For Personal Problems! Talk To Astrologer

બુધનો ધન રાશિમાં પ્રવેશ 2018 – રાશિવાર ફળકથન


Share on :


જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહમંડળમાં બુધને યુવરાજ ગણવામાં આવે છે. તે મધ્યમ બાંધાનો નપુંસક ગ્રહ છે અને શુભ ગ્રહ સાથે યુતિમાં હોય ત્યારે શુભ તેમજ અશુભ ગ્રહ સાથે યુતિમાં હોય ત્યારે અશુભ ફળ આપે છે. તેની વાણી માયાળુ છે. ધંધામાં વ્યૂહનીતિ ઘડવા માટે બુધ મુખ્ય કારક ગણવામાં આવે છે. આ ગ્રહ વાયુ તત્વનો છે અને જાતકને સારી વાકછટા આપે છે. તે ત્વચાનો કારક છે અને પાપગ્રહ સાથે યુતિમાં હોય ત્યારે થાઈરોઈડની શક્યતા વધારે છે. તે ઉત્તર દિશાનો સ્વામી છે અને પૂર્વ દિશામાં તેમજ લગ્ન સ્થાનમાં બળવાન બને છે. કન્યા રાશિ તેની ઉચ્ચની રાશિ છે અને કન્યા તેમજ મિથુન રાશિનો સ્વામી છે.

આ બુધ વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધન રાશિમાં તા. 6-1-2018ના રોજ સાંજે 19.46 કલાકે પ્રવેશ કરે છે અને તા. 28-1-2018ના રોજ રાત્રે 1.04 કલાક સુધી ધન રાશિમાં ભ્રમણ કરશે. આ બુધ તા. 6 થી 16 સુધી મૂળ નક્ષત્રમાં, 16થી 25 સુધી પૂર્વષાઠા નક્ષત્રમાં અને 25થી 28 સુધી ઉત્તરષાઢા નક્ષત્રમાં ભ્રમણ કરશે. ધન રાશિનો આ બુધ બાર રાશિના જાતકોને શું ફળ આપશે તે હવે વિચારીએ.

નોંધ: અા ફળકથન ચંદ્ર રાશિ અાધારિત છે. પરંતુ કેટલીક અસરો લગ્ન રાશિને પણ લાગુ પડે છે. તમારી લગ્ન રાશિ જાણવા માટે અહીંયા ક્લિક કરો. 

મેષ
મેષ રાશિના જાતકો માટે ધન રાશિનો બુધ તારીખ 6થી 16 સુધી નાના ભાઈબહેનો, મિત્રો સંબંધિત બાબતો અને ટૂંકા અંતરની મુસાફરી માટે, વિવિધ એક્ટિવિટી, નોકરી, આરોગ્યની બાબતો, નોકરચાકરનું સુખ મામલે અશુભ ફળ આપે. ઉપરાંત શત્રુઓ તમારી સામે બાંયો ચડાવશે. જોકે તા. 16 પછીના દિવસોમાં ઉપરોક્ત બાબતોમાં તદ્દન સ્થિતિ બદલાઈ જશે અને તમામ બાબતોમાં સારું ફળ મળશે. શત્રુઓ પણ તમારી શક્તિઓને પારખી જશે અને તમારી સામે પરાજય સ્વીકારશે. તારીખ 25 પછીનો સમય આ બાબતો માટે શુભ ફળદાયી રહેશે. જો તમે વર્ષ 2018નો વ્યક્તિગત જીવન અને સંબંધોનો રિપોર્ટ મેળવશો તો સાથોસાથ અમારી તરફથી વિશેષ ઉપહાર પણ મેળવો.

વૃષભ
ધન રાશિમાં બુધના ગોચરના પ્રભાવ હેઠળ તારીખ 6 થી 16 દરમિયાન તમને આર્થિક અને કૌટુંબિક બાબતોમાં મુશ્કેલી આવી શકે છે. શેર-સટ્ટામાં નાણાંનું ધોવાણ થાય જ્યારે સ્પોર્ટ્સમાં જોડાયેલા જાતકોનું પરફોર્મન્સ નબળું થતા તમારી ફેન ક્લબ નિરાશ થાય. તારીખ 16થી 25 દરમિયાન પરિવાર સાથે તબક્કાવાર તમારી આત્મીયતા વધશે અને તેમના તરફથી મળતો સહકાર તમારા જીવનમાં સકારાત્મકતાનો સંચાર કરશે. ત્યારબાદ તા. 28 સુધીના સમયમાં શેરબજારમાં ગણતરીપૂર્વકનો સોદો તમને લાભ અપાવી શકે છે. વિદ્યાભ્યાસ અને સ્પોર્ટ્સમાં તમારી એકાગ્રતા વધશે અને લક્ષ્યને ધ્યાનમાં રાખીને તમે પરફોર્મન્સ સુધારશો. . તમે પ્રોફેશનલ ગ્રોથ માટે પ્રતિબદ્વ હોવ તો અમારા 2018 કારકિર્દી રિપોર્ટ + 2 ગિફ્ટ રિપોર્ટ મેળવીને કારકિર્દીમાં ઉન્નતિ કરો.

મિથુન
મિથુન રાશિના જાતકોને ધન રાશિનો બુધ શરૂઆતમાં નબળુ અને આ ગોચરના ઉત્તરાર્ધમાં શુભ ફળ આપનારો રહેશે. તારીખ 6 થી 16 સુધી શારીરિક તંદુરસ્તી જોખમાય. તમને સુસ્તિ અને આળસ વધુ રહેશે. માનસિક અજંપો કામમાં એકાગ્રતા ઘટાડશે. સ્થાવર અને જંગમ મિલકતોના પ્રશ્નોમાં તમે ખૂબ અટવાયેલા રહેશો જેથી મુખ્ય કાર્યો પર ધ્યાન નહીં આપી શકો. માતા સાથે કોઈ મુદ્દે મતભેદ થઈ શકે છે. વાહન સુખ મામલે પણ નકારાત્મક સમય છે જ્યારે ઉચ્ચ અભ્યાસ કરતા જાતકોને અવરોધોનો સામનો કરવો પડશે. તારીખ 16થી 25 સુધીના સમયમાં તંદુરસ્તી સુધરશે અને તમે નવા જોશ તેમજ આત્મવિશ્વાસ સાથે કામ કરશો. તા 25 પછીનો સમય ઉપરોક્ત બાબતો માટે સારું ફળ આપનારો રહેશે. શું તમે નાણાકીય સદ્વરતા ઇચ્છો છો? તો અાજે જ 2018નો આર્થિક રિપોર્ટ મેળવીને સાથોસાથ બે ઉપહાર પણ તદ્દન ફ્રી મેળવો. 

કર્ક
કર્ક રાશિના જાતકો માટે ધન રાશિમાં બુધનું ભ્રમણ તમારી રાશિથી છઠ્ઠા સ્થાનમાંથી થઈ રહ્યું છે. તારીખ 6 થી 16 દરમિયાન ખાસ કરીને નાના ભાઈબહેનો અને મિત્રો સાથે સંબંધોમાં થોડો તણાવ રહેશે. ટૂંકા અંતરની મુસાફરી, ધાર્મિક કે મેડિકલ સંબંધિત બાબાતોમાં ખર્ચ અથવા આકસ્મિક ખર્ચની શક્યતા વધશે. આ સમયમાં તમારી એક્ટિવિટી પણ અગાઉની તુલનાએ ઘટશે. ત્વચામાં બળતરા અથવા ત્વચા સંબંધિત પ્રશ્નો વધી શકે છે. તારીખ 16થી 25 દરમિયાન તમે આળસ ખંખેરીને ફરી પોતાના અસલ રંગમાં આવવાનો પ્રયાસ કરશો. ભાઈબહેનોને તમે વધુ સમય આપશો અને મિત્રો સાથે પણ મુલાકાતના પ્રસંગો બનશે. તમે આધુનિક માધ્યમોથી કમ્યુનિકેશન વધારશો. તા. 25થી 28 દરમિયાન ટૂંકા અંતરની મુસાફરી લાભદાયી નીવડશે. ખર્ચ અને આવકના પલ્લાંને તમે કુનેહપૂર્વક સંતુલિત રાખી શકશો. સંબંધોમાં લગ્ન ખૂબ જ મહત્વનું બંધન છે. શું તમે પણ લગ્ન યોગ વિશે જાણવા ઉત્સુક છો? તો અાજે જ 2018 દાંપત્યજીવન + 2 ગિફ્ટ રિપોર્ટ મેળવો અને લગ્નનું ભાવી જાણો. અા રિપોર્ટની ખરીદી પર અાપને મળશે બે અદ્દભુત ઉપહાર તદ્દન ફ્રી. 

સિંહ
સિંહ રાશિના જાતકો માટે ધન રાશિનો બુધ પાંચમે ત્રિકોણ સ્થાનમાંથી પસાર થાય છે. તા. 6થી 16 સુધી આર્થિક બાબતોમાં અવરોધો આવી શકે છે. કૌટુંબિક વિવાદો સપાટીએ આવશે અને મોટા ભાઈબહેન અથવા મિત્રો સાથે ખટરાગની શક્યતા વધે. પ્રેમસંબંધોમાં પણ સાચવવું પડશે. તારીખ 16 થી 25 દરમિયાન તમે પોતાની આગવી સુઝથી આર્થિક પ્રશ્નોનો ઉકેલ લાવશો. કૌટુંબિક સમસ્યાઓનું શાંતિથી ચર્ચા કરીને નિરાકરણ લાવવામાં સફળ રહેશો. આ ગોચરના છેલ્લા ત્રણ દિવસ ઉપરોક્ત બાબતો માટે તમને શુભ ફળદાયી પુરવાર થશે. જો તમે સંબંધોમાં વધુ સૌહાર્દ ઇચ્છતા હોય તો, અાજે જ  2018નો વ્યક્તિગત જીવન અને સંબંધોનો રિપોર્ટ ઓર્ડર કરો. 

કન્યા
કન્યા રાશિના જાતકોને તેમની રાશિથી ચોથા સ્થાનમાંથી ધન રાશિનો બુધ પસાર થઈ રહ્યો છે. આ ગોચરના પ્રથમ તબક્કા એટલે કે તારીખ 6થી 16 દરમિયાન તમારી તબિયત નરમગરમ રહેશે. તમારા શરીરમાં સુસ્તિ વધશે. પિતા અથવા કોઈપણ વડીલ સાથે ચર્ચા કરતી વખતે વાણીને સંયમમાં રાખવી. મતભેદો થશે. કાર્યક્ષેત્રમાં અવરોધો આવી શકે છે. તમે બીજાનું સારું કરો તેમ છતાં અપયશ મળે. તારીખ 16થી 25 દરમિયાન તમને મિત્રો અથવા પરિવારનો અનઅપેક્ષિત સાથ અને સહકાર મળશે. તમે ચોક્કસ વ્યૂહનીતિ ઘડીને પ્રોફેશનલ માર્ગમાં આવતા અવરોધો દૂર કરશો. તારીખ 25થી 28 દરમિયાન તમારું બુદ્ધિબળ ખૂબ સારું ફળ આપનારું પુરવાર થશે. વર્ષ 2018 નો કારકિર્દી રિપોર્ટ ખરીદીને તમારું પ્રારબ્ધ બદલો. તેની સાથે મળશે તમને બે અનોખા ઉપહાર તદ્દન ફ્રી.

તુલા
તુલા જાતકો માટે સાહસ અને પરાક્રમના સ્થાન એટલે કે ત્રીજા સ્થાનમાંથી બુધનું ભ્રમણ થઈ રહ્યું છે. આ જાતકોને તારીખ 6 થી 16 દરમિયાન ધાર્મિક યાત્રામાં અવરોધો આવી શકે છે. વ્યવસાયિક અથવા નોકરી સંબંધિત સાહસોમાં તમે વધુ પડતો વિચાર કરશો. ધાર્મિક અર્થે કરેલી મુસાફરીમાં અવરોધ આવી શકે છે. ભાગ્યવૃદ્ધિમાં વિલંબ થાય તો પણ નિરાશ થયા વગર કર્મને પ્રાધાન્યતા આપજો. શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી. વિદેશમાં થઈ રહેલા કાર્યોમાં વિલંબના એંધાણ છે. આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી. તા. 16થી 25 દરમિયાન તમને ભાગ્યવૃદ્ધિની તક મળશે. પરિવાર અને કાર્યસ્થળે સૌનો સહકાર વધશે જેના કારણે છેલ્લા ત્રણ દિવસમાં તમે તમારું ઉત્તમ પરફોર્મન્સ આપી શકશો. સમૃદ્વિ અંગે પૂછો અેક પ્રશ્ન (વિગતવાર જવાબ) રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને મનમાં રહેલી ગૂંચવણો દૂર કરો અને તમારા અાર્થિક સામર્થ્યને વધારો. 

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકોને બીજા સ્થાનમાંથી બુધનું ભ્રમણ થશે જેથી આર્થિક બાબતોમાં તેની અસર વધુ જોવા મળશે. તા. 6 થી 16 દરમિયાન મોટા ભાઈબહેનો સાથે વિવાદની સંભાવના છે. કોઈપણ વ્યક્તિ સાથે બોલવામાં અથવા અથવા કમ્યુનિકેશનમાં શબ્દોની પસંદગી સાચવીને કરજો કારણ કે તમારા શબ્દોનું ખોટુ અર્થઘટન થઈ શકે છે. તારીખ 16થી 25 દરમિયાન મિત્રો સાથે સંબંધો સુધરશે. આર્થિક બાબતોમાં રહેલા અવરોધો દૂર થવા લાગશે. વિદેશમાં આપના કાર્યો વિલંબમાં પડ્યા હશે તો તેનો ઉકેલ લાવવા માટે યોગ્ય માર્ગ મળી રહેશે. વારસાગત મિલકતો અને તંદુરસ્તી મામલે શુભ ફળદાયી તબક્કો રહેશે. તારીખ 25થી 28 દરમિયાન આ તમામ બાબતોમાં તમે શુભ ફળની આશા રાખી શકો છો. અંગત જીવનમાં રહેલી સમસ્યાઓનો રિપોર્ટ મેળવીને જીવનમાં પરિવર્તન લાવો. 

ધન
ધન રાશિમાં એટલે કે આપની જ રાશિમાં બુધનું ભ્રમણ થતું હોવાથી અન્ય રાશિઓની તુલનાએ તમારા પર તેની અસર વધુ જોવા મળશે. તા. 6 થી 16 દરમિયાન ખાસ કરીને દાંપત્યજીવનમાં વિખવાદો રહેશે અને તમારી વચ્ચે જાતીય સંબંધોમાં પણ ઓટ આવી શકે છે. આ સમયમાં જાહેરજીવનમાં તમે યશ પ્રાપ્તિથી વંચિત રહેશો. પિતા સાથે વર્તનમાં શક્ય હોય ત્યાં સુધી કોઈપણ મતભેદો ટાળવાનો પ્રયાસ કરવો. તારીખ 16થી 25 દરમિયાન આ બાબતોમાં તમારી સ્થિતિ સુધારાત્મક રહેશે. આ ઉપરાંત ભાગીદારીના કાર્યો અથવા નવા સંયુક્ત કરારોના અટકેલા કાર્યોનો ઉકેલ આવી શકે છે. જીવનસાથી અને ભાગીદારો સાથે જુના મતભેદો દૂર થશે. તારીખ 25થી 28 સુધી પણ બુધ તમારા માટે એકંદરે શુભ ફળદાયી રહેશે. જો કે તમે બિઝનેસ અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ મેળવીને વધુ કમાણી કરી શકો છો.

મકર
આપની રાશિથી બારમા સ્થાનમાં બુધના ભ્રમણને જ્યોતિષની દૃષ્ટિએ ઠીક ન ગણી શકાય. છતાં પણ અલગ અલગ નક્ષત્રમાં બુધનો પ્રભાવ વત્તા-ઓછા પ્રમાણમાં રહેશે. તા. 6 થી 16 દરમિયાન નોકરી અથવા વ્યવસાયિક મોરચે તમારે નિર્ણય લેવામાં ધ્યાન રાખવું પડશે. તમે ખોટા નિર્ણય લો તેવી શક્યતા બનશે. આ સમયમાં મોસાળ પક્ષ સાથેના સંબંધોમાં પણ તમને મજા નહીં આવે. રોગ અને શત્રુ બાબતે પણ તમારે સાવધાની રાખવી જ પડશે. તા. 16થી 25 દરમિયાન તમારી તબિયતમાં સામાન્ય સુધારો આવશે પરંતુ છેલ્લા ત્રણ દિવસ બહેતર ફળદાયી રહેશે. ભાગ્યવૃદ્ધિ અને ધાર્મિક મુસાફરી અથવા ધાર્મિક કાર્યોમાં જે અવરોધો હતા તેનો હવે ઉકેલ આવશે. શત્રુઓને તમે ખૂબ બુદ્ધિપૂર્વક જાળ બીછાવીને પછાડી દેશો. જો તમે કારકિર્દીમાં સિદ્વિઓ હાંસલ કરવા માંગતા હોય તો કારકિર્દી અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ મેળવીને ભાવીની યોજના ઘડો. 

કુંભ
કુંભ રાશિથી અગિયારમા સ્થાનમાં રહેલો બુધ પંચમ સ્થાન પર સીધી દૃષ્ટિ કરશે. તા. 6 થી 16 દરમિયાન પ્રેમસંબંધોમાં ખટાશ આવી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ મહેનત કરવી પડે. સંતાન સંબંધિત ચિંતાઓ તમને વ્યાકુળ રાખશે. આર્થિક અને સ્પોર્ટ્સ બાબતોમાં પણ આ તબક્કો આશાસ્પદ જણાતો નથી માટે તમારે લક્ષ્ય હાંસલ કરવું હશે તો મહેનત કરવી જ પડશે. તારીખ 16 પછીના ચરણમાં તમારી આર્થિક સ્થિત સુધરશે. પ્રિયપાત્ર સાથે તમે કમ્યુનિકેશન વધારી તેમની સાથે નીકટતા કેળવવાનો પ્રયાસ કરશો. શેર-સટ્ટામાં તમે વધુ આકર્ષિત થશો અને ગણતરીપૂર્વક નાના-નાના જોખમો લેશો. તેમાંથી ફાયદો પણ થશે. જોકે ગણેશજી વધુ લાલચથી દૂર રહેવાની સલાહ આપે છે. વારસાગત મિલકતના પડતર પ્રશ્નો ઉકેલાઈ શકે છે.  તમારા સંબંધોનું ભાવિ અનિશ્વિત છે? તો હમણાં જ વિસ્તૃત માર્ગદર્શન રિપોર્ટથી ભવિષ્યનું સચોટ માર્ગદર્શન પ્રાપ્ત કરો. સાથે જ મળશે બે નિશ્વિત ઉપહાર. 

મીન
મીન રાશિના જાતકોને માટે કર્મસ્થાનમાં બુધનું ભ્રમણ થશે. આ ગોચરના પ્રથમ ચરણમાં એટલે કે તા 6 થી 16 દરમિયાન માતા, વાહન, સ્થાવર મિલકત, ઉચ્ચ અભ્યાસ વગેરે કાર્યોમાં થોડી પ્રતિકૂળતા રહેશે. વાહન સુખમાં પણ પરેશાનીનો સામનો કરવો પડશે. લગ્નજીવન, જાહેરજીવન અને ભાગીદારીમાં પણ વિસંવાદિતા વધવાની શક્યતા છે. તા 16મી પછી વારસાગત અને સ્થાવર મિલકતોના પ્રશ્નોમાં ધીમે ધીમે ઉકેલ દેખાશે. તમારા માટે લાભના પ્રસંગો પ્રબળ થશે. ભાગીદારી સંબંધિત કાર્યો તેમજ જાહેરજીવનમાં તમે વધુ શુભ ફળ મેળવી શકશો. તારીખ 25 થી 28 દરમિયાન ઉપરોક્ત બાબતોમાં તમે ઘણું સારું ફળ મેળવી શકશો. અાપની કારકિર્દીમાં ઊડાન ભરો. કારકિર્દી અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને સિદ્વિઓ સર કરો. 

ગણેશજીના આશીર્વાદ સાથે
પ્રકાશ પંડ્યા

અંગત ઉકેલ મેળવવા માટે અાજે જ અમારા વિદ્વાન જ્યોતિષઓ સાથે વાતચીત કરો. 

05 Jan 2018


View All blogs

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

More Articles