તમારા ઘર અને પરિવાર સાથેના સંબંધોને જાળવીને કે વિકસાવીને પોતાની સુરક્ષા વધુ મજબૂત કરો છો ત્યારે એ યાદ રાખવું કે તેના કારણે મનમાં દબાવી રાખેલો ગુસ્સો ક્યારેક મનદુઃખ કે હતાશાનું કારણ બની શકે છે. કર્ક જાતકોએ કોઈ એવી વ્યક્તિની તલાશ કરવી જોઈએ જેમના પર તેઓ વિશ્વાસ મૂકી શકે અને તેમની સમક્ષ પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે.
સ્વામી ગ્રહઃ ચંદ્ર
ચંદ્રની કળામાં સતત વધઘટ થતી રહે છે. સતત બે રાત સુધી પણ તે એક જ સ્થિતિમાં જોવા નથી મળતો. આ ગ્રહ એક મહિનામાં પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. મહિલાઓનું માસિકચક્ર ચંદ્રની કળાને અનુસરે છે તેથી જ મહિલાઓમાં ચંદ્ર પ્રત્યે વિશેષ પ્રેમભાવ જોવા મળે છે. પુરુષ અને મહિલાઓ એમ બંનેમાં ચંદ્ર લાગણી અને ભાવનાઓ સાથે સંકળાયેલો છે. કર્ક રાશિના સ્વામી તરીકે ચંદ્ર આપણી પાયાની જરૂરિયાતનો નિર્દેશ કરે છે.
ચોથો ભાવઃ ઘર અને પરિવાર
ચોથો ભાવ માતા સાથે સંબંધ ધરાવે છે. આપણો ઉછેર ક્યાં થયો છે અને જીવનના શરૂઆતના દિવસોમાં માત્ર આપણી અસલ માતા જ નહીં પણ આપણા ઉછેરમાં જવાબદાર તમામ લોકોનો આ સ્થાનમાં સમાવેશ થાય છે. આ સ્થાન બાળપણ અને તેની આસપાસના સમય સાથે સંબંધ ધરાવે છે. આ એ સ્થાન છે જ્યાં આપણે બહારના ઘોંઘાટિયા વિશ્વથી ખુદને સુરક્ષિત રાખી શકીએ છીએ. આ ભાવ આપણી અર્ધજાગૃત સ્મૃતિઓ અને બાળપણના ભયને સૂચિત કરે છે.
કર્ક રાશિનું તત્વઃ જળ
જ્યોતિષશાસ્ત્રમાં જળતત્વને લાગણીના તત્વ તરીકે ગણવામાં આવે છે. પર્વતો પરથી બરફ ઓગળીને પાણી સ્વરૂપે આવે ત્યારથી શરૂ થતા જળચક્રનો ક્યારેય અંત આવતો નથી. પર્વતોમાંથી વહેતા ઝરણા એક થઈને નદીનું સ્વરૂપ ધારણ કરે છે અને નદી દરિયામાં વિલિન થઈ જાય છે. બસ આ જ રીતે આપણી લાગણીઓ ભૂતકાળના અનુભવોને વર્તમાન સાથે જોડવા માટે સતત વહેતી રહે છે. ક્યારેક પાણીની વધારે ઊંડાઈનો અંદાજ નથી આવતો તે જ રીતે લાગણીઓ પણ સ્પષ્ટપણે જાણી શકાતી નથી. એક તરફ પાણી ભરતી ( બદલાતી પરિસ્થિતિ )નો સંકેત આપે છે. પરંતુ તળાવમાં રહેલું પાણી સતત સમથળ રહે છે એ પણ એક વાસ્તવિકતા જ છે. એ સ્થિરતાની નીચે ઘણી હલચલ અને ઉથલપાથલ થતી રહે છે.
કર્ક જાતકોની શક્તિઃ
બીજાને પોષવાની કે તેની સારસંભાળ લેવાની આવડત કર્ક જાતકોની સૌથી મોટી તાકાત છે
કર્ક જાતકોની નબળાઈઃ
ભૂતકાળના દિવસો ભવિષ્યમાં પાછા આવશે તેવો ડર તેમને સૌથી વધારે નબળા પાડે છે.”
 

કર્ક સાપ્તાહિક ફળકથન – 18-04-2021 – 24-04-2021

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કર્ક રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કર્ક | નામનો અર્થ : કર્ક | પ્રકાર : જળ- મૂળભુત- નકારાત્મક | સ્વામી ગ્રહ : ચંદ્ર | ભાગ્યશાળી રંગ : નારંગી, સફેદ | ભાગ્યશાળી દિવસ : સોમવાર, ગુરુવાર