For Personal Problems! Talk To Astrologer

શોપિંગ અને રાશિઓ


શોપિંગ પર જઈ રહ્યા છો? શોપિંગનો અનુભવ અદ્ભૂત બનાવવા માટે જાણો કે આપ કઈ રાશિના જાતકોને પોતાની સાથે લઈ જશો.

મેષ:

શોપિંગનો ખૂબ જ સારો અનુભવ કરવો હોય તે મેષ રાશિના મિત્રો પર વિશ્વાસ મુકી શકાય. શ્રેષ્ઠ ભાવતાલ કરવાનો હોય, આધુનિક ટ્રેન્ડ પ્રમાણે મળતી વસ્તુઓનું સ્થળ જાળવું હોય કે પછી ખરીદીની સાથે આનંદ પણ કરવો હોય તો મેષ જાતકો ખૂબ જ યોગ્ય ગણાય છે. તેઓ પોતાના બહુમુલ્ય સલાહ-સુચનથી આપના શોપિંગ અનુભવને યાદગાર અને મુલ્યવાન બનાવી દેશે. આ જાતકો હંમેશા આધુનિનક ફેશન અને સ્ટોર્સની માહિતી ધરાવતા હોય છે. મેષ જાતકો આપને એકદમ અનુકૂળ ચીજની ખરીદી માટે માર્ગદર્શન આપી શકે છે. આ બધાથી ઉપર, તેઓ એટલા ખર્ચાળ પણ હોય છે કે મોંઘાદાટ વસ્ત્રો ખરીદવાની આપની ઈચ્છા પર અંકુશ લાવવાનું તેઓ આપને નહીં કહે. અતિઉત્સાહી મેષ જાતકો સાથે આપ કદમતાલ મિલાવી શકો એટલું ધ્યાન રાખજો. તેમજ ઉતાવળમાં જો તેઓ નજીવી મુર્ખામી કરે તો અવગણતા શીખજો – જોકે તેનાથી આપને મોટી હાનિ નહીં પહોંચે.

વૃષભ:
વૃષભ જાતકો હઠીલા હોય છે અને બીજા લોકો તેમના વિશે ખરેખર શું વિચારે છે તેની પરવા નથી કરતા. માટે તેમને વિચિત્ર કે વિષમકેન્દ્રી કહેવામાં આવે તો ખોટું નથી. વૃષભ જાતકોને જેવા છે તેવા જ રહેવાનું અને ટોળાંથી અલગ દેખાવાનું ગમે છે. રંગ, સ્ટાઈલ, પ્રિન્ટ કે પેટર્નની પસંદગની વાત આવે ત્યારે તેઓ ખૂબ જ બિન્દાસ અને સાહસિક વલણ બતાવે છે. સ્ટાઈલની વાત આવે તો વૃષભ જાતકો પર ભરોસો મુકી શકાય કારણ કે માત્ર તેઓ હવામાં તીર નથી છોડતા. વૃષભ મહિલા જાતકો આપનું પલ્લું ક્યારેય નમવા નહીં દે. મહિલા જાતકોથી વિપરિત પુરુષ વૃષભ જાતકોને શોપિંગમાં ખાસ રસ નથી હોતો. આ જાતકોને શોપિંગમાં મળતી છુટછાટો કે સેલમાં પણ ખાસ રસ નથી હોતો. ચિંતા ન કરશો, કારણ કે મહિલા વૃષભ જાતકોને ‘સિઝન સેલ’ની કોઈપણ તક ઝડપી લેવી ગમે છે.

મિથુન:
મિથુન જાતકોને ડંફાશો મારવાનું ગમે છે અને શોપિંગની બાબતે પણ તેમનું વલણ કંઈક આવું જ હોય છે. સૌપ્રથમ તો કોઈપણ વ્યક્તિ તેમને સાંભળે તેવી તેમની ઈચ્છા હોય છે અને બાદમાં તેઓ જ નક્કી કરે છે કે શોપિંગ કરવા માટે સારું સ્થળ અને સમય કયો છે. મિથુન જાતકોને સાથે લઈ જાવ ત્યારે દુકાનદાર સાથે રકઝક કરવાની તેમજ ભાવતાલ કરવાની તૈયારી રાખજો. માટે જો આપ શોપિંગ બજારમાં, ફૂટપાથ પર ભરાતા બજારમાં, ખૂબ ભાવતાલ થતો હોય તેવા સ્થળે કે કોઈ સ્થાનિક બજારમાં થઈ રહ્યા હોવ ત્યારે શોખીન છતાં વ્યવહારું સ્વભાવના આ જાતકોને સાથે લઈ જવાનું યાદ રાખજો. ખરેખર તો, આ લોકો આપને શોપિંગ મોલ કે બુટિક જેવા સ્થળોએથી શોપિંગ કરવાની ના પાડશે. મિથુન રાશિના પુરુષ જાતકો આ જ રાશિની મહિલા જાતકોની સરખામણીએ પ્રમાણમાં ધીરજવાન અને શાંત હોય છે. તેઓ શાંતિથી પોતાની સાથે શોપિંગ પર આવેલા લોકોની બેગ ઉપાડી તેમની સાથે ફરવાનું અને તેમને સ્વતંત્ર રીતે શોપિંગની તક આપવાનું પસંદ કરે છે.

કર્ક:
કર્ક પુરુષ જાતકો સામાન્યપણે ખૂબ જ શ્રેષ્ઠ શોપિંગ સાથીદાર બની શકે છે. ધીરજવાન અને ઉમદા સ્વભાવના આ જાતકો શોપિંગ વખતે ભાગ્યે જ તેમના શોપિંગ સાથીદારને પોતાના ક્રેડિટકાર્ડની મર્યાદા વિશે ટકોર કરે છે. શોપિંગ સાથીદાર તેમની પત્ની કે ગર્લફ્રેન્ડ હોય તો પણ તેઓ ખર્ચનો વિચાર કરતા નથી. આ અમર્યાદિત શોપિંગથી છેવટે તેમના ખિસ્સામાં મોટુ ગાબડું પડે છે. કર્ક જાતકો ક્યારેય અન્ય વ્યક્તિને વણમાંગી સલાહ આપવાનું કે અન્ય વ્યક્તિના શોપિંગ ઉત્સાહમાં હસ્તક્ષેપ કરવાનું પસંદ નથી કરતા. મહિલા કર્ક જાતકો જરૂર પડે તો તેમની કિંમતી ટિપ્પણીઓ આપે છે, તેમ છતાં, સામાન્યપણે તો તેમને પોતાના સાથીદારને ખરીદી કરતા જોવાનો આનંદ માણવાનું જ ગમે છે. જો પોતાના માટે જ શોપિંગની વાત આવે તો કર્ક જાતકોને એકલા જ ખરીદી કરવા જવાનું ગમે છે. પોતાનો વારો ન આવે ત્યાં સુધી તેને રાહ જોવામાં સહેજ પણ વાંધો નથી હોતો, અને પ્રિયપાત્ર ખરીદીમાં વ્યસ્ત હોય ત્યારે તેઓ ભાગ્યે જ ખરીદી કરવાનું પસંદ કરે છે.

સિંહ:
સિંહ જાતકોને શોપિંગ પર સાથે લઈ જવામાં આવે તો તેમને ખૂબ જ ગર્વ થાય છે અને આ માટે તેઓ હંમેશા ઉત્સુક પણ રહે છે, ખાસ કરીને તેમને શોપિંગ ન કરવાનું હોય ત્યારે. માટે, આપ જ્યારે પણ બહાર જવા માંગો, પાર્ટીમાં જાવ કે કોઈપણ આનંદપૂર્ણ પ્રવૃત્તિમાં જોડાવ ત્યારે સિંહ જાતકોને અચુક સાથે રાખજો જેથી ચોક્કસપણે આનંદ મળશે. જોકે વ્યક્તિગત શોપિંગમાં સાથે લઈ જઈને તેમને પરેશાન કરવા યોગ્ય નથી. છતાં પણ, જો તેમને સાથે લઈ જવાની ઈચ્છા હોય તો, જીર્ણશીર્ણ કે અસ્તવ્યસ્ત દુકાને કે માર્કેટમાં તેમને લઈ જવાની ભુલ ન કરતા. તે સ્થળ સુંદર અને સિંહ જાતકોને ગમે તેવું હોવું જોઈએ. સામાન્યપણે અહંવાળા અને અધીરા સિંહ જાતકો થોડા સ્વાર્થી પણ હોય છે. જો તેમને શોપિંગનું સ્થળ ન ગમે તો, તેમની નારાજગી તરત જ વર્તાઈ આવે છે. એક વાત યાદ રાખજો કે, તેઓ પોતે શોપિંગ માટે બજારમાં જાય ત્યારે તમને બોલાવે તેવી શક્યતાઓ લગભગ નહીંવત છે.

કન્યા:
કન્યા જાતકોને તેમના પ્રિયજનો સાથે અણધાર્યા શોપિંગ પર જવામાં ખૂબ જ મજા આવે છે. ઈચ્છિત તેમજ એકદમ બંધબેસતા વસ્ત્રો કે અન્ય ચીજો ખરીદવા માટે તેમને ખૂબ જ વ્યસ્ત તેવા બજારમાં ધુળિયા વાતાવરણમાંથી પસાર થવું પડે તો પણ કન્યા જાતકોને કોઈ જ વાંધો ન હોવાથી તેઓ શોપિંગનો આનંદ માણી શકે છે. જોકે ખૂબ જ સચેત રહેતા કન્યા જાતકો દુકાનદાર માટે કદાચ માથાનો દુઃખાવો બની શકે છે. તેમની વધુ પડતી તકેદારી રાખવાની વૃત્તિ અને શંકાશીલ સ્વભાવના કારણે તેઓ એક જ વસ્તુ અલગ અલગ જગ્યાએ જુએ છે, કિંમતની સરખામણી કરે છે પછી જ તમને ખરીદવાની હા પાડે છે. ઓનલાઈન શોપિંગ વખતે પણ તેઓ અલગ અલગ વેબસાઈટ પરથી માહિતી મેળવી સરખામણી કરે છે. માટે જો આપ વધુ પડતું વિશ્લેષણ ન કરતા હોવ અને એક એક રૂપિયો બચાવતા ન હોવ તો કન્યા જાતકોની આ વૃત્તિ આપને થોડી નિમ્ન કક્ષાની પણ લાગી શકે છે. છતાં પણ, જ્યારે કોઈ ભરોસાપાત્ર વસ્તુ ખરીદવી હોય તો કન્યા જાતકોની સલાહ લેવાનું ન ચુકતા.

તુલા:
તુલા જાતકો કદાચ શોપિંગ માટે વધુ પડતા ઉત્સાહિત ન હોવા છતાં, તેમની સુંદર સ્ટાઈલ અને અલગ જ વસ્તુ પારખવાની નજર, તેમના ઉત્સાહની ઉણપ કરતા વધુ કિંમતી અને સુંદર છે. બેશકપણે તેઓ બ્રાન્ડને મહત્ત્વ આપે છે, અને અદ્યતન શૈલીના પોશાક વેચતા તેમની પસંદગીના સ્થળોએથી આપને પણ શોપિંગ કરવાનું કહે છે. જોકે, તેઓ ભાગ્યે જ ખૂબ કાળજી રાખીને કે નાનામાં નાની વાતો પર ધ્યાન આપીને શોપિંગ કરતા જોવા મળે છે. સૌથી વધુ બંધબેસતી ચીજ ખરીદવામાં તેઓ વધુ પડતો સમય વેડફતા નથી, કદાચ તુલા મહિલા જાતકોને તેમના લગ્નના વસ્ત્રો ખરીદવાના હોય તો પણ તે વધુ સમય નથી લેતી. તુલા જાતકો મોટાભાગે તેમની વસ્તુઓ આશરે જ પસંદ કરી લે છે, અને પોતાની ચીજોના શોપિંગનું કામ અન્યોને સોંપવાનું પણ તેમને ગમે છે. જોકે તેમની સારી પસંદગી અને બીજાને મદદ કરવાનો અભિગમ સાથી વ્યક્તિના શોપિંગનો અનુભવ વધુ સરળ અને રસપ્રદ બનાવી દે છે. માટે જો આપને અદ્યતન અને કંઈ જ અલગ જ દેખાય તેવી વસ્તુ ખરીદવી હોય તો તુલા જાતકોને સાથે લઈ જઈ શકો છો.

વૃશ્ચિક:
વૃશ્ચિક જાતિના પતિ ખૂબ સારા શોપિંગ પાર્ટનર બની શકે છે અને આજ ગુણ મહિલા જાતકોને પણ લાગુ પડે છે. જોકે, તેઓ જીવનની અન્ય બાબતોમાં વધુ રસ લેતા હોવાથી શોપિંગ માટે અતિ ઉત્સાહિત હોય તેવી અપેક્ષા ન રાખવી. તેમના રોજિંદા કાર્યોની લાંબી યાદીમાં શોપિંગને એક વધારાના કામ તરીકે ઉમેરી શકાય. શોપિંગની વાત આવે ત્યારે તેઓ ટાળવાની વૃત્તિ પણ ધરાવે છે, ખાસ કરીને પુરુષોમાં આ ગુણ જોવા મળે છે. તેમને આરામથી બેસીને બીજા લોકોને શોપિંગ કરતા જોવાનું ગમે છે. વૃશ્ચિક જાતકોને ખોટો કકળાટ કે રકઝક પસંદ ન હોવાથી શોપિંગથી ગમે તેમ કરીને છુટકારો મેળવવામાં તેઓ સંતોષ અનુભવે છે. તેમને ખબર પડે કે તેમના સાથીદારે પુરતુ શોપિંગ કરી લીધું છે એટલે તુરંત જ બિલ ચુકવીને ત્યાંથી છુટવાનો પ્રયાસ કરે છે. ઉપરાંત, શોપિંગ પુરુ થાય એટલે ખૂબ જ સારું ભોજન અથવા કમસેકમ સારા ચોકો ડ્રિંકનો આનંદ માણવા તેઓ પહોંચી જાય છે.

ધન:
પોતાના સ્વભાવ પ્રમાણે હંમેશા સાદા છતાં સુંદર વસ્ત્રોમાં જોવા મળતી ધન રાશિની મહિલા જાતકો સામાન્યપણે બદલાતી ફેશનથી અવગત રહે છે, અને જે-તે સમયના સૌથી પ્રચલિત ટ્રેન્ડ પ્રમાણે ખરીદી અને ભાવતાલ કરવાનું તેમને ગમે છે. શોપિંગ માટે તેઓ પોતે ઘણા ઉત્સુક હોવા છતાં, એટલા સારા શોપિંગ સાથીદાર કદાચ તેઓ ન પણ બની શકે. ધન જાતકો સામાન્યપણે પોતાની દુનિયામાં ડુબેલા રહેવાની વૃત્તિ ધરાવતા હોવાથી તેમના અતિમહત્ત્વના શિડ્યુલને ધ્યાનમાં રાખી તે પ્રમાણે તમારે શોપિંગનો સમય નક્કી કરવો પડે છે. જોકે ચતુર મિત્રો તેમના આ અહંપૂર્ણ ગુણને પણ પોતાના લાભ માટે ઉપયોગમાં લઈ લે છે. તેમની સ્ટાઈલના વખાણ કરશો અને તેમના અનુકૂળ સમયનું પાલન કરશો તો તેઓ જરૂર તમને બહુમુલ્ય સલાહ આપશે. કેટલીક અસામાન્ય ચીજો ખરીદતી વખતે તેમને અચુક સાથે રાખવા. ધન રાશિના સાથીદાર પોતાની રીતે ખરીદી કરતા હોય ત્યારે આ રાશિના પુરુષ જાતકો મહિલાઓની સરખામણીએ પોતાની જાત અંગે પ્રમાણમાં ઓછી ચિંતા કરે છે અને ધીરજ પણ રાખે છે. જોકે ધન જાતકો પોતાની ખરીદીની વાત આવે તો વસ્ત્રોના બદલે પુસ્તકો અને સીડી જેવી ચીજો ખરીદવાનું વધુ પસંદ કરે છે.

મકર:
અણધારી અને ઉતાવળે શોપિંગ કરવાની આપની યોજનાઓનો અન્ય કોઈપણ જાતકો કરતા સખત મહેનતુ સ્વભાવના મકર જાતકો ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ આપે છે અને તેમને શોપિંગ કરવાનું ગમે પણ છે. તેઓ ધીરજથી શોપિંગ કરનારા સાથીદાર બની શકે છે. તેમને શોપિંગનું ખૂબ વળગણ તો નથી હોતું તેમ છતાં શોપિંગ માટે જતી કોઈપણ વ્યક્તિને માત્ર સંગાથ આપવા માટે તેઓ તૈયાર રહે છે. તેમજ આ જાતકોને જો અગાઉથી શોપિંગની યોજના અંગે જાણ કરી દેવામાં આવે તો મદદ માટે તેઓ સૌથી ભરોસાપાત્ર સાથી પુરવાર થાય છે. જોકે મોભા કે દરજ્જા મામલે ખૂબ જ ધ્યાન આપતા મકર જાતકોને સસ્તા કે નાના બજારમાંથી શોપિંગ કરવાનું નથી ગમતું અને તેઓ કંઈક અલગ, સુંદર તેમજ સારી ગુણવત્તાને ધ્યાનમાં રાખીને જ શોપિંગ કરવાનું વલણ ધરાવે છે. તેમને ખૂબ જ સારા ડિઝાઈનર બુટિક અથવા જરા હટકે કહેવાય તેવા સ્થળેથી શોપિંગ કરવાનું ગમે છે. તેમણે અજમાવેલા અને પસંદ હોય તેવા ચેઈન સ્ટોરમાંથી શોપિંગ કરવાનું પણ તેઓ પસંદ કરે છે. પુરુષ મકર જાતકોને નાનામાં નાની મનપસંદ ચીજ શોધવામાં પણ કલાકો વીતી જાય તો વાંધો નથી હોતો જ્યારે આ રાશિની મહિલા જાતકોને પોતાના કરતા અન્યો માટે શોપિંગ કરવામાં મજા આવે છે.

કુંભ:
બુદ્ધિશાળી કુંભ રાશિના જાતકો હંમેશા અવનવા આઈડિયા ધરાવતા હોય છે, આથી કોઈપણ વ્યક્તિએ ક્યારે અને ક્યાંથી શોપિંગ કરવું તે વિશે તેમના મગજમાં સુંદર વિચાર હોય જ છે. થોડા અરિક્ત રહેવાના તેમના સ્વભાવના કારણે, હળીમળીને તેમજ આનંદથી શોપિંગ કરવા માટે બોલાવેલા કુંભ જાતકો શરૂઆતમાં પોતાની જાતમાં વધુ ડુબેલા હોય તેવું લાગે છે. જોકે, તેનાથી વિપરિત આ જાતકો એકંદરે ખૂબ જ ઉત્સાહી અને મદદરૂપ શોપિંગ સાથીદાર પુરવાર થઈ શકે છે. તેમની આગવી સૂઝના કારણે તેઓ પોતાના મિત્ર સાથે જીવનસાથીને કંઈક અલગ છતાં સુંદર ચીજવસ્તુઓ ખરીદવા માટે યોગ્ય માર્ગદર્શન આપવાનું સામર્થ્ય ધરાવે છે. તેઓ વિશાળ મિત્રવર્તુળ ધરાવે છે અને નેટસર્ફિગના પણ ખૂબ જ શોખીન હોવાથી સેલ સિઝન, એક્સચેન્જ ઓફર સહિત અન્ય માહિતી તેમના પાસે ઉપલબ્ધ હોય છે. ખરીદી વખતે સારામાં સારો ભાવતાલ કરવા માટે આ જાતકો પર વિશ્વાસ મુકી શકાય. જોકે, તેમને વધુ પડતો ખર્ચ કરવો ગમતો નથી માટે તેઓ પોતાના માટે વધુ પડતી ખરીદી કરતા જોવા મળતા નથી.

મીન:
લાગણીશીલ અને નરમ સ્વભાવના મીન જાતકોને ઓફિસમાંથી છટકીને શોપિંગ કરવા જવાનું ખૂબ જ ગમે છે. કામ અને દિલથી રોમેન્ટિક સ્વભાવના મીન જાતકોને ભેટ આપવાની પ્રણાલી પણ ગમે છે. તેમને પ્રિયજનો અને આપ્તજનો માટે નાની અને સુંદર ચીજો ખરીદવાનું ખૂબ ગમે છે અને જો આપ એવા કોઈ સ્થળે ખરીદી કરવા જઈ રહ્યા હોવા તો આપની સાથે આવવાનું પણ પસંદ કરે છે. મીન જાતકો શોપિંગ પર સાથે આવો તે આપના કરતા વધારે તેઓ ખરીદી કરશે. મોટાભાગના મીન જાતકોને શોપિંગ ખૂબ જ પસંદ હોવાથી આમા કંઈ જ નવું નથી. તેઓ ખૂબ જ સારા અને શાંતિપ્રિય શોપિંગ સાથી બની શકે છે કારણ કે ખરીદી કરતી વખતે તેઓ ઘડિયાળના કાંટા પર નજર કરતા નથી. તેમજ તેમનો સહિષ્ણુ સ્વભાવ આપને તણાવ મુક્ત શોપિંગની ખાતરી અપાવે છે. જોકે, આ જાતકો પોતાની રીતે થોડા ગુંચવાયેલા હોય છે માટે શોપિંગમાં માત્ર તેમની જ સલાહ પર આંધળો વિશ્વાસ ન મુકવો જોઈએ.

04 Dec 2013

share
View All Astro-Fun