For Personal Problems! Talk To Astrologer

મંગળનું ધન રાશિમાં ભ્રમણ 2018 – રાશિવાર ફળકથન


Share on :


જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળને તમામ ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. મંગળ મૂળ અગ્નિ તત્વનો ગ્રહ છે અને તે બળ (ફોર્સ)નો કારક છે. રાશિ ચક્રમાં મંગળ મેષ અને વૃશ્ચિક પર પોતાનું પ્રભૂત્વ ધરાવે છે એટલે કે સ્વગૃહિ બને છે. મકર રાશિમાં 28 અંશે ઉચ્ચનો જ્યારે કર્ક રાશિમાં 28 અંશે નીચનો થાય છે. મેષ રાશિએ મંગળની મૂળ ત્રિકોણ રાશિ છે. દક્ષિણ દિશામાં મંગળ સ્થાન બળી થાય છે. મંગળ જો જાતકની કુંડળીમાં સારો(બળવાન) હોય તો જાતક ખૂબ જ પ્રવૃતિમય(Highly Active) બને છે. આ જાતકો પોલિસ, મિલિટરી, વિજ્ઞાનપ્રવાહ, એન્જિનિયરિંગ અથવા કોઈપણ ટેકનિકલ ક્ષેત્ર, વૈજ્ઞાનિક, સર્જન, લેબ ટેકનિશિયન, પાઈલટ, ડૉક્ટર, સોની, મિકેનિક વગેરે હોઈ શકે છે. જો કુંડળીમાં નબળો મંગળ હોય તો જાતકને અકસ્માત, ઓપરેશન, દાઝવું, વીજળીનો કરંટ લાગવો, પિત્તાશયની સમસ્યા થવી વગેરે બાબતોની સંભાવના રહે છે. મંગળ-રાહુ હાઈપર ટેન્શન(હાઈ બીપી) આપી શકે છે તેમજ હિમોગ્લોબિનને લગતી તકલીફો પણ થવાની સંભાવના રહે છે.

તા. 7-3-2018ના રોજ સાંજે 18.30 કલાકે ગોચરનો મંગળ ધન રાશિમાં પ્રવેશ કરે છે અને તા. 2-5-2018ના રોજ સાંજે 16.20  સુધી આ રાશિમાં ભ્રમણ કરશે. ત્યારબાદ મંગળ મકર રાશિમાં જશે. ધન રાશિનો મંગળ તા. 7-3 થી 31-3 સુધી મૂલ નક્ષત્રમાં, તા. 31-3થી 25-4 સુધી પૂર્વાષાઢા નક્ષત્રમાં અને 25-4થી 2-5 સુધી ઉત્તરા ષાઠા નક્ષત્રમાં ભ્રમણ કરશે. ધન રાશિનો આ મંગળ બારેય રાશિના જાતકોને કેવું ફળ આપશે તેની વિગતવાર ચર્ચા અહીં કરેલી છે.

નોંધ: અા ફળકથન ચંદ્ર રાશિ અાધારિત છે. પરંતુ કેટલીક અસરો લગ્ન રાશિને પણ લાગુ પડે છે. તમારી લગ્ન રાશિ જાણવા માટે અહીંયા ક્લિક કરો. 

મેષઃ 
મેષ રાશિના જાતકો માટે મંગળ લગ્નેશ અને અષ્ટમેશ છે અને આપની રાશિથી નવમા સ્થાન એટલે કે ભાગ્ય સ્થાનમાં ધન રાશિમાંથી ભ્રમણ કરે છે. ધન રાશિ મંગળની અતિ મિત્ર રાશિ માનવામાં આવે છે. આ જાતકો માટે  તા. 7-3થી 31-3 દરમિયાન શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, વારસાગત મિલકતો, પિતા તરફથી મળતા લાભો, તંદુરસ્તી વગેરે બાબતોમાં નબળું પરિણામ મળશે. તા. 31-3થી 25-4 દરમિયાન તમારું સ્વાસ્થ્ય સુધરે તેમજ તમે વધુ ઉત્સાહ સાથે કામ કરી શકશો. ઉપરોક્ત બાબતોમાં તમે અગાઉની તુલનાએ બહેતર ફળ મેળવી શકશો જ્યારે તા. 25-4થી 2-5 દરમિયાના આ તમામ બાબતોમાં ઘણું સારું ફળ મળવાની આશા રાખી શકો છો. 

શું તમને કારકિર્દીથી અસંતોષ છે? તો કારકિર્દીમાં મોટા પરિવર્તન માટે સચોટ માર્ગદર્શન પ્રાપ્ત કરો. 

વૃષભઃ 
આ રાશિના જાતકો માટે મંગળ સાતમા અને બારમા સ્થાનનો માલિક બને છે અને ગોચરનો મંગળ આપની રાશિથી અષ્ટમ સ્થાનમાંથી ભ્રમણ કરશે. આ જાતકોને ધનનોમંગળ તા. 7-3થી 31-3 દરમિયાન દાંપત્યજીવન અને ભાગીદારીના કાર્યોમાં થોડી મુશ્કેલી આપશે. પારસ્પરિક તણાવ રહેશે. સ્વભાવ શાંત રાખવો. ધાર્મિક મુસાફરી વધે અને આકસ્મિક ખર્ચ રહે. બીમારી પાછળ નાણાં વેડફાય. તમારે પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવી પડશે. જાહેર અને અંગત જીવનમાં પણ વધુ ચડાવઉતારની શક્યતા રહે. તા. 31-3થી 25-4 દરમિયાન આ તમામ બાબતોમાં મધ્યમ ફળ મળે જ્યારે મંગળના ગોચરનો અંતિમ તબક્કો ચાલતો હોય ત્યારે એટલે કે  25-4થી 2-5 સુધી ઉત્તમ ફળ મળી શકે છે. 

શું તમે નોકરીમાં ફેરબદલ કરવા માંગો છો? શું તમારો અા નિર્ણય યોગ્ય છે કે કેમ? તમારી દરેક શંકાઓને દૂર કરવા હમણાં જ નિષ્ણાતોનું માર્ગદર્શન પ્રાપ્ત કરો. 

મિથુનઃ 
મિથુન રાશિના જાતકો માટે ધન રાશિનો મંગળ છષ્ઠેશ અને લાભેશ થઈને સાતમા સ્થાનમાંથી ભ્રમણ કરે છે. આ મંગળ મિથુન રાશિના જાતકોને તા. 7-3થી 31-3 દરમિયાન નોકરી, મોસાળ, નોકર-ચાકર, રોગ-શત્રૂ, દાંપત્યજીવન, ભાગીદારી, જાહેર અને અંગત જીવન વગેરે બાબતોમાં નબળું ફળ આપે. નવા સહિયારા સાહસો અથવા કરારો કરવામાં તમારે ધ્યાન રાખવું પડશે. બિનજરૂરી ઉતાવળ ટાળવી. તા. 31-3થી 25-4 દરમિયાન તમે થોડી ઉગ્રતા અને દલીલો પછી ચર્ચામાં કોઈ નિષ્કર્ષ પર આવી શકશો. નોકરીમાં પણ સહકર્મીઓ સાથે થોડી બોલાચાલી પછી કામ પાર પડશે. જોકે તા. 25-4થી 2-5 સુધીનો સમય આ બાબતોમાં શુભ ફળ આપશે. 

શું તમે નોકરીમાં મંદ પ્રગતિથી નાખુશ છો? તો તમે અહીંયા ક્લિક કરીને કારકિર્દીને સકારાત્મક દિશા તરફ વાળી શકો છો. 

કર્કઃ 
કર્ક રાશિના જાતકો માટે મંગળ પંચમેશ અને કર્મેશ બને છે અને આપની રાશિથી છઠ્ઠા સ્થાનમાં ધન રાશિમાં મંગળ ભ્રમણ કરતો હોવાથી ખાસ કરીને સ્વાસ્થ્ય અને તમારી રોજિંદી આવક પર તેની અસર જોવા મળે છે. વિગતો જોઈએ તો, તા. 7-3થી 31-3 દરમિયાન પ્રણય સંબંધો, સંતાન પ્રાપ્તિ અથવા સંતાનો સંબંધિત સુખ, વિદ્યાભ્યાસ, શેરબજાર, કોમોડિટી બજાર, કરન્સી બજાર અથવા કોઈપણ સટ્ટાકીય પ્રવૃત્તિઓ, રમતગમત, કર્મક્ષેત્ર, આર્થિક બાબતો વગેરેમાં આપને મહેનત અને અપેક્ષા કરતા ઓછુ ફળ મળે. જોકે, તા. 31-3થી 25-4 સુધીના તબક્કામાં તમે ફરી બેઠા થવાનો પ્રયાસ કરશો અને તમારા જીવનમાં તબક્કાવાર સ્થિતિ સુધરશે જ્યારે અંતિમ ચરણ એટલે કે તા. 25-4થી 5-2 દરમિયાન ઉપરોક્ત તમામ બાબતોમાં તમારી મહેનત ઉગી નીકળશે અને તમે શુભ ફળ પ્રાપ્ત કરશો. 

શું તમારા માટે નોકરીમાં ફેરબદલ લખેલી છે? તો અાજે જ અમારા વિદ્વાન જ્યોતિષીઓ સાથે પરામર્શ મારફતે અા અંગે સ્પષ્ટતા મેળવો.

સિંહઃ 
મંગળ આપના ચોથા અને નવમા સ્થાન એટલે કે સુખ સ્થાન અને ભાગ્ય સ્થાનનો માલિક બને છે અને આપની રાશિથી પાંચમા એટલે કે ત્રિકોણ સ્થાનમાંથી ભ્રમણ કરશે. તા. 7-3 થી 31-3 દરમિયાન તમારે ખાસ કરીને વાહન અને સ્થાવર મિલકતો સંબંધિત બાબતોમાં સાચવવું. સોદા ધ્યાનથી કરવા. માતા સાથે વર્તનમાં વિનમ્રતા રાખવી. ભાગ્યવૃદ્ધિની તકો અપેક્ષા કરતા ઓછી મળે તો નિરાશ થયા વગર મહેનત ચાલુ રાખવી. ધાર્મિક મુસાફરીમાં અવરોધો આવી શકે છે. ઉચ્ચ અભ્યાસમાં વધુ મહેનત કરવી પડશે. નાના સાળા-સાળી સાથેના સંબંધો પણ થોડા વિકટ રહેશે. જોકે, તા. 31-3થી 25-4 સુધીમાં ઉપરોક્ત બાબતોમાં મધ્યમ ફળ મળશે જ્યારે તા. 25-4થી 5-2 દરમિયાન શ્રેષ્ઠ પરિણામ મળશે.

તમારા લગ્ન ક્યારે થશે તે જાણવા માટે ઉત્સુક છો? તો અાજે જ ચોક્કસ સમયગાળો જાણવા માટે અહીંયા ક્લિક કરો. 

કન્યાઃ 
કન્યા રાશિના જાતકો માટે મંગળ તૃતિયેશ અને અષ્ટમેશ થાય છે અને આપની રાશિથી ચોથા સ્થાન એટલે કે કેન્દ્ર સ્થાનમાંથી મંગળ પસાર થઈ રહ્યો છે. તા. 7-3થી 31-3 દરમિયાન ખાસ કરીને નાના ભાઈબહેનો, નવી નવી એક્ટિવિટી, મિત્રો, ટૂંકા અંતરની મુસાફરી, વારસાગત મિલકતો, શારીરિક સ્વાસ્થ્ય વગેરેમાં મંગળના નબળા પ્રભાવ હેઠળ નકારાત્મક ફળ મળી શકે છે. જોકે જન્મના ગ્રહોની સ્થિતિ સારી હોય તો આ ફળ મધ્યમ થઈ શકે છે. તા. 31-3થી 25-4 સુધીનો સમય તમારા માટે આ તમામ બાબતોમાં બહેતર ગણી શકાય જ્યારે 25-4થી 5-2 સુધીમાં તમે ઘણું સારું ફળ મળવાની આશા રાખી શકો  છો.

શું તમે કારકિર્દીમાં ગંભીર જટિલતાઓનો સામનો કરી રહ્યા છો? તો અમારા વિદ્વાન જ્યોતિષીઓ પાસેથી સચોટ માર્ગદર્શન મેળવો.

તુલાઃ 
તુલા રાશિના જાતકો માટે ધનનો મંગળ બીજા અને સાતમા સ્થાનનો માલિક બને છે અને આપની રાશિથી ત્રીજા એટલે કે પરાક્રમ સ્થાનમાંથી પસાર થાય છે. આ જાતકોને ધનનો મંગળ તા. 7-3થી 31-3 સુધી અંગત અને જાહેરજીવન, ભાગીદારી, કૌટુંબિક સંબંધો, દાંપત્યજીવન, આર્થિક બાબતો વગેરેમાં નકારાત્મક પરિણામ આપશે. બીજા ચરણ એટલે કે તા. 31-3થી 25-4 દરમિયાન ઉપરોક્ત બાબતોમાં મધ્યમ જ્યારે ત્રીજા ચરણ એટલે કે 25-4થી 5-2 દરમિયાન આ બાબતોમાં સારું ફળ મળી શકે છે.

શું તમે નોકરીમાં મંદ પ્રગતિથી નાખુશ છો? તો તમે અહીંયા ક્લિક કરીને કારકિર્દીને સકારાત્મક દિશા તરફ વાળી શકો છો. 

વૃશ્ચિકઃ 
વૃશ્ચિક રાશિના જાતકો માટે ધનનો મંગળ પહેલા અને છઠ્ઠા સ્થાનનો માલિક બને છે અને આપની રાશિથી બીજા સ્થાન અર્થાત્ ધન સ્થાનમાંથી પસાર થાય છે. ધનનો મંગળ આપને તા. 7-3થી 31-3 સુધી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, નોકરચાકરનું સુખ, રોજિંદી આવક, નોકરી, મોસાળ પક્ષ, રોગ અને  શત્રુઓ, ધાર્મિક બાબતો વગેરેમાં થોડા પરેશાન રાખશે. આ તમામ મોરચે કોઈપણ નિર્ણય લેતા પહેલા સાચવજો. તા. 31-3 થી 25-4 દરમિયાન ઉપરોક્ત બાબતોમાં તમારી સ્તિતિમાં સુધારો આવશે અને ફળ મધ્યમ મળશે જ્યારે તા. 25-4થી 5-2 દરમિયાન તમે શ્રેષ્ઠ પરિણામની આશા રાખી શકો છો.

શું તમે નોકરીમાં ફેરબદલ કરવા માંગો છો? શું તમારો અા નિર્ણય યોગ્ય છે કે કેમ? તમારી દરેક શંકાઓને દૂર કરવા હમણાં જ નિષ્ણાતોનું માર્ગદર્શન પ્રાપ્ત કરો. 

ધનઃ 
આપના માટે મંગળ પાંચમા અને બારમા સ્થાનનો માલિક બને છે અને આપની રાશિમાંથી એટલે કે દેહભુવનમાંથી જ મંગળ પસાર થઈ રહ્યો હોવાથી તેનું મહત્વ વધી જશે. ખાસ કરીને તા. 7-3થી 31-3 દરમિયાન પ્રણય સંબંધોમાં વાણીને અંકુશમાં રાખવી. અભ્યાસ અંગેના નિર્ણયોમાં ઉતાવળ ન કરવી. વાંચનમાં સ્થિરતા લાવવા મેડિટેશન કરી શકો છો. આ ઉપરાંત આકસ્મિક ખર્ચ  અથવા બીમારીની શક્યતા રહે. આર્થિક અને શેર-સટ્ટાની બાબતોમાં તમારાથી ખોટા નિર્ણય લેવાોોઈ શકે છે. રમતગમતમાં જોડાયેલા જાતકોને ઈજાની શક્યતા રહે. વીજકરંટ  અને આકસ્મિક ઈજાથી સાચવવું. તા. 31-3થી 25-4 દરમિયાન આ બાબતોમાં મધ્યમ ફળ મળશે જ્યારે છેલ્લા ચરણમાં એટલે કે 25-4થી 5-2 સુધીનો સમય તમારા માટે શુભ ફળદાણી ગણી શકાય.

શું તમારા માટે નોકરીમાં ફેરબદલ લખેલી છે? તો અાજે જ અમારા વિદ્વાન જ્યોતિષીઓ સાથે પરામર્શ મારફતે અા અંગે સ્પષ્ટતા મેળવો.

મકરઃ 
મકર રાશિના જાતકો માટે ધન રાશિનો મંગળ ચોથા અને અગિયાર (સુખ અને લાભ) સ્થાનનો માલિક બને છે અને આપની રાશિથી વ્યય સ્થાનમાં ભ્રમણ કરશે માટે આ સ્થાન સાથે સંકળાયેલી બાબતોમાં તમારે વધુ સાવચેતી રાખવી. તા. 7-3થી 31-3 સુધીમાં  ખાસ કરીને સ્થાવર અને જંગમ મિલકતોના કાર્યોમાં અડચણો આવી શકે છે. વાહનો અને ઈલેક્ટ્રોનિક ચીજોમાં ખામી આવી શકે છે. માતા સાથે  બોલાચાલી થઈ શકે છે. ઉચ્ચ અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે. મિત્રો અને મોટાભાઈ બહેન સાથે સંબંધોમાં તણાવ આવી શકે છે. ખર્ચની તૈયારી રાખવી. જોકે તા. 31-3થી 25-4 સુધીમાં તમારી સ્થિતિમાં તબક્કાવાર સુધારો આવતા તમે રાહતનો શ્વાસ લેશો. છેલ્લા ચરણમાં એટલે કે તા. 25-4થી 5-2 દરમિયાન તમારી સ્થિતિમાં દેખીતો સુધારો આવશે.

શું તમારા માટે નોકરીમાં ફેરબદલ લખેલી છે? તો અાજે જ અમારા વિદ્વાન જ્યોતિષીઓ સાથે પરામર્શ મારફતે અા અંગે સ્પષ્ટતા મેળવો.

કુંભઃ  
કુંભ રાશિના જાતકો માટે મંગળ તૃતિયેશ અને કર્મેશ થાય છે જ્યારે આપની રાશિથી અગિયારમા એટલે કે ધન સ્થાનમાંથી તે પસાર થશે. તા. 7-3થી 31-3 દરમિયાન ખાસ કરીને નાના ભાઈબહેનો, મિત્રો સાથેના સંબંધોમાં સાચવજો. કોઈપણ એક્ટિવિટીમાં તમારી રુચિ ઓછી રહેશે અને કદાચ તમે આગળ વધો તો પણ ઈજાનો ભોગ બની શકો છો. પિતા સાથે વ્યવહારમાં વિનમ્રતા રાખવી. કાર્યક્ષેત્રમાં પણ તમારે સૌમ્ય અભિગમ રાખવો પડશે. તા. 31-3થી 25-4 દરમિયાન ઉપરોક્ત બાબતોમાં સ્થિતિ સુધરશે જ્યારે તા. 25-4થી 5-2 દરમિયાન તમે અગાઉ કરેલા કર્મોના ફળ રૂપે મંગળના શુભ પ્રભાવ હેઠળ આ તમામ બાબતોમાં સારું પરિણામ મળવાની આશા રાખી શકો છો.

શું તમે નોકરીમાં ફેરબદલ કરવા માંગો છો? શું તમારો અા નિર્ણય યોગ્ય છે કે કેમ? તમારી દરેક શંકાઓને દૂર કરવા હમણાં જ નિષ્ણાતોનું માર્ગદર્શન પ્રાપ્ત કરો. 

મીનઃ 
આપના માટે મંગળ બીજા અને નવમા સ્થાનનો માલિક બને છે અને આપની રાશિથી દસમા એટલે કે કર્મ સ્થાનમાંથી પસાર થાય છે. કર્મ સ્થાન  પ્રોફેશન માટે મહત્વનું હોવાથી મંગળ પ્રભાવ ખાસ કરીને પ્રોફેશનલ બાબતોમાં મહત્વનો બની રહેશે. તા.  7-3થી 31-3 દરમિયાન આર્થિક સંકડામણ આવી શકે છે. કૌટુંબિક અને ધાર્મિક બાબતોમાં તમારા આયોજનમાં વિક્ષેપ આવી શકે છે. નાના સાળા-સાળી સાથે સંબંધો સાચવવા પડશે. ભાગ્યવૃદ્ધિની તકો ઓછી મળે તો નિરાશ ન થવું. તા. 31-3થી 25-4 દરમિયાન તમને ભાગ્ય ચમકાવવાની કોઈ તક મળે પરંતુ મહેનત કરવી પડશે. અન્યો સાથે સંબંધોમાં ધીમે ધીમે સુધારો આવશે. કામમાં પણ તમારો ઉત્સાહ વધશે. છેલ્લા ચરણમાં એટલે કે તા. 25-4થી 5-2 દરમિયાન તમે ઉપરોક્ત બાબતોમાં ઘણું ઉત્તમ ફળ મળવાની આશા રાખી શકો છો.

શું તમારા માટે નોકરીમાં ફેરબદલ લખેલી છે? તો અાજે જ અમારા વિદ્વાન જ્યોતિષીઓ સાથે પરામર્શ મારફતે અા અંગે સ્પષ્ટતા મેળવો.

ગણેશજીના આશીર્વાદ સાથે
સૂરેશ શર્મા

અાપની વ્યક્તિગત સમસ્યાઓના ઉકેલ માટે અાજે જ અમારા વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાતચીત કરો. 

05 Mar 2018


View All blogs

More Articles