વૈશ્વિક સ્તરે લોકપ્રિય વીડિયો સ્ટ્રિમીંગ સર્વિસ નેટફ્લિક્સ ભારતમાં પ્રવેશ કરવા જઇ રહી છે ત્યારે ભારતીય લોકોની વીડિયો વપરાશની અાદતમાં પરિવર્તન અાવશે તેવું મનાઇ રહ્યું છે. તેનાથી કેબલ ટીવીને પણ ફાયદો થશે અને ભારતીયો માટે મૂવિ જોવાનો અનુભવ વધુ અારામદાયક બની રહેશે. જો કે નેટફ્લિકસની ભારતના અોનલાઇન માર્કેટની સફર વધુ કપરી બનશે કારણ કે દેશના દર્શકો પાસે પહેલે થી જ અેમેઝોન પ્રાઇમ વીડિયો સહિતની વીડિયો સ્ટ્રિમીંગ સર્વિસ ઉપલબ્ધ છે. નેટફ્લિક્સની કુંડળીનું વિશ્લેષણ કરતા ગણેશજી કહે છે કે નેટફ્લિક્સ માટે અાગામી અોક્ટોબર 2017 સુધીનો સમયગાળો વધુ સંઘર્ષમય બની રહેશે.
નેટફ્લિક્સ ડોટ કોમ (ઇન્ટરનેશનલ)
સ્થાપના સમય: 29 અોગસ્ટ, 1997
સ્થાપના સ્થળ: સ્કોટ્સ વેલી, કેલિફોર્નિયા, અમેરિકા
6 જાન્યુઅારી, 2016
સૂર્ય કુંડળી
મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત
નેટફ્લિક્સ ડોટ કોમ – ભારતની સૂર્યકુંડળી અનુસાર, શુક્ર-ચંદ્રની યુતિને કારણે વિદેશમાં તેના નવા સાહસને મદદ મળી રહી છે પણ તેની સાથે શનિ પણ ઉપસ્થિત હોવાથી તેઅોનું રોકાણ અપેક્ષા કરતા વધી જાય તેવી સંભાવના છે તેવું ગણેશજી જોઇ રહ્યા છે.
નેટફ્લિક્સનું રોકાણ
12 સપ્ટેમ્બર, 2017થી 11 અોક્ટોબર, 2018 દરમિયાન ગુરુ તુલા રાશિમાંથી ગોચર કરશે. જો કે, અે જ સમયે રાહુ કર્ક રાશિમાં પણ પરિભ્રમણ કરશે. પરિણામે, સ્વામી ગુરુ નવા સોદા પાર પાડવા માટે અાશીર્વાદરૂપ રહેશે પણ અા સોદા અોછા નફાકારક નિવડે તેમજ તેઅો માટે નિષ્ફળ રોકાણ સાબિત થાય તો નવાઇ નહીં.
સ્પર્ધાનો માહોલ
કેટલીક વસ્તુઅોનું વિશ્લેષણ કરતા કહી શકાય કે કંપની 14 અોક્ટોબર, 2017થી 16 ડિસેમ્બર, 2017 વચ્ચે મહત્વનો નફો કરશે. નેટફ્લિક્સ ડોટ કોમ અને તેના ભારતમાં બિઝનેસ માટે અાગામી સમય કપરો રહેશે કારણ કે 26 અોક્ટોબર, 2017 સુધી શનિ વૃશ્વિક અને ધન રાશિમાં અનુક્રમે વક્રી-માર્ગી રહેશે. પરિણામે તેઅોઅે વધારે સ્પર્ધાનો સામનો કરવો પડશે તેમજ દરેક સોદામાં તેનું રોકાણ અપેક્ષા કરતા વધી જશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે.
અોક્ટોબર-ડિસેમ્બર 2017: નેટફ્લિક્સનો શ્રેષ્ઠ તબક્કો
ભવિષ્યમાં ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખતા તેમજ નેટફ્લિક્સે રેડ ચિલિઝ અેન્ટરટેઇનમેન્ટ સાથે કરેલા કરારને જોતા, કંપનીઅે માર્કેટિંગ માટે વધુ પ્રયાસો કરવા પડશે તેમજ રાઇટ્સ ખરીદવા માટે પણ વધુ નાણાં ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. અા ભાગીદારી ખાસ કરીને 27 અોક્ટોબર, 2017થી 27 ડિસેમ્બર, 2017 સુધી વધુ નફાકારક રહેશે કારણ કે તેઅોને મોટો સોદા પાર પાડવાની તક સાંપડશે અથવા અા તબક્કામાં કોઇ મૂવિ રિલીઝ કરે તેવી પણ સંભાવના છે.
ગણેશજીના અાશીર્વાદ સાથે,
તેથી, નેટફ્લિક્સ માટે તો સમય પ્રતિકૂળ દેખાઇ રહ્યો છે, પણ તમારી કારકિર્દીમાં પણ કોઇ વિધ્ન હોય શકે છે. તો અાજે જ
2017 કારકિર્દી રિપોર્ટ અોર્ડર કરીને જીવનને સુખમય બનાવો.
20 Jan 2017
View All blogs