શનિ ગ્રહને કારણે મિસ્ત્રીના જીવનમાં અાગામી સમયમાં પણ અનેક અનિશ્વિતતાઅો અને કાયદાકીય સમસ્યાઅો જોવા મળશે. આ સમયગાળામાં શનિ અનુક્રમે ધન અને વૃશ્ચિક રાશિમાં વારાફરતી માર્ગી-વક્રી-માર્ગી ચાલમાં રહેશે અને સાથે રાહુનું અશુભ ગોચર તો રહેશે જ. ગ્રહોની અા પરિસ્થિતિને કારણે તેને વધુ કાયદાકીય મુશ્કેલીનો સામનો કરવો પડશે. સાયરસના જીવનમાં અચાનક અેટલી સમસ્યાઅો અને તાતા ગ્રુપના ચેરમેનપદેથી તેની હકાલપટ્ટી પાછળ જ્યોતિષીય દૃષ્ટિઅે ક્યું કારણ જવાબદાર છે? અને અાગળ તેનું ભાવિ કેવું રહેશે. ચાલો જાણીઅે ગણેશજીના મતે.
જન્મતારીખ: 4 જુલાઇ, 1968
જન્મસ્થળ: મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત
સૂર્ય કુંડળી
(સાયરસ મિસ્ત્રીનો જન્મનો સમય ઉપલબ્ધ ના હોવાથી તેની સૂર્ય કુંડળીના અાધારે અહીં ફળકથન કરવામાં અાવ્યું છે)
1) ચેરમેનપદેથી હકાલપટ્ટી પાછળ ગ્રહોની કઇ સ્થિતિ જવાબદાર છે?
રાહુનું ગુરુમાંથી ગોચર:
ગણેશજી અનુસાર દુષિત રાહુ પ્રોફેશનના સ્થાન અેટલે કે દસમા ભાવના તેમજ ભાગીદારી અને પબ્લીક ઇમેજના સ્થાન ગણાતા અેવા સાતમા ભાવના સ્વામી ગુરુ પરથી પસાર થઇ રહ્યો છે. ગુરુને સૌથી લાભદાયી ગ્રહ માનવામાં અાવે છે અને દુષિત રાહુનું ગુરુમાંથી ગોચર મિસ્ત્રીની વિરુદ્વ ચાલ રમી રહ્યું છે. અને તેના પરિણામે કંપનીના મેનેજમેન્ટ તરફથી પણ તેનો પૂરતો સાથ સહકાર નથી મળી રહ્યો. શું અાપ પણ કારકિર્દીમાં અા પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો? તો અાજે જ
વિદ્વાન જ્યોતિષીઅોનું માર્ગદર્શન પ્રાપ્ત કરો.
અન્ય પ્રભાવ:
અહીં નોંધવા જેવી બાબત અે છે કે ત્રીજો ભાવ અને ગુરુ વિભક્ત પ્રભાવ હેઠળ છે. અા ભાવ પરથી રાહુનું ગોચર અને કેન્દ્ર સ્થાનથી શનિની અા સ્થાન પર દ્રષ્ટિ. અા રીતે છૂટુ પડવાનું દર્શાવે છે તેવું ગણેશજી કહે છે. છઠ્ઠો ભાવ રોજગારીને લગતી બાબતોનો કારક છે. તદુપરાંત શનિનું જન્મના સૂર્યથી છઠ્ઠા ભાવમાંથી અને અન્ય ત્રણ ગ્રહોમાંથી ગોચર પણ મદદરૂપ નથી થઇ રહ્યું. શું અાપના અને બિઝનેસ પાર્ટનર વચ્ચે પણ ખરાબ તબક્કો ચાલી રહ્યો છે? તો અાજે જ
ભાગીદાર સાથેની સુંસગતતા માટેનો રિપોર્ટ મેળવો.
કાયદાકીય કોયડો:
અા ગોચર કાયદાકીય ગૂંચ અને અાંટીઘૂટીને દર્શાવે છે. છઠ્ઠો ભાવ કાયદાકીય બાબતો, વિવાદો અને કોર્ટ કેસનો કારક છે અને શનિ જ્યારે સૂર્યથી છઠ્ઠા ભાવે ભ્રમણ કરે છે ત્યારે તે નુકસાન પહોંચાડી શકે છે. શનિના ધન રાશિમાં પ્રવેશ બાદ વધુ ગુંચવણભરી પરિસ્થિતિનું સર્જન થશે.
2) ગ્રહો તેના ભાવિ વિશે શું દર્શાવે છે?
મૂંઝવણ અને અનિશ્વિતતાનો સમય?
ગણેશજી મુજબ મિસ્ત્રીનું અાગામી વર્ષ અનેક ઘટનાઅોથી ભરપૂર રહેશે. શનિ અનુક્રમે ધન અને વૃશ્ચિક રાશિમાં વારાફરતી માર્ગી-વક્રી-માર્ગી ચાલમાં રહેશે. ગ્રહોની અા સ્થિતિ સાયરસના જીવનમાં અનેક સમસ્યાઅો અને અવરોધોનું સર્જન કરશે અને તેથી તેમણે દરેક બાબતમાં વધુ સાવચેતીપૂર્વકનું વલણ અખત્યાર કરવું પડશે. શું અાપ પણ બિઝનેસને લગતા કોઇ મહત્વના નિર્ણય લેવાની યોજના બનાવી રહ્યો છો? તો અાજે જ
પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ મેળવીને બિઝનેસને લગતું યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરો.
શનિની 30 વર્ષની સફર: વધુ પડકારજનક સમયના અણસાર:
28 અોક્ટોબર, 2017ના રોજ જ્યારે શનિ ધન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તેની મિથુન રાશિમાં રહેલા ગ્રહોના સમૂહ પર દૃષ્ટિ ગંભીર વિવાદો અને કાયદાકીય કોયડાને જન્મ અાપશે. ભુતકાળના કેટલીક ઘટનાઅો ફરીથી તેને પરેશાન કરે અને તેની વિરુદ્વ કોઇ અાક્ષેપ જોવા મળે તેવી પણ શક્યતા છે. 18 અોગસ્ટ, 2017થી રાહુનું ત્રણ વર્ષનું ગોચર તેના જખમ પર વધુ ઘા મારશે.
ગુરુનો સકારાત્મક પ્રભાવ:
શનિ અને રાહુના પ્રતિકૂળ પ્રભાવની વચ્ચે ગુરુનો સકારાત્મક પ્રભાવ પણ ઝાંખો પડી રહ્યો છે પણ હા તેનાથી ચોક્કસપણે તેને જરૂરી અેવી અાંશિક રાહત મળી રહેશે.
અેકંદરે અા જ્યોતિષીય ચિત્રને ધ્યાનમાં રાખતા સાયરસ મિસ્ત્રીની કસોટીનો સમય શરૂ થઇ ચૂક્યો છે. તેથી ગણેશજીને તેને સાવચેતીપૂર્વક અાગળ વધવાની સલાહ અાપી રહ્યા છે.
ગણેશજીના અાર્શીવાદ સાથે
07 Nov 2016
View All blogs