For Personal Problems! Talk To Astrologer

શુક્રનું કર્કમાં ભ્રમણ 2017 : જાણો દરેક રાશિ પર થનારી અસરો વિશે..!


Share on :


ગ્રહમંડળમાં શુક્ર સૌથી વિશેષ રીતે મહત્વ ધરાવે છે. શુક્રને  ખાસ કરીને સ્ત્રી તત્વનો કારક માનવામાં અાવે છે. શુક્ર અે મનોરંજન, કલા, સૌંદર્ય, સામગ્રી સાથે સંકળાયેલો ગ્રહ છે. શુક્રને દૈત્યોના ગુરુ માનવામાં અાવે છે. શુક્ર અે સંજીવની વિદ્યાનો કારક માનવામાં અાવે છે. વ્યક્તિ ગમે તેટલી મૃત અવસ્થા સુધી પહોંચ્યો હોય તો પણ અેને જીવનદાન અાપવું અે શુક્રના હાથમાં છે. ધન અને ભંડારોનો કારક ગુરુ છે. જ્યોતિષશાસ્ત્રમાં વિશેષ મહત્વ ધરાવતો શુક્ર 21 અોગસ્ટ 2017ના રોજ કર્ક રાશિમાં ભ્રમણ કરવાનું શરૂ કરશે. અા ગોચર 14 સપ્ટેમ્બર 2017 સુધી કર્ક રાશિમાં રહેશે. 21 અોગસ્ટ થી 14 સપ્ટેમ્બર 2017 સુધી ચાલનારા અા ગોચરની વિવિધ રાશિના જાતકો પર શુભાશુભ અસરો જોવા મળશે. ચાલો તેના વિશે વિસ્તૃતમાં જાણીઅે. 

(નોંધ: અા ફળકથન ચંદ્ર રાશિ અાધારિત ચે. પણ કેટલીક અસર લગ્ન રાશિને પણ લાગુ પડે છે. અાપની લગ્ન રાશિ જાણવા માટે અહીંયા ક્લિક કરો. 

ગોચરની તારીખ:
પ્રારંભ: 21 અોગસ્ટ 2017
અંત: 14 સપ્ટેમ્બર 2017

મેષ: 
મેષ રાશિના જાતકો માટે કર્કનો શુક્ર ચોથા સ્થાનમાંથી ભ્રમણ કરશે. અા જાતકોને અાર્થિક અને પારિવારિક બાબતોમાં શુભ પરિણામ પ્રદાન કરશે. દાંપત્યજીવન, અંગત જીવન, વ્યાપારિક સંબંધો તથા ભાગીદારી તેમજ જાહેરજીવનમાં પણ શુભ પરિણામની પ્રાપ્તિ થાય તેવું ગણેશજી કહે છે. 21-23 અોગસ્ટ દરમિયાન અાર્થિક, પારિવારિક, દાંપત્યજીવન, જાહેર-અંગત જીવન તથા ભાગીદારી સંબંધો માટે મધ્યમ. 23 અોગસ્ટથી 14 સપ્ટેમ્બર 2017 દરમિયાન અા તમામ બાબતોમાં સારું પરિણામ મળે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. અાપના વ્યાપારમાં વૃદ્વિ ઇચ્છો છો? તો અાજે જ 2017 બિઝનેસ રિપોર્ટ મેળવો અને ભવિષ્યને જાણીને વ્યાપારમાં વૃદ્વિ કરો. 

વૃષભ:
વૃષભ રાશિના જાતકો માટે અા ગોચર ત્રીજા સ્થાનમાંથી પસાર થશે. અા ભ્રમણના પ્રભાવ હેઠળ વૃષભ રાશિના જાતકો શારીરિક અને માનસિક રીતે વધુ મજબૂત બને. નોકરી, મોસાળ પક્ષ, નોકર-ચાકર, રોગ-શત્રુ વગેરે માટે સાનુકૂળ સમય કહી શકાય. 21-23 અોગસ્ટ દરમિયાન બિમારી થવાની સંભાવના હોવાથી તબિયતની કાળજી રાખવી. અકારણ ચિંતાઅો વ્યથિત કરે. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થાય. મોસાળ પક્ષમાં મધ્યમ માહોલ રહે તથા નોકર ચાકર સાથે સંઘર્ષની સંભાવના છે. 23 અોગસ્ટ-14 સપ્ટેમ્બર 2017 ના સમયગાળા દરમિયાન પારિવારિક સૂલેહ રહે. અાર્થિક ઉન્નતિ શક્ય બને. મોસાળ પક્ષમા સારુ બને. અાપના સંબંધોમાં રહેલી સમસ્યાઓથી ચિંતિત છો? તો અાજે જ સંબંધો વિશે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ ઓર્ડર કરો.

મિથુન:
અહીંયા મિથુન રાશિના જાતકો પર પણ અા ગોચરની વિશેષ રીતે અસર જોવા મળશે. અહીંયા મિથુન રાશિના જાતકો માટે કર્કનો શુક્ર બીજા સ્થાનમાંથી ભ્રમણ કરશે. મિથુન રાશિના જાતકોને અાકસ્મિક બિમારી/ખર્ચ, ધાર્મિક, પ્રણય, વિદ્યાભ્યાસ, સંતાનલક્ષી, લોટરી-સટ્ટો, રમત-ગમત જેવા ક્ષેત્રોમાં શુભ પરિણામો અાપે. 21-23 અોગસ્ટ દરમિયાન ધાર્મિક યાત્રા કરવાનું ટાળવું. બિમારીને લઇને ખર્ચ થાય. પ્રણય, વિદ્યાભ્યાસ, રમત ગમત તેમજ અાર્થિક બાબતો માટે મધ્યમ સમય. 23 અોગસ્ટ-14  સપ્ટેમ્બર 2017 દરમિયાન ધાર્મિક યાત્રાનું અાયોજન થાય. પ્રણયસંબંધોમાં સૌહાર્દ બન્યો રહે. વિદ્યાર્થી માટે સાનુકૂળતા સધાય. સંતાનોથી સારું બને. રમતગમતમાં પણ પ્રગતિ થાય તેવું ગણેશજી કહે છે. જો તમે યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરો તો પ્રોફેશનલ જીવનમાં સફળતા મેળવી શકો છો. અાજે જ 2017 કારકિર્દી રિપોર્ટ મેળવીને તેને ઉજ્જવળ બનાવો. 

કર્ક:
કર્ક રાશિના જાતકો માટે કર્કનો શુક્ર પ્રથમ ભાવમાંથી ચંદ્ર ઉપરથી પસાર થશે. અા ગોચરથી કર્ક રાશિના જાતકોને મોટા ભાઇ બહેનો તથા મિત્રો સાથેના સંબંધોમાં તથા અાર્થિક ક્ષેત્ર શુભ પરિણામો પ્રદાન કરનાર પૂરવાર થાય. માતા, સ્થાવર-જંગમ મિલકતો, વાહનો અને ઉચ્ચ અભ્યાસ માટે પણ સાનુકૂળતા રહે. 21-23 અોગસ્ટ દરમિયાન ભાઇ-બહેન કે મિત્રો સાથે કોઇ મનદુ:ખના પ્રસંગો બને. અાર્થિક બાબતોમાં મધ્યમ સમય. 23 અોગસ્ટ-14 સપ્ટેમ્બર દરમિયાન મિત્રો સાથે સારુ બને. અાર્થિક ક્ષેત્રે વણઉકેલાયેલા પ્રશ્નો ઉકેલ અાવે. માતા સાથેના સંબંધોમાં પણ સૌહાર્દ જોવા મળશે. અાપ અાર્થિક સદ્વરતા ઇચ્છો છો? તો અાજે જ 2017 અાર્થિક રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને અાર્થિક વૃદ્વિ કરો. 

સિંહ:
સિંહ રાશિના જાતકો માટે અા ગોચર બારમાં સ્થાનમાંથી પસાર થશે. અા સમયમાં નાના ભાઇ બહેનો, મિત્રો, ટૂંકા અંતરની મુસાફરી, પિતા તથા વ્યાવસાયિક ક્ષેત્રે મધ્યમ પરિણામ અાપે તેવું ગણેશજી કહે છે. 21-23 અોગસ્ટ દરમિયાન કર્કનો શુક્ર નાના ભાઇ બહેન અથવા મિત્રો સાથેના સંબંધોમાં મતભેદનું સર્જન કરશે. ટૂંકા અંતરની મુસાફરીમાં વિધ્નો અાવે. કાર્યક્ષેત્ર કે પછી પિતાને લઇને પણ કોઇ નકારાત્મક્તા સર્જાય. 23 અોગસ્ટ થી 14 સપ્ટેમ્બર દરમિયાન ટૂંકા અંતરની મુસાફરી સૂપેરે પાર પડે. પિતા સાથે સૌહાર્દ બની રહે જો કે વ્યવસાયમાં મધ્યમ પરિણામ અાપે તો નવાઇ નહીં. ગ્રહો પ્રોફેશનલ જીવનમાં સામાન્ય પરિણામ દર્શાવી રહ્યા છે. પણ તમે પ્રારબ્ધને બદલી શકો છો. 2017 કારકિર્દી રિપોર્ટથી પ્રોફેશનલ જીવનમાં પ્રગતિના દ્વાર ખોલો. 

કન્યા: 
કન્યા રાશિના જાતકો માટે કર્કના અા શુક્રનું ભ્રમણ અગ્યારમાં સ્થાનમાંથી પસાર થશે. અા ગોચરના અાર્શીવાદથી અા જાતકોને અાર્થિક અને પારિવારિક સુખમાં વધારો થાય. ભાગ્યવૃદ્વિને લગતી તકો સાંપડે તથા ધાર્મિક યાત્રા પર જવાનું થાય.  21-23 અોગસ્ટ દરમિયાન પરિવારમાં મધ્યમ વાતાવરણ રહે. નાણાંકીય પ્રવાહમાં પણ ઉતાર ચડાવનો માહોલ જોવા મળશે. ભાગ્યવૃદ્વિ અટકે તેથી કેટલાક કામોમાં નસીબ પણ સાથ ના અાપે તેવું બને. 23 અોગસ્ટ-14 સપ્ટેમ્બર 2017 દરમિયાન નાણાકીય સદ્વરતામાં દેખીતી રીતે વૃદ્વિ થાય. પરિવારમાં અાનંદ અને મોજમસ્તીના પ્રસંગો બને. દાંપત્યજીવનમાં કોઇ તકલીફોથી ઘેરાયેલો છો? તો દાંપત્યજીવન વિશે પૂછો અેક પ્રશ્ન(વિગતવાર જવાબ) રિપોર્ટની પસંદગી કરીને તેમાં ફરીથી મધુરતા લાવો.    
 
તુલા:
અહીંયા શુક્ર દસમા કેન્દ્રસ્થાનમાંથી પસાર થશે. શારીરિક અને માનસિક મજબૂતીમાં વધારો થાય. વારસાગત મિલકતોના પ્રશ્નો હોય તો ઉકેલાઇ અથવા તેમાં વિના વિધ્ને અાગળ વધી શકો. 21-23 અોગસ્ટ દરમિયાન બિમારી થવાના અણસાર હોવાથી શારીરિક દૃષ્ટિઅે કાળજી રાખવી. માનસિક અજંપો રહ્યા કરે. વારસાગત મિલકતને લગતી બાબતોમાં ગૂંચવાડો ઊભો થાય. 23 અોગસ્ટ-14 સપ્ટેમ્બર દરમિયાન શારીરિક અને માનસિક રીતે મજબૂત રહેશો. વારસાગત મિલકતો માટે સાનુકૂળ સમય રહેશે તેવું ગણેશજીને લાગે છે. જીવનમાં અાગળ વધવા માટે સંપત્તિ સર્જન ખૂબ અાવશ્યક છે? પણ તમે અાર્થિક સંકટમાં ઘેરાયેલા છો? રસ્તો નથી મળતો? તો અાજે જ સંપત્તિ વિશે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને અાર્થિક સંકડામણમાંથી મુક્તિ મેળવો. 

વૃશ્વિક:
વૃશ્વિક રાશિના જાતકો માટે કર્કનો શુક્ર નવમાં અેટલે કે ભાગ્યસ્થાનમાંથી પસાર થશે. વૃશ્વિક રાશિના જાતકોને દાંપત્યજીવન, અંગતજીવન, ભાગીદારી સંબંધો તથા જાહેરજીવનમાં વગેરે બાબતોમાં શુભ પરિણામોની પ્રાપ્તિ થાય. ધર્માદાની પ્રવૃત્તિઅો કે પછી અન્ય કોઇ પ્રવૃત્તિઅો પાછળ અાકસ્મિક ખર્ચાઓ થવાની સંભાવના રહે. 21-23 અોગસ્ટ દરમિયાન જાતકોઅે દાંપત્ય અને અંગત સંબંધોમાં સંભાળવાનું રહેશે. જાહેરજીવનમાં અપયશ મળે. ભાગીદારી સંબંધોમાં કોઇને કોઇ વિખવાદ ઊભા થાય. 23 અોગસ્ટ-14 સપ્ટેમ્બર 2017 દરમિયાન દાંપત્ય અને અંગત સંબંધોમાં મધુરતા અને સૌહાર્દ રહે. જાહેરજીવનમાં લાભ અને યશકિર્તીના પ્રાપ્તિ થાય. સૂમેળભર્યા સંબંધોથી લોકપ્રિયતા મેળવી શકાય છે, પણ તેમાં શંકાઓ સંબંધોની મજા બગાડે છે, તેથી જ સંબંધો વિશે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ અાપના સંબંધોમાં રહેલી ગૂંચવણો ઉકેલી શકે છે. 

ધન:
અહીંયા શુક્ર અાઠમાં સ્થાનમાંથી પસાર થશે. અા સમયમાં મોટા ભાઇ બહેન તથા મિત્રો સંબંધિત બાબતો માટે શુભ ફળદાયી કહી શકાય. નોકરી, મોસાળ પક્ષ, નોકર-ચાકર, રોગ શત્રુ વગેરે બાબતો માટે પણ સાનુકૂળતા રહે. 21-23 અોગસ્ટમા મોટા ભાઇ બહેન કે મિત્રો સાથે કોઇ બાબતે બોલાચાલી કે મતભેદો સર્જાઇ શકે છે. નોકરીમાં પણ કોઇ મુશ્કેલીઅો અાવી પડે.તબિયતની પણ કાળજી રાખવી પડે. 23 અોગસ્ટ-14 સપ્ટેમ્બર 2017 દરમિયાન અાર્થિક ક્ષેત્રે ઉન્નતિ થાય. મોસાળ પક્ષથી કોઇ લાભ થાય તેવું ગણેશજી કહે છે. સંબંધોથી જ જીવનમાં અાનંદ અને ખુશીઓ મળે છે. જો પ્રણયજીવનમાં કોઇ સમસ્યાઓ હોય તો પ્રણય સંબંધે મુંઝવાયેલા છો? પુછો એક સવાલ રિપોર્ટથી પ્રણયજીવનની સમસ્યાઓનો ઉકેલ પ્રાપ્ત કરો.  

મકર: 
કર્કનો શુક્ર મકર રાશિના જાતકો માટે સાતમાં સ્થાનમાંથી પસાર થશે. મકર રાશિના જાતકોને અા શુક્ર પ્રણય, વિદ્યાભ્યાસ, સંતાન તેમજ લોટરી-સટ્ટો, કાર્યક્ષેત્ર તથા પિતાની બાબતો માટે સાનુકૂળ છે. 21-23 અોગસ્ટ દરમિયાન વિદ્યાભ્યાસમાં અેકાગ્રતા ના રહે. અાર્થિક ગૂંચવાડો કે સમસ્યાઓ સર્જાય. કાર્યક્ષેત્રમાં ધ્યાન અાપવું. 23 અોગસ્ટ- 14 સપ્ટેમ્બરમાં પિતા સાથેના સંબંધો સારા રહે. અાર્થિક લાભ થાય. ગ્રહો અાપના બિઝનેસ માટે સારા સંકેતો આપે છે. જો વધુ નફો રળવા માંગતા હોવ તો 2017 બિઝનેસ રિપોર્ટ અચૂક ખરીદો. 

કુંભ: 
કુંભ રાશિના જાતકો માટે કર્કનો શુક્ર છઠ્ઠા ભાવમાંથી પસાર થશે તેવું ગણેશજી કહે છે. અહીંયા સ્થાવર-જંગમ મિલકત તથા વાહનને લગતી બાબતો માટે સાનુકૂળ સમય રહેશે. માતા સાથે સૌહાર્દ જળવાઇ રહે. ભાગ્યવૃદ્વિ થાય. 21-23 અોગસ્ટ દરમિયાન માતા સાથે કોઇ કારણોસર મતભેદના પ્રસંગો બને. ધાર્મિક યાત્રામાં રૂકાવટોથી તેમાં વિલંબ થાય. 23 અોગસ્ટ-14 સપ્ટેમ્બરના ગાળામાં વાહનની ખરીદી કે તેને લગતા કામો માટે સાનુકૂળ સમય છે. ઉચ્ચ અભ્યાસ માટે શ્રેષ્ઠ સમય છે તેથી અેકાગ્રતા સાથે અભ્યાસ શક્ય બનશે. ભાગ્યવૃદ્વિ પણ થાય. ક્યારેક સરળ જીવન પણ કષ્ટદાયક બનતું હોય છે અને તેથી જ પૂછો કોઇપણ પ્રશ્ન રિપોર્ટથી જીવનને સરળ બનાવો. 

મીન:
મીન રાશિના જાતકો માટે કર્કનો શુક્ર પંચમ ભાવમાંથી ભ્રમણ કરશે. અા ગોચરના લાભદાયી પ્રભાવથી નાના ભાઇ બહેનો તેમજ મિત્રો સાથે સૂમેળતા સધાય. કાર્યક્ષેત્રમાં પ્રગતિ માટેના દ્વાર ખુલે. ટૂંકા અંતરની કોઇ મુસાફરીનું અાયોજન થાય. સ્વાસ્થ્ય સુખાકારી સંગીન રહે. 21-23 અોગસ્ટના ચરણમાં મુસાફરીમાં કોઇ વિધ્ન નડી શકે. વારસાગત મિલકતને લગતા કામોમાં કોઇ અવરોધ કે વિધ્નને કારણે તે અટકે તે કામ વિલંબમાં પડે તેવી પણ સ્થિતિ સર્જાઇ શકે છે. 23 અોગસ્ટ-14  સપ્ટેમ્બર સુધીમાં  મિત્રો સાથે સૂમેળભર્યા સંબંધો માણી શકશો. નોકરીમાં બઢતી કે પછી યશકિર્તી પ્રાપ્તિના યોગ બને. મુસાફરી અાનંદદાયક નિવડે. વારસાગત માલ-મિલકતના અગાઉના અટકેલા કામો હવે ધીરે ધીરે ઉકેલાતા જણાય. અાપની અાર્થિક બાબતો વિશે ચિંતિત છો? તો અાજે જ 2017 આર્થિક રિપોર્ટ મેળવીને સમસ્યાઓને ઉકેલ મેળવો. 

ગણેશજીના અાશીર્વાદ સાથે
પ્રકાશ પંડ્યા

18 Aug 2017


View All blogs

More Articles