For Personal Problems! Talk To Astrologer

શુક્રનું ગોચર 2017- સિંહ રાશિમાં શુક્ર: શું શત્રુની રાશિમાં રહીને પણ શુક્ર શુભ ફળ આપશે?


Share on :


કાવ્ય, સિત, ભૃગુસત, ભાર્ગવ, પુંડરિક, કવિ અને દૈત્યગુરૂ જેવા નામ ધરાવતો શુક્ર સૌર મંડળના ગ્રહોમાં મંત્રી છે. પૃથ્વીથી 6 કરોડ 72 લાખ માઈલ દૂર આવેલો છે. બ્રાહ્મણવર્ણનો રજોગુણી છે. શયનગૃહમાં તેનું સ્થાન છે. બુધ, શનિ તથા રાહુ તેના મિત્રો છે. મંગળ, ગુરૂ સમ તેમજ સૂર્ય અને ચંદ્ર તેના શત્રુ છે. વૈભવવિલાસ, સૌંદર્ય, કળીયુગના સુખો, સર્જનાત્મક શક્તિઓ, કલ્પનાશક્તિ, ચાંદી, રેશમ વગેરે તેના કારકત્વમાં આવે છે. શુક્ર 15 સપ્ટેમ્બર 2017થી 9 ઓક્ટોબર 2017 દરમિયાન સૂર્યની સિંહ રાશિમાં ભ્રમણ કરશે. આ ગોચરના પ્રારંભમાં સિંહ રાશિમાં શુક્ર સાથે સૂર્ય, બુધ અને મંગળની- પણ યુતિ છે. શુક્રને શુભ ગ્રહ માનવામાં આવે છે. તે પોતાના શત્રુની રાશિમાં ભ્રમણ કરવા હોવા છતાં પણ શુભ પરિણામ આપશે. છતાં પણ તેની દરેક રાશિ પર શું અસર થશે તે જોઇશું.

મેષ – મેષ રાશિમાં શુક્ર પાંચમા સ્થાનથી ભ્રમણ કરશે. આ શુક્ર મેષ રાશિના જાતકોને વિદ્યાભ્યાસમાં સારૂં પરિણામ આપશે. તેમજ જે નવ દંપતિ સંતાન માટે પ્રયત્ન કરતા હશે તેમને સફળતા મળશે. નવયુવાનોમાં પ્રેમ સંબંધ સ્થપાય તેવા યોગનું નિર્માણ થશે. શું અાપનું અભ્યાસમાં મન નથી લાગતું? તો તેની પાછળ ગ્રહો જવાબદાર હોય શકે છે, અાજે જ શિક્ષણ સંબંધે પૂછો એક પ્રશ્ન(વિગતવાર સલાહ) રિપોર્ટ મેળવીને અભ્યાસમાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરો.   

વૃષભ – વૃષભ રાશિના જાતકોને શુક્ર ચોથા સ્થાનમાં ભ્રમણ માતા સાથે સારા સંબંધો બનશે, ઘરમાં કોઇ નવી વસ્તુઓ વસાવો. ખાસ કરીને મોજ-શોખની ચીજોની ખરીદીમાં તમે નાણાં ખર્ચવામાં પાછા નહીં પડો. માનસિક શાંતિ મળે. સુખ-સંપત્તિમાં વધારો થાય. જીવનમાં સમૃદ્વિ ખૂબ જ અાવશ્યક છે. જો તમે પણ સમૃદ્વિ ઇચ્છો છો તો અાજે જ સમૃદ્ધિ અંગે પૂછો એક પ્રશ્ન(સંક્ષિપ્ત જવાબ) રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને સમૃદ્વિના દ્વાર ખોલો.

મિથુન – મિથુન રાશિમાં શુક્ર ત્રીજા સ્થાનથી ભ્રમણ કરશે. ભાઇ-બહેનનું સુખ સારૂં મળે તેમનો સહયોગ પ્રાપ્ત થાય. નાની એવી પણ સુખદ યાત્રા થશે. જાતકમાં કોમ્યુનિકેશન સ્કીલ ડેવલપ થાય. જે જાતકો માર્કેટિંગ કોમ્યુનિકેશન લાઇન સાથે હશે તેમને વિશેષ લાભ મળશે. તમારા મિત્રવર્તુળમાં વિજાતીય પાત્રોનો ઉમેરો થઈ શકે છે. જીવનમાં અાવનારી ઘટનાઓને તમે અગાઉથી જાણીને લયબદ્વ રીતે સફળતા મેળવી શકો છો અને તેમાં અમે અાપને મદદ કરી શકીએ છીએ. અમારા જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટથી નક્કર અાયોજન સાથે જીવનમાં અાગળ વધો. 

કર્ક – કર્ક રાશિમાં શુક્ર ધન સ્થાનથી ભ્રમણ કરશે. કર્ક રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થાય. કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ મળે. કુટુંબમાં માન-મોભામાં વધારો થાય. વાણીમાં મીઠાશ જોવા મળે. ઉઘરાણીના કાર્યોમાં ઉકેલ આવે. આવકના સાધનો વધારવા માટે તમે સક્રીય બનો. ઓછી અાવકને કારણે જીવનના અનેક સપનાઓ અધુરા રહી જાય છે, પરંતુ અમારા 2018 અાર્થિક રિપોર્ટથી તમે આર્થિક બાબતોમાં રહેલી સમસ્યાઓ વિશે જાણી શકો છો અને તેના જ્યોતિષીય ઉપાયથી અાર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવી શકશો. 

સિંહ – સિંહ રાશિમાં શુક્ર ચંદ્ર પરથી ભ્રમણ કરશે જે એક પ્રકારનો લક્ષ્મી યોગ બનશે. આવકમાં વૃદ્ધિ થશે. જાતકમાં તેજ અને આકર્ષણ શક્તિ ઉદભવશે. સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થશે. લગ્ન માટે ઇચ્છુક નવયુવાનોને પાત્ર મળે. લગ્નગ્રંથીમાં જોડાય. સૌંદર્યપ્રસાધનો, આભૂષણો, વસ્ત્રોની ખરીદી પાછળ ખર્ચ કરો. જીવનના કોઇપણ ક્ષેત્રમાં તકલીફો હોય તો જીવન કષ્ટદાયક બને છે, તમે પૂછો કોઈપણ પ્રશ્ન(સંક્ષિપ્ત રિપોર્ટ) મેળવીને તકલીફો દૂર કરીને જીવનને સુખમય બનાવો. 

કન્યા – કન્યા રાશિમાં શુક્ર બારમા એટલે કે વ્યય સ્થાનથી ભ્રમણ કરશે. આ શુક્ર તેમને મોજ-શોખની ચીજો પાછળ ખર્ચા કરાવશે. તમારી જીવનશૈલી વૈભવી થશે. તેમજ ઘણી સારી અને સુખદ યાત્રા બનશે. પ્રેમીકા સાથે યાત્રા બને. જે જાતકો વિદેશ જવાનું ઇચ્છીત હશે તેમને સફળતા મળશે. વિજાતીય આકર્ષણ વધશે. તમારા જીવનમાં સમૃદ્વિ પામવા માટે અાજે જ સમૃદ્ધિ અંગે પૂછો એક પ્રશ્ન(સંક્ષિપ્ત જવાબ) રિપોર્ટ મેળવો. 

તુલા – તુલા રાશિમાં શુક્ર લાભ સ્થાનથી ભ્રમણ કરશે. આ શુક્ર તુલા રાશિના જાતકોને વિભિન્ન પ્રકારના લાભ કરાવશે. ખાસ કરીને મિત્રોનો સહયોગ સારો મળે. તેમાં પણ સ્ત્રી મિત્રોનો વધારે. મિત્રો પાસેથી ગિફ્ટ મળે. સંતાન માટે પ્રયત્ન કરતા દંપતિને સંતાનની પ્રાપ્તિ થાય. પિતા અને મોટા ભાઈબહેન તરફથી પણ આર્થિક લાભની આશા રાખી શકશો. શું બાળકોના જન્મ સમયની સમસ્યાઓથી ચિંતિત છો? તો બાળકોના જન્મ સંબંધિત સમસ્યાના રિપોર્ટને મેળવીને સમસ્યાનું ખરું કારણ જાણીને તેને દૂર કરવા માટે સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉકેલ મેળવો.  

વૃશ્ચિક – તમારી રાશિથી દશમ એટલે કે કર્મસ્થાનમાંથી શુક્રનુ ભ્રમણ તમારા પ્રોફેશનલ કામકાજો પર પ્રભાવ પાડશે. ખાસ કરીને ડેકોરેશન, કોસ્મેટિક્સની ચીજો, હોટેલ અથવા રેસ્ટોરન્ટ, મનોરંજનના ક્ષેત્રો, કલાજગત, સુશોભનની ચીજો, ગારમેન્ટ્સ વગેરેમાં પ્રગતી થશે. તમે કલ્પનાશક્તિ અને બુદ્ધિચાતુર્ય બંનેના સમન્વયથી પ્રોફેશનલ કાર્યોમાં આગળ વધશો. કારકિર્દીમાં પ્રગતિ અટકી ગઇ છે? કોઇ રસ્તો નથી મળતો? ગ્રહો હોઇ શકે છે જવાબદાર, હમણાં જ 2018 કારકિર્દી રિપોર્ટથી કારકિર્દીના પ્રશ્નોનું નિરાકરણ મેળવો. 

ધન – ધન રાશિમાં શુક્ર ભાગ્ય સ્થાનથી ભ્રમણ કરશે. ભાગ્યમાં બદલાવ સાથે ભાગ્યની અભિવૃદ્ધિ થાય. સારી અને સુખદ ધાર્મિક યાત્રા થાય. પિતાનો સહયોગ પ્રાપ્ત થાય. જે વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન માટે વિદેશમાં જવા પ્રયત્ન કરતા હશે તેમને સફળતા મળશે તેમજ આ દિશામાં અટકેલા કાર્યો ઉકેલાય. તમે કામકાજમાંથી વિરામ માટે લાંબા પ્રવાસનું આયોજન પણ કરી શકો છો. અભ્યાસમાં નિષ્ફળતા તમને કોરી ખાય છે? તો હમણાં જ શિક્ષણ અંગે પૂછો એક પ્રશ્ન(સંક્ષિપ્ત જવાબ) રિપોર્ટ મેળવો. અભ્યાસમાં ફરીથી સફળતા તરફ અાગળ વધો. 

મકર – મકર રાશિના જાતકોને શુક્ર અષ્ટમ ભાવથી ભ્રમણ કરશે. આ જાતકો એ ખાસ કરીને સ્વાસ્થ્ય માટે થોડું ધ્યાન રાખવું તેમાં પણ જે જાતકોને ડાયાબિટીસ હોય તેમને વધુ-અષ્ટમ ભાવ શુક્ર આવવાને કારણે કાર્યમાં વિઘ્નો આવી શકે છે. પત્ની સાથે મતભેદ થઇ શકે છે. ગુપ્તભાગોની સમસ્યા, એલર્જી અથવા ત્વચાની સમસ્યા હોય તેમને પણ ધ્યાન રાખવું પડશે. જીવનમાં કોઇપણ પ્રશ્નના ઉપાય માટે પૂછો કોઇપણ પ્રશ્ન રિપોર્ટ મેળવો. 

કુંભ – કુંભ રાશિના જાતકોને શુક્ર સપ્તમ ભાવથી ભ્રમણ કરશે. આ શુક્ર તેમને લગ્ન યોગનું નિર્માણ કરશે. લગ્ન ગ્રંથિમાં બાંધશે. પોતાના પ્રિયપાત્ર સાથે યાત્રા થાય તેવું બને. સંતાન ઇચ્છુક દંપતિ સંતાન પ્રાપ્ત કરશે લગ્ન જીવનમાં આનંદ છવાઇ જાય. ઉત્તમ દાંપત્યસુખ માણો તેવા યોગ બનશે. દાંપત્યજીવનની સમસ્યાઓનું નિરાકરણ અમારા 2018 દાંપત્યજીવન રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને મેળવી શકો છો. 

મીન – મીન રાશિના જાતકોને શુક્ર છઠ્ઠા સ્થાનથી ભ્રમણ કરશે. છઠ્ઠું સ્થાન રોગ અને શત્રુ માટે રોગ અને શત્રુથી બચવું. કાર્ય સ્થળ પર સ્ત્રી પાત્રના કારણે અપમાન થાય અને તેમની સાથે મતભેદ થાય. તેમના કારણે તમારી બદનામી થઈ શકે છે માટે સાવધાન રહેવું. પૂછો કોઇપણ પ્રશ્ન રિપોર્ટ હમણાં જ મેળવો. 

ગણેશજીના આશીર્વાદ સાથે,
આચાર્ય જેમીન ઋષિ

તમારા પ્રશ્નોના ત્વરિત ઉપાય માટે અાજે જ અમારા તજજ્ઞ જ્યોતિષીઅોઅે સાથે સીધી વાતચીત કરો

18 Sep 2017


View All blogs

More Articles