For Personal Problems! Talk To Astrologer

અષ્ટ સિદ્ધિ, નવ નિધિની પ્રાપ્તિ માટે માં આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી


Share on :


નવરાત્રીમાં માતાના નવ વિભિન્ન સ્વરૂપની નિષ્ઠાપૂર્વક પૂજા કરવાથી અનેકગણું ફળ મળે છે


વર્ષમાં આમ તો મહા, ચૈત્ર, અષાઢ અને આસો એમ ચાર વખત નવરાત્રીનું પર્વ આવે છે પરંતુ માં જગદંબાની ઉપાસની કરી રિદ્ધિ, સિદ્ધિ અને શક્તિનું વરદાન મેળવવા માટે આસો નવરાત્રીનું અનેરું મહાત્મ્ય છે. આસો નવરાત્રીમાં નવ દિવસ સુધી ઘરમાં માં આદ્યશક્તિની સ્થાપના કરીને તેમની ભક્તિ- ઉપાસનમાં લીન થનાર ભક્તોને વહેલામાં વહેલી તકે મનોકામના પૂર્ણ થાય છે. નવરાત્રી દરમિયાન ઘરના આંગણે સાથિયો કરવો અને સંધ્યા કાળે દીવા, અગરબત્તી કરવા. શક્ય હોય ત્યાં સુધી ઘરમાં વધુને વધુ પ્રકાશ રહે તેવી વ્યવસ્થા કરવી. માં ભગવતી દુર્ગા સંપૂર્ણ જગતની તમામ શકિતઓનું સ્વરૂપ માનવામાં આવે છે. ઘરે રોજ દુર્ગા સપ્તશતીના પાઠ કરવામાં આવે તો માં ભગવતીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે.
નવરાત્રી દરમ્યાન માતાજીની ઊપાસના કરવાથી ભક્તોના ભંડાર ભર્યા રહે છે. ધન- ધાન્ય- સંપત્તિનો વધારો થાય છે. લક્ષ્મી સ્થિર સ્વરૂપે રહીને આપણા ઘરમાં વાસ કરે છે. વેપારમાં ખૂબ જ વૃદ્ધિ થાય છે અને ધનની ઓછપ ક્યારેય વર્તાતી નથી. જો ક્યાંયથી ઋણ લીધું હોય તો તેમાંથી પણ મુકિત મળે છે. આસો નવરાત્રીમાં માતા જગદંબાના નવ સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે જેની પાછળ તેમની ઉત્પત્તિ અને મનોકામના પ્રમાણે અલગ મહત્ત્વ સંકળાયેલું છે. શક્તિસ્વરૂપા માં જગદંબાના નવ રૂપોની વાત કરીએ તો… 

પહેલા નોરતે આદ્યશક્તિના પહેલા સ્વરૂપ શ્રી શૈલીપુત્રીનું પૂજન કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર આ સ્વરૂપ હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલીપુત્રી કહેવામાં આવે છે. સૌભાગ્ય પ્રાપ્તિ માટે માતા શૈલપુત્રીનું પૂજન કરવામાં આવે છે. તેમની પૂજા માટે મંત્ર નીચે દર્શાવ્યા અનુસાર છે.
वंदे वाद्द्रिछतलाभाय चंद्रार्धकृतशेखराम |
वृषारूढां शूलधरां शैलपुत्री यशस्विनीम्‌ ||


બીજા નોરતે માતા આદ્યશક્તિના બીજા સ્વરૂપ માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. તેમણે ભગવાન શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી માટે તેઓ તપશ્ચારિણી નામથી પણ ઓળખાય છે. કોઈપણ કાર્યમાં અપેક્ષિત સિદ્ધિ મેળવવા માટે તેમની ખાસ પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણીની પૂજાનો મંત્ર નીચે દર્શાવ્યા અનુસાર છે. 
या देवी सर्वभूतेषु माँ ब्रह्मचारिणी रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
दधाना कर पद्माभ्याम अक्षमाला कमण्डलू।
देवी प्रसीदतु मई ब्रह्मचारिण्यनुत्तमा।।

ત્રીજા નોરતે માતા આદ્યશક્તિના ત્રીજા સ્વરૂપ માતા ચંદ્રઘંટાની પૂજાનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. તેમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંન્દ્ર હોવાથી તેમને માતા ચંદ્રઘંટા કહેવામાં આવે છે. શરીરને નિરોગી રાખવા માટે તેમજ હાલમાં થયેલા કોઈપણ રોગમાંથી મુક્તિ મેળવવા માટે તેમની પૂજા કરવામાં આવે છે. માતા ચંદ્રઘંટાની પૂજા માટે નીચે દર્શાવ્યા અનુસાર મંત્ર છે.
पिण्डज प्रवरारुढ़ा चण्डकोपास्त्र कैर्युता |
प्रसादं तनुते मह्यं चंद्र घंष्टेति विश्रुता ||

ચોથા નોરતાએ માતા આદ્યશક્તિના ચોથા સ્વરૂપ શ્રી કૂષ્માંડાની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા-અર્ચનાથી સુંદર દેખાવ અને પ્રભાવશાળી વ્યક્તિત્વની પ્રાપ્તિ થાય છે. તેમને આદિસ્વરૂપ અથવા આદિશક્તિ પણ કહેવામાં આવે છે કારણ કે શાસ્ત્રોમાં ઉલ્લેખ અનુસાર તેમના ઉદરમાંથી સમગ્ર બ્રહ્માંડનું નિર્માણ થયું છે. માતાના આ સ્વરૂપની પૂજાથી અષ્ટ સિદ્ધિ, નવ નીધિની પ્રાપ્તિ થાય છે. માતાના આ સ્વરૂપની પૂજા માટે નીચે દર્શાવ્યા અનુસાર મંત્ર છે.
सुरासम्पूर्णकलशं रुधिराप्लुतमेव च ।
दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे ॥

આદ્યશક્તિનું પાંચમુ સ્વરૂપ શ્રી સ્કંદમાતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ શ્રી સ્કંદ (કુમાર કાર્તિકેય) ના માતા હોવાથી તેમને શ્રી સ્કંદમાતા કહેવામાં આવે છે. સ્કંદમાતાની નિષ્ઠા અને ભાવપૂર્વક પૂજા કરવાથી પુત્રરત્નની પ્રાપ્તિનું સુખ મળે છે. તેમની પૂજાથી ભગવાન કાર્તિકેયની કૃપા પણ પ્રાપ્ત થાય છે. શ્રી સ્કંદમાતાની પૂજા માટે નીચે દર્શાવ્યા અનુસાર મંત્ર છે.
सिंघासनगता नित्यम पद्माश्रितकरद्वया |
शुभदास्तु सदा देवी स्कन्द माता यशश्विनी ||

છઠ્ઠા નોરતાએ માતા આદ્યશક્તિના છઠ્ઠા સ્વરૂપ શ્રી કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. મહર્ષિ કાત્યાયનીએ કઠોર તપસ્યા કરતા તેમને માતા આદ્યશક્તિ પ્રસન્ન થયા હતા અને તેમણે મહર્ષિ કાત્યાયનીના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો હતો. આ કારણે તેમને શ્રી કાત્યાયની કહેવામાં આવે છે. માતા કાત્યાયનીનું પૂજન કરવાથી મનોવાંચ્છિત પતિની પ્રાપ્તિ થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. માતા કાત્યાયનીનું પૂજન કરવા માટે નીચે દર્શાવ્યા અનુસાર મંત્ર છે. 
कात्यायनि महामाये महायोगिन्यधीश्वरि । 
नन्द गोपसुतं देविपतिं मे कुरु ते नमः ॥

મા આદ્યશક્તિનું સાતમું સ્વરૂપ એટલે કાળરાત્રી. કાળ એટલે કે સમય અને વિનાશ. અર્થાત્ માતા કાળરાત્રી કાળનો પણ નાશ કરે છે. માતા કાળરાત્રીની પૂજા કરવાથી શત્રુ પર વિજય હાંસલ કરી શકાય છે અને જીવનમાં રહેલો અંધકાર દૂર થાય અને નવો પ્રકાશ રેલાય છે. માતા કાળરાત્રીની પૂજા માટે નીચે દર્શાવેલા મંત્રનો જાપ કરવો.
वाम पादोल्ल सल्लोहलता कण्टक भूषणा |
वर्धन मूर्ध ध्वजा कृष्णा कालरात्रि भर्यङ्करी || 

શાસ્ત્રો અનુસાર આઠમા નોતરે માતા આદ્યશક્તિના અષ્ટમ સ્વરૂપ શ્રી મહાગૌરીની પૂજા કરવાનું મહાત્મ્ય છે. તેઓ ગૌર વર્ણના છે અને ચાર હાથ તેમજ ત્રણ નેત્ર ધરાવે છે. દુનિયાના તમામ અનિષ્ટ પ્રભાવોથી માતા મહાગૌરી મુક્તિ અપાવે છે અને ભૌતિક જીવનના તમામ દુઃખોથી મુક્તિ અપાવે છે. માતા મહાગૌરીની પૂજા માટે નીચે દર્શાવ્યા અનુસાર મંત્ર છે.
श्वेते वृषे समारूढा श्वेताम्बरधरा शुचिः |
महागौरी शुभं दद्यान्त्र महादेव प्रमोददा ||

આદ્યશક્તિનું નવમું સ્વરૂપ એટલે શ્રી સિદ્ધિદાત્રી. જીવનમાં તમામ પ્રક્રારની સિદ્ધિ હાંસલ કરવા માટે તેમજ સફળતાના શિખરે પહોંચવા માટે માતાજીના આ સ્વરૂપની ભાવપૂર્વક પૂજા કરવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રીની પૂજા માટે નીચે દર્શાવ્યા અનુસાર મંત્ર છે.
सिद्धगधर्व यक्षाद्यैरसुरैरमरैरपि।
सेव्यमाना सदा भूयात सिद्धिदा सिद्धिदायिनी।।

આપની નવરાત્રી ખૂબ મંગલમંય અને શુભ ફળદાયી નીવડે તેવી અભ્યર્થાના.

ગણેશજીના આશીર્વાદ સાથે,
ગણેશાસ્પીક્સ ટીમ

24 Sep 2019


View All blogs

More Articles