For Personal Problems! Talk To Astrologer

રૂદ્રાક્ષ વિશે અાપેલી અગિયાર રસપ્રદ બાબતો જેનાથી અાપ અજાણ હશો


Share on :


રૂદ્રાક્ષ અેક મણકો છે જે હિમાલયની પર્વતમાળા, નેપાળ, ઇન્ડોનેશિયા, જાવા, સુમાત્રા અને બર્મા જેવા ડુંગરાળ પ્રાંતમાં રૂદ્રાક્ષ નામના વૃક્ષ પર જ ઊગે છે. હિન્દુ શાસ્ત્રોમાં પણ રૂદ્રાક્ષ પહેરવાથી થતા ફાયદા તેમજ તેના મહત્વનો ઉલ્લેખ કરવામાં અાવ્યો છે. તેનાથી શારીરિક અને માનસિક ફાયદો થવા ઉપરાંત અાધ્યાત્મિક ઉત્કર્ષ માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે. 

રૂદ્રાક્ષ શબ્દ રુદ્ર (શિવજીનું બીજુ નામ) અને અક્ષ પરથી ઉતરી અાવ્યો છે. અક્ષનો અર્થ અાંખ થાય છે અને અેવું કહેવાય છે કે અા મણકા અે પ્રભુ શિવના અાંસુ છે. અેકમુખીથી લઇને ઇક્કિસમુખી સુધીની રૂદ્રાક્ષની શ્રેણી જોવા મળે છે પણ તેમાંથી માત્ર 14 રૂદ્રાક્ષ જ વ્યક્તિ દ્વારા પહેરવામાં અાવે છે. દરેક રૂદ્રાક્ષ ખુદમાં અેક શક્તિ અને ઊર્જા છે. રૂદ્રાક્ષ શરીરમાં રહેલા અનેક રોગોને દૂર કરવાની ચમત્કારિક શક્તિ ધરાવે છે અને વ્યક્તિને ભરપૂર અાધ્યાત્મિક ઊર્જામાં તરબોળ કે સંતૃપ્ત કરે છે.

તમને ફાવે તેવા રૂદ્રાક્ષને ધારણ કરવા કરતા કોઇ અાધ્યાત્મિક ગુરુ કે પછી વિદ્વાન જ્યોતિષીના સૂચનો લઇને તમને સૌથી વધુ ફાયદો અાપતી રૂદ્રાક્ષની માણા પહેરવાની સલાહ ગણેશજી અાપી રહ્યા છે.

રૂદ્રાક્ષની માળાની કેટલીક વિશેષ માહિતી અહીં દર્શાવાયેલી છે:

1. નેપાળની હિમાલયાની પર્વતમાળામાં ઉચ્ચ ગુણવત્તાના રૂદ્રાક્ષ જોવા મળે છે.

2. રુદ્ર અને અક્ષ શબ્દ પરથી રૂદ્રાક્ષ શબ્દ અાવ્યો છે.

3. અા મણકાઅો ચમત્કારિક શક્તિઅો ધરાવે છે.

4. રૂદ્રાક્ષના વૃક્ષનું લાકડું અેટલું મજબૂત હોય છે કે પહેલા વિશ્વ યુદ્વ દરમિયાન અેરોપ્લેનના પંખાઅો બનાવવા માટે તેનો ઉપયોગ કરાતો હતો.

5. રૂદ્રાક્ષની કિંમત તેના પ્રકાર પ્રમાણે જોવા મળે છે અને જેટલા મુખી વધારે તેટલી જ તેની કિંમત અને અૌષધીય મહત્વ વધારે હોય છે.

6. કોઇ યોગ્ય નિષ્ણાંતની સલાહ લઇને અાપના માટે યોગ્ય અેવા રૂદ્રાક્ષને ધારણ કરવો જોઇઅે.

7. માર્કેટમાં નકલી રૂદ્રાક્ષ પણ જોવા મળે છે તેથી સાવચેત રહો. રૂદ્રાક્ષ અસલી છે કે નકલી તેની ચકાસણી માટે તેને પાણી ભરેલા ગ્લાસમાં ડૂબાડો જો તે ડૂબી જાય તો તે અસલી છે અને તરે તો તે નકલી છે તેવું સાબિત થાય છે.

8. અા ચમત્કારિક રૂદ્રાક્ષની માળા સ્ટ્રોક, તણાવના સ્તર, હાયપરટેન્શન જેવા રોગોને કાબુ કરી શકે છે અને અસ્વસ્થતા, હતાશા અને જ્ઞાનતંતુના રોગોમાં પણ ખૂબ રાહત અાપે છે.

9. કોઇપણ જ્ઞાતી, ધર્મ કે સંસ્કૃત્તિ ધરાવતા લોકો તેને ધારણ કરી શકે છે.

10. ધ્યાન કે યોગ કરતી વખતે રૂદ્રાક્ષ માળા પહેરવાથી ખૂબ જ ફાયદો મળે છે.

11. પાપી પણ અા રૂદ્રાક્ષ માળા પહેરીને તેના પાપોથી મુક્તિ મેળવી શકે છે.

રૂદ્રાક્ષ અને જ્યોતિષશાસ્ત્ર:
શક્તિશાળી રૂદ્રાક્ષ અને જ્યોતિષશાસ્ત્ર વચ્ચે ખૂબ મજબૂત જોડાણ રહેલુ છે અને ગ્રહો માટેના કેટલાક ઉપાયો પણ રૂદ્રાક્ષની મદદથી કરવામાં અાવે છે. દરેક રૂદ્રાક્ષ અેક ખાસ ગ્રહ સાથે જોડાયેલો છે અને રૂદ્રાક્ષનો પ્રભાવ ગ્રહોને વધુ મજબૂત બનાવવામાં અથવા તેની દુષિત અસરોને દૂર કરવામાં મદદરૂપ નિવડે છે.  

કેટલાક ખાસ પ્રકારના રૂદ્રાક્ષના ફાયદાઅો:

1. મુખી રૂદ્રાક્ષ: શાંતિ અને શક્તિ માટે અા ધારણ કરો. વધુ માહિતી માટે અહીં 1મુખી રૂદ્રાક્ષ પર ક્લિક કરો.

2. મુખી રૂદ્રાક્ષ: તમને દયાળુ બનવાનું શીખવી જાય છે. વધુ માહિતી માટે 2 મુખી રૂદ્રાક્ષ પર ક્લિક કરો.

5.મુખી રૂદ્રાક્ષ: અાપની બહાદુરી વધારે છે અને વધુ સામર્થ્ય સાથે કામ કરી શકો છો. વધુ માહિતી માટે 5 મુખી રૂદ્રાક્ષ પર ક્લિક કરો.

ગૌરી શંકર રૂદ્રાક્ષ: અા રૂદ્રાક્ષ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે તે ભગવાન શિવના અર્ધનારિશ્વરા અવતારને દર્શાવે છે. અા સુંદર મણકાની અેક બાજુ પ્રભુ શિવજીને સૂચવે છે જ્યારે બીજી બાજુ મા પાર્વતીને સૂચવે છે. વધુ માહિતી માટે ગૌરી શંકર રૂદ્રાક્ષ પર ક્લિક કરો.

ગણેશજીના અાર્શીવાદ સાથે
ગણેશાસ્પીક્સ ટીમ

જીવનના કેટલાક ક્ષેત્રોને લઇને ચિંતિત છો? તો બેશકપણે જ્યોતિષી સાથે સીધી વાતચીત કરો અને યોગ્ય માર્ગદર્શન મેળવીને જીવનમાં પ્રગતિ કરો.
15 Nov 2016


View All blogs

More Articles