For Personal Problems! Talk To Astrologer

જીએસટીનો અમલ – સરકારનો વિરોધ થશે પરંતુ વિકાસનો માર્ગ ચોક્કસ બનશે


Share on :


હંમેશા હિંમતપૂર્ણ નિર્ણયો લેવા માટે દેશની જનતામાં લોકપ્રિયતા હાંસલ કરનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર આગામી 1 જુલાઈથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નો અમલ કરવા જઈ રહી છે. મોદી સરકારનું આ પગલું માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના આર્થિક ઈતિહાસમાં ટેક્સ સિસ્ટમમાં સૌથી મોટા ફેરફાર તરીકે આલેખવામાં આવશે. પક્ષ અને વિપક્ષ વચ્ચે સંખ્યાબંધ વાટાઘાટો, અનેક ફેરફારો અને કેટલાક તબક્કે પ્રજાને આકરા લાગે લેવા નિર્ણયો લઈને પણ મોદી સરકારે જીએસટીના અમલના મક્કમ નિર્ધાર સાથે કોઈ સમાધાન ન કર્યું અને છેવટે દેશના ઈતિહાસમાં નવી ટેક્સ સિસ્ટમના અમલીકરણની તમામ તૈયારીઓ થઈ છે. જીએસટીનો અમલ પોતાની રીતે તો એક ઐતિહાસિક પગલું છે જ પરંતુ સાથે સાથે તેના માટે સ્વતંત્ર ભારતના 70 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત અડધી રાત્રે સંસદનું વિશેષ સત્ર બોલાવવાનો શ્રેય પણ મોદી સરકારને જ જશે. 1 જુલાઈએ મધ્ય રાત્રિએ બરાબર 12.00ના ટકોરે જીએસટીનો અમલ થશે. સરકાર દ્વારા એવા દાવા કરવામાં આવે છે કે નવી ટેક્સ સિસ્ટમથી દેશમાં વ્યાપારિક ક્ષેત્રે પારદર્શકતા વધશે, ટેક્સ ચોરી ઘટશે, મલ્ટીપલ ટેક્સની પળોજણમાંથી વાસ્તવિક ગ્રાહકને મુક્તિ મળશે જેથી હાલમાં તેઓ જીવન જરૂરિયાતની ચીજો જે ભાવે મેળવે છે તેના કરતા ભાવ ઘટશે. સરકારના આ દાવાઓ વાસ્તવમાં દેશની જનતાની અપેક્ષાએ કેટલા ખરા ઉતરે છે એ તો સમય બતાવશે પરંતુ જ્યોતિષશાસ્ત્રની દૃશ્ટિએ ચાલો જાણીએ કે સ્વતંત્ર ભારતની કુંડળી અને જીએસટીના અમલ સમયની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ એકબીજાને કેટલો આધાર આપે છે અને જીએસટીનો અમલ ભારત સરકાર તેમજ ભારતવાસીઓ માટે કેટલો અસરકારક નીવડશે.

સ્વતંત્ર ભારતની કુંડળી અને ગ્રહોનો પ્રભાવ
જન્મતારીખ: 15 અોગસ્ટ, 1947
જન્મસમય: 12:00 (સવારે)
જન્મસ્થળ: નવી દિલ્હી, ભારત

સ્વતંત્ર ભારતની કુંડળી

સ્વતંત્ર ભારતની કુંડલીમાં લગ્ન સ્થાને વૃષભ રાશિમાં રાહુની ઉપસ્થિતિ છે અને આ સ્થાન રાષ્ટ્રપતિ, ફૂડ પ્રોસેસિંગ અને ઉર્જા ક્ષેત્રનું છે. આ ત્રણ ક્ષેત્રે ઘણી મોટાપાયે હિલચાલ જોવા મળે છે અને દેશના અર્થતંત્રમાં તેની વ્યાપક અસર પણ જોવા મળે છે. કુંડળીમાં બીજુ સ્થાન વાણિજ્ય મંત્રાલય, નાણામંત્રાલય, આરબીઆઈના ગવર્નરનું માનવામાં આવે છે. આ સ્થાનમાં ઉગ્ર સ્વભાવના મંગળની ઉપસ્થિતિના કારણે વાણિજ્ય, નાણા અને આરબીઆઈ દ્વારા કેટલાક આક્રમક અને હિંમતપૂર્ણ નિર્ણયો લેવામાં આવે છે. જીઅેસટી લોકો માટે ચોક્કસપણે ફાયદાકારક રહેશે, પણ તમારી અાર્થિક સ્થિતિ કેવી રહેશે? અાજે જ 2017નો અાર્થિક રિપોર્ટ મેળવીને અાર્થિક ભાવી જાણો. 

કુંડળીમાં ત્રીજુ સ્થાન ખૂબ મહત્વનું બની જાય છે કારણ કે, માહિતી અને પ્રસારણ મંત્રાલય, રેલવે મંત્રાલય, કમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી મંત્રાલય, ભારે ઉદ્યોગ મંત્રાલય, માર્ગ અને પરિવહન મંત્રાલય આ સ્થાનમાં જોવામાં આવે છે. ભારતની કુંડળીમાં આ સ્થાનમાં ચંદ્ર, બુધ, શનિ, શુક્ર અને સૂર્ય એમ 5 મહત્વના ગ્રહોની યુતિ છે. આવનાર વર્ષમાં આ ક્ષેત્રે ઘણા મોટા સમાચારો આવે અને દેશના વિકાસની ગાડીને નોંધપાત્ર અસર કરે તેવી સંભાવના છે.

શા માટે જીએસટીનો અમલ?
જીએસટીનો અમલ કરવા માટે સરકારનો મૂળ આશય દેશની વર્તમાન જટીલ ટેક્સ સિસ્ટમને સરળ બનાવીને મલ્ટીપલ ટેક્સ (એકજ ચીજ કે સેવા પર લાગતા સંખ્યાબંધ ટેક્સ)ના કારણે પડતર કિંમતમાં થતી વૃદ્ધિને અંકુશમાં લાવવાનો તેમજ મુળભૂત જરૂરિયાતોની ચીજો અને સેવાઓ સસ્તી કરવાનો છે. જો વ્યાપક રીતે જોવામાં આવે તો જીએસટી હેઠળ સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી, એડિશનલ એક્સાઈઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, એડિશનલ કસ્ટમ્સ ડ્યુટી(સામાન્યપણે કાઉન્ટરવેઈલિંગ ડ્યુટી તરીકે ઓળખાય છે), કસ્ટમ્સ દ્વારા વિશેષ એડિશનલ ડ્યુટી ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા વેટ, સેલ્સ ટેક્સ મનોરંજન ટેક્સ, ઓક્ટ્રોઈ અને એન્ટ્રી ટેક્સ, પર્ચેઝ (ખરીદ)  ટેક્સ, લકઝરી ટેક્સને માત્ર એક જ ટેક્સમાં સમાવી લેવામાં આવ્યા છે. ભારતની કુંડળીમાં સુખ સ્થાન પરથી હાલમાં રાહુનું પરિભ્રમણ ચાલી રહ્યું હોવાથી ટેક્સ સિસ્ટમમાં આ પરિવર્તન માટે જવાબદાર છે.  શું દેશની પ્રગતિથી તમારી કારકિર્દીનું ભાવી ઉજ્જવળ બનશે?  જાણવા માટે અાજે જ કારકિર્દી રિપોર્ટ 2017ની સેવાનો લાભ ઉઠાવો. 

જીએસટીના અમલ સમયની કુંડળી અને ગ્રહોનો પ્રભાવ


જીએસટીનો અમલ 1 જુલાઈ 2017ના રોજ થાય છે તે અનુસાર જોવામાં આવે તો ગ્રહોની સ્થિતિ આ પરિવર્તનને ખૂબ સંવેદનશિલ સ્થિતિનો સામનો કરવો પડે તેવા સંકેત આપે છે. સ્વતંત્ર ભારની કુંડળીમાં આર્થિક સ્થિતિ, મહેસુલ વિભાગ, સરકારી કરવેરા, રોકાણકારો અને રોકાણ, સંપત્તિ અને સમૃદ્ધિ, સરકારી તિજોરી, નાણાકીય આવક વગેરેના સ્થાન એટલે કે બીજા સ્થાનમાં ઉગ્ર સ્વભાવનો મંગળ ગ્રહ છે. હાલમાં તેના પર ગોચરનો બુધ, સૂર્ય અને મંગળ પસાર થાય તે જે આગને હવા આપવા જેવી સ્થિતિ સર્જે છે. સાથે સાથે સૂર્ય -મંગળ અંગારક યોગ પણ સર્જાય છે. જીએસટીના અમલના વિરોધમાં લોકો સરકાર સામે મોરચો માંડે, ઠેરઠેર તોફાનો અને આગચંપીની ઘટનાઓ પણ બને તેવી શક્યતા છે કે મંગળ પરથી ગોચરનો મંગળ અને સૂર્ય પસાર થાય છે. લોકોમાં અપાર આક્રોશ પણ જોવા મળે. જોકે સાથે ગોચરનો બુધ લાંબા ગાળે આર્થિક ઉન્નતિ માટે માર્ગ ખોલી આપશે. સાથે સાથે બેન્કિંગ અને ફાઈનાન્સને વધુ મજબૂત બનાવશે અને દેશના અર્થ તંત્રમાં જનતાને ભરોસો વધશે. નાણા મંત્રી તેમની વાણીના પ્રભાવથી તેમજ સકારાત્મક નિવેદનો દ્વારા સ્થિતિને ઘણા અંશે અંકુશમાં રાખી શકશે.

ગોચરનો રાહુ હાલમાં સ્વતંત્ર ભારતની કુંડળીમાં ચોથા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે જે આંતરિક ગુંચવણો, અજંપો વધારશે તેમજ સપ્તમ સ્થાનમાં વક્રી શનિની ચાલના કારણે વિરોધ પક્ષ વધુ આક્રમકતા સાથે જીએસટી મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. વિપક્ષોની ઉશ્કેરણી જનાક્રોશ ભડકાવશે પરંતુ લાંબાગાળાની અસરોથી એનડીએ સરકારમાં લોકો વિશ્વાસ વધુ મજબૂત થશે. ગોચર કુંડળીમાં પંચમ ભાવમાં ચંદ્ર-ગુરુનો યોગ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળતાથી અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવશે.

જોકે ઓક્ટોબર અને નવેમ્બર 2017માં સરકારે ખાસ સાચવવા જેવો સમય છે કારણ કે ગ્રહોની સ્થિતિ જોતા આ સમયમાં સરકારે વિરોધ પક્ષનો મોટાપાયે સામનો કરવો પડે તેમજ કોઈ તબક્કે સામાધાનકારી નીતિ અપનાવવી પડે તેવી નોબત આવી શકે છે. ડિસેમ્બર 2017થી માર્ટ માર્ચ 2018 સુધીનો સમય કસોટીપૂર્ણ રહેશે કારણ કે આ સમયમાં રાજકીય નેતાને મોટી હાનિના સંકેત મળતા હોવાથી સરકાર માટે પડકારજનક સમય છે.

છતાં પણ, લાંબા ગાળાનો વિચાર કરીએ તો, અર્થશાસ્ત્રીઓ જીએસટીના અમલને દેશની જનતા માટે અર્થતંત્રના નવા અધ્યાય તરીકે જોઈ રહ્યા છે.

ગણેશજીના આશીર્વાદ સાથે, 

27 Jun 2017


View All blogs

More Articles