For Personal Problems! Talk To Astrologer

વસંત પંચમી 2018 : માતા સરસ્વતીની આરાધનાનું પાવન પર્વ


Share on :


શક્તિના સ્વરૂપ સમાન સ્ત્રી અને પ્રકૃતિ બંનેના સહજ સૌંદર્યને કવિઓએ પોતાની કવિતામાં સ્થાન આપ્યું છે. સ્ત્રી સોળ શણગાર સજે ત્યારે પટરાણીની જેમ તેનું રૂપ નિખરે છે જ્યારે ઋતુઓની રાણી વસંતમાં પ્રકૃતિનું સૌંદર્ય સોળેકળાએ ખીલી ઉઠે છે. આથી જ ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવત ગીતામાં કહ્યું કે ઋતુઓમાં હું વસંત છુ. તેમણે વસંત ઋતુને ઐશ્વર્યના પ્રતિક સમાન ગણાવી છે.
 
શું આપ આર્થિક સદ્વરતા મેળવવા માંગો છો? તો નાણાકીય સમસ્યાઓથી છૂટકારો મેળવીને વધુ કમાણી કરવા માટે અમારા નિષ્ણાતનું સચોટ માર્ગદર્શન અને ટિપ્સ માટે અહીંયા ક્લિક કરો.

મહા મહિનાની સુદ પાંચમથી વસંતઋતુનો પ્રારંભ થતો હોવાથી ઋષિ મૂનિઓએ શાસ્ત્રોમાં વસંત પંચમીનું વિશેષ મહત્વ દર્શાવ્યું છે. શાસ્ત્રો અનુસાર વસંત પંચમીના દિવસે ભગવાન બ્રહ્માના માનસથી માતા સરસ્વતીનું અવતરણ થયું હોવાથી વિદ્યાર્થીઓ માટે જ્ઞાન, વિદ્યા, કળા, સંગીતની દેવી માતા સરસ્વતીની આરાધનાનો ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. વસંત પંચમી એટલે કમુરતા બાદ શુભ કાર્યો અને લગ્નનું ઉત્તમ મુહૂર્ત છે. આ તહેવારને શ્રી પંચમી અને સરસ્વતી પંચમી તરીકે પણ ઉજવવામાં આવે છે.

કારકિર્દીમાં સંઘર્ષને પૂર્ણવિરામ અાપવા માંગો છો? તો અહીંયા ક્લિક કરીને 24 કલાકમાં જ પ્રશ્નોનું નિવારણ મેળવો. 

અભ્યાસમાં લેખન સિદ્ધિ હાંસલ કરવા માટે તેમજ કોઈપણ વિઘ્નો અથવા નિષ્ફળતાઓ દૂર કરવા માટે આપ “ॐ શ્રી સરસ્વતયૈ નમઃ” અથવા “ॐ એં ક્લીં સૌઃ શ્રી મહાસરસ્વત્યૈ નમઃ” જાપ કરી શકો છો. સાથે સાથે વિઘ્નહર્તા દેવ ગણેશજીનું સ્મરણ કરવાનું ચુકશો નહીં. અચુક ફાયદો થશે. જે જાતકોને એકાગ્રતાની સમસ્યા હોય તેઓ નિયમિત “ૐ હ્રીં એં હ્રીં ૐ સરસ્વત્યૈ નમઃ” જાપ કરી શકે છે. 

તમારા લગ્નયોગ ક્યારે છે? શું અા વર્ષે તમે પ્રભુતામાં પગલાં માંડશો? દરેક પ્રશ્નોના જવાબ માટે હમણાં જ અહીંયા ક્લિક કરીને વિદ્વાન જ્યોતિષવિદો સાથે પરામર્શ કરો. 

માતા સરસ્વતીના મંત્ર “ૐ ઐં સરસ્વત્યૈ નમઃ” નો દર ગુરુવારે અને રવિવારે 51 અથવા 108 વખત જાપ કરવાથી અને માતા સરસ્વતીની ઉપાસના કરવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. માતા સરસ્વતીની ઉત્પત્તિ સત્વ ગુણથી થઈ છે અને તેમને શ્વેત ચીજો ખૂબ પસંદ હોવાથી દુધ, દહીં, માખણ, શ્વેત વસ્ત્રો,  સાકર, સફેદ તલ, ચોખા જેવી શ્વેત ચીજો અર્પણ કરીને અથવા તેનું દાન કરીને માતા સરસ્વતીની કૃપા મેળવી શકાય છે. આ ઉપરાંત પીળા પુષ્પોથી પણ માતા સરસ્વતીનો શણગાર કરવામાં આવે છે અને તેમની પૂજા સમયે પીળા વસ્ત્રો ધારણ કરવામાં આવે છે.

જ્યોતિષની દૃશ્ટિએ લગ્ન માટે પણ આ દિવસને ઉત્તમ મુહૂર્ત ગણવામાં આવે છે. આ સમયમાં ઋતુ પરિવર્તનના કારણે લોકોના સ્વાસ્થ્યમાં ઝડપથી ચડાવઉતાર જોવા મળે છે. આથી આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી સારું સ્વાસ્થ્ય મળે છે. નવી ખરીદી કરવા માટે તેમજ રોકાણ કરવા માટે પણ આ દિવસને શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવા કાર્યનો આરંભ કરવા માટે પણ આ દિવસ શુભ છે.

આ વર્ષે 22 જાન્યુઆરી 2018ના રોજ વસંત પંચમી છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા માટે સવારે 7.40થી બપોરે 12.40 સુધીનો સમય શ્રેષ્ઠ છે.

ગણેશજીના આશીર્વાદ સાથે, 

વ્યક્તિગત સમસ્યાઓના નિકાલ માટે જ્યોતિષ સાથે સીધી વાતચીત કરો.

24 Jan 2019


View All blogs

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

More Articles