For Personal Problems! Talk To Astrologer

શુક્રનું તુલા રાશિમાં ભ્રમણ 2017: તુલા જાતકોને ઉત્તમ ફળ આપશે… રાશિના આધારે તમને કેવું ફળ આપશે તે જાણો


Share on :


આભામંડળમાં શુક્રને અંતર્વર્તી ગ્રહ ગણવામાં આવે છે. તે સૂર્યથી વધુમાં વધુ 46 અંશના અંતરે રહે છે. સૂર્યથી 10 અંશના અંતરે તે અસ્તનો થાય છે. શુક્ર અસ્તનો હોય તો પણ પોતાની શક્તિ ગુમાવતો નથી છતાં સૂર્યથી જેટલુ વધારે અંતર હોય એટલી ભૌતિક સંપત્તિ વધારે તેમજ વિવિધ કળામાં નિપુણતા અને શોખ આપે છે. સૌ જાણ છે તેમ શુક્ર એ કાળપુરુષનું સૌંદર્ય છે. તે સ્ત્રી, જાતીય ઈચ્છા, શ્રૃંગાર, વાદ્ય, સુગંધિત પદાર્થો, ગાયક, વાદક, ફર્નિચર, વીર્ય, શરીરના અંગોમાં ગર્ભાશય, જનનેન્દ્રી, કમર, પેટ, પીઠ, નાભિ, કિડની, દાઢી પર કારકત્વ ધરાવે છે. કાળપુરુષની કુંડળીમાં બીજો ભાવ વૃષભ રાશિ અને સાતમે ભાવ તુલા રાશિ છે જે બંને પર શુક્રનું આધિપત્ય છે. માટે જ આ રાશિના અંગો જેમ કે ગરદનના રોગ, ગુપ્તભાગોની સમસ્યા, ડાયાબિટિસ, પેશાબના દર્દ, પાંડુ રોગ વગેરે પર તેનું પ્રભૂત્વ રહે છે. આવા રોગ નિર્બળ શુક્ર અને શુક્રની રાશિ દુષિત થાય ત્યારે જાતકમાં જોવા મળે છે. શુક્ર એ વ્યવહારિતાનો કારક છે. 

માટે જ કુંડળીમાં શુભ શુક્ર હોય તો બીજા દોષોને દબાવી નાખે છે. આવી વ્યક્તિ ન્યાયપ્રિય હોય છે. તેમાં પણ ઉચ્ચના શનિ સાથેની યુતિ અથવા કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તો જાતકને ન્યાયધીશ પણ બનાવે છે. શુક્ર દરેક રાશિ અને ગ્રહ અનુસાર અલગ અલગ ફળ આપે છે. જે આપણે આ લેખમાં જોઈશું. તારીખ 3-11-2017થી શુક્ર તુલા રાશિમાં એટલે કે પોતાની જ રાશિમાં ભ્રમણ કરશે. આ ભ્રમણ તારીખ 26-11-2017 સુધી ચાલશે માટે તુલા રાશિના જાતકો માટે તે સૌથી ઉત્તમ ફળ આપનારો રહેશે. હાલમાં ગુરુ પણ તુલા રાશિમાં જ છે માટે આ સમયમાં તે ગુરુ સાથે યુતિમાં આવશે. નૈસર્ગિક રીતે ગુરુ એ દેવતાઓના ગુરુ છે જ્યારે શુક્ર એ દૈત્યોના ગુરુ છે અને બંનેને શત્રુ માનવામાં આવે છે પરંતુ શુક્ર ગ્રહ ગુરુને સમ માને છે. આ યુતિ તુલામાં ખૂબ સારું ફળ આપે. જો આ યુતિ જાતકને કેન્દ્ર ત્રિકોણમાં હોય તો જાતક પ્રમાણિક, સંપત્તિવાન, ઉદાર, ધનવાન, નીતિવાન, ન્યાયી, યશ મેળવનાર બને છે. જોકે દરેક રાશિ અનુસાર તેના ફળ અંગે અહીં વિગતો આપવામાં આવી છે.

(નોંધ: અા ફળકથન ચંદ્ર રાશિ અાધારિત છે. પરંતુ કેટલીક અસરો તુલા લગ્ન જેવી લગ્ન રાશિને પણ લાગુ પડે છે. જો અાપ અાપના લગ્ન વિશે જાણવા માંગતા હોવ તો, અહીંયા ક્લિક કરો.  

મેષઃ મેષ રાશિના જાતકો માટે શુક્ર બીજા અને સાતમા સ્થાને ભ્રમણ કરે છે. આ સમયમાં લગ્નોત્સુક જાતકોને યોગ્ય પાત્ર મળી શકે છે. કૌંટુંબિક સમસ્યાઓનો ઉકેલ આવે. નાણાકીય સ્થિતિમાં પણ સુધારો જોવા મળે. તારીખ 12 પછી આ પરિસ્થિતિ વધુ સારી બનશે. જેમને પ્રમોશન સંબંધિત કામ અટકેલા હોય તેમને તારીખ 12 પછી તકો વધી શકે છે. જોકે શુક્રના સચોટ ફળકથન માટે જાતકની વ્યક્તિગત કુંડળીમાં ગ્રહો અને દશાનો પણ સાથ મળવો જરૂરી છે.  અાપના સંબંધોમાં સારા સમયના અણસાર છે. અાપના ભાવી વિશે વધુ જાણવા માટે અાજે જ 2018 વ્યક્તિગત જીવન અને સંબંધો વિશેનો રિપોર્ટ મેળવો.  

વૃષભઃ આ રાશિમાં શુક્રનું ભ્રમણ પોતાની રાશિથી છઠ્ઠા ભાવમાં શુક્ર આવતા કારકિર્દી મોરચે શુભ પરિણામ આપનારું રહેશે. જોકે સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે જેમાં ખાસ કરીને સુગરની સમસ્યા હોય તો ખાવા-પીવામાં સંયમ રાખવો. પિત્તના કારણે પણ પીડા થઈ શકે છે. જોકે કોઈ મોટી સમસ્યાના એંધાણ નથી પરંતુ દવાઓ પાછળ ખર્ચ થશે. વિદ્યાર્થીવર્ગ માટે મધ્યમ સમય જણાઈ રહ્યો છે. ગ્રહો મુજબ, અાપ કારકિર્દીમાં સારા પરિણામની પ્રાપ્તિ કરશો. તમે વધુ બહેતર કારકિર્દી તરફ મીટ માંડી રહ્યા છો? તો અાજે જ 2018 કારકિર્દી રિપોર્ટ ખરીદીને ઊંચાઇઓ સર કરો. 

મિથુનઃ આ રાશિ માટે શુક્ર પાંચમા ભાવમાં ભ્રમણ કરે છે જે ત્રિકોણ રાશિમાં રહેશે. પ્રેમસંબંધો માટે યોગ બની રહ્યા છે. પ્રિયજનનો સહવાસ વધે અને તેમની સાથે આનંદદાયક સમય વિતાવી શકો. કલાક્ષેત્રે કામ કરતા જાતકો માટે ઘણો શુભ સમય છે. ખાસ કરીને તારીખ 12 પછી આપને સફળતાની શક્યતા વધી જશે. શુક્રને લગતા ધંધામાં આ મહિનામાં તેજીનો ચમકારો જોવા મળશે. સાથે સાથે મોજશોખ પાછળ આપનો ખર્ચ વધવાની સંભાવના પણ જણાઈ રહી છે. અા તબક્કામાં શુક્રનું કારકત્વ ધરાવતા વ્યવસાયમાં વૃદ્વિના અણસાર છે. પરંતુ જો અાપ વ્યાવસાયના બીજા ક્ષેત્રોમાં પણ સફળતા ઇચ્છતા હોય તો અાજે જ 2018 બિઝનેસ રિપોર્ટની ખરીદી કરો.

કર્કઃ આ રાશિના જાતકો માટે શુક્રનું ભ્રમણ ચોથા સ્થાનમાંથી જશે. શુક્ર આપને શુભ ફળદાયી પુરવાર થશે. ખાસ કરીને આ સમયમાં વર્તમાન અને નવા સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે. વાહનસુખ, મકાન સુખ, ઉત્તમ ભૌતિક સુખ અને સુવિધામાં વધારો થાય. મિત્રોને તમે મદદરૂપ થશો. જેમને ખાસ કરીને વિલ-વારસા અને પૈતૃક સંપત્તિના પ્રશ્નો અટકેલા હોય તેમના માટે શુભફળદાયી સમય રહેશે. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં એકાગ્રતા વધારવી પડશે. શું તમે આર્થિક સદ્વરતા મેળવવા માંગો છો? જો હા હોય તો હમણાં જ 2018 આર્થિક રિપોર્ટ ખરીદીને આર્થીક ભાવીને વધુ મજબૂત બનાવો. 

સિંહઃ આ જાતકો માટે શુક્ર તેમની રાશિથી ત્રીજા એટલે કે પરાક્રમ તેમજ ભાઈબહેનના ભાવમાંથી ભ્રમણ કરી રહ્યો છે. આ સમયમાં ભાઈ-બહેન તરફથી આપને સારો સાથ-સહકાર મળી શકે છે. નવું સાહસ ખેડવામાં સફળતાની શક્યતા વધી જશે. મિત્રોમાં વધારો થવાની સંભાવના પણ છે. મુસાફરીના યોગ બને તેમજ મન પ્રફુલ્લિત કરવા માટે તમે નજીકના સ્થળે પિકનિકનું આયોજન પણ કરી શકો છો. ધાર્મિક યાત્રાની સંભાવના રહેશે. નોકરચાકરનું ઉત્તમ સુખ ભોગવી શકો. હાલમાં તમારા યશ અને માનમાં વધારો થશે. તારીખ 12 થી 26 નવેમ્બર સુધીનો સમય વધુ બહેતર છે. શું કારકિર્દીના ભાવીને વધુ નજીકથી જાણવા ઇચ્છુક છો? હમણાં જ 2018 કારકિર્દી રિપોર્ટ મેળવો.

કન્યાઃ આપની રાશિથી બીજા સ્થાન એટલે કે ધન ભાવમાંથી શુક્રનું ભ્રમણ થઈ રહ્યું છે જે ઉત્તમ ફળદાયી પુરવાર થશે. કલાક્ષેત્રે જોડાયેલા જાતકોને નવા કામો મળે. આ સમયમાં તમે જે કામ કર્યા હોય તેના માટે પ્રસંશાને પાત્ર બનશો. સંતાન ઈચ્છુકોને જો દશાનો સાથ મળતો હોય તો સંતાન સુખ પ્રાપ્ત થઈ શકે છે. વારસા અને પૈતૃક સંપત્તિના અધુરા તેમજ અટકેલા કાર્યોનો નિકાલ આવી શકે છે. વડીલો તરફથી સારો સાથ-સહકાર મળી રહેશે. કારકિર્દીમાં ગ્રહો સારી પ્રગતીના અેંધાણ આપી રહ્યા છે. પરંતુ કારકિર્દીના કેટલાક ક્ષેત્રો અંગે ચિંતિત હોવ તો તમારી અા ચિંતાને દૂર કરવા હમણાં જ 2018 કારકિર્દી રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવો.

તુલાઃ આ રાશિમાં શુક્ર સ્વગૃહી થાય છે માટે ઘણું સારું ફળ આપે. આ સમયમાં નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે. જાહેરજીવનમાં લોકોનો સહકાર મળે અને પ્રેમસંબંધોમાં પણ આગળ વધવાની સંભાવના બને. પરિણિત જાતકોને લગ્નેતર સંબંધોની શક્યતા વધી શકે છે માટે વિજાતીય આકર્ષણ પર સંયમ રાખવાની સલાહ છે. પ્રવાહી ચીજો, સૌંદર્ય પ્રસાધનો, સુગંધિત દ્રવ્યો, મુલ્યવાન રત્નોને વેપારમાં સારી એવી વૃદ્ધિ થઈ શકે છે. તમારા સંબંધોના ભાવી અંગે વધુ જાણકારી પ્રાપ્ત કરવા માટે 2018 અંગત જીવન અને સંબંધો રિપોર્ટ ઓર્ડર કરો. 

વૃશ્ચિકઃ આ રાશિથી શુક્ર બળવાન થઈને બારમે ભ્રમણ કરે છે. ભોગવિલાસના સાધનો પર તેમજ સુખ-સુવિધાઓ પાછળ ખર્ચ ઘણો વધી શકે છે. શૈયા સુખની અપેક્ષાઓ વધશે અને તે ઈચ્છા સંતોષાવાની પણ સંભાવના છે. આપ વિજાતીય સાથીના ઉત્તમ સંગાથનું સુખ માણી શકશો. બારમા સ્થાનમાં શુક્રનું ભ્રમણ આપની આવકમાં વધારો કરી શકે છે અને ખર્ચ પણ થશે જેથી આવક-જાવકનું પલ્લું સંતુલનમાં રહેશે. પાર્ટનર અથવા જીવનસાથી સાથે સંબંધોમાં સુલેહ રહેશે.  સંબંધોને વધુ સૌહાર્દપૂર્ણ બનાવવા માંગો છો? તો હમણાં જ 2018 અંગત જીવન અને સંબંધો રિપોર્ટ ઓર્ડર કરો.

ધનઃ આ રાશિથી શુક્રનું અગિયારમા ભાવમાં અર્થાત્ લાભ સ્થાનમાં ભ્રમણ થાય છે. વડીલો અને મિત્રો તરફથી ફાયદાની અપેક્ષા રાખી શકો છો. જીવનસાથી જોડે સુમેળ વધશે. મનની ઈચ્છા પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. આર્થિક અને સામાજિક મોરચે આ ભ્રમણ સારું માનવામાં આવે છે પરંતુ સ્વાસ્થ્ય મામલે થોડુ સંભાળવું પડશે. ખાસ કરીને કફ કે પિત્તના કારણે થતા રોગો, ડાયાબિટિસ જેવા રોગોમાં ધ્યાન આપવું અન્યથા તમારી નાની બેદરકારીના કારણે વધુ પીડા ભોગવવી પડશે. અતિશય ભોગવિલાસના કારણે ગુપ્તરોગ થવાની સંભાવના પણ છે પરંતુ તેનું સચોટ તારણ જન્મકુંડળીમાં જોવા મળતા યોગોના આધારે આવી શકે. અાપની અાર્થિક ઉન્નતિ બાબતે સમય લાભદાયી જણાઇ રહ્યો છે. વધુ જાણકારી માટે અમારો 2018 આર્થિક રિપોર્ટ અચૂક ખરીદો. 

મકરઃ આપની રાશિથી દશમ સ્થાન એટલે કર્મ સ્થાનમાંથી શુક્રનું ભ્રમણ થશે. આ સમયમાં શુક્ર સંબંધિત કામકાજોમાં વધારો થઈ શકે છે. તમારા પર કામનું ભારણ રહેશે. અનૈતિક સંબંધોના કારણે ગુપ્તભાગોમાં સમસ્યા થઈ શકે છે. સમાજ કે જાહેરજીવનમાં બદનામી થાય તેવા કાર્યોથી દૂર રહેવાની સલાહ છે. ઉપરી અધિકારીઓ સાથે પણ વર્તન અને વ્યવહારમાં વિનમ્રતા રાખવી. ગ્રહો ઓફિસમાં કાર્યના ભારણમાં વધારાના સંકેત આપે છે. તેનાથી પડકારોમાં વધારો થશે. પરંતુ તમે અમારા કારકિર્દી રિપોર્ટ 2018થી પડકારોથી અવગત થઇને તેને દૂર કરી શકો છો. 

કુંભઃ આ રાશિથી નવમા એટલે કે ભાગ્ય સ્થાનમાં શુક્રનું ભ્રમણ શુભ ફળદાયી પુરવાર થશે. ખાસ કરીને આર્થિક ફાયદો વિપુલ પ્રમાણમાં થાય અને ભાગ્ય વૃદ્ધિ પણ થાય. વેપાર-ધંધામાં અટકેલા કાર્યોનું નિરાકરણ આવશે તેમજ હાલમાં શરુ કરેલા અથવા તમારા હાથમાં જે ચાલી રહ્યા છે તેવા કાર્યોમાં પણ સારું ફળ મળી શકે છે. ધાર્મિક યાત્રાઓની સંભાવના જણાઈ રહી છે. સુખદ મુસાફરી પણ થઈ શકે છે. શું અા સકારાત્મક તબક્કામાંથી લાભ લેવા ઇચ્છો છો? તો અાજે જ 2018 બિઝનેસ રિપોર્ટની ખરીદી કરીને બિઝનેસમાં વધારો કરો. 

મીનઃ આપની રાશિથી અષ્ટમ સ્થાનમાં શુક્રનું ભ્રમણ આર્થિક મોરચે મધ્યમ ફળદાયી જણાઈ રહ્યું છે. વિલ-વારસાના કાર્યોમાં ફાયદો થઈ શકે છે. આ સમયમાં તમારી આધ્યાત્મિક વૃત્તિમાં વધારો થશે અને આધ્યાત્મિક ક્ષેત્રે કંઈકને કંઈક નવું જાણીને તેમાં ઉન્નતિના માર્ગે આગળ વધશો. આપની આંતરસ્ફૂર્ણામાં વધારો થાય તેમજ ગૂઢ જ્ઞાન અને તત્ત્વ જ્ઞાનમાં પણ રુચિ વધશે. જ્યોતિષ જેવા વિષયોમાં પ્રગતિ થઈ શકે છે. જોકે સ્વાસ્થ્યની તમારે વિશેષ કાળજી લેવી પડશે. ગ્રહો મુજબ તમે માત્ર સાધારણ આર્થિક લાભ મેળવશો. જો કે 2018 આર્થિક રિપોર્ટ મેળવીને તમે પ્રારબ્ધને બદલી શકો છો. 

નોંધઃ ઉપર જણાવેલ શુક્રના ગોચરનું ફળ દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અને બળ પ્રમાણે વત્તા-ઓછા પ્રમાણમાં હોઈ શકે છે. જેમની કુંડળીમાં શુક્ર બળવાન હોય તેમને સારું ફળ મળે અને નબળો હોય તો ઓછુ પણ મળી શકે છે. આ ઉપરાંત દશા અને અંતરદશાઓ પણ ફળ માટે જવાબદાર હોય છે આથી વ્યક્તિગતધોરણે આ ફળમાં ફેરફાર હોઈ શકે છે.

ગણેશજીના આશીર્વાદ સાથે,
બિંદુબેન પંડ્યા

ત્વરિત ઉપાય માટે આજે જ અમારા જ્યોતિષવિદો સાથે સીધી વાતચીત કરો. 

30 Sep 2019


View All blogs

More Articles