વિદ્યાર્થીઓ માટે મહિનાના પૂર્વાર્ધનો સમય ઘણો ઉત્તમ જણાઈ રહ્યો છે. તમે અભ્યાસમાં દિલ દઈને આગળ વધશો. કોઈપણ વિષયમાં વધુ ઊંડા ઉતરવાની ઈચ્છા થશે. યાદશક્તિ પણ તેમને સાથ આપશે. જોકે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જાતકોને મન વધુ ચંચળ બનશે. આવા અભ્યાસની ગતિ થોડી ધીમી રહે અને વારંવાર બીજાનું માર્ગદર્શન લેવું પડે તેવી શક્યતા છે. ટેકનિકલ વિષયોમાં અભ્યાસ કરતા જાતકો માટે છેલ્લું સપ્તાહ બહેતર છે.