For Personal Problems! Talk To Astrologer

પી વી સિંધુનું રાશિ ભવિષ્ય 2018: સિંધુ અાગામી વર્ષને ઝળહળતી કારકિર્દીમાં પરિવર્તિત કરવામાં સફળ થશે?


Share on :


હૈદરાબાદની 22 વર્ષની પ્રતિભાશાળી મહિલા બેડમિન્ટન ખેલાડી પી વી સિંધુએ તાજેતરમાં યોજાયેલી મહિલાઓ માટેની વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીતીને ભારતનું ગૌરવ વધાર્યું હતું. વર્તમાન સમયના બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન રેન્કિંગમાં તે ચોથા ક્રમાંકે છે. અગાઉ સિંધુઅે 2016મા યોજાયેલા સમર ઓલ્મિપિકમાં પણ ભારતની ખ્યાતિ વધારતા રજત ચંદ્રક હાંસલ કર્યો હતો. ઇન્ટરનેશનલ બેડમિન્ટનમાં સાઇના નહેવાલ બાદ રજત ચંદ્રક જીતનારી પી વી સિંધુ બીજી ભારતીય મહિલા ખેલાડી છે. પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતી પી વી સિંધુની કુંડળીનું વિશ્લેષણ કરતા ગણેશજી તેના ભાવીનો ચિતાર અહીં રજૂ કરી રહ્યા છે. ચાલો વધુ વાંચીએ..!


પી વી સિંધુ
જન્મતારીખ: 5 જુલાઇ 1995
જન્મસમય: અજ્ઞાત
જન્મસ્થળ: હૈદરાબાદ, તેલંગાણા, ભારત

સૂર્ય કુંડળી 

અમારા વિદ્વાન જ્યોતિષવિદોએ તૈયાર કરેલો અાપનો જન્માક્ષર રિપોર્ટ હમણાં જ મેળવો

ગ્રહોની કૃપાદૃષ્ટિથી ત્વરિત નિર્ણયશક્તિનો ગુણ
પી વી સિંધુની કુંડળીમાં બુધ અાત્મકારક છે અને મંગળ અામત્યકારક બને છે. બુધ નવમાંશ કુંડળીમાં ઉચ્ચનો છે. તેથી જ પી વી સિંધુ તેની કુંડળી પ્રમાણે ગેમની સ્પીડ નક્કી કરવાનું અસાધારણ સામર્થ્ય ધરાવે છે. પી વી સિંધુ દરેક ગેમમાં વ્યૂહરચના બનાવીને તેનું શ્રેષ્ઠ પરફોર્મન્સ અાપે છે. તદુપરાંત તે ગેમમાં અાગામી અેકશનની ધારણા કરીને તેની દૂરંદેશીથી શ્રેષ્ઠત્તમ વ્યૂહરચના બનાવીને ત્વરિત નિર્ણય લેવાનું અદ્ભુત કૌશલ્ય પણ ધરાવે છે. અહીંયા અે પણ જોઇ શકાય કે પી વી સિંધુ કર્ક રાશિથી સંકળાયેલ છે જેથી તેઓઅે શું કરવું તે અંગે તેઅો ખૂબ જ સક્રિય હોય છે. દરેક પ્રોફેશનલ પ્રયાસો પાછળનો મહત્વપૂર્ણ હેતુ કમાણી કરવાનો હોય છે. શું તમે પણ તમારા બિઝનેસમાં જંગી કમાણી કરવા માટે ઇચ્છુક છો? તો અાજે જ 2017 બિઝનેસ રિપોર્ટ મેળવીને તેમાં વૃદ્વિ કરો. 

દૃષ્ટિ-હસ્તના અદ્ભુત સમન્વયથી ગેમમાં નોંધપાત્ર પરફોર્મન્સનું સામર્થ્ય 
કુંડળીમાં રહેલ શુક્ર-બુધની પ્રતિયુતિ પી વી સિંધુને ચોક્કસ પ્રતિક્રિયા અને દૃષ્ટિ-હસ્તના અદ્ભુત સમન્વયથી ગેમ રમવાની કાબેલિયત પૂરી પાડે છે. અગ્નિતત્વની રાશિ સિંહમાં રહેલો મંગળ પી વી સિંધુને ગેમમાં ખૂબ જ શક્તિ અને ઝડપને ઉજાગર કરીને ચોક્કસાઇ સાથેના શોટ્સ રમવાનું સામર્થ્ય પણ પ્રદાન કરે છે. દરેક વ્યક્તિ કારકિર્દીમાં પ્રગતિનું સપનું સેવે છે. તમે પણ પ્રોફેશનલ જીવનમાં સફળતા તરફ અાગળ વધી શકો છો. અમે અાપની તેમાં મદદ કરી શકીએ છીએ. 2018 કારકિર્દી રિપોર્ટથી અમે તમારી કારકિર્દીમાં રહેલી સમસ્યાઓ પાછળનું જ્યોતિષીય કારણ જણાવીને તેને દૂર કરવા માટેના ઉપાયો જણાવીશું. જેથી અાપ સફળતા મેળવી શકશો. 

ગુરુ-શનિ ગોચરના પ્રભાવથી રજત ચંદ્રકની પ્રાપ્તિ  
સૂર્ય અને ચંદ્ર બન્ને બુધ રાશિમાં છે, જે વિશ્વમાં સૌથી ઝડપી રમતમાં સફળતા મેળવવા માટેનું સકારાત્મક પરિબળ છે. તેની કુંડળી મુજબ ગુરુ અને શનિના સાનુકૂળ ગોચરના પ્રભાવથી તે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીતવામાં સફળ રહી છે. 

પી વી સિંધુનું રાશિફળ 2018 – ઉજ્જવળ કારકિર્દી માટેનું વધુ અેક વર્ષ 
પી વી સિંધુ માટે તુલા રાશિમાં ગોચરના ગુરુનું ભ્રમણ પણ સાનુકૂળ રહેશે તેથી જ તેની અાગામી કારકિર્દી પણ ઉજ્જવળ બની રહેશે તેવા અણસાર છે. તેની કુંડળી પ્રમાણે તેના પરફોર્મન્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. વર્ષ 2018મા યોજાનારી મોટા ભાગની ટૂર્નામેન્ટમાં તે મેડલ જીતે તેવી શક્યતા હોવાથી પી વી સિંધુના BWF રેન્કિંગમાં પણ સુધારો થશે. જો કે ગોચરના શનિ તેની પ્રગતિના અાડે અવરોધરૂપ બને તેવી પણ સંભાવના છે. તેથી જ અાગામી વર્ષમાં પહેલા ક્રમની સિદ્વિ પ્રાપ્ત કરવાનું કાર્ય તેના માટે વધુ કઠીન બનશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

સિંધુ – સ્વાસ્થયની વિશેષ રીતે કાળજી રાખવી પડશે
ગોચરનો શનિ અારોગ્યને લગતી કેટલીક સમસ્યાઓનો પણ સંકેત અાપતો હોવાથી સિંધુઅે ખાસ કરીને વર્ષ 2018ના મધ્યાંતરમાં અારોગ્યની વિશેષ રીતે કાળજી રાખવી પડશે. અા પરિસ્થિતિ છતાં પણ તે કારકિર્દીમાં તેના સફળતાના ગ્રાફને ઊંચો લઇ જવામાં સફળ રહેશે તેવું ગણેશજી કહે છે. 

ગણેશજીના અાશીર્વાદ સાથે

તમારા પ્રશ્નોના ત્વરિત ઉપાય માટે અાજે જ અમારા તજજ્ઞ જ્યોતિષીઅોઅે સાથે સીધી વાતચીત કરો


31 Aug 2017


View All blogs

More Articles