For Personal Problems! Talk To Astrologer

સૂર્ય રાશિના જાતકો ક્રિસ્મસની કરે છે હટકે અંદાજમાં ઉજવણી ! તમે કઇ રીત પસંદ કરશો?ક્રિસ્મસને અાડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને દેશભરમાં લોકો મોજમસ્તી સાથે ઉલ્લાસપૂર્વક અા તહેવારની ઉજવણી કરતા જોવા મળે છે. ક્રિસ્મસની ઊજવણી દરેક લોકો કઇક અંલગ અંદાજમાં કરતા જોવા મળે છે કોઇ સ્નેહમિલનનું અાયોજન કરે છે તો કોઇ પરિવાર સાથે મૂવિની મોજ માણે છે. પ્રત્યેક સૂર્ય રાશિના જાતકોમાં પણ તહેવારને લઇને અદમ્ય ઉત્સાહ અને તેની ઊજવણીનો હટકે અંદાજ જોવા મળતો હોય છે. અહીયા ગણેશજી તેના જ્ઞાનના પટારાને ખોલીને અા રાશિના જાતકોની સેલિબ્રેશન સ્ટાઇલને રજૂ કરી રહ્યા છે પછી તે પરિવાર સાથે અાનંદદાયક પર્યટન હોય કે સાન્તાનું ડ્રેસિંગ હોય અથવા ઘરે નજીકના લોકો સાથે મિલન હોય.

મેષ
મેષ રાશિના જાતકો ભાવનાત્મક પ્રણયસંબંધોમાં માને છે અને તેઅોના શરીરને સતત ગતિશીલ રાખવા માટે કઇ પણ કરી શકે છે. તેથી, મેષ રાશિના જાતકો માટે ક્રિસ્મસ અેટલે રોંમાચક સમય અને સંપૂર્ણ વર્ષ દરમિયાન જે પણ યોજના કરી હોય તેને દિલ ખોલીને માણવા માટે તૈયાર રહેવું. અા જાતકો કોઇને કોઇ રીતે લોકોને પ્રોત્સાહિત કરતા હોય છે અને તેઅોના મિત્રોને પણ પ્લમ કેક ઇટિંગ કોમ્પિટીશનમાં ભાગ લેવા માટે તૈયાર કરવામાં માહિર હોય છે. 

વૃષભ
કલાપૂર્ણ અને સૌંદર્યની કદર કરનાર વૃષભ રાશિના જાતકો પ્લમ કેક અથવા લહેજતદાર અને સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે હંમેશા ઉત્સાહિત અને તત્પર રહેતા હોય છે. સૌંદર્યપ્રેમી અા જાતકોની અોળખ તેઅોના હટકે અંદાજમાં રંગબેરંગી પોષાકથી જ થઇ જાય છે. જો ઘરમાં અદ્દભુત સાજસજાવટ અને શણગાર હોય તો અા જાતકો હોઇ શકે. વૃષભ જાતકોનું ઘર ક્રિસ્મસ પર ફાનસથી માંડીને ફુગ્ગાઅો અને ક્રિસ્મસ ટ્રીથી સુશોભિત હોય છે.

મિથુન
મોજીલા સ્વભાવની ઉત્તમ વ્યાખ્યા તો મિથુનથી વિશેષ કોઇ ના હોઇ શકે. જોકરના રંગબેરંગી પરિધાન ધારણ કરીને અથવા સાન્તા બનીને લોકો સાથે હવાની જેમ ભળી જતા અા જાતકો અાસપાસના લોકોનું મનોરંજન કરીને મોજમસ્તીનો માહોલ બનાવવામાં અવ્વલ હોય છે. વિનોદવૃત્તિની ખાસિયત અને વાકછટાથી માત્ર કેટલીક પળોમાં જ લોકો તેના મિત્ર બનવા માટે તૈયાર થઇ જાય છે. લોકોનું મનોરંજન કર્યા બાદ સોશિયલ મીડિયા અોન કરીને લોકોને સંદેશાથી શુભેચ્છા અાપે છે અને અોનલાઇન સર્ફિંગમાં રચ્યાપચ્યા રહે છે. 

કર્ક
કર્ક રાશિના જાતકો દરેક તહેવારની પરંપરાગત રીતે ઉજવણી કરવાનું પસંદ કરતા હોય છે અને ઘરમાં જ નજીકના લોકો સાથે અાનંદની પળો વ્યતિત કરવાની ઇચ્છા રાખતા હોય છે. તેઅો વિવિધ પ્રકારના પીણાંના શોખીન હોવાથી અલગ પ્રકારના જ મોકટેલ કે પીણાં બનાવવામાં માહિર હોય છે. તેઅો દરેક સંસ્મરણોનો અાનંદ ઉઠાવે છે તેમજ ભુતકાળની યાદોમાં ડૂબી જાય છે. જૂના સંસ્મરણોને વાગોળતા તેઅો અાપની સાથે ખુલ્લા મને ગત વર્ષની ક્રિસ્મસ ઉજવણીની વાતો કરતા થાકતા નથી. મિત્રો સાથે બહાર જઇને મોજમસ્તીને બદલે ઘરની વસ્તુઅોને જ સાજસજાવટથી રસપ્રદ બનાવીને અાનંદ લેવાનું અા જાતકો પસંદ કરતા હોય છે.

સિંહ
સિંહ રાશિના જાતકો સંપૂર્ણપણે અાનંદપ્રમોદ કરવામાં માને છે અને અાસપાસના વાતાવરણને જીંવત બનાવવામાં તેઅો કઇ પણ કરી છૂટવા હંમેશા તૈયાર રહેતા હોય છે. પ્રમાદી પ્રકૃત્તિ ધરાવતા અા જાતકો સુસ્તીમાં સમય પસાર કરતા જોવા મળે છે અને તેની રાશિ સિંહની જેમ જ કોઇ અેંકાત અોરડીમાં અારામ કરીને હૂંફનો અનુભવ કરે છે. પણ અેકવાર પોતાની ધૂનમાં અાવ્યા બાદ લાલિત્યપૂર્ણ સાજશણગાર કરીને તૈયાર થાય છે તેમજ હટકે અંદાજમાં પ્લાનિંગ કરીને તહેવારની ઊજવણીને રોમાંચક અને ઉલ્લાસપૂર્ણ બનાવે છે. તેઅોની ઊજવણીનો અંદાજ પણ વૈભવી અને રાજામહારાજાની જેમ ભવ્ય હોય છે. તેઅોના ચેકલિસ્ટમાં પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં ડિનર, મૂવિ, મિત્રની મુલાકાત અને PS4 પર રોંમાચક ગેમ જોવા મળે છે. જો તમે અા જાતકોને અચાનક કોઇ ઊંડા વિચારમાં ખોવાયેલા જુવો તો તેઅો તેના નજીકના મિત્ર માટે કોઇ ખાસ ગિફ્ટ લેવાનું મનન કરતા હશે.

કન્યા
કોઇપણ તહેવારને લઇને કન્યા જાતકો ખૂબ ચોક્કસ હોય છે. લોકો જ્યારે તહેવારના દિવસે પ્લાનિંગ કરતા હોય છે ત્યારે અા જાતકો તેઅોની પૂર્વાયોજનની ખાસિયતથી તહેવારના અનેક સપ્તાહ પહેલા જ યોજના સાથે તૈયાર હોય છે તેમજ દરેક ઝીણવટભરી વસ્તુનું પણ ચોક્કસ અાયોજન તેઅોની રગેરગમાં હોય છે. કોઇ કલાકારની જેમ અા જાતકો તેઅોના ઘરની પણ અાગવી રીતે સજાવટ કરતા હોય છે અને ક્રમિક રીતે અાગળ વધે છે.  કન્યા રાશિ માટે ચોખ્ખાઇ અે અોક્સિજન સમાન છે અને તેની કમી તેઅોની બેચેની વધારે છે. અાયોજન વગરની પાર્ટીમાં જવાને બદલે નાની અાનંદપ્રદ ઉજવણી કરવાનું પસંદ કરે છે.

તુલા
કોઇ કામ માટે અેક વ્યક્તિ પણ પૂરતો હોવા છતાં ચાર લોકોને કામે લગાડે તો સમજી જવુ તે તુલા રાશિના જાતક છે. તુલા રાશિના અા ગુણને નબળુ પાસુ ગણવાની ભૂલ ના કરશો પણ અા જ તેની અાવડત છે. તેઅો ચોક્કસ રીતે ઉજવણી કરતા હોય છે અને કોઇ ગ્રૂપ ઇવેન્ટને યાદગાર બનાવવા માટે કઇ પણ કરી છૂટવા માટે તૈયાર રહેતા હોય છે. પાર્ટીને વધુ રસપ્રદ અને અાંનદદાયક બનાવવા માટે ખાસ ગેમ, નાટક કે પછી અેવી કોઇ ખાસ પ્રવૃત્તિનું અાયોજન તુલા જાતકો કરતા વધુ સારું કોઇ ના કરી શકે. કોઇ નજીકના મનોરંજનના સ્થળે નજીકના લોકો સાથે સહેલગાહ કે ડિનર પર જઇને મોજમસ્તી કરે છે.

વૃશ્વિક 
અા જાતકોને ઠંડી, શિયાળાની રાતો ખૂબ ગમે છે અને ક્રિસ્મસ અા જાતકો માટે અેકદમ સાનુકૂળ તહેવાર છે. સવારે અાપને અેવું લાગશે કે વૃશ્વિક જાતકોની ઊજવણીનો અંદાજ ફિક્કો છે પણ અે જ સાંજે તેના ઘરને ક્રિસ્મસ ટ્રી સહિતની વસ્તુઅોના સાજ શણગારથી સુશોભિત થઇને તમે ચકિત થઇ જશો. તેઅો અલગ રીતે જ ઉજવણી કરવાની કાબેલિયત ધરાવતા હોય છે.

ધન
ધન રાશિના જાતકો પણ મિથુન રાશિના જાતકો જેવી પ્રકૃત્તિ ધરાવતા હોય છે. લોકોનું મનોરંજન કરવા જેવી ખાસિયત જોવા મળે તો તે ધન રાશિના જાતકો જ હોઇ શકે છે. તમારા ચહેરા પર ક્રિસ્મસ કેક લગાવીને દિલથી ખુશ થાય છે કે પછી શણગારના બેલ્સ અને ક્રિસ્મસ ટ્રી પર રહેલા બોલ્સ સાથે રમીને દરેક પળને અાનંદદાયક બનાવતા હોય છે. જો તેઅો પાર્ટી રાખશે તો ઘરને પણ સ્ટેડિયમ જેવું બનાવે છે. 

મકર
પ્રોફેસર જેવું કામ ધરાવતા મકર રાશિના જાતકો યોગ્ય અને અાયોજનપૂર્વકની ઉજવણી કરવામાં  માને છે. સામાન્યપણે તેઅોની નોકરી કે કાર્યમાં વધુ સમર્પિત રહેવાની ભાવના ધરાવતા અા જાતકો ખૂબ જ વ્યસ્ત રહેતા હોય છે પણ રજાઅોના ગાળામાં પરિવાર અને મિત્રો સાથે અાનંદદાયક સમય વિતાવવા માટે હરહંમેશ તત્પર રહે છે. તેઅો અાપને ક્રિસ્મસનું મહત્વ કે સાન્તા ક્લોઝની સ્ટોરી કહેવા માટે પણ ઉત્સુક હોય છે. મકર રાશિની મહિલાઅો તેના પરિવારને કોઇ ખાસ સ્વાદિષ્ટ વાનગી ટ્રિટ અાપે છે અને જો મકર રાશિના પુરુષ હોય તો તેઅોઅે વર્ષોથી અેકત્ર કરેલ જૂની વસ્તુઅોને પ્રદર્શિત કરવાનું પસંદ કરતા હોય છે.

કુંભ
કોઇપણ તહેવારની હટકે અંદાજમાં ઊજવણી કરવા માટે કુંભ રાશિના જાતકો હરહંમેશ ઉત્સુક હોય છે. પ્લમ કેક કાપવાને બદલે તેઅોની પસંદગીના મિષ્ઠાન્નની લહેજત માણે છે. તેઅો કોઇ નિશ્વિત યોજના બનાવવામાં નથી માનતા અને અચાનક જ નિર્ણય લેતા હોય છે. અા દરેક વસ્તુઅો તેઅોના મિજાજ પર અાધાર રાખે છે અને તેઅોની ખુશી માટે તેઅો કંઇ પણ પ્રવૃત્તિ કરવા માટે તૈયાર રહે છે.

મીન
મ્યુઝિક અને સારા મૂવિઝ જોવાના શોખીન અેવા અા જાતકો હંમેશા મ્યુઝિક સાંભળતા કે પછી તેની પસંદગીના જોવાલાયક મૂવિઝનો પ્લાન કરતા જોવા મળતા હોય છે. સ્વાદિષ્ટ ખાણીપીણી વગર તેઅો અધુરા હોવાનો અહેસાસ કરે છે અને ભોજનમાં સ્વાદિષ્ટ વાનગીઅોના હરહંમેશ અાગ્રહી હોય છે. તહેવારોની મોસમમાં અાધ્યાત્મિક જોડાણની અનુભુતિ પ્રાપ્ત કરવા માટેની અદમ્ય ઝંખના અા જાતકોમાં હોય છે.

ગણેશજીના અાર્શીવાદ સાથે
અાદિત્ય સાંઇ

અાપની રાશિના પણ કેટલાક અદ્દભુત ગુણો કે પાસાઅોને જાણવા માટે અાજે જ નિ:શુલ્ક સૂર્યરાશિ પ્રોફાઇલ અોર્ડર કરો.

18 Dec 2016

share
View All Astro-Fun

More Articles