For Personal Problems! Talk To Astrologer

ઉર્જીત પટેલ દેશના અર્થતંત્રને વૃદ્વિ તરફ લઇ જવામાં ગેમ ચેન્જર સાબિત થશે


Share on :


અારબીઅાઇના નવા ગર્વનર તરીકે ઉર્જીત પટેલને નિયુક્ત કરવામાં અાવ્યા છે. લંડન સ્કૂલ અોફ ઇકોનોમિક્સમાંથી સ્નાતકની પદલી લેનારા અને અોક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અેમ.ફિલ તેમજ યેલ યુનિવર્સિટીમાં ડોક્ટરેટની ડીગ્રી મેળવનાર ઉર્જીત પટલે તેની કારર્કિદી દરમિયાન અનેક મહત્વની સત્તાઅોનો કાર્યભાર સંભાળ્યો છે. તેઅોઅે મોટા ભાગે ટોચના અધિકારી તરીકે કામ કર્યું છે તેમજ અનેક ઉચ્ચ સ્તરની કમિટીના ભાગ પણ રહી ચૂક્યા છે. દેશની સેન્ટ્રલ બેન્કના નવા વડા તરીકેની તેની વરણીને લોકોનો પણ સારો પ્રતિસાદ સાંપડ્યો છે ત્યારે સપ્ટેમ્બરમાં રઘુરામ રાજનનુ કાર્યપદ સંભાળનારા ઉર્જીત પટેલ દેશના અર્થંતત્રને સમસ્યાઅોમાંથી ઊગારીને કઇ રીતે વૃદ્વિના માર્ગ તરફ લઇ જાય છે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. અા લેખમાં ગણેશજીઅે પટેલની કુંડળીનું જ્યોતિષીય વિશ્લેષ્ણ કર્યું છે અને તેનું ગર્વનર તરીકેના પ્રદર્શનની ઝલક અહીં દર્શાવી છે.

ઉર્જીત પટેલ – અારબીઅાઇ ગર્વનર
જન્મતારીખ: 28 અોક્ટોબર, 1963
જન્મસ્થળ: મોડાસા,ગુજરાત,ભારત

સૂર્ય કુંડળી(ઉર્જીત પટેલનો જન્મસમય ઉપલબ્ધ ના હોવાથી તેની જન્મતારીખ અને જન્મસ્થળનો ઉપયોગ કરીને સૂર્યકુંડળીના અાધારે વિશ્લેષણ અને ફળકથન કરવામાં અાવ્યું છે.)

ઉર્જીત પટેલની સૂર્ય કુંડળીનું વિશ્લેષણ:
તેની સૂર્ય કુંડળીમાં બીજા સ્થાનનો (ધનસ્થાન) સ્વામી મંગળ તેની જ રાશિમાં છે અને ગુરુ તેની પર દ્રષ્ટિ કરે છે અને ગુરુ પણ તેની જ રાશિમાં છે. 10મા ભાવનો (પ્રતિષ્ઠા અને સરકારી પદ) સ્વામી ચંદ્ર પાંચમાં સ્થાનમાં છે. તદુપરાંત તેની કુંડળીમાં ચાર મહત્વના ગ્રહો તેની જ રાશિમાં છે. તેથી અાટલી અદ્દભુત ગ્રહોની સ્થિતિ ટોચની સ્થિતિને ખૂબ સારી રીતે દર્શાવે છે.

મહત્વકાંક્ષી અને મહેનતુ:
દસમાં ભાવનો સ્વામી પાંચમાં સ્થાનમાં હોવાથી તે ખૂબ મહત્વકાંક્ષી અને મહેનતુ છે. તે કોઇપણ કામ કે સાહસમાં અદ્દભુત સફળતા પ્રાપ્ત કરે છે. ઉર્જીત તેના પ્રોફેશનલ જીવનમાં ખૂબ ખ્યાતિ અને માનપાન મેળવશે તેમજ લોકોનો મન પર સારો પ્રભાવ પણ પાડી શકશે. તે ખૂબ સારી કોમ્યુનિકેશન સ્કીલ પણ ધરાવે છે.

તેની મહત્વની ક્ષમતાઅો:
ઉર્જીત પટેલની કુંડળીમાં અેક મહત્વની બાબત અે છે કે બુધ તુલા રાશિમાં શુક્ર સાથે યુતિમાં છે. તેનાથી તે ખૂબ ઉત્તમ રીતે નિર્ણય લઇ શકશે. તદુપરાંત તે સંતુલિત અભિગમ ધરાવે છે. તેના ગ્રહો દર્શાવે છે કે તે માનસિક રીતે વધુ સક્રિય રહે છે. તે ઉત્તમ તર્કશક્તિ અને વિશ્લેષણાત્મક શક્તિથી કામ કરે છે. 

તેની કુંડળીમાં નકારાત્મક પ્રભાવ:
તેની કુંડળીમાં રહેલા નકારાત્મક ગ્રહોની સ્થિતિ વિશે જાણીઅે. તેની કુંડળીમાં જન્મનો સૂર્ય નીચનો છે અને તેના શત્રુગ્રહ શુક્ર સાથે યુતિમાં છે. અા ગ્રહોની સ્થિતિથી તેની અને કેટલાક ટોચના સરકારી અધિકારીઅો વચ્ચે ગેરસમજ ઊભી થાય તેવુ બની શકે છે. તેથી તેને દરેક ઉચ્ચ અધિકારીઅો સાથે સારો તાલમેલ રાખવો પડશે. જો કે ગુરુની લાભદાયી સ્થિતિથી તે અાર્થિક નીતિને લગતા નિર્ણયો ખૂબ સારી રીતે લઇ શકશે.

તેનું ભાવિ કેવું રહેશે:
અેકંદરે ગણેશજીને લાગે છે કે પટેલ દેશના અર્થતંત્રને વધુ વૃદ્વિ તરફ લઇ જવા માટે કેટલાક વ્યૂહાત્મક નિર્ણયો લેશે અને અે રીતે કામ કરશે જેથી સ્થાનિક રોકાણકારો અને લોકોમાં અર્થંતત્રને લઇને વિશ્વાસ વધે. સપ્ટેમ્બર 2017 સુધી તે અર્થતંત્રની સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરશે. પણ અા સમયગાળા બાદ તે નવા વિચારો સાથે નાણાં વિષયક નીતિમાં ફેરફાર કરીને દેશના વૃદ્વિદરને વધુ મજબુત બનાવવા પ્રયત્ન કરે. અાગામી મહિનાઅોમાં દેશના અર્થંતંત્રના ચિત્રને વધુ રંગબેરંગી બનાવવામાં તે મહત્વની ભૂમિકા ભજવશે તેવુ ગણેશજી જોઇ રહ્યા છે.

ગણેશજીના અાશીર્વાદ સાથે,
ગણેશાસ્પીક્સ ટીમ

01 Sep 2016


View All blogs

More Articles