For Personal Problems! Talk To Astrologer

સ્મૃતિ ઇરાનીનું રાશિ ભવિષ્ય 2018 – રાજકારણમાં પ્રગતિના સફર તરફ અાગળ વધતું પ્રભાવશાળી વ્યક્તિત્વ..!


Share on :


કેન્દ્ર સરકારમાં પ્રવર્તમાન સમયના ટેક્સટાઇલ તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી સ્મૃતિ ઇરાની રાજકારણમાં પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા રાજકારણીમાંથી એક છે. એક મોડલ, ટીવી અેકટર તેમજ નિર્માતાથી માંડીને અેક રાજકારણી તરીકેની તેની સફર રોમાંચક રહી છે. તે સતત ઉદય તરફ અાગળ વધે છે. રાજકીય સૂત્રો અનુસાર તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજરમાં છે અને અાગામી વર્ષોમાં તે ઉત્તરોઉતર પ્રગતિ કરે તેવી પ્રબળ શક્યતા છે. ગણેશજી અહીંયા તેની કુંડળીનો અભ્યાસ કરી રહ્યા છે અને તેના ભાવી વિશે અાપણને જણાવે છે.  

સ્મૃતિ ઇરાની
જન્મતારીખ: 23 માર્ચ, 1976
જન્મસમય: 10:00 કલાકે સવારે (અજ્ઞાત)
જન્મસ્થળ: દિલ્હી, ભારત
જન્મકુંડળી 


અમારા તજજ્ઞ જ્યોતિષવિદોએ તૈયાર કરેલો અાપનો હસ્તલિખીત જન્માક્ષર રિપોર્ટ અાજે જ મેળવો 


રાજયોગથી અનેકવિધ વિષયોમાં નિપુણતા 
સ્મૃતિ ઇરાનીની કુંડળીમાં દસમ ભાવમાં શુક્ર-બુધની બળવાન યુતિ છે જે રાજયોગ દર્શાવે છે. અા યુતિ તેને મોહક, ચતુર, અભિવ્યક્તિમાં કવિ બનાવે છે. તે વિવિધ વિષયોમાં તેના મજબૂત અભિપ્રાયો પણ ધરાવે છે. અા જ ગુણવત્તા તેને કલાના પ્રશંસક બનાવે છે તથા સફળ અભિનય કારકિર્દી સુનિશ્વિત કરે છે. સ્મૃતિ ઇરાનીની કારકિર્દી સફળ રહી છે. તમારી કારકિર્દીમાં સફળતા ક્યારે પામશો. જાણવા માટે અાજે જ 2018 કારકિર્દી રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવો. 

શુક્રના અાશીર્વાદરૂપ અગ્રણી નેતાની લોકપ્રિયતા 
વધુમાં, શુક્ર વર્ગોમત્ત હોવાથી તે નામાંકિત નેતા પણ છે. તે જાહેરમાં સંબોધન અને કલાત્મક ક્ષેત્રોમાં પરફોર્મ કરવા માટે અાગળ પડતા રહે છે. તે અનેકવિધ ક્ષેત્રોમાં તેના વ્યક્તિત્વને મક્કમપણે રજૂ કરે છે. અા વ્યક્તિત્વ પાછળનું કારણ તેની કુંડળીમાં રહેલા ગ્રહોની સ્થિતિ છે તેવું ગણેશજી કહે છે.  

લોકો સાથેના વાર્તાલાપમાં મક્કમતાનો ગુણ 
મંગળ બીજા ભાવમાં બુધ રાશિમાં છે. તે તેને અેક છટાદાર વકતા બનાવે છે. અા જ સમયે અન્ય લોકો સાથેના વાર્તાલાપ દરમિયાન તે તેની વાતને વધુ દૃઢતા સાથે રજૂ કરે છે. અથવા લોકો તેની વાતથી સંમત થાય તેવી શક્યતા ઓછી રહે છે. લોકો તેના બેવડા ધોરણો અથવા મનસ્વી વર્તન હોવાનો તેના પર અાક્ષેપ કરશે. સ્મૃતિ ઇરાનીના ગુણોથી તે પ્રશસ્તિ પામી છે. તેનાથી તેની કમાણીમાં પણ વૃદ્વિ થઇ છે. તમારી આર્થિક બાબતોમાં ક્યારે સુધારો આવશે. આજે જ અમારી 2018 આર્થિક રિપોર્ટ પ્રોડક્ટની ખરીદી કરીને તમારા આર્થિક ભાવી વિશે અગાઉથી જાણીને તેને સદ્વર બનાવો.   
 
સામાજિક અને રાજકીય ક્ષેત્રે મજબૂત સંપર્કો
તેની કુંડળીમાં ત્રીજા ભાવમાં દસમ સ્થાનનો સ્વામી શનિ વક્રી છે જે તેને મહત્વાકાંક્ષી અને સાહસિક બનાવે છે. અા ગ્રહસ્થિતિ જ તેને દરેક પડકારો અને અવરોધોને ખંતપૂર્વક ઝીલવાનું સામર્થ્ય પૂરું પાડે છે. વક્રી શનિ કઠીન માર્ગને પણ દર્શાવે છે. અગ્યારમાં ભાવમાં રહેલો સૂર્ય તેને સમાજ અને રાજકારણમાં વધુ લોકપ્રિય અને પ્રભાવશાળી બનાવે છે. અા જ સંપર્કોને શ્રેષ્ઠત્તમ રીતે ઉપયોગ કરવામાં પણ તે નિપુણ છે. 

શનિની સાડા સાતીનો તબક્કો 
પ્રવર્તમાન સમયમાં તે મંગળની મહાદશા અને ચંદ્રની ભુક્તિના પ્રભાવ હેઠળથી પસાર થાય છે. ચંદ્ર અષ્ટમ સ્થાનમાં છે. તદુપરાંત, શનિની સાડા સાતીનો પણ તબક્કો ચાલી રહ્યો છે. શનિની સાડાસાતીનો તબક્કો સંઘર્ષની સાથોસાથ પડકારો અને કઠણાઇથી ભરપૂર રહે છે. સાડા સાતીમાં અનેક વિલંબ અને નિરાશાનો પણ સામનો કરવો પડે છે. તેથી જ ખૂબ લોકપ્રિય નેતા હોવા છતાં તે અપેક્ષિત પ્રભાવ પાડવામાં અનેક સમસ્યાઓનો સામનો કરે છે.  

વર્ષ 2018નો ઉત્તરાર્ધ – ઉજ્જવળ કારકિર્દી તરફનો માર્ગ
જો કે, 4 માર્ચ 2018થી શરૂ થતી રાહુની મહાદશા કેબિનેટ મિનિસ્ટર તરીકેની તેની હાજરીને વધુ પ્રભાવિત કરવામાં સફળતા અપાવશે. તે તેના પક્ષમાં પણ તેની અસરકારક કાર્યશક્તિને દર્શાવી શકશે. વર્ષ 2018ના ઉત્તરાર્ધમાં તેની રાજકીય કારકિર્દીને વધુ વેગ મળશે. ધન રાશિમાંથી શનિનું ગોચર તેની રાજકીય કારકિર્દી માટે મહત્વપૂર્ણ બની રહેશે. તે કારકિર્દીમાં પ્રગતિ તરફ અાગળ વધશે છતાં કેટલીક અણધારી અને અનઅપેક્ષિત સમસ્યાઓ તેના પ્રગતિના માર્ગમાં અવરોધરૂપ બનશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 
 
ગણેશજીના અાશીર્વાદ સાથે

તમારા પ્રશ્નોના ત્વરિત ઉપાય માટે અાજે જ અમારા તજજ્ઞ જ્યોતિષીઅોઅે સાથે સીધી વાતચીત કરો 14 Sep 2017


View All blogs

More Articles