For Personal Problems! Talk To Astrologer

નરેન્દ્ર મોદીનું રાશિભવિષ્ય 2018 – દેશમાં રાષ્ટ્રીય અેક્તા પ્રસ્થાપિત કરવા તરફ કદમ માંડશે


Share on :


વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતીથી જીત મેળવીને નરેન્દ્ર દામોદરદાસ મોદીના વડપણ હેઠળ સરકાર બનાવી હતી. સ્વપ્નદૃષ્ટા અેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અનેકવિધ ક્ષેત્રોમાં પરિવર્તનના ચિત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે. સમયાંતરે મોદીજીએ નાણાબંધી અને જીઅેસટી જેવા સુધારાત્મક પગલાઓથી દેશના વિકાસની સાથોસાથ તેના સ્થાનને પણ વધુ મજબૂત બનાવ્યું છે. અત્યારસુધીના સમયગાળામાં નરેન્દ્ર મોદી રાષ્ટ્ર ઉપરાંત અાંતરરાષ્ટ્રીય સ્તરે પણ અેક સક્ષમ અને સર્વશ્રેષ્ઠ નેતા સાબિત થયા છે અને પ્રત્યેક દિવસે તે વધુને વધુ સામર્થ્ય અને શક્તિ હાંસલ કરી રહ્યા છે, ત્યારે અાટલા પ્રતિભાશાળી નેતાની કુંડળીનો ગણેશજી અભ્યાસ કરી રહ્યા છે અને તે વર્ષ 2018મા દેશમાં સામાજિક અને ધાર્મિક સૌહાર્દના યુગને પ્રજવલિત કરશે તેવું ફળકથન કરી રહ્યા છે. 

નરેન્દ્ર મોદી
જન્મતારીખ: 17 સપ્ટેમ્બર 1950
જન્મસમય: 10:00 વાગે (અજ્ઞાત)
જન્મસ્થળ: વડનગર, ગુજરાત, ભારત
જન્મકુંડળી 


અમારા વિદ્વાન જ્યોતિષવિદોએ તૈયાર કરેલ અાપનો જન્માક્ષર હમણાં જ મેળવો

જ્યોતિષીય અવલોકન:

ગુરુની કૃપાદૃષ્ટિથી દરેક લક્ષ્યાંકો પરિપૂર્ણ કરશે નરેન્દ્ર મોદી 
અાગામી વર્ષમાં પીઅેમ નરેન્દ્ર મોદીની કુંડળીમાંથી લાભદાયી ગ્રહ ગુરુનું ભ્રમણ સ્થાન લેશે. તેનાથી તે તેના દરેક સાહસોમાં વધુ ધ્યાન અાપી શકશે. વધુમાં, નરેન્દ્ર મોદીઅે અગાઉના વર્ષમાં નિર્ધારિત કરેલા દરેક લક્ષ્યાંકો તે વર્ષ 2018મા સફળતાપૂર્વક પરિપૂર્ણ કરી શકશે. તે અાંતરરાષ્ટ્રીય સ્તરે સરકારી સત્તાધિકારીઓ દ્વારા માન-સન્માન મેળવશે પણ તેનું મહત્વ પણ વિશેષ રીતે જોવા મળશે. નરેન્દ્ર મોદીના પક્ષની અંદરના સભ્યો સાથેના સંબંધો પણ સૂમેળભર્યા બની રહેશે અને તેને દરેક ખૂણેથી સારા પ્રમાણમાં અાદર પણ મળશે. મોદી માટે અાગામી સમય ઉજ્જવળ છે. પણ તમારી કારકિર્દી ક્યારે ઉજ્જવળ બનશે? અાજે જે ગુરુ રાશિ પરિવર્તન રિપોર્ટ કારકિર્દી માટે મેળવો અને ગુરુ ગોચરના અાપના જીવન પરના પ્રભાવ વિશે જાણો. 

દેશના અસરકારક સંચાલન માટે નાવીન્યપૂર્ણ અાઇડિયાઓ લાવશે નરેન્દ્ર મોદી 
જન્મના ચંદ્રથી બીજા સ્થાનમાં શનિ ગોચર સ્થાન લઇ રહ્યું છે. તેથી જ,  તેની વકતૃત્વશક્તિ અને રજૂઅાતની કળાની ભારોભાર પ્રશંસા કરવામાં અાવશે જે તેની કન્યા રાશિનો ગુણ છે. તેની અા જ વાચાથી લોકો સંમોહિત થઇ જાય તે પ્રકારનો નોંધપાત્ર પ્રભાવ પાડવામાં પણ તે સફળ રહેશે. નરેન્દ્ર મોદીની અાસપાસના લોકોને હરહંમેશ તેની છત્રછાયામાં અાશાવાદની અનુભૂતિ થશે તેમજ દેશની વૃદ્વિ માટે તે નાવીન્યપૂર્ણ અાઇડિયાનું અમલીકરણ કરવાની પણ કાબેલિયત ધરાવતા હશે. લગ્નરાશિથી ત્રીજા ભાવમાં અા ગ્રહસ્થિતિ જોવા મળી રહી છે. માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અાંતર પ્રાંતીય ક્ષેત્રોની વધુ મુલાકાત લેશે. અા વર્ષે તેની કાર્યશૈલી પણ ખૂબ ઝડપી હશે અને તે ખાસ કરીને વિજ્ઞાન-ટેક્નોલોજી, અાંતરિક અને સરહદ પરની સલામતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વાણિજ્ય અને અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિશેષ રીતે ધ્યાન કેન્દ્રિત કરશે. મોદી જન્મજાત નેતાના ગુણો ધરાવે છે. પણ તમારા ગ્રહો તમારા વ્યક્તિત્વ વિશે શું કહે છે? અાજે જ નિ:શુલ્ક જન્માક્ષર મેળવો અને અાપના વ્યક્તિત્વને વધુ નજીકથી જાણો. 

મોદીની અજોડ મહેનત દરેક ખૂણેથી પ્રશંસનીય બનશે
અા વર્ષે છઠ્ઠા ભાવનો કારક રાહુ દસમ ભાવમાંથી ભ્રમણ કરશે. રાહુના અા જ પ્રભાવથી મોદીના દરેક પ્રયાસો અને સખત પરિશ્રમ અજોડ રહેશે. મોટા ભાગની મીડિયા અેજન્સી નરેન્દ્ર મોદીની કાર્યશૈલી અને સિદ્વાંતોની ભારોભાર પ્રશંસા કરશે. પરંતુ વિરોધ પક્ષ કે શત્રુઓ તરફથી પણ ટીકાનો સામનો કરવો પડશે તેવા પણ અણસાર મળી રહ્યા છે. 

દરેક ધાર્મિક અને સામાજિક સમૂહો પારસ્પરિક શાંતિ અને સૌહાર્દ અનુભવશે
સમગ્રપણે, ગણેશજી જણાવે છે કે કેટલાક પડકારો હોવા છતાં અાગામી વર્ષ નરેન્દ્ર મોદી માટે ઉત્કૃષ્ટ સાબિત થશે. તે દેશમાં સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સૌહાર્દ પ્રસ્થાપિત કરવામાં પણ સફળતા પ્રાપ્ત કરશે. 

ગણેશજીના અાશીર્વાદ સાથે

તમારા પ્રશ્નોના ત્વરિત ઉપાય માટે અાજે જ અમારા તજજ્ઞ જ્યોતિષીઅોઅે સાથે સીધી વાતચીત કરો

અા લેખ પણ તમને અચૂકપણે વાંચવા ગમશે: 

18 Sep 2017


View All blogs

More Articles