For Personal Problems! Talk To Astrologer

મહાવીર જન્મકલ્યાણક: સત્ય, અહિંસા અને સંયમનું પર્વ


Share on :


જૈન ગ્રંથો અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની તેરસના દિવસે જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાથી જૈનો દ્વારા આ દિવસની મહાવીર જયંતિ તરીકે ઉજવણી કરવામાં આવે છે. મહાવીર સ્વામીના પાવન અવતરણના આ દિવસને મહાવીર જન્મકલ્યાણક તરીકે ઓળખવામાં આવે છે.
મહાવીર સ્વામીનો જન્મ બિહારમાં પટનાથી 29 માઈલ દૂર કુંડલગ્રામમાં ઈક્ષ્વાકુ વંશમાં પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલા દેવીના પુત્ર ભગવાન મહાવીર સ્વામીનું બાળપણનું નામ વર્ધમાન હતું. ભગવાન માતા ત્રિશલાના ગર્ભમાં હતા ત્યારે માતા ત્રિશલાને વિવિધ સ્વપ્ન(શ્વેતાંબર મત પ્રમાણે 14 અને દિગંબર મત પ્રમાણે 16 સ્વપ્ન) આવતા હતા અને તેના આધારે તેમના પિતા સિદ્ધાર્થ ભાવી પુત્રના પ્રભાવ, તેજ, આધ્યાત્મ સહિત વિવિધ બાબતો અંગે અર્થઘટન કરતા હતા. મહાવીરના લગ્ન યશોદા સાથે થયા હતા જ્યારે તેમને પ્રિયદર્શની નામને એક પુત્રી પણ હતી. 

શું તમે તમારું ભવિષ્ય જાણવા માંગો છો? તો અાજે જ 2018 નો વિસ્તૃત વાર્ષિક રિપોર્ટ ખરીદો અને પ્રારબ્ધ નક્કી કરીને પ્રગતિના પંથ પર અાગળ વધો. 

બાળપણથી જ જૈન ધર્મના આચરણોમાં ઊંડી અભિરુચિ અને ઈશ્વર પ્રત્યેની અપાર લાગણીના કારણે તેઓ જૈન ધર્મના નીતિ નિયમોનું ચુસ્ત પાલન કરતા હતા. માત્ર 30 વર્ષની વયે જ તેમણે બધા જ રાજપાટ અને વૈભવ ત્યજીને સત્યની શોધમાં સંયમનો માર્ગ પસંદ કર્યો અને 12 વર્ષ સુધી સંયમી જીવન વિતાવી કઠોર તપસ્યાથી તેમણે કામ, ક્રોધ, લોભ, મોહ ઉપરાંત તમામ ઈન્દ્રીઓ પર કાબુ મેળવ્યો હોવાથી તેમને મહાવીર તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન મહાવીરના નિયમો અહિંસા, દયા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને ધર્મ આધારિત છે.

શું તમારા વ્યક્તિગત જીવનમાં કોઇ સમસ્યાઓ છે? તો વ્યક્તિગત જીવન અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને સચોટ માર્ગદર્શન પ્રાપ્ત કરો. 

આ વર્ષે 29 માર્ચ 2018ના રોજ મહાવીર જયંતિ છે. આ દિવસે જીનાલયોમાં વિશેષ પૂજા-અર્ચના રાખવામાં આવે છે તેમજ જૈનાચાર્યોના ઉપદેશ-અમૃતવાણીથી મુમુક્ષુઓ ધન્યતા અનુભવે છે. મહાવીર જયંતિએ સૌ ભેગા મળીને જૈન ધર્મના નિયમોનું આચરણ કરવાનો સંકલ્પ કરે છે અને રથયાત્રાનું આયોજન કરી ભગવાન મહાવીરના ગુણગાન ગાવામાં આવે છે આ ઉપરાંત જૈનો મોક્ષની પ્રાપ્તિની આશા સાથે જરૂરિયાતમંદો અને ગરીબોને યથાશક્તિ દાન કરે છે અને આ પ્રકારે મહાવીર સ્વામીના અંહિસાના સંદેશનો પ્રચાર કરવામાં આવે છે.

ગણેશજીના આશીર્વાદ સાથે
મિતેશ શાહ

અાપની અંગત સમસ્યાઓનું નિવારણ પ્રાપ્ત કરવા માટે અાજે જ અમારા વિદ્વાન જ્યોતિષીઓ સાથે સીધી વાતચીત કરો. 

29 Mar 2018


View All blogs

More Articles