For Personal Problems! Talk To Astrologer

બુધનું કર્ક રાશિમાં ભ્રમણ: વિવિધ રાશિ પરના પ્રભાવ વિશે જાણો


Share on :


ગ્રહમંડળમાં બુધ રાજકુમાર છે. કાળપુરુષની કુંડળીમાં બુધ ત્રીજા (મિથુન રાશિ) અને છઠ્ઠા સ્થાન (કન્યા રાશિ) પર પોતાનું પ્રભુત્વ ધરાવે છે. શારીરિક દૃષ્ટિઅે અાંખ, કાન, ગળાને લગતી તકલીફો જેમ કે થાઇરોઇડ, કમરને લગતી સમસ્યાઓ તેમજ ચામડીને લગતા રોગો કુંડળીમાં બુધ દુષિત હોય તો થાય છે. બુધ અે ધન, બુદ્વિ, કાર્યકુશળતા, હિસાબ કિતાબ, અેકાઉન્ટન્સી, કળા, નૃત્ય, અર્થશાસ્ત્રનું જ્ઞાન, વિશ્લેષણ, વાક ચાતુર્ય, વિનોદવૃત્તિ, બેન્કિંગ સેવાઓ, દલાલી, સેલ્સમેન, ચામડી, શિક્ષણ વગેરે બાબતોમાં કારક ગણવામાં આવે છે. સફળ બિઝનેસમેન તરીકે બુધનું બળવાન હોવું જરૂરી છે. આ બુધ કર્ક રાશિમાં 2 જુલાઇથી 21 જુલાઇ સુધી ગતિ કરશે. અા ભ્રમણનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળશે. ચાલો તેના પ્રભાવ વિશે વિસ્તૃતમાં જાણીઅે. 

(નોંધ: અા ફળકથન ચંદ્ર રાશિ અાધારિત છે. પણ કેટલીક અસરો લગ્ન રાશિને પણ લાગુ પડે છે. જો તમે પણ તમારી લગ્ન રાશિ જાણવા માંગો છો તો અહીંયા ક્લિક કરો. 


મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે 2 જુલાઇથી 21 જુલાઇ સુધી કર્ક રાશિમાં બુધ નાના ભાઇ બહેનો અને મિત્રો સંબંધિત બાબતોમાં નકારાત્મક ફળોના સંકેત અાપે છે. પ્રોફેશનલ મોરચે, મોસાળપક્ષ, નોકર ચાકર બાબતે શુભ ફળ મળે. રોગમાંથી મુક્તિ મળે અને સ્વાસ્થ્ય સુધરે તેમજ શત્રુઓ સામે વિજય મેળવી શકો તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 2 જુલાઇથી 4 જુલાઇ દરમિયાન નાના ભાઇ બહેનો સાથે વિખવાદ થાય. મિત્રો સાથે સંબંધોમાં સાચવવું. નોકરીમાં ધ્યાન રાખવું. નોકરચાકર સાથે ઓછુ બને. મોસાળ પક્ષ સાથે મતમંતાતર રહ્યા કરે. શારીરિક તંદુરસ્તી માટે કાળજી રાખવી. 4 જુલાઇ થી 12 જુલાઇ દરમિયાન મિત્રો સાથે સારું બને. નોકરીમાં સમય સારો છે. શત્રુઓ પરાસ્ત થાય. 12 જુલાઇથી 21 જુલાઇ દરમિયાન નોકરીયાત જાતકો માટે શ્રેષ્ઠત્તમ તબક્કો કહી શકાય. સ્વાસ્થ્ય સુખાકારી જળવાઇ રહે. મોસાળ પક્ષથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાભ થાય તેવું ગણેશજી કહે છે. તમે પણ તમારું ભવિષ્ય અગાઉથી જાણીને તેને બદલી શકો છો. અાજે જ કારકિર્દીમાં ક્યા ક્ષેત્રે સફળતા મળશે રિપોર્ટ મેળવો. 

વૃષભ રાશિ 
અા ભ્રમણની અસર વૃષભ રાશિના જાતકો પર પણ જોવા મળશે. તેઅોને અાર્થિક તથા પારિવારિક બાબતોમાં, પ્રણય, વિદ્યાભ્યાસ, સંતાન, શેર સટ્ટા, રમતગમત વગેરે બાબતોમાં શુભ પરિણામ મળશે. 2-4 જુલાઇ દરમિયાન પારિવારિક વિખવાદો જોવા મળે. આર્થિક બાબતોમાં રૂકાવટો આવે. પ્રણયસંબંધોમાં વિસંવાદિતા રહ્યા કરે. સંતાનો અંગે કોઇ પ્રકારની ચિંતા રહે. વિદ્યાભ્યાસમાં કોઇ અવરોધો અાવે. શેર-સટ્ટામાં ખોટ થવાની સંભાવના છે. રમત-ગમત માટે મધ્યમ સમય છે. 4-12 જુલાઇ દરમિયાન પારિવારિક સુખનો અાનંદ માણો. અાર્થિક ક્ષેત્રે પણ ઉન્નતિના યોગ બને. પ્રણયસંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં અેકાગ્રતા રહે અને સારું પરિણામ મળે. 12-21 જુલાઇ દરમિયાન અાર્થિક બાબતો માટે શ્રેષ્ઠ સમય કહી શકાય. પ્રણય, સંતાન, વિદ્યાભ્યાસ, શેર-સટ્ટો, રમત ગમત વગેરે બાબતો માટે શ્રેષ્ઠ સમય છે. તમે અભ્યાસમાં પણ સારું પરફોર્મન્સ અાપશો, ગ્રહો તમારા અભ્યાસ માટે સારો સમય દર્શાવી રહ્યા છે. પણ તમને લાગે કે પ્રશ્નનો જવાબ મળવાથી તમારી કારકિર્દીમાં વધુ સફળતા મળશે તો હમણાં જ શિક્ષણ અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવો. 

મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે કર્ક રાશિનો બુધ શારીરિક અને માનસિક બાબતો, સ્થાવર અને જંગમ મિલકતો, માતા તથા વાહન સંબંધિત બાબતોમાં શુભ ફળ અાપે તેવું ગણેશજીને લાગે છે. 2-4 જુલાઇ દરમિયાન સ્વાસ્થ્ય નરમ ગરમ રહે. માનસિક અજંપો અને ઉદ્વેગ રહ્યા કરે. સ્થાવર અને જંગમ મિલકતો અંગે કોઇને કોઇ ગૂંચવણો પરેશાન કરે તેવી પણ સંભાવના છે. માતા સાથે કોઇ કારણોસર અણબનાવ રહ્યા કરે. વાહનની ખરીદી માટે પણ પ્રતિકૂળ સમય કહી શકાય. 4-12 જુલાઇ સુધી શારીરિક અને માનસિક સુખાકારી જળવાઇ રહે. માતા સાથે સારા સંબંધ રહે. વાહનની ખરીદી માટે યોગ્ય સમય છે. 12-21 જુલાઇમાં સ્થાવર જંગમ મિલકતને લગતા પ્રશ્નોનો નિકાલ થતા મન પ્રફુલ્લિત રહે. વાહનની ખરીદી કરો. સ્વાસ્થ્ય સુખાકારીનો અાનંદ માણશો. જો કોઇ સવાલથી વિસ્તરણ અટકતું હોય તો હમણાં જ સમૃદ્વિ અંગે પૂછો એક પ્રશ્ન રિપોર્ટ ઓર્ડર કરો.  

કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે કર્ક રાશિનો બુધ નાના ભાઇ બહેનો, મિત્રો, મુસાફરી, અાક્સ્મિક બિમારી કે ખર્ચ, ધાર્મિક યાત્રા વગેરે બાબતોમાં શુભ પરિણામ અાપે. 2-4 જુલાઇ દરમિયાન નાના ભાઇ બહેન તેમજ મિત્રો સાથે કોઇ બાબતે અણબનાવના પ્રસંગો ઊભા થાય. મુસાફરીમાં કોઇ પ્રકારની અડચણો અાવે. અાકસ્મિક બિમારી અાવતા ખર્ચાઓ વધે જેને કારણે અાર્થિક અાયોજન ખોરવાય. 4-12 જુલાઇના સમયમાં મુસાફરી કે યાત્રા માટે સાનુકૂળ સમય. અાકસ્મિક બિમારી કે ખર્ચની સંભાવના નથી. 12-21 જુલાઇ દરમિયાન નાના ભાઇ બહેનો અને મિત્રો સાથે સારું બને. ધાર્મિક યાત્રા સુખપૂર્ણ રીતે પરિપૂર્ણ થાય તેવું ગણેશજી જોઇ રહ્યા છે. જો સંબંધોમાં કોઇ પ્રશ્ન હોય તો તેનો સુખદ ઉકેલ પ્રાપ્ત કરીને સંબંધોને મજબૂત બનાવી શકો છો. 2017 વ્યક્તિગત જીવન અને સંબંધો વિશે રિપોર્ટથી વ્યક્તિગત જીવનમાં ખુશીઓ લાવો.  

સિંહ રાશિ
બુધના કર્ક રાશિમાં ભ્રમણની અસર સિંહ રાશિના જાતકો પણ જોવા મળશે તેવું ગણેશજી કહે છે. 2 જુલાઇથી 21 જુલાઇ દરમિયાન સિંહ રાશિના જાતકો માટે મૈત્રી સંબંધો, મોટા ભાઇ બહેન, અાર્થિક બાબતો અને પારિવારિક બાબતોમાં શુભ ફળ પ્રદાન કરનારો બની રહેશે. 2-4 જુલાઇ દરમિયાન અાર્થિક બાબતોમાં કોઇ પ્રશ્ન ઊભા થાય. મિત્રો સાથે કોઇ બાબતે મનદુ:ખ થવાના પ્રસંગો થાય. પરિવારમાં કલેશ થતા વાતાવરણ કલુષિત બને. 4-12 જુલાઇ સુધીમાં મોટા ભાઇ બહેનો તેમજ મિત્રો સાથે સંબંધો સૌહાર્દપૂર્ણ રહે. પરિવારમાં અાનંદના પ્રસંગો બને. અાર્થિક ક્ષેત્રે પણ પ્રગતિના યોગ બને. 12-21 જુલાઇ સુધીમાં પરિવારમાં અાનંદ અને ખુશીનો માહોલ પ્રવર્તે જેને કારણે મન પ્રફુલ્લિત અને ખુશીઅોથી હર્યુંભર્યું બને. નાણાંકીય લાભ થાય. મોટા ભાઇ બહેન સાથે સંબંધો વધુ ગાઢ અને મસ્તીભર્યા બને તેમજ મિત્રો સાથે અાનંદની પળો વ્યતિત કરશો. દરેક સમસ્યાનું નિરાકરણ હોય છે. તમારી અાર્થિક ચિંતાઅો પણ દૂર કરી શકો છો. તેના માટે માત્ર અહીંયા 2017 અાર્થિક રિપોર્ટ લિન્ક પર ક્લિક કરો.

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે બુધ શારીરિક અને માનસિક પરિસ્થિતિ, કાર્યક્ષેત્ર તેમજ પિતા સંબંધિત બાબતોમાં ઉત્તમ પરિણામ અાપે.  2 જુલાઇથી 4 જુલાઇ દરમિયાન તબિયત માટે કાળજી રાખવી, માનસિક અજંપો રહ્યા કરે. પિતા સાથે અણબનાવ થાય. કાર્યક્ષેત્રમાં અવરોધો સર્જાય. 4-12 દરમિયાન શારીરિક તથા માનસિક પરિસ્થિતિ માટે સારો સમય છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય. 12-21 જુલાઇ દરમિયાન સ્વાસ્થ્ય સુખાકારી જળવાઇ રહે. મન પ્રફુલ્લિત રહે. કાર્યક્ષેત્રમાં પણ બઢતીના યોગ બને તેવું ગણેશજી જોઇ રહ્યા છે. કારકિર્દીને ઉજ્જવળ બનાવો. 2017નો કારકિર્દી રિપોર્ટ હમણાં જ મેળવો. 

તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે કર્ક રાશિમાં બુધ ભાગ્યવૃદ્વિની નવી તકો અાપશે. ધાર્મિક યાત્રાનું અાયોજન અા સમયમાં પાર પાડી શકો છો. અાકસ્મિક ખર્ચ અને બિમારીની શક્યતા ઘટશે. 2-4 જુલાઇ દરમિયાન કામમાં નસીબનો સાથ ના મળે. ધાર્મિક યાત્રા કે તીર્થયાત્રા માટે પ્રતિકૂળ સમય. અાકસ્મિક બિમારી થવાની સંભાવના હોવાથી તંદુરસ્તી સાચવવી. અણધાર્યો ખર્ચ પણ થાય તેવી સંભાવના છે. 4-12 જુલાઇના સમયમાં સ્વાસ્થ્ય સુખાકારી જળવાઇ રહે, તીર્થયાત્રા કે પછી ધાર્મિક મુસાફરીની ઇચ્છા પૂરી થાય. ભાગ્યવૃદ્વિને લગતી તકો સાંપડે. 12-21 દરમિયાન તીર્થ યાત્રા પર જવાનું થાય. બિમારી કે ખર્ચ થવાની શક્યતા ઓછી રહેશે તેવું ગણેશજી કહે છે. જીવન અનિશ્વિતતાઅોથી ભરપૂર છે. પણ તેને સરળ અને સહજ પણ બનાવી શકાય છે. પૂછો કોઇપણ પ્રશ્નથી મનમાં રહેલી દરેક શંકાઓ દૂર કરો.  

વૃશ્વિક રાશિ
વૃશ્વિક રાશિના જાતકો માટે અા ભ્રમણ મૈત્રી સંબંધો, આર્થિક લાભ, મોટા ભાઇ બહેન સાથેના સંબંધો, વારસાગત મિલકતો અને સ્વાસ્થ્યની બાબતે શુભ ફળદાયી પૂરવાર થાય. 2-4 જુલાઇના સમયમાં મોટા ભાઇ બહેન તેમજ મિત્રો સાથે અણબનાવના પ્રસંગો બને. અાર્થિક બાબતોમાં કોઇને કોઇ રૂકાવટો અાવે. વારસાગત મિલકતને લગતા કામોમાં વિલંબ કે સમસ્યાઓ થાય. તબિયત બગડે. 4-12 જુલાઇ દરમિયાન અાર્થિક ક્ષેત્રે સારો સમય કહી શકાય. મિત્રો સાથે સંબંધો સૂમેળભર્યા રહે તેમજ તેની સાથે કોઇ અાનંદના પ્રસંગો પણ બને. 12-21 જુલાઇ સુધીમાં અાર્થિક લાભ થતા અાર્થિક દૃષ્ટિઅે તમે વધુ સદ્વર બનશો. શારીરિક તંદુરસ્તી પણ સારી રહેશે. અાપની અાર્થિક સ્થિતિમાં પણ સમસ્યાઓ આવી શકે છે. પણ તમે તેનો સુખદ રીતે ઉકેલ મેળવી શકો છો. અાજે જ 2017નો અાર્થિક રિપોર્ટ મેળવીને નાણાકીય સલામતી મેળવો. 

ધન રાશિ 
ધન રાશિના જાતકો માટે બુધ કામકાજ, પિતા સંબંધિત બાબતો, જાહેર અને અંગત જીવન, દાંપત્યસુખ, ધંધાકીય ભાગીદારી વગેરે બાબતોમાં શુભ ફળ પ્રદાન કરે. 2-4  જુલાઇ દરમિયાન પિતા સાથે અણબનાવ રહે. કામકાજમાં વિલંબ થાય કે પછી વિધ્નો પરેશાન કરે. દાંપત્યજીવન અને અંગતજીવનમાં કડવાશ અાવે. જાહેરજીવનમાં અપયશ મળે. ભાગીદારીમાં વિખવાદ કે મતમંતાતર સર્જાય. 4-12 જુલાઇ દરમિયાન કાર્યક્ષેત્રે સારું રહે. જાહેરજીવનમાં યશકિર્તીની પ્રાપ્તિ થાય. દાંપત્યજીવનમાં ફરીથી મીઠાશની પળો જોવા મળે. અંગતજીવનમાં પણ અાનંદ અને ખુશી રહે. 12-21 જુલાઇ સુધીમાં પિતા સાથે ઉત્તમ બને. જાહેરજીવનમાં કોઇ સમસ્યાઅો હોય તો તેનો સુખદ રીતે ઉકેલ અાવે. ભાગીદારીમાં પણ સુમેળતા રહે. જો સંબંધોમાં કડવાશ હોય તો ખરાબ બાબત છે તેથી જ તમે 2017 વ્યક્તિગત જીવન અને સંબંધો વિશે રિપોર્ટથી અા કડવાશને દૂર કરો.

મકર રાશિ
મકર રાશિના જાતકો માટે અા ગોચર નોકરી, નોકરચાકર, મોસાળ પક્ષ, શારીરિત તંદુરસ્તી, શત્રુ, ધાર્મિક બાબતો અને ભાગ્યવૃદ્વિને લગતી બાબતો માટે સાનુકૂળ પૂરવાર થાય. 2-4 જુલાઇ સુધીમાં નોકરીમાં અડચણો ઊભી થાય. નોકરો સાથે ના બને. મોસાળ પક્ષ સાથે કોઇ અણબનાવ થાય. તબિયત બગડી શકે. શત્રુ તરફથી તકલીફો સર્જાય. ભાગ્યનો સાથ ના મળે. ધાર્મિક યાત્રા ટાળવી. 4-12 જુલાઇના સમયમાં નોકરીમાં પ્રગતિ થાય. મોસાળ પક્ષ તરફથી કોઇ લાભ થાય. શત્રુઅો પરાસ્ત થાય. ભાગ્યવૃદ્વિને લગતી તકો સાંપડે. 12-21 જુલાઇ દરમિયાન નોકરીયાત જાતકો માટે શ્રેષ્ઠ સમય. ધાર્મિક યાત્રા અાનંદપૂર્વક પૂર્ણ થાય. સ્વાસ્થ્ય સુખાકારી પણ જળવાઇ રહે. જીવનમાં ભવિષ્યને અગાઉથી જાણીને તમારા નસીબને ચમકાવી શકાય છે, અેના માટે અાજે જ 2017 વિગતવાર વાર્ષિક રિપોર્ટ ઓર્ડર કરો. 

કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે અા ગોચર વિદ્યાભ્યાસ, પ્રણય, સંતાન, રમતગમત, લોટરી-સટ્ટો, અાર્થિક અને વારસાગત બાબતો, શારીરિક તંદુરસ્તી મામલે સારો કહી શકાય. 2-4 જુલાઇ દરમિયાન વિદ્યાભ્યાસમાં વિધ્નો અાવે. પ્રણયસંબંધોમાં વિસંવાદિતા રહે. સંતાનોની ચિંતા સતાવ્યા કરે. લોટરી-સટ્ટામાં રોકાણ કરવાથી ખોટ થવાની સંભાવના હોવાથી તેનાથી દૂર રહેવું. રમતગમતમાં નકારાત્મક પરિણામ જોવા મળે. 4-12 જુલાઇ સુધીમાં પ્રણયસંબંધોમાં મીઠાશ રહે. સંતાનો સાથે અાનંદની પળો વ્યતિત કરશો. શેર-સટ્ટાકીય પ્રવૃત્તિઅોમાં સારો ધનલાભ થાય. વારસાગત મિલકતને લગતા પ્રશ્નનો સુખદ રીતે ઉકેલ અાવે. 12-21 જુલાઇ દરમિયાન વિદ્યાભ્યાસ, પ્રણય, સંતાન, શેરસટ્ટો, આર્થિક તેમજ વારસાગત મિલકતો તથા તંદુરસ્તી વગેરે બાબતોમાં શ્રેષ્ઠ પરિણામની પ્રાપ્તિ થાય. ખુશીઓ માટે સમૃદ્વિ અને સ્વાસ્થ્ય બન્ને જરૂરી છે. સમૃદ્વિ અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટથી તમારા સવાલોનો સચોટ જવાબ મેળવો અને જીવનને પ્રગતિકારક બનાવો. 

મીન રાશિ
મીન રાશિના જાતકો માટે બુધ સ્થાવર મિલકતો, માતા અને વાહન સંબંધિત બાબતો, અંગત અને જાહેર જીવન, દાંપત્યસંબંધો, ભાગીદારીના કાર્યોમાં શુભ ફળદાયી નિવડે. 2-4 જુલાઇ દરમિયાન માતા સાથે અણબનાવ રહે. સ્થાવર મિલકત માટે પ્રતિકૂળતા રહે. વાહનની ખરીદી માટે સારા યોગ ના હોવાથી તેની ખરીદી ટાળવી. દાંપત્યજીવન અને અંગત જીવનમાં વાતાવરણ કલુષિત રહે. જાહેરજીવનમાં અપયશ મળે. 4-12 જુલાઇ દરમિયાન માતા સાથે સારુ બને. માલ-મિલકતને લગતા કામો વિના વિધ્ને પાર પડે. જાહેરજીવનમાં યશકિર્તીની પ્રાપ્તિ થાય. દાંપત્યજીવનમાં મધુરાશ રહે. ભાગીદારીના કાર્યોમાં પણ સફળતા મળે. 12-21 જુલાઇ દરમિયાન સ્થાવર મિલકત, માતા, વાહન, દાંપત્યજીવન, અંગતજીવન, જાહેરજીવન, ભાગીદારી વગેરે બાબતોમાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય તેવું ગણેશજી જોઇ રહ્યા છે. જીવન મુશ્કેલ લાગે છે? તમે હમણાં જ પૂછો કોઇપણ પ્રશ્ન રિપોર્ટની મદદથી જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકો છો. 

ગણેશજીના અાશીર્વાદ સાથે
પ્રકાશ પંડ્યા05 Jul 2017


View All blogs

More Articles