For Personal Problems! Talk To Astrologer

21 ડિસેમ્બરે ગુરુ અને શનિનો મહાન સંયોગ: 800 વર્ષ પછી શનિ-ગુરુનો સંયોગ


Share on :ખગોળીય ઘટનાઓ આપણને હંમેશા રોમાંચિત કરે છે. આ રોમાંચ એવો હોઇ શકે છે કે જેનું વર્ણન કરવું પણ મુશ્કેલ હોય છે. આવી ઘટનાઓ જોનારાઓ માટે તે કોઇ ઇશ્વરીય ચમત્કાર સમાન હોય છે. આવી જ ઘટના આ વર્ષે 21 ડિસેમ્બરે બની રહી છે. આપણા સૂર્યમંડળમાં સૌથી વધુ સુંદર ગ્રહ શનિ અને ગુરુ બંને એક જ રાશિમાં રહેશે. વૈદિક જ્યોતિષ અનુસાર આ યુતિ મકર રાશિમાં થઇ રહી છે. 800 વર્ષ પછી પહેલી વખત શનિ અને ગુરુનો આ મહાસંયોગ બની રહ્યો છે.

ગુરુ-શનિ મળીને બનાવશે ક્રિસમસનો તારો


એક વાત ખાસ છે કે, આ બંને વચ્ચે 0.6 ડિગ્રી જેટલું ખૂબ જ નજીવું અંતર રહેશે. તેના કારણે આખા ક્રિસમસ સપ્તાહમાં આ યુતિ જોવા મળશે. પશ્ચિના દેશોમાં તેને ક્રિસમસના તારા તરીકે જોવામાં આવે છે. 800 વર્ષ પછી શનિ અને ગુરુ આટલા નજીક આવીને એક તારા તરીકે જોવા મળશે. આવું ત્યારે શક્ય બને છે જ્યારે શનિ એક રેખામાં થઇને પૃથ્વીની તદ્દન સીખી રેખામાં આવી જાય. આમ તો, ખગોળીય ઘટનાને 21 ડિસેમ્બરે ખૂબ સારી રીતે જોઇ શકાશે પરંતુ 25 ડિસેમ્બર સુધી પણ આ યુતિનો નજારો માણી શકાશે. ત્યારબાદ બંને ગ્રહ ગુરુ અને શનિ પોતાની ગતિથી દૂર થવા લાગશે. એવું માનવામાં આવે છે કે આવો નજારો હવે પછી 2080માં ફરી જોવા મળશે જ્યારે અગાઉ ઇ.સ. 1226માં શનિ અને ગુરુ બંને ગ્રહો પૃથ્વીની સીધી હરોળમાં આવ્યા હતા જેથી ક્રિસમસના તારા તરીકે જોવા મળ્યા હતા.

પશ્ચિમના દેશોમાં જોવા મળશે મહામિલન


800 વર્ષ પછી ગુરુ અને શનિના આ મહામિલનને ટેલિસ્કોપ વગર નિહાળી શકાશે. સામાન્ય લોકો સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં ક્ષિતિજથી થોડા ઉપર દક્ષિણ તરફ ઝુકેલા આ બંને ગ્રહોનું મહામિલન જોઇ શકે છે. આ સમયે ગુરુનું પૃથ્વીથી અંતર 5.924 એસ્ટ્રોનોમિકલ યુનિટ છે જ્યારે શનિનું અંતર 10.825 એસ્ટ્રોનોમિકલ યુનિટ છે. જોકે, તેને ટેલિસ્કોપથી જોવામાં આવે તો રોમાંચ વધુ રહેશે.

ગુરુ અને શનિની આ યુતિનો પ્રભાવ


જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ પણ આ ઘટના કોઇ મોટા આશ્ચર્ય સમાન છે. જ્યોતિષશાસ્ત્રના પ્રસિદ્ધ ગ્રંથ બૃહદસંહિતામાં લખવામાં આવ્યું છે કે, જ્યારે મંગળ, બુધ, ગુરુ અને શનિ એક સીધી હરોળમાં આવે અને એક તારાના રૂપમાં જોવા મળે તો તેને ગ્રહોનું યુદ્ધ કહેવાય. તેને ભેદ યુતિ પણ કહેવામાં આવે છે. મતલબ કે બે ગ્રહો દેખાવમાં એક જેવા જ હોય છે. આમ તો શનિ અને ગુરુ જ્યોતિષીય દૃષ્ટિએ વીસ વર્ષમાં એક વખત યુતિમાં આવે છે પરંતુ 2020 માં આ યુતિ ખૂબ જ નજીકથી થઇ રહી છે. આ ભેદ યુતિ હોવાથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર હવામાન સંબંધિત સંખ્યાબંધ પરિવર્તનો આવી શકે છે. મતલબ કે આ વર્ષે વિક્રમી પ્રમાણમાં ઠંડી પડી શકે છે. અત્યારથી જ અનેક પ્રદેશોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે જતો રહ્યો છે. અનેક રાજકીય પરિવર્તનો પણ આવી શકે છે. ટ્રમ્પની સરકારનું પરિવર્તન, ભારતમાં અનેક રાજકીય પક્ષોમાં આંતરિક વિખવાદ આવી શકે છે. અર્થતંત્ર પર પણ આ યુતિની મોટી અસર જોવા મળે.

ઘણા જ્યોતિષીઓ અને શુભ ઘટના માને છે.


સંખ્યાબંધ જ્યોતિષીઓ આને શુભ ઘટના પણ માની રહ્યાં છે. ગુરુને જ્યોતિષશાસ્ત્રમાં શુભ ગ્રહ માનવામાં આવે છે. બીજી તરફ, શનિ પાપગ્રહ છે અને શનિ સાથે ગુરુની યુતિ થાય ત્યારે પણ ગુરુ પોતાનું શુભત્વ છોડતો નથી. શનિ ન્યાયનો દેવતા છે અને ગુરુ સાથે સમદૃષ્ટિ રાખે છે. એવું માનવામાં આવે છે ગુરુ અને શનિનું મિલન આધ્યાત્મિક દૃશ્ટિકોણથી ખૂબ જ સારું હોય છે. આ સમયમાં લોકો પૂજાપાઠમાં વધુ ધ્યાન લેશે અને આધ્યાત્મિકતાનું પ્રમાણ વધશે. જ્યોતિષીઓનો એક વર્ગ એવું પણ માને છે કે, આ પ્રકારની યુતિથી ભારતમાં કોરોનાનો પ્રભાવ ઘટશે.

રાશિઓ પર ગુરુ અને શનિનો પ્રભાવ


કુંડળીમાં ગ્રહોની સ્થિતિ બાદ ગોચરના ગ્રહોની સ્થિતિ પણ જોવામાં આવે છે અને તેમાં ગુરુની શુભતા વધારવા માટે ઓમ બૃહસ્પતયૈ નમ: તેમજ શનિના સારા પરિણામો પ્રાપ્ત કરવા માટે ઓમ શં શનૈશ્ચરાય નમ: મંત્રનો જાપ કરી શકાય. રાશિઓ અનુસાર તેની અસર વિશે અહીં માહિતી આપી છે.


મેષ- પારિવારિક વિવાદો ઉકેલાય, નવી તકો મળે.

વૃષભ – ભાગ્યનો સાથ મળે.

મિથુન – વિવાદથી બચવાનો પ્રયાસ કરવો.

કર્ક – વેપારીઓને સફળતા મળવાના ચાન્સ છે.

સિંહ – કેટલીક પરેશાનીઓની સંભાવના છે.

કન્યા – કોઇ સારા સમાચાર મળશે.

તુલા – તમારા પ્રયાસોમાં સફળતા મળે.

વૃશ્ચિક – દાંપત્યજીવનમાં મધુરતા જળવાઇ રહે.

ધનુ – આધ્યાત્મિક બાબતોમાં રુચિ વધશે.

મકર – બગડેલા કામ હવે સુધરશે.

કુંભ – ખર્ચમાં વધારો થઇ શકે છે.

મીન – આરોગ્ય બાબતે વધુ સજાગ રહેવાની સલાહ છે.


22 Dec 2020


View All blogs

More Articles