For Personal Problems! Talk To Astrologer

રાહુલ ગાંધી: અાંકડાઅોની રમત તેની રાજકીય કારકિર્દીના કેવા સંકેતો અાપે છે?


Share on :


”રાજકારણ અે સંભવ કરવાની કળા છે.” અા શબ્દો છે લોકપ્રિય જર્મન નેતા અોટ્ટો વોન બિસમાર્કના. સમકાલીન ભારતીય રાજકારણમાં પણ હાલમાં અા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. દેશના સૌથી મહત્વપૂર્ણ પક્ષ તરીકે ભારતીય જનતા પક્ષનો ઉદય અને સૌથી લોકપ્રિય અને પ્રભાવશાળી નેતા તરીકે નરેન્દ્ર મોદીની અવિરત પ્રગતિ અને ઉન્નતિથી કોંગ્રેસના નસીબનું જાણે કે અધ:પતન થયું હોય તેવો ઘાટ ઘડાયો છે. નહેરુ પરિવારની ત્રણ પેઢીઅોઅે ભવ્ય રીતે કોંગ્રેસ અને ભારતનું સંચાલન કર્યું છે. પણ વર્તમાન સમયમાં કોંગ્રેસનું નસીબ ખાડે ગયું છે. કોંગ્રેસનું પ્રારબ્ધ અનેક દાયકાઅોથી નહેરુ પરિવારથી જોડાયેલું છે અને કેટલાક સમયથી લોકોઅે પણ રાહુલ ગાંધી પાસેથી અપેક્ષા રાખી હતી. રાહુલ ગાંધી અને કોંગ્રેસનું ભવિષ્ય જોખમકારક છે, શું તમારી કારકિર્દી પણ જોખમકારક છે? જાણવા માટે અાજે જ કારકિર્દી રિપોર્ટ 2017 અોર્ડર કરો અને જીવનને વધુ ઉજ્જવળ બનાવો.

વર્ષ 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે મેળવેલી જીત બાદ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં થયેલા કારમા પરાજયથી પક્ષનું મનોબળ સંપૂર્ણપણે ભાંગી પડ્યું છે. રાહુલ ગાંધી અને તેની માતા સોનિયા ગાંધીના પ્રયાસોની અછતને કારણે ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે તેવું લોકો કારણ દર્શાવી રહ્યા છે. કોંગ્રેસને વફાદાર અને કટિબદ્વ મતદાતાઅો ખૂબજ ચિંતિત છે અને રાહુલ પક્ષને ફરીથી ઉગારશે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. અાગામી વર્ષમાં તમારા જીવનમાં પણ અાવી શકે છે અદ્ભુત વળાંક. જીવનમાં બનનારી ઘટનાઅો વિશે અગાઉથી જાણીને તેને વધુ બહેતર બનાવવા માટે અાજે જ જાણો અાપના જીવન વિશે – વિગતવાર રિપોર્ટ મેળવો.

કોંગ્રેસ અને રાહુલ ગાંધિનું ભવિષ્ય કેવું રહેશે તેના વિશે લોકો અનેક તર્ક-વિતર્ક લગાવી રહ્યા છે ત્યારે ગણેશજીઅે રાહુલની કુંડળીનું અંકશાસ્ત્ર પ્રમાણે વિશ્લેષણ કર્યું છે અને કહે છે કે જો તે યથાયોગ્ય સ્થિતિનું નિમાર્ણ કરે તો ચોકક્સપણે કોંગ્રેસને સફળતા મળી શકે છે. 

રાહુલ ગાંધી અને 33નો અાંક:

રાહુલની જન્મતારીખ 19 જૂન 1970 છે, તેથી જો અાપણે તેની જન્મતારીખનું વિશ્લેષણ કરીઅે તો કહી શકાય કે:

19/06/1970= 1+9+0+6+1+9+7+0=33=6 

તેથી તેના પ્રારબ્ધનો નંબર 33 છે અથવા નંબર 6 છે. 

નંબર 6 શુક્ર ગ્રહ સાથે સંકળાયેલો છે અને શુક્ર સુંદરતા અને પ્રેમને દર્શાવે છે અને તેને કારણે જ તે ખૂબજ દેખાવડો અને પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવે છે. અેવું કહેવાય છે કે તેના ચાહકો તેની પાછળ પાગલ છે. 

જો કે નંબર 6 મુખ્ય નંબર નથી. તેનો મુખ્ય નંબર 33 છે. અંકશાસ્ત્રમાં 33ના અાંકને માસ્ટર નંબર તરીકે અોળખવામાં આવે છે. અા નંબર ખૂબજ મજબૂત સ્પંદનોનું સર્જન કરે છે. 33ને માસ્ટર શિક્ષક તરીકે પણ ઓળખાય છે. બાઇબલના અંકશાસ્ત્રમાં અા નંબર માત્ર જિસસ ક્રાઇસ્ટને અપાયો હતો. અા વસ્તુ જ અા નંબરની મજબૂતાઇ દર્શાવે છે. જો કે 33નો અાંકડો વ્યક્તિગત મહત્વાકાંક્ષા માટે કામ નથી કરતો. 33ના અાંકડો લોકોપકારી કાર્યોનું સૂચન કરે છે કે જે સમાજ અને દેશને પ્રભાવિત કરે છે. 

33ના અાંકડાનું નિર્માણ ત્રણ વાર અગ્યિાર નંબર ઉમેરીને કરવામાં આવે છે. અગિયાર નંબર દીર્ધદૃષ્ટિ ધરાવતા અભિગમને દર્શાવે છે. તેથી અાપણે જોઇ શકીઅે છીઅે કે રાહુલ ગાંધી તેના કેમ્પેઇનમાં યુવાવર્ગ, મહિલા સશક્તિકરણ તેમજ ટેક્નોલોજીને પ્રોત્સાહિત કરે છે. 33નો અાંકડો હરહંમેશ લાંબા ગાળા માટે અને સંયુક્ત પ્રયાસોથી કંઇક મેળવવા માટેની વિચારસરણી ધરાવે છે. 

ફળદાયી પરિણામ માટે અાંકડાઓને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત:
પણ મે મારા અગાઉના લેખમાં કહ્યું તેમ અા માત્ર અાંકડાઅો છે. અંકશાસ્ત્રની ખરી મજા તમે મહત્તમ લાભદાયી પરિણામ મેળવી શકો તે માટે તમને શ્રેષ્ઠત્તમ વ્યૂહરચના પૂરી પાડવી તેમજ કામગીરી માટેના અાયોજનની દિશા સૂચન કરવી તેમા રહેલી છે. અા અાંકડાઅોથી સકારાત્મક પરિણામ પ્રાપ્ત કરવા માટે ચોક્કસ વ્યૂહરચના તેમજ યોગ્ય કામગીરી ખૂબજ જરૂરી છે. તમારા અાંકડાઅોથી પણ ઇચ્છિત પરિણામની પ્રાપ્તિ થાય તેવું ઇચ્છતા હોય તો તમારે જરૂરી અેવા પગલા લેવા જોઇઅે તેવું ગણેશજી કહે છે. અન્યથા, અાંકડાઅો માત્ર અેક પ્રકારના સૂચંકાકો જ બનીને રહે છે. 

રાહુલ ગાંધી વિશે વાત કરીઅે તો તેના પ્રારબ્ધના નંબર સમાજ અને દેશને પ્રભાવિત કરવા માટે પૂરતા પ્રમાણમાં મજબૂત છે. જો કે, 33 નંબર બે વખત બાદ બને છે. તેથી તે નંબર 3ના બેગણા સ્પંદનોને સૂચિત કરી જાય છે. અંકશાસ્ત્રમાં નંબર 3 અે ગુરુ ગ્રહનો સૂચક છે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ સૌથી વધુ અાદરણીય ગ્રહ છે. તે બૌદ્વિક ચાતુર્ય અને જ્ઞાનનો કારક છે અને તેને કારણે જ અા નંબરને મહત્વના શિક્ષક તરીકે ઓળખાય છે. 

તેથી, 33ના અાંકના સ્પંદનોના સર્જન માટે વ્યક્તિ પાસે તેના ક્ષેત્રનું સૌથી વધુ જ્ઞાન હોય તે અાવશ્યક છે અને ખૂબજ હોશિયાર અને જ્ઞાની લોકોના સંગાથમાં હોય તે પણ જરૂરી છે. તમારે અન્ય શિક્ષીત લોકો પાસેથી સતત સલાહની જરૂરિયાત રહે છે. શિક્ષકે પોતાને અેક વિદ્યાર્થી ગણવો જોઇઅે અને સતત નવુ શીખવા માટે પ્રયત્નશીલ બનવું જોઇઅે. જો શિક્ષક શીખવાનું બંધ કરી દે છે તો તે શિક્ષક નહીં રહે. તેથી જ શીખવું ખૂબજ જરૂરી છે અન્યથા નંબર 33ના પ્રભાવને વધારી નહીં શકાય. પ્રાચીન ઇજિપ્તમાં 33ના અાંકને ક્રાઉન અોફ મેગી તરીકે ઓળખવામાં અાવતો હતો, જેનો અર્થ થાય છે કે તમારે વધુ જ્ઞાની, પરોપકારી અને માયાળુ બનવાની જરૂર છે. 

અગાઉ દર્શાવ્યા મુજબ, અાંક 33 બાઇબલના અંકશાસ્ત્રમાં જિસસ ક્રાઇસ્ટ માટે અારક્ષિત રખાયો છે. તેથી જો કોઇને અા નંબર હોય પણ શક્તિશાળી માપદંડો ના ધરાવતો હોય તો તેનું પરિણામ ખુદનો ત્યાગ અને પ્રતિકાત્મક શહાદતને વરે છે. તેઅો ભાવનાત્મક ક્રૂસારોપણના ભોગ બને છે. તેથી જ જો અા અાંક નકારાત્મક દિશામાં કામ કરે તો તેનાથી ખુદનો ત્યાગ અથવા વ્યક્તિ લાંબા સમય માટે ભાવનાત્મક રીતે અસ્થિર રહે છે. અા સ્થિતિમાં જે વ્યક્તિ અા નંબર ધરાવે છે તેને ઉચ્ચ કોટિનું જ્ઞાન અાત્મસાત કરીને વધુ જાગ્રત થવું જોઇઅે. બોલતા પહેલા વિચારો અને પગલુ ભરતા પહેલા લોકોની સલાહ લેવાથી જ જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે.  

અંકશાસ્ત્રમાં, તમારી જન્મતારીખ તમારા સામર્થ્યને દર્શાવે છે અને તમારું નામ તમારા સમાજને જોવાના દૃષ્ટિકોણને ધ્વનિત કરે છે. તમારા નામનો અાંક તમારી વિચારવાની શૈલી તેમજ માન્યતાઅોને સૂચિત કરે છે. 

ચાલો હવે, ચલદીન અંકશાસ્ત્ર પ્રમાણે રાહુલ ગાંધીના નામના અાંકનું વિશ્લેષણ કરીએ,

R+A+H+U+L+G+A+N+D+H+I = 2+1+5+6+3+3+1+5+4+5+1=36=9 

તેના નામનો અાંક તેના જન્મતારીખના અાંકડા સાથે સુસંગત થવામાં મુશ્કેલી:
તેના નામનો અાંક 9 છે, જે અંકશાસ્ત્રમાં મંગળને સૂચિત કરે છે. અા નંબર ઉર્જા અને જોશને દર્શાવે છે. તેથી જ રાહુલ ગાંધી જીવનમાં ખૂબજ જુસ્સાદાર અને ઉર્જાવાન વ્યક્તિત્વ ધરાવે છે. જો કે તમે 9ના અાંકને માસ્ટર અાંક 33 સાથે જોડો છો તો અા  યુતિ જીવનમાં સફળતા માટે સારી નથી. તદુપરાંત, નંબર 9 ઝડપી વિચારો અને પગલાઅો પણ સૂચવે છે. 

અંકશાસ્ત્રમાં અાપણે કહીઅે છીઅે કે જન્મનો અાંક ઉર્જા છે( અથવા તમારું સામર્થ્ય) તેમજ નામનો અાંક તે ઉર્જાને સમાવિષ્ટ કરે છે. તેથી, જો અા તત્વ મજબૂત ના હોય તો તમારું સામર્થ્ય અને બળ તદ્દન વ્યર્થ જાય છે. તેથી રાહુલની વાત કરીએ તો તેના નામનો અાંક 9 તેના જન્મતારીખના અાંકને યોગ્ય રીતે નથી પકડી શકતો. તેના કારણે 33નો અાંક તેના માટે નકારાત્મક બની જાય છે. 

અાપણે ટેરોટ સાથે અંકશાસ્ત્રને જોડીએ તો તેનો અાંક 36 તેના જન્મતારીખના અાંકડા 33ને સુસંગત નથી કારણ કે 36નો અાંક ખૂબજ ભારણનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે 33નો અાંક કોઇપણ પ્રકારનું ભારણ લેવા નથી ઇચ્છતો. 

જો અાપણે કોંગ્રેસના કુલ અાંકડાઅોની ગણતરી કરીઅે તો અાંક 3 અાવે છે, અા અાંક 33 સાથે સુસંગત છે પણ તેના નામના અાંક 9 સાથે સુસંગત નથી. તેથી રાહુલ ગાંધીઅે 33ના શુકનિયાળ અાંકનો મહત્તમ ફાયદો મેળવીને સફળતા પ્રાપ્ત કરવા માટે તેના નામને બદલવું જોઇઅે. 

રાહુલ ગાંધીઅે તેના નામની વચ્ચે તેના પિતાના નામનો ઉપયોગ કરવો જોઇઅે. ત્યારબાદ તે નામ બનશે રાહુલ રાજીવ ગાંધી. અા સ્થિતિમાં નામનો કુલ અાંક 11 બનશે. અા નંબર પણ અતિ શુકનિયાળ કહેવાય છે અને તેના જન્મતારીખના અાંકને પણ અસરકારક રીતે સંભાળી શકવાની ક્ષમતા ધરાવે છે. 

સત્તાવાર રીતે રાહુલ ગાંધીઅે રાજકારણમાં કારકિર્દીની શરૂઅાત સપ્ટેમ્બર 2007માં કરી હતી. તેથી જો અાપણે તેની ગણતરી કરીઅે તો ફરીથી 9નો અાંક અાવે છે કે જે તેના માટે ફાયદાકારક નથી તેવું ગણેશજી કહી રહ્યા છે. 

સારાંશ અે છે કે જો રાહુલ ગાંધી તેના જન્મતારીખના અાંક 33ને યોગ્ય રીતે સંભાળવાનું શીખે તો, જેમ કે શિક્ષીત લોકોની સાથે રહેવું તેમજ તેઅોના સલાહ-સૂચનોને ધ્યાનપૂર્વક સાંભળવા. અા ગુણો અાત્મસાત કરવાથી તે લોકોના દિલો પર રાજ કરવા માટે વધુ સક્ષમ બનશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 
 
ગણેશજીના અાશીર્વાદ સાથે,


08 Jun 2017


View All blogs

More Articles