For Personal Problems! Talk To Astrologer

જીવનમાં અનિષ્ટ અને દુષ્ટ પ્રભાવોથી બચવાનો દિવસ અેટલે કાળી ચૌદશ


Share on :


દિવાળીના અગાઉનો દિવસ, અશ્વીન મહિનાનો ઘનઘોર અંધકારમય 14મા દિવસને મહાકાળી ચૌદશ તરીકે અોળખવામાં અાવે છે.  અા દિવસે ઉગ્ર અને વિકરાળ સ્વરૂપ ધરાવતા મા મહાકાળીની પૂજા અર્ચના કરાય છે. મા મહાકાળીના અાર્શીવાદથી તેના ભક્તોને દુષ્ટ શક્તિઅોથી લડવાની શક્તિ અને સામર્થ્ય પ્રાપ્ત થાય છે. અા દિવસે અન્ય લોકોને હાનિ પહોંચાડવા માગતા લોકો પણ અલૌકિક શક્તિ માટે મા મહાકાળીની પૂજા કરે છે. મહાકાળીની પૂજા અર્ચના કરવાથી અાપ પાપી અને દુષ્ટ લોકોથી ખુદનું રક્ષણ કરી શકો છો.

મા મહાકાળીના અાર્શીવાદની પ્રાપ્તિ:
મા મહાકાળી અા દિવસે સૌથી વધુ મહત્વ ધરાવતા દેવી છે. મા શક્તિનું અા સ્વરૂપ દુનિયામાં રહેલી દરેક અાસુરી શક્તિઅોનો સંહાર કરે છે. મહાકાળીની પૂજા અર્ચના કરીને તેના અાર્શીવાદ લેવાથી અાસુરી તત્વોની રક્ષણ મળવા ઉપરાંત શત્રુઅો પર વિજય મળે છે.

અલૌકિક તત્ત્વના પાસાઅોના નિરીક્ષણ કરવાનો અાદર્શ દિવસ:
કાળી ચૌદશ ગૂઢ કે અલૌકિક ક્ષેત્રો સાથે સંકળાયેલી વસ્તુઅો માટે પણ ખૂબજ અાદર્શ દિવસ છે ગૂઢ વિષયોમાં રસ ધરાવતા લોકો માટે પણ સાનુકૂળ દિવસ છે. અા દિવસે તાંત્રિકો અને અઘોરીઅો પણ ધાર્મિક વિધિ કે તપશ્ચર્યા કરે છે. તદુપરાંત દુષ્ટ અાત્માઅોનો નાશ કરવા માટે પણ અા દિવસે જ વિધિ કરાય છે. 

જ્યોતિષીય મહત્વ:
જ્યોતિષશાસ્ત્રમાં રાહુ જીવનના અંધકારમય ક્ષેત્રોનો સુચક છે અને મહાકાલીની પૂજા કરીને દુષિત રાહુની નકારાત્મક અસરને દૂર કરવામાં અાવે છે તેવું કહેવાય છે. કુંડળીમાં રાહુને કારણે કોઇ જાતક સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો અા સમયે ઉપાય કરવાથી નિશ્વિતપણે ફાયદો થાય છે. શું અાપ પણ જીવનમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો? અને તેના ઉકેલની શોધમાં છો? તો અાજે જ અંગત સમસ્યાનો જ્યોતિષીય ઉપાય રિપોર્ટ મેળવીને જીવનમાં ખુશી લાવો.

નરકાસુરનો વધ:
નરકાસુર અેક ભયંકર અને વિકરાળ રાક્ષસ હતો અને પૃથ્વી અને સ્વર્ગમાં પણ ખૂબજ શક્તિશાળી હતો. શક્તિશાળી અેવા ઇન્દ્રદેવ પણ દેવલોક અથવા સ્વર્ગલોકને અા રાક્ષસના અાક્રમણથી બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા અને તેથી તેને પણ ભાગવાનો વારો અાવ્યો હતો. અા પરિસ્થિતિમાં દરેક દવોઅે વિશ્વમાં સર્વવ્યાપી ભગવાન વિષ્ણુ પાસે મદદની અાજીજી કરી હતી અને ખાતરી અાપી હતી કે તેના કૃષ્ણ અવતાર દરમિયાન નરકાસુરનો અંત અાવશે. ત્યારબાદ, ભગવાન કૃષ્ણ અને નરકાસુર વચ્ચે ઉગ્ર લડાઇ થઇ હતી અને કૃષ્ણઅે રાક્ષસનો વધ કર્યો હતો. કાળી ચૌદશના દિવસે નરકાસુર હણાયો હતો અને તેના જ કારણે કાળી ચૌદશને નરક ચતુર્દશી પણ કહેવાય છે.

અા દિવસ સાથે સંકળાયેલી કેટલીક અન્ય દંતકથાઅો:

હનુમાનજી સાથે સંકળાયેલી પૌરાણિક કથા:
દરેક લોકો જાણે છે કે હનુમાનજી ભગવાન રામના પરમ ભક્ત હતા. જ્યારે હનુમાનજી બાળ હતા ત્યારે સૂર્યને ફળ સમજીને ગળી ગયા હતા અને સંપૂર્ણ જગત અંધકારમય થઇ ચૂક્યું હતું. અા સમયે દરેક ભગવાન અને દેવોઅે સૂર્યને બહાર લાવવા માટે અાજીજી કરી પણ હનુમાનજી સંમત ના થયા ત્યારે ઇન્દ્રદેવે તેના વ્રજથી હનુમાનજીના મોં પર પ્રહાર કર્યો અને સૂર્યદેવ બહાર નીકળ્યા અને વિશ્વ ફરીથી પ્રકાશમય થઇ ગયું.

શું કરશો?
– તલ, લાડુ તેમજ ઘી અને ખાંડ સાથે ભાતનો પ્રસાદ ધરો.
– મહાકાળીની અારાધના કરો અને ખાસ કરીને મુહર્તના સમયે પૂજા અર્ચના કરો.
–  ન્હાતી વખતે અાપના માથાને ધોવો અને નકારાત્મક ઊર્જા અને દુષ્ટ અાત્માઅાનો દૂર કરવા માટે અાંખમાં કાજળ કરો.

શું ના કરવું?
– અા દિવસે  લાલ કપડાથી ઢાકેલા ઘડા, કેટલાક ફળફળાદી અને કાળી ઢીંગલી પડી હોય તેવા રસ્તેથી ચાલવાનું કે પસાર કરવાનું ટાળજો.

મહાકાળી મા તેના ભક્તોને અસંખ્ય વસ્તુથી સલામત રાખે છે.

– સતત રહેતી બિમારી
–  જીવલેણ રોગ
– કાળા જાદુની ખરાબ અસરો
– અાર્થિક દેવુ
– નોકરી અને બિઝનેસમાં રહેલા અવરોધ
– શનિ અને રાહુની દુષિત અસરો
– અજાણ્યા લોકોથી થતું અપમાન

ગણેશજીના અાર્શીવાદ સાથે
ગણેશાસ્પીક્સ ટીમ

જીવનને કેટલાક ક્ષેત્રોમાં કોઇ પ્રશ્ન સતાવી રહ્યો છે? તો અાજે જ જ્યોતિષ સાથે કરો સીધી વાત રિપોર્ટ મેળવીને વિદ્વાન જ્યોતિષીઅોનું માર્ગદર્શન મેળવીને ઉકેલ પ્રાપ્ત કરો.

17 Oct 2017


View All blogs

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

More Articles