For Personal Problems! Talk To Astrologer

અેન ચંદ્રશેખરન માટે તાતા ગ્રૂપની યશકિર્તીને ફરીથી પ્રસ્થાપિત કરવાની અગ્નિપરીક્ષા


Share on :


વર્ષોથી અેક કહેવત પ્રચલિત છે કે પ્રશસ્તિ મેળવવી કે પ્રસ્થાપિત કરવી ખૂબજ અઘરી છે પણ અાબરૂ ગુમાવવામાં માત્ર ક્ષણિક સમય લાગે છે. અા કહેવતને યર્થાથ ઠેરવતી તાતા ગ્રૂપની હાલની સ્થિતિ ખરેખર કફોડી છે. તાતા ગ્રૂપના મેનેજમેન્ટ અને સાયરસ મિસ્ત્રી વચ્ચે થયેલી તકરારથી ગ્રૂપની છબી ખરડાઇ ચૂકી છે ત્યારે હવે એ જોવાનું રહેશે કે તાતા સન્સના નવા નિમાયેલા ચેરમેન તાતા ગ્રૂપની ખરડાયેલી છબીને ફરીથી પ્રસ્થાપિત કરવામાં સફળ થશે કે નહીં. 

જાન્યુઅારી 2017મા 54 વર્ષના અેન ચંદ્રશેખરનની તાતા સન્સના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં અાવી છે અને તેમણે 21 ફેબ્રુઅારી 2017ના રોજ નવી અોફિસનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઅોની નિમણૂક તાતા મોટર્સના ચેરમેન તરીકે પણ કરાઇ હતી. તેઓ તાતા સન્સના 150 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર બિન પારસી ચેરમેન થયા છે. ચંદ્રશેખરને તેની સંપૂર્ણ કારકિર્દી તાતા ગ્રૂપની કંપની ટીસીઅેસમાં બનાવી છે. 

તેના નેતૃત્વમાં ટીસીઅેસે વર્ષ 2015-16મા 16.5 બિલિયન ડોલર અેટલે કે 1.09 લાખ કરોડની જંગી કમાણી કરી હતી. વિશ્વમાં કુલ 3,53,000 સલાહકાર સાથે ટીસીઅેસ ભારતની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટરની નિયોક્તા કંપની બની ચૂકી છે જે વૈશ્વિક સ્પર્ધાત્મક યુગમાં પણ સૌથી વધારે રિટેન્શન રેટ ધરાવે છે. ચંદ્રશેખરનના નેતૃત્વ હેઠળ ટીસીઅેસ કંપનીઅે વર્ષ 2015મા અાઇટી સેક્ટરની વિશ્વની સૌથી પાવરફૂલ બ્રાન્ડ તરીકેનો કિતાબ હાંસલ કર્યો હતો અને વિશ્વના 24 દેશોના ટોપ અેમ્પ્લોયર્સ ઇન્સિટિટ્યુટમાં ટોચના અેમ્પ્લોયર તરીકે પ્રસિદ્વિ મેળવી છે. 

ટીસીઅેસને ટોચના સ્તર સુધી લઇ જવામાં સફળ રહેનારા નટરાજન ચંદ્રશેખર તેના કૌશલ્ય, સૂઝ, દીર્ઘદૃષ્ટિ, દૂરંદેશીપણુ, વહીવટી કુનેહથી તાતા ગ્રૂપની ખરડાયેલી છબીને ફરીથી પ્રસ્થાપિત કરી શકશે તે જાણવા માટે ગણેશજી તેની કુંડળીનું વિશ્લેષણ કરી રહ્યા છે. જો કે ગણેશજી કહે છે કે નટરાજન માટે અા કામ વધુ પડકારજનક બની રહેશે. 

નટરાજન ચંદ્રશેખરન
જન્મતારીખ: 1 જાન્યુઅારી, 1963
જન્મસમય: ઉપલબ્ધ નથી 
જન્મસ્થળ: મોહાનુર (નમક્કલ પાસે), તામિલનાડુ (ભારત)


નટરાજન ચંદ્રશેખરન: પારદર્શક નિર્ણયો લેવામાં કુશળ
ચંદ્રશેખરનની કુંડળીનું અવલોકન કરતા ગણેશજીને માલુમ પડે છે કે તેની કુંડળીમાં સૂર્ય ધન રાશિમાં ઉપસ્થિત છે. અા હકીકતને તેને વધુ પારદર્શક નિર્ણયો લેવા માટે જરૂરી સામર્થ્ય પૂરું પાડે છે. તેનાથી કહી શકાય કે તાતા ગ્રૂપમાંથી સાયરસ મિસ્ત્રીની અેક્ઝિટ બાદ ચાલી રહેલી કેટલીક સમસ્યાઅો અને પડકારોનો ઉકેલ લાવવામાં તે શ્રેષ્ઠત્તમ રીતે પ્રયાસો હાથ ધરશે. તદુપરાંત, તેનો મંગળ સિંહ રાશિમાં છે જે તેને ચંદ્રશેખરનને વધુ ઝડપે કામ કરવા માટે જોશ અને જુસ્સો પ્રદાન કરે છે. તેની કુંડળીમાં સૂર્ય અને મંગળના સંબંધો સારા જણાઇ રહ્યા છે. શું તમે જાણવા માગો છો કે આ ગ્રહો તમારી કારકિર્દી પર કેવી રીતે અસર કરશે? તો આજે જ કારકિર્દીના ભાવીના ચિતારને રજૂ કરતો કારકિર્દી રિપોર્ટ મેળવીને સચોટ માર્ગદર્શન મેળવો.

તેની કુંડળીમાં ચંદ્ર અને ગુરુની બળવાન યુતિના અાશીર્વાદથી તે ખૂબ મહત્વના નિર્ણયો પર અાંતરસૂઝ અને કુનેહપૂર્વક લઇ શકે છે. અા ગ્રહોની સ્થિતિ પણ તેને દૂરંદેશી પૂરી પાડે છે. તેનાથી જ તેને અને કંપનીને અાર્થિક લાભ થાય છે. જ્યોતિષીય દૃષ્ટિઅે અા યુતિને ગજ- કેસરી યોગ કહેવામાં આવે છે જેને શુભ માનવામાં અાવે છે. તેથી જ તે સ્થિતિને ફરીથી સુધારવા માટે કેટલાંક સચોટ અને મહત્વપૂર્ણ નિર્ણયો લેશે તેવી સંભાવના છે. અર્થાત્ ચંદ્રશેખરન કેટલાક પડકારોને બહાદુરીથી ઝીલવા માટે શક્તિ દર્શાવશે. વર્ષ 2017 અાર્થિક મોરચે તમારા માટે કેવું રહેશે તેનાથી ચિંતિત છો? તો અાજે જ 2017નો ફાઇનાન્સ રિપોર્ટ સેવાનો લાભ ઉઠાવીને અાર્થિક રીતે પગભર બનો. 

નટરાજન ચંદ્રશેખરન: મુંઝવણભરી સ્થિતિમાંથી પસાર થવું પડશે
તેની કુંડળીમાં શનિ ધન રાશિમાં 20 જૂન 2017 સુધી ભ્રમણ કરશે. તેનાથી ચંદ્રશેખરન કોઇ અવઢવ કે મુંઝવણભરી પરિસ્થિતિમાં ધકેલાઇ શકે છે. તેથી જ કેટલાંક અગત્યના નિર્ણયો લેવામાં તે પાછીપાની કરે તેવી શક્યતા નકારી શકાતી નથી. બીજી તરફ મેનેજમેન્ટ તેને વધુ કડક પગલાં લેવા માટે પણ નિર્દેશ કરી શકે છે. પણ કેટલાંક કારણોસર તે સખત રીતે પગલા લેવામાં અસમર્થ રહેશે. જો અા સ્થિતિમાં તે કોઇ અાકરા પગલા લેશે તો તેનાથી તેની જ માનહાનિ થવાનો ભય રહેલો છે. તેથી જ તેના માટે અા બન્ને વિકલ્પો વધુ કઠીન અને જટિલ બની રહેશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

નટરાજન ચંદ્રશેખરન: ગ્રૂપ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો સમય
શનિ 21 જૂનથી 26 અોગસ્ટ 2017 વચ્ચે વૃશ્વિક રાશિમાં વક્રી થશે. અા ગ્રહોનું બળ તેને કંપનીની જવાબદારીઅોને લઇને કેટલાંક મહત્વના નિર્ણયો લેવા માટે મજબૂર કરશે. અા નિર્ણયો ગ્રૂપના ભાવી ચિતાર માટે ખૂબ અગત્યની ભૂમિકા ભજવશે. 

સારાંશ
સમગ્રપણે ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખતા કહી શકાય કે ચંદ્રશેખરન માટે અા નવી ભૂમિકા પર સક્ષમ રીતે પરફોર્મ કરવું વધુ મુશ્કેલ અને પડકારજનક બની રહેશે. અા સ્થિતિ પણ અનેક ઉતાર- ચડાવોથી ભરપૂર હોવાથી તેમણે ખૂબજ ચીવટપૂર્વક કામ લેવું પડશે. 

ગણેશજીના અાશીર્વાદ સાથે

26 Apr 2017


View All blogs

More Articles