For Personal Problems! Talk To Astrologer

જીવનને અસર કરતા ગ્રહો અને તેના નકારાત્મક પ્રભાવને દૂર કરવાનો ઉપાયો


Share on :


જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આકાશ મંડળમાં વિહરતા ગ્રહો સમગ્ર પ્રકૃતિ પર પોતાનો પ્રભાવ પાડે છે.  મનુષ્ય, પશુ- પક્ષી, વનસ્પતિ અને દરેક સજીવ- નિર્જીવ પર ગ્રહોની સારી-નરસી અસર જોવા મળે છે. જન્મકુંડળીમાં રહેલા ગ્રહો પ્રમાણે અેમની વ્યાપક અસર મનુષ્યનાં જીવન પર્યંત રહે છે. તેની અસરો વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન વિવિધ તબક્કે અનુભવતો હોય છે. જન્મકુંડળીમાં જોવા મળતા કેટલાંક શુભ કે અશુભ યોગ તેમજ ગ્રહોની વક્રી કે માર્ગી સ્થિતિને અાધારે તેની અસર મનુષ્યના જીવન પર જોવા મળતી હોય છે. માટે જ ગ્રહોની અા ખરાબ અસરને દૂર કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાંક સૂચિત ઉપાયો પણ અાપવામાં અાવ્યા છે. વેદિક જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કરાતા અા ઉપાયોમાં ગ્રહોના રત્નો ધારણ કરવા અથવા તે દુષિત ગ્રહને લગતા નિશ્વિત મંત્રજાપ જેવા ઉપાયો સામેલ છે. 

તે ઉપરાંત ગ્રહોની નકારાત્મક અસરોને દૂર કરવા માટે જાતક સરળતાથી કરી શકે તેવા ઉપાયો પણ અાપણા પ્રાચીન શાસ્ત્રીય ગ્રંથોમાં આપવામાં અાવ્યા છે. જાતકો સ્વયં અા ઉપાયો અજમાવીને ગ્રહોના સકારાત્મક પ્રભાવને વધારી શકે છે. 

અહીં અાપણે સામાન્યપણે દરેક જાતકો સ્વયં કરી શકે તેવા મફત ઉપાયોની વાત કરી રહ્યા છીઅે. દરેક ગ્રહોના અલગ અલગ ગુણધર્મો હોય છે. અે રીતે દરેક ગ્રહોની પ્રકૃતિ મુજબ, અેની નિર્ધારિત સંખ્યા મુજબ મંત્રજાપ કે દાન કરવાથી ગ્રહોની ખરાબ અસરને જીવનમાંથી દૂર કરી શકાય છે. 

ગ્રહમંડળમાં રહેલા નવ ગ્રહની વાત કરીઅે તો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અેમ સાત ગ્રહો ઉપરાંત શાસ્ત્ર મુજબ બે છાયાગ્રહો રાહુ અને કેતુ અેમ કુલ નવ ગ્રહોની અશુભ અસરોને દૂર કરવા માટે જ્યોતિષશાસ્ત્રોમાં અલગ- અલગ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. 

સૂર્ય:
સૌ પ્રથમ ગ્રહમંડળના રાજા સૂર્ય વિશે જાણકારી મેળવીઅે. સૂર્ય અે અાત્માનો કારક ગ્રહ છે. જાતકની જન્મકુંડળીમાં જ્યારે સૂર્ય પોતાની નીચ રાશિમાં હોય કે પછી શત્રુ- નક્ષત્રમાં હોય ત્યારે તેના ઉપાય કરીને નકારાત્મક અસરો દૂર કરવા માટે જ્યોતિષીની સલાહ મુજબ સૂર્યનું રત્ન માણેક- રૂબી ધારણ કરી શકાય છે. સૂર્ય નમસ્કાર કરીને સૂર્યને ફૂલ- કંકું મિશ્રિત જળ અપર્ણ કરવું. સરકાર અથવા ઉપરીઅોની નીતિનો વિરોધ ના કરવો. પિતાનું સન્માન કરવું. ભોજનમાં રવિવારે નમકનો ત્યાગ કરો. માણેક/રુબી સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી અાજે જ સમસ્યાઓને દૂર કરવા માટે માણેકની ખરીદી કરો. 

ચંદ્ર:
અે જ રીતે જન્મકુંડળીમાં જ્યારે મનનો કારક ગ્રહ ચંદ્ર નિર્બળ હોય, શત્રુક્ષેત્રી હોય, નીચનો હોય, શત્રુ નક્ષત્રમાં હોય ત્યારે તે દુષિત બને છે. ચંદ્રનું મન પર કારકત્વ હોવાથી મનમાં રહેલી નકારાત્મક્તા દૂર કરવા માટે ચંદ્રને લગતા ઉપાયો કરી શકાય. ચંદ્ર માતાનો પણ કારક હોવાથી માતાનું સન્માન કરવું. તે ઉપરાંત ચાંદીના પાત્રમાં પાણી- દૂધ વગેરેનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે. સોમવારે સફેદ વસ્ત્રો ધારણ કરવા, દૂધ, ચોખા અને ખાંડથી બનતી ખીરનો ભોજનમાં સમાવેશ કરવો. શિવજીની પૂજાઅર્ચના કરવી. પાણીનો કદાપી બગાડ ના કરશો. જળ નકામી રીતે વેડફાય ના જાય તેની ખાસ તકેદારી રાખવાનું ગણેશજી કહે છે. ચંદ્ર માટે મોતીનું રત્ન ધારણ કરવામાં અાવે છે. ચંદ્રના અાશીર્વાદની પ્રાપ્તિ માટે હમણાં જ મોતી રત્ન ધારણ કરો.  

મંગળ:
ગ્રહમંડળના સેનાપતિ મંગળ ગ્રહની વાત કરીઅે. જન્મકુંડળીમાં મંગળ જ્યારે કર્ક રાશિમાં સ્થિત હોય અને નીચનો હોય, શત્રુક્ષેત્રી હોય ત્યારે ઘણીવાર તેની નકારાત્મક અસરો જોવા મળે છે. જે દૂર કરવા ગણપતિની ઉપાસના કરવી. લાલ ફળ અને ગોળ અપર્ણ કરવા. સત્યનું અાચરણ કરવું. ખીસ્સામાં લાલ રૂમાલ રાખવો. મંગળનું રત્ન પરવાળુ ધારણ કરી શકાય. શરીર પર તાંબુ ધારણ કરવું કે પછી દાન કરવું. નાના ભાઇ- બહેન સાથેના સંબંધો સૂમેળભર્યા રહે તેનું ખાસ ધ્યાન રાખવું. મંગળ લાલ છે તેથી જ  લાલ કોરલ (મુંગા) રત્ન ખરીદવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો.

બુધ:
ઉપવનમાં વિહાર કરનાર કુમાર અવસ્થાનો ગ્રહ બુધ છે. બુદ્વિ તેમજ વાણીનો કારક ગ્રહ બુધ જ્યારે જન્મકુંડળીમાં નીચનો, અસ્તનો કે શત્રુક્ષેત્રી હોય ત્યારે તેના કારકત્વ હેઠળ અાવતા ક્ષેત્રોમાં મુશ્કેલીઅોનું સર્જન કરે છે. બુધની નકારાત્મક અસરોને દૂર કરવા માટે વિષ્ણુ ભગવાનની અારાધના કરી શકાય. બુધવારે લીલા શાકભાજી અને મગને ભોજનમાં સમાવિષ્ટ કરવા. ફુદીનાનું ઘઉં સાથે સેવન કરવું. મુંગા પશુ-પક્ષીને પ્રેમ કરવો. અા ઉપાયો કરવાથી બુધ મજબૂત થાય છે. કુમારીકા, બહેન કે ફોઇને ભેટ આપવી. જ્યોતિષીની સલાહ અનુસાર બુધનું રત્ન પન્ના ધારણ કરી શકાય છે. તેનાથી બુધની અશુભ અસરો દૂર થાય છે. પન્નુ રત્ન ખરીદીને અાપની બુદ્વિ અને કમ્યુનિકેશન કળામાં અદ્ભુત વૃદ્વિ કરો.

ગુરુ:
જન્કુંડળીમાં ગુરુ પાંચ ભાવનો કારક ગ્રહ બને છે. જન્મકુંડળીમાં જ્યારે ગુરુની ઉપસ્થિતિ ખરાબ ભાવ જેમ કે 6-8-12મા ભાવમાં હોય કે પછી નીચ રાશિમાં હોય ત્યારે જાતકો પર તેની વ્યાપક અસરો જોવા મળે છે. જાતકને ઘણી તકલીફો વેઠવી પડે છે. ગુરુને મજબૂત કરવા માટે તેનું સન્માન કરવું. કોઇ મહાપુરુષ અથવા મોટી ઉંમરના ગુણીજનને ગુરુ માની શકો, જે સંત- પુરુષો અગાઉ થઇ ગયા તેમને ગુરુ પદે સ્થાપવા. ગુરુવારે પીળા વસ્ત્ર ધારણ કરવા. પીળી મીઠી વસ્તુઓનું સેવન તથા દાન કરવું. પીપળાના વૃક્ષની પૂજા કરવી. ગુરુને વધુ બળવાન બનાવવા જ્યોતિષીની સલાહ અનુસાર પોખરાજ રત્ન ધારણ કરી શકાય છે. પોખરાજ રત્ન ખરીદવા માટે અહીં ક્લિક કરો. 

શુક્ર:
નવ ગ્રહમાં સંબંધોનો કારક ગ્રહ શુક્ર સુંદરતા તેમજ પત્નીનો પણ કારક ગ્રહ છે. જન્મકુંડળીમાં શુક્ર દુષિત હોય તો જાતકને જીવનમાં સંઘર્ષનો સામનો કરવો પડે છે. શુક્રની અા દુષિત અસરને દૂર કરીને જીવનને સુખમય બનાવવા માટે ઘી, અાંબળાનું સેવન કરવું. સ્વચ્છ અને સાફ વસ્ત્રો પહેરવા. પત્નીનું સન્માન કરવું. લક્ષ્મી દેવીની અારાધના કરવી. સફેદ વસ્ત્રો ધારણ કરવા. સંગીત સાંભળવું તેમજ નૃત્ય કરવું. ઘરમાં કપૂરનો દિવો પ્રજવલિત કરવો તથા શૃંગારની ચીજવસ્તુઅોનું દાન કરવું. જીવનમાં ખુશીઓના અાગમન માટે અાજે જ સફેદ પોખરાજની ખરીદી કરો. 

શનિ:
ગ્રહોની દુનિયામાં જાતકને હરહંમેશ તેના કર્મો પ્રમાણે ફળ અાપતો કોઇ ગ્રહ હોય તો તે શનિ છે. ન્યાયનો કારક શનિ ગ્રહ શિસ્તનો અાગ્રહી છે. જન્મકુંડળીમાં જ્યારે શનિ નીચનો હોય, શનિ- સૂર્યની યુતિ કે પછી શત્રુક્ષેત્રી હોય ત્યારે શનિ જાતકના જીવનમાં અનેક અવરોધો અને અડચણોનું સર્જન કરે છે. અા અવરોધો દૂર કરવા માટે શનિદેવના મંત્ર-જાપ, સુંદરકાંડના પાઠ કરવા જોઇઅે. તેલ કે તેલની બનાવટોનું ગરીબ, વૃદ્વ, ભિક્ષુકને દાન કરવું. કાળા અડદના ખાદ્યપદાર્થોનું સેવન કરી શકાય. દાન કરવું. લોખંડની વીંટી બનાવી ધારણ કરવી. કાગડાને ખવડાવવું. પીપળાના વૃક્ષ નીચે તેલનો દિવો પ્રજવલિત કરવો. શનિની સાડાસાતી અાપના જીવનમાં સમસ્યાઓનું સર્જન કરી રહી છે? તો અાજે જ સાડા સાતી રિપોર્ટ ખરીદીને તેના દુષ્પ્રભાવને દૂર કરવા માટેના ઉપાયો મેળવીને જીવનને કષ્ટથી મુક્ત કરો.  

રાહુ-કેતુ:
છાયાગ્રહ તરીકે પ્રચલિત રાહુ- કેતુ હરહંમેશ વક્રી ગતિથી ભ્રમણ કરે છે. તે પાપગ્રહો છે. અા પાપગ્રહોની અસરને ઓછી કરવા માટે રાહુ-કેતુનો મંત્રજાપ કરી શકાય. મહાદેવની ઉપાસના કરવી. લઘુરુદ્રના પાઠ કરવા. રાહુ-કેતુથી બનતા કાલસર્પ દોષની વિધિ કરાવી શકાય. ખાસ કરીને કેતુના નકારાત્મક પ્રભાવને ઓછો કરવા માટે માછલીઘર રાખવું, પશુ-પક્ષીઓને ખવડાવવું, સ્મશાનમાં લાકડાનું દાન કરવું. રાહુની કૃપા પ્રાપ્ત કરવા માટે દુર્ગાદેવીની ઉપાસના કરવી. ઘરમાં કૂતરો પાળી શકાય. શક્ય હોય ત્યાં સુધી અા બન્ને ગ્રહોના રત્નો ધારણ ના કરવા જોઇઅે. ઘરમાં નમકના પોતા કરવા. ચંદનનું તીલક કરવું તથા પોતાની પાસે મોરની પીંછુ રાખવું. ગોમુત્રનો છટકાવ પણ કરી શકાય છે તેવું ગણેશજી કહે છે. રાહુ-કેતુના નકારાત્મક પ્રભાવને દૂર કરી શકાય છે. અાપના પ્રશ્નોનું જ્યોતિષ થકી ઉકેલ મેળવો. અાજે જ જીવનના દરેક ક્ષેત્રો માટેનો રાહુ-કેતુ ગોચર રિપોર્ટ મેળવો.

જન્મકુંડળીથી વ્યક્તિના ભાવી વિશે ખ્યાલ મેળવી શકાય છે. અાપણે ગ્રહોની અસરોને તેની દશા પ્રમાણે ભોગવવી જ પડે છે. જો કે ગ્રહોની અા નકારાત્મક અસરોને દૂર કરવા માટે દરેક જાતકો સ્વયં રીતે અહીં સૂચિત નિ:શુલ્ક ઉપાયો અપનાવી શકે છે. પરિસ્થિતિને બદલવી અાપણા હાથમાં નથી પણ પરિસ્થિતિને સુધારવી અે ચોક્કસ અાપણા હાથમાં છે. જીવનમાં અંધાધૂધી અને મુશ્કેલીઅોનું વંટોળ લાવતા પાપગ્રહોની ખરાબ અસરોને જીવનમાંથી દૂર કરવા માટે તે ગ્રહના દેવતાને પ્રસન્ન કરીને શુભ ફળ મેળવી શકાય છે. 

ગણેશજીના અાશીર્વાદ સાથે
રિટા જાની

20 Aug 2017


View All blogs

More Articles