For Personal Problems! Talk To Astrologer

અનિલ અંબાણી માટે વર્ષ ૨૦૧૩નું ફળકથન


Share on :


અનિલ અંબાણીની સૂર્ય કુંડળી
જન્મ તારીખ ૦૪-૦૬-૧૯૫૯

2010 માં ભારતના સોથી વધારે ધનિક લોકોમાં સ્થાન મેળવનાર અને એક સફળ બિઝનેસમેન તરીકે આગળ પડતું નામ ધરાવનાર અનિલ અંબાણીનો ADAG GROUP ને સફળતાના સોપાન સુધી લઇ જવામા સિંહ ફાળો છે.

અનિલ અંબાણીનો મેષ રાશિમાં જન્મ થયો હોવાથી તેઓ ખૂબ જ મહેનતુ અને જોમ જુસ્સાથી કામ કરવામાં માને છે. સાથે વૃષભનો સૂર્ય તેમને ઘણા મહત્વાકાંક્ષી બનાવે છે. ભરણી નક્ષત્રમાં જન્મ થયો હોવાથી તેમનું મિત્ર મંડળ પણ ઘણું વિશાળ છે.

ભાગ્યેશ અને કર્મેશ શનિ તેમની કુંડળીના આઠમા સ્થાનમાં છે જેથી મહેનતના અંતે ભાગ્યનો જે રીતે તેમને સાથ મળવો જોઈએ તે નથી મળતો. બીજું શનિની આઠમા સ્થાન પરથી ધન સ્થાન પર દ્રષ્ટિ હોવાના કારણે તેમની આર્થિક પ્રગતિ પર તે સ્પીડબ્રેકર લગાવે છે.

સૂર્ય કુંડલી પ્રમાણે તેમનો ધન સ્થાન નો માલિક અને શેરબજારના પાંચમા સ્થાનનો માલિક બુધ અસ્તનો છે ઉપરાંત, શેરબજારના સ્થાનમાં જન્મનો રાહુ બિરાજમાન હોવાથી ADAG GROUP ને ફાયદો નથી થઇ રહયો.

18/05/2012 થી 31/05/2013 દરમ્યાન ગુરુ મહારાજ વૃષભમાં રહેશે જે અનિલ અંબાણીની કુંડલીના જન્મના સૂર્ય અને બુધ પરથી પસાર થશે જે તેમના માટે બિઝનેસમાં નવા વિસ્તરણ માટેનો માર્ગ મોકળો કરશે. ૦1/06/2013 થી ગુરુ મહારાજ મિથુન રાશિમાંથી પસાર થશે જે તેમનું ધન સ્થાન છે તેથી તેમને ફરી સપોર્ટ મળી રહેશે.

24/12/2012 થી વર્ષ ના અંત સુધી શનિ-રાહુ ની યુતિ તુલા રાશિમાં છઠા સ્થાનમાં રહેશે અને ગોચરનો કેતુ તેમના જન્મના ચંદ્ર પર રહેશે જેને કારણે તેમને અલગ અલગ પ્રકારના પડકારોનો સામનો કરવો પડશે. બીજું ચંદ્ર દુષિત થતો હોવાથી માનસિક પરેશાની વધશે. એકંદરે ગુરુ મહારાજ અને ગણેશજી બંને નો સાથ અનિલ અંબાણી ને મળી રહેશે.ફકત તેમણે તબીયતનું ધ્યાન રાખવું પડશે.

12 Feb 2013


View All blogs

More Articles