For Personal Problems! Talk To Astrologer

બજેટ 2018 કેવું રહેશે – વિકાસલક્ષી કે ચૂંટણીલક્ષી?


Share on :


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની એનડીએ સરકારે દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી જ સંખ્યાબંધ નિયમો, નીતિઓ અને માળખામાં ધરમૂળથી ફેરફારો કરીને દેશ અને દુનિયાને ચોંકાવી દીધા છે. કાળા નાણાં પર અંકુશ લાવવા માટે નોટબંધી હોય કે પછી ટેક્સ ચોરોને પકડવા માટે જીએસટી, વિદેશમાં ભારતનો ડંકો વગાડવા માટે મોદીના સંખ્યાબંધ વિદેશ પ્રવાસો અને યુએનમાં ભારતનું વધતુ પ્રભૂત્વ હોય કે પછી પાકિસ્તાન અને બર્મા જેવા પડોશી દેશોની સરહદમાં ઘુસીને ભારત વિરોધીઓનો ખાતમો બોલાવવાની સર્જિકલ સ્ટ્રાઈક હોય, એનડીએ સરકારે ક્યાંય પણ પોતે જનતાની અપેક્ષામાં ઉણી ઉતરી હોય તેવું ન દેખાય તેનું  ખાસ ધ્યાન રાખ્યું છે. ટેક્સ ચોરી પર લગામ લાવી દેશની પ્રગતી અને પ્રભૂત્વ અચુક વધશે તેવી ખાતરી આપનારી એનડીએ સરકારે સત્તારૂઢ થયા પછી લોકોમાં મફત સ્કીમ્સની લ્હાણી કરતી યોજનાઓના બદલે ખૂબ વ્યવહારુ બજેટ આપવાનો પ્રયાસ કર્યો છે. એનડીએ સરકારે આપેલા અત્યાર સુધી આપેલા કેન્દ્રીય બજેટ મોટા મોટા અર્થશાસ્ત્રીઓએ આવકાર્યા છે. વર્ષોથી અમલમાં રહેલા રેલવે બજેટને સામાન્ય બજેટમાં ભેળવી દીધા પછી આ વર્ષથી સરકારે બજેટ પર વધુ ચર્ચા થઈ શકે તે માટે ફેબ્રુઆરીના છેલ્લા દિવસના બદલે પહેલા દિવસે જ બજેટ રજૂ કરવાની પરંપરા શરૂ કરી છે.

“કડવી દવા હંમેશા લાભદાયી હોય છે” આ ઉક્તિ પર ચાલતી એનડીએ સરકારે ભલે અત્યાર સુધી જનતાને આકરા લાગતા કેટલાક નિર્ણયો લીધા પરંતુ છેવટે તો વ્યાપક પ્રમાણમાં તેને સ્વીકૃતિ મળી જ છે અને જનતાએ વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ તરફી પરિણામો આપીને તેનો પ્રતિભાવ પણ આપી દીધો છે. જોકે આ વર્ષે નાણામંત્રી અરુણ જેટલી એનડીએની વર્તમાન સરકારનું છેલ્લુ પૂર્ણ બજેટ રજૂ કરી રહ્યા છે. આવતા વર્ષે ચૂંટણીને અનુલક્ષીને આ બજેટ લોકતરફી અથવા તો સંખ્યાબંધ રાહતો આપનારું રહેશે તેવું જનતા અપેક્ષા  રાખી રહી છે ત્યારે તાજેતરમાં વડાપ્રધાન મોદીએ ફરી એક વખત વિકાસને પ્રાધાન્ય આપનારું બજેટ રહેશે તેવું નિવેદન કરીને ઘણું બધુ સાનમાં સમજાવી દીધું છે. અત્યાર સુધીના બજેટમાં સરકારનું મુખ્ય ધ્યાન મહેસુલ ખાધ ઘટાડવા પર અને અર્થતંત્રને મજબૂત કરવા પર રહ્યું છે. આ કારણે ટેક્સના માળખામાં વ્યાપક ફેરફારો કર્યા છે. 1જુલાઈ 2017ના રોજ અમલી થયેલા જીએસટી પછીનું આ પહેલું બજેટ કોર્પોરેટ સેક્ટરથી માંડીને ખૂબ જ નાના કદના વેપારીઓ સુધી મહત્વનું રહેશે. આ ઉપરાંત એનડીએ સરકારે હંમેશા ગરીબો, ગામડાઓ અને ખેડૂતોના વિકાસને મહત્વ આપ્યું હોવાથી લોકસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને કૃષિ, ગ્રામીણ ભારત અને ગરીબો માટે વિશેષ યોજનાઓ અથવા રાહતોની અપેક્ષા પણ રાખવામાં આવે છે.

સ્વતંત્ર ભારતની કુંડળી અને બજેટના દિવસે ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી બજેટ કેવું રહેવાની સંભાવના છે તેનો અહીં ટૂંકો ચિતાર આપવામાં આવ્યો છે.

સ્વતંત્ર ભારતની કુંડળી
તા. 15-8-1947
સમય-  00.00
સ્થળ – દિલ્હીબજેટના દિવસે ગ્રહોની સ્થિતિ
તા. 01/02/2018
સમય – 11.00
સ્થળ – દિલ્હી


અમારા વિદ્વાન જ્યોતિષીઓએ તૈયાર કરેલો અાપનો હસ્તલિખીત જન્માક્ષર રિપોર્ટ હમણાં જ મેળવો

જ્યોતિષીય પાસાઓનો વિચાર કરીએ તો સ્વતંત્ર ભારતની કુંડળી વૃષભ લગ્ન છે અને લગ્નમાં રાહુ છે. આ ઉપરાંત બીજા ભાવમાં મંગળ, ત્રીજા ભાવમાં ચંદ્ર, શનિ, શુક્ર, સૂર્ય અને બુધ છે. છઠ્ઠા ભાવમાં ગુરુ, સાતમા ભાવમાં કેતુ છે. વર્ષ 2018મા ભારતીય અર્થતંત્ર વિશે પણ અહીંયા વાંચો. 
 
અત્યારે ભારત દેશની કુંડળીમાં ચંદ્રની મહાદશા ચાલે છે, અને તેમાં પણ રાહુમાં શુક્રની અંતર્દશા ચાલતી હોવાથી કુંડળીમાં શુક્રનું પ્રભુત્વ વધી જાય છે.

બજેટના આગળના દિવસે એટલે કે 31-1-2018ના રોજ ચંદ્ર ગ્રહણ છે. તેના 48 કલાકમાં જ કેન્દ્રીય બજેટ રજૂ થશે. ચંદ્ર ગ્રહણ અને વર્તમાન ગ્રહોની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે બજેટમાં કોઈ બિનપરંપરાગત બાબતો જોવા મળશે અને તેનાથી દેશમાં રાજકીય ઉથલપાથલો વધી શકે છે અને તેનો પ્રભાવ ઉદ્યોગજગત અને અર્થતંત્ર પર પડી શકે છે. આ વર્ષે ગ્રહોની સ્થિતિ જોતા બજેટમાં મુખ્યત્વે ઈન્ફ્રા સ્ટ્રક્ચર અને ગ્રામીણ ભારત સાથે સંકળાયેલા ક્ષેત્રો કેન્દ્ર સ્થાને રહેવાની સંભાવના છે.

વૃષભ જન્મલગ્ન ધરાવતી ભારતની જન્મ કુંડળીમાં સૂર્ય ત્રીજા સ્થાનમાં કર્ક રાશિમાં બિરાજમાન છે. અત્યારે ગોચરનો સૂર્ય મકર રાશિમાં શ્રવણ નક્ષત્રમાં કેતુ જેવા નકારાત્મક ગ્રહ સાથે યુતિમાં હોવાથી પેટ્રોલ તેમજ પેટ્રોલિયમ પેદાશો, શુદ્ધ ચાંદી, સીસુ અને સ્ટીલમાં નવા જ નિયમો અપનાવાય તેવી સંભાવના છે. જંતુનાશક દવાઓમાં પણ નવા નિર્ણય લેવાય અથવા વર્તમાન નિયમોમાં ધરમૂળથી ફેરફારો થાય તેવી સંભાવના ગણેશજી જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય હંમેશા દરેક વ્યક્તિ સુધી વીજળી પહોંચાડવાનું રહ્યું છે. આવી સ્થિતિમાં પાવર સેક્ટર પણ ધ્યાનમાં રહેશે. જોકે વીજળી મોંઘી થાય તથા અણુ-પરમાણુ સંબંધી ઉત્પાદનો અને ફ્રીઝ, ટી.વી., વીસીઆર જેવી ઇલેકટ્રોનિકસ વસ્તુઓ મોંઘી થવાની સંભાવના વધારે છે.
 
શું તમે અાર્થિક બાબતોમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો? તો તમે માત્ર  24 કલાકમાં સમસ્યાનું નિરાકરણ મેળવી શકો છો.

ભારતનો જન્મનો ચંદ્ર કર્ક રાશિમાં ત્રીજે છે. બજેટના દિવસે ચંદ્ર આશ્લેષા નક્ષત્રમાં રાહુ સાથે યુતિમાં રહેશે. આ બાબતને ધ્યાનમાં રાખતા ખાસ કરીને  રૂ, ઘઉં, હળદર, મશીનરી, રંગ, રસાયણો, સ્નિગ્ધ પદાર્થો, મીઠાઇ વગેરેમાં આશા કરતા ઓછો લાભ મળે. દારુ અને ઠંડાપીણાં મોંઘા થાય. શું વર્ષ 2018 મા અાપનો બિઝનેસ વૃદ્વિ પામશે? હમણાં જ 2018નો બિઝનેસ રિપોર્ટ ખરીદીને જવાબ મેળવો.
 
ભારતની કુંડળીમાં મંગળ મિથુન રાશિમાં બીજા સ્થાનમાં છે. ગોચરનો મંગળ અત્યારે વૃશ્ચિક રાશિમાં સ્વગૃહી છે અને અનુરાધા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આથી કાગળ, ઘી, મધ, કોમ્પ્યૂટર, રેડિયો, ઝવેરાત, મહેસૂલ ક્ષેત્ર અને રેલવે બજેટમાં ધરખમ ફેરફારોની શક્યતા જણાઈ રહી છે.

બજેટના દિવસે બુધ મકર રાશિમાં ઉત્તરષાઢા નક્ષત્રમાંથી પસાર થશે. આયાત- નિકાસ, વાહન- વ્યવહાર, વિદેશ સાથેનો વેપાર, રાષ્ટ્રીય વિકાસ વૃદ્ધિ અને ગ્રામીણ ક્ષેત્રને પણ આ વખતે ખૂબ ધ્યાનમાં લેવામાં આવશે. ન્યાયાધીશો અને સર્વોચ્ચ અદાલતોને વધારે સત્તા આપવામાં આવશે. વીમામાં રાહત અપાશે. શિક્ષણ વધુ સસ્તુ થવાની સંભાવના પણ જણાઈ રહી છે. આ વર્ષે ટ્રેડિંગ સેક્ટર, ટ્રાન્સપોર્ટ, એફએમસીજી, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, બેંક અને ખાનગી ક્ષેત્રો, કુરિયર કંપનીઓ, ટેલિ કમ્યુનિકેશન, મ્યુચ્યુઅલ ફંડ્સ, ફાઈનાન્સ, પ્રિન્ટિંગ પ્રેસ, ન્યૂ એજન્સીઓ, જર્નાલિઝમ સંસ્થાઓ, ઈન્ટરનેટ આધારિત સંસ્થાઓ અને ડિજીટલાઈઝેશન પ્રોડક્ટ્સ, બ્રોકરેજ હાઉસ, એનબીએફસીમાં મોટા ફેરફારો જોવા મળે તેવી સંભાવના છે.

ગોચરમાં નવમા સ્થાને બુધ સાથે સૂર્ય, શુક્ર અને કેતુ પણ યુતિમાં છે. આ કારણે કરવેરાની વસૂલાત, રેવન્યુ ખાધ, વિદેશી મૂડીનો પ્રવાહ, જીડીપી વૃદ્ધિ દર ફેરફાર વગેરે બાબતો કેન્દ્ર સ્થાને રહેવાની સંભાવના છે. સાથે સાથે આગામી વર્ષે ચૂંટણીને અનુલક્ષીને સરકાર નક્કર છતાં સલામતી ભર્યો અભિગમ અપનાવે તેવી પૂર્ણ સંભાવના છે. શું તમે નાણાકીય ભાવી અંગે જાણવા ઉત્સુક છો? તો હમણાં જ 2018 નો આર્થિક રિપોર્ટ મેળવીને અાર્થિક ભાવિ જાણીને તેનું પૂર્વાયોજન કરો.   

 
લગ્નેશ અને ષષ્ઠેશ શુક્ર ગોચરની કુંડળીમાં કેતુ સાથે ભાગ્ય સ્થાનમાં યુતિ કરી રહ્યો  હોવાથી કાપડ, ડેરી પ્રોડકટ, સોપારી, પ્રવાહી દવાઓ અને જમીન વિકાસના ક્ષેત્રમાં જનમાનસને પારખીને બજેટમાં ફેરફાર થશે. સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમોને પ્રોત્સાહન આપવાના પ્રયાસો થશે. સરકાર સરહદો વધુ સુરક્ષિત કરવા માટે ડિફેન્સ ક્ષેત્રે વિશેષ જોગવાઈ કરે તેમજ સરકારની યોજનાઓનો લાભ વ્યાપક જનસમૂહ સુધી પહોંચે તે માટે જાહેર સેવાઓ અને તબીબી સેવા પર વધુ ધ્યાન આપે તેવી સંભાવના છે.
 
ભારતની કુંડળીમાં ગોચરનો ગુરુ છઠ્ઠા ભાવમાં વિશાખા નક્ષત્રમાંથી જન્મના ગુરુ પરથી પસાર થશે. આ કારણે શેરબજારમાં ઈન્ટ્રા ડે અને F&O જેવા કોન્ટ્રાક્ટ, સરકારી ધિરાણ, સરકારી સિકયુરિટીઝ, બોન્ડ વગેરેને જે લાભ મળવા જોઇએ તેમાં નોંધપાત્ર પ્રમાણમાં વધ-ઘટ જોવા મળશે.ચંદન, સોનું, ડાયમંડ જવેલરી, સુગંધી પદાર્થો, બરફ મોંઘા થવાની શકયતા છે.

જો અલગ અલગ સેક્ટરના સંદર્ભમાં જોવામાં આવે તો બજેટની સ્થિતિ કંઈક આવી રહેવાની સંભાવના છેઃ

ઈન્ફોર્મેશન ટેકનોલોજી
સૂર્ય ચતુર્થેશ થઈને ભાગ્ય સ્થાનમાં કેતુ સાથે હોવાથી જો સરકાર દ્વારા આઈટી સેક્ટર પર ધ્યાન નહીં આપવામાં આવે તો ભારતનું આઈટી હબ તરીકેનું સ્થાન જોખમાઈ શકે છે. કદાચ આ દિશામાં લેવાયેલા નિર્ણયો વર્તમાન માંગને અનુલક્ષીને અપુરતા પુરવાર થઈ શકે છે. સોફ્ટવેર મેન્ટેનન્સ, સર્વિસ ટેક્સમાં રાહતના અણસાર છે.

ઓટો મોબાઈલ્સ
ઓટો સેક્ટર માટે શુક્ર અને બુધની પરિસ્થિતિ સારી હોવી જોઇએ. પરંતુ આગામી બજેટના દિવસે આ બંને ગ્રહો કેતુ સાથે યુતિમાં હોવાથી તેમનું બળ ગુમાવે છે. આ વખતે ઓટો સેકટરમાં સીધા ફાયદા આવવાની શકયતા ઓછી હોવાથી આ ક્ષેત્રને નિરાશ થવું પડશે. જોકે લગ્નેશ તરીકે શુક્રના કારણે માળખાકીય સુવિધાઓ મળતા આ ઉદ્યોગમાં આશા જીવંત  રહેશે.

ફાર્માસ્યુટિકલ્સ
સૂર્ય શ્રવણ નક્ષત્રમાં કેતુ સાથે યુતિમાં છે. મંગળની સ્થિતિ સારી છે. નવમ સ્થાનમાં સૂર્ય-શુક્ર, સૂર્ય-કેતુ, બુધ-કેતુ હોવાથી શરીરમાં ઝેરી રસાયણ ઓછુ કરતી દવાઓ વધારે સસ્તી થઈ શકે છે. પેટ, હાર્ટ, માથામાં દુખાવો, આંખો અને હાડકાને લગતી દવાઓ, ફેફસા, જઠર, ગર્ભાશય, સ્તન, કિડની, અસ્થિમજ્જા, ત્વચા,  ગાયનેક સંબંધિત દવાઓ, ચેતાતંત્રને લગતી બીમારીઓની દવાઓ, અસ્થમા, શ્વાસ નળીને લગતી દવાઓ,  ચિત્તભ્રમણા,  સ્નાયુઓની નબળાઈની દવાઓ, ગભરાટ અને અતિ વિચારશીલતા- ઊંઘની દવાઓ, કૃમિ, ગુપ્તભાગો અને યુરિન સંબંધિત સમસ્યાની દવાઓમાં ભાવ ઘટે અથવા આ ક્ષેત્રને ફાયદો થાય તેવી કોઈ રાહતો કે યોજનાઓ અમલમાં આવે તેવી સંભાવના છે.

રિટેઇલ
આ ક્ષેત્ર ઘણો સારો ફાયદો મેળવી શકશે. આ વખતે માલની ગુણવત્તા અને ગ્રેડેશન તથા ગ્રાહક સુરક્ષાની જોગવાઇ પર ધ્યાન આપવામાં આવશે. એવું ગ્રહોના બળાબળ પરથી જાણી શકાય છે. વોલમાર્ટ વિશે જાણવા માટે અહીંયા ક્લિક કરો.

બેંકિંગ
કોઈપણ દેશ માટે બેંકિંગ ક્ષેત્ર અર્થતંત્રની કરોડરજ્જૂ ગણવામાં આવે છે આથી બજેટમાં હંમેશા આ સેક્ટરને મોટા ફાયદા કે મોટી રાહતોની આશા રાખવામાં આવતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી સરકાર ખાસ કરીને પીએસયુ બેંકોની એનપીએ ઘટાડવા માટે અથવા ઋણધારકો (બોરોઅર્સ) મોટી સંખ્યામાં ફડચામાં જતા હોવાથી મુશ્કેલીમાં મુકાયેલી બેંકોને તારવા માટે સક્રીય છે. આવી સ્થિતિમાં આ સેક્ટર પર ધ્યાન આપીએ તો, આ વર્ષે બજેટમાં ઘણા મોટા અને કોઈએ કલ્પના પણ ન કરી હોય તેવા ફેરફારોની સંભાવના છે.  નાની મોટી સરકારી બેંકોનું એકીકરણ(મર્જર) કરીને મેગા બેંકિંગ કોર્પોરેશનો રચવા માટેના પગલાં લેવાય તેવી સંભાવના છે. બેંકોને વિદેશમાંથી ઓછા દરે ભંડોળ મેળવવા પણ કેટલીક છૂટછાટ આપવામાં આવશે. બજેટના  દિવસે શેરબજારમાં બેંક નિફ્ટીમાં  મોટી અફરાતફરી જોવા મળે તેવી સંભાવના છે માટે ગણેશજી શેરબજારમાં કામ કરતા લોકોને ખાસ ચેતવી રહ્યા છે કે બજારની ચાલ સમજાય તો કામ કરજો.

સિમેન્ટ, રિઅલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર
સરકારે હંમેશા દેશવાસીઓને સસ્તું ઘર અને ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વચન આપ્યું છે અને તેને પુરુ કરવા માટે સંખ્યાબંધ યોજનાઓ અને નિયમો પણ અમલમાં મુક્યા છે. આ વખતના બજેટમાં આ બંને સેક્ટર કેન્દ્ર સ્થાને રહેશે. બજેટના દિવસે મંગળ સ્વગૃહી હોવાથી નેશનલ હાઈવે ઓથોરિટી, રેલવે અને એરપોર્ટ ઓથોરિટીને વધારે છૂટછાટ આપવામાં આવશે. મેટ્રો શહેરો અને બીજી હરોળના શહેરોના હવાઇમથકોનું ખાનગી તેમજ આધુનિકીકરણ કરવા માટે નવી રાહતો કે યોજનાઓ આવી શકે છે. નાના શહેરો સાથે કનેક્ટિવિટી વધારી છેવાડાના માણસ સુધી ઔદ્યોગિક વિકાસ અને રોજગારી લઈ જવા પર સરકાર વધુ ભાર મુકશે. લોકોનું પોતાનું ઘર મેળવવાનું સપનું સાકાર કરવા માટે મકાનો સસ્તા થવા જરૂરી છે. સરકાર આ દિશામાં વિચાર કરીને રીઅલ એસ્ટેટ માટે પ્રોત્સાહક પગલાં લેશે.

મેટલ અને સ્ટીલ
ભારતની કુંડળીમાં શનિ ભાગ્યેશ અને કર્મેશ થઇ અષ્ટમ સ્થાનમાંથી ભ્રમણ કરશે. શનિ અહીં તટસ્થ (ન્યૂટ્રલ) સ્થિતિમાં આવતો હોવાથી આ સેક્ટરમાં કોઈ મોટા ફેરફારોની શક્યતા જણાતી નથી પરંતુ માળખાકીય સવલતો અને ખેતીવાડીને ધ્યાન આપીને જે નવી રાહતો કે યોજનાઓ અમલમાં આવે તેનો લાભ ચોક્કસપણે આ સેક્ટરને મળી શકે છે.

મનોરંજન
સરકાર હંમેશા પોતાના કોઈપણ ટેક્સ સંબંધિત નિર્ણયોમાં મનોરંજન ક્ષેત્રને લકઝરી સેગમેન્ટમાં ગણે છે. ગોચરના શુક્ર સાથે કેતુની યુતિ હોવાથી બ્રોડકાસ્ટિંગ કંપનીઓને આવકવેરાના કાયદામાં જે લાભ મળવો જોઇએ તે નહીં મળે એવું લાગે છે. જોકે, નવી નવી ચેનલોને આવકારે અને તેમને નવી સુવિધાઓ મળે તેવી સંભાવના નકારી શકાય નહીં. મનોરંજન સંબંધિત ગેઝેટ્સ અથવા સેવાઓ મોંધી થઈ શકે છે.

ટેલિકોમ
ભારતની કુંડળીમાં બુધ બીજા અને પાંચમા સ્થાનનો માલિક થઇને બજેટના દિવસે કેતુ સાથે નવમા સ્થાનમાં યુતિ કરી રહ્યો છે. આ સેકટરમાં ખૂબ જ અણધાર્યા ફેરફારો જોવા મળી શકે છે. સેલફોન અને તેના પાર્ટ્સ પર વધારાની કસ્ટમ્સ ડયુટી નખાય તેવું બને. જોકે તે વધારો નહીંવત હશે. સામાન્ય માણસને એકંદરે લાંબા ગાળાના ફાયદારૂપ રહેશે. કમ્યુનિકેશનની સેવાઓ પુરી પડાતી કંપનીઓ પર નવા નિયમનો લાદવામાં આવે અથવા આ દિશામાં કોઈ મોટો નિર્ણય લેવાય તેવું પણ લાગી રહ્યું છે.

ખાતર, જંતુનાશક દવાઓ અને કૃષિ પેદાશો
ભારતની કુંડળીમાં સૂર્ય-બુધ-શુક્ર-શનિ-ચંદ્ર પરથી ગોચરના રાહુ અને ચંદ્રનું ભ્રમણ થઈ રહ્યું છે અને ગોચરનો કેતુ ભાગ્ય સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આ વખતે આ સેકટરમાં થોડો ફાયદો થવાની શકયતા છે. તેમજ બિયારણ, રસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ અને ડ્રીપ ઇરીગેશન કંપનીઓને આમાં રાહત મળી શકે છે. જોકે, રાહુનું પ્રભુત્વ કુંડળીમાં વધી જતું હોવાથી પેસ્ટીસાઇડમાં કંઇક ગરબડ થઇ શકે છે. આમાં બહુ સારૂં થવાની કે તેનાથી તદન ઉલટું થવાની શકયતા છે. આ વખતે પેસ્ટીસાઇડ ચર્ચા કે વિવાદનો મુદ્દો બની શકે છે.

લોકસભામાં એનડીએ સરકાર આવ્યા પછી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ તેમનો વિજયરથ યથાવત્ રહેતા છેલ્લા કેટલાક વર્ષમાં બેકફૂટ પર આવી ગયેલા વિપક્ષોએ ત્યારે યેનકેન પ્રકારે સરકારને પછાડવા માટે કાગારોળ બચાવવાનું શરૂ કર્યું છે. જોકે વિકાસના માર્ગે આગળ વધીને જનતાનો વિશ્વાસ જીતવાના એકમાત્ર લક્ષ્ય સાથે આગળ વધી રહેલી એનડીએ સરકાર દ્વારા રજૂ થનારા બજેટમાં ભારતનો વિકાસ જારી રહેશે તે વાત ચોક્કસ છે.

ગણેશજીના આશીર્વાદ સાથે

અાપની સમસ્યાઓનો વ્યક્તિગત ઉપાય જાણવા માટે હમણાં જ્યોતિષી સાથે વાતચીત કરો. 

25 Jan 2018


View All blogs

More Articles