For Personal Problems! Talk To Astrologer

નવા વર્ષમાં ભાગ્યનો સાથ મેળવવા માટે સાત સોનેરી સુચનો


Ganeshaspeaks.com
શું આપ નવા વર્ષે આપનાં ઘરમાં સદ્ભાગ્યને આવકારવા માંગો છો? શું આપ ઈચ્છો છે કે આપનાં ઘરમાં વધુ સુખ, સમૃદ્ધિ, સૌહાર્દ અને શાંતિ આવે તેમજ આપ પરિવાર સાથે ખુશીથી છલકાતું જીવન માણી શકો? અહીં દર્શાવેલા કેટલાક સરળ ઉપાયોનું પાલન કરીને આપ પોતાનાં ઘરનાં શુદ્ધિકરણ દ્વારા બેશકપણે આ બધુ જ પામી શકો છોઃ
આપના ઘરમાં વર્ષોના સમયમાં આવેલી નકારાત્મક ઉર્જાને સંપૂર્ણપણે દૂર કરવી ખૂબ જ જરૂરી છે. આથી આપ ઘરમાં એકદમ સ્વચ્છતા જાળવો જે આવશ્યક છે. નવા વર્ષના પ્રારંભ પૂર્વે પણ આપ સ્વચ્છતાની પુરી ચોક્કસાઈ રાખો અને આપના ઘરમાંથી કોઈપણ નકારાત્મક ઉર્જાને નવા વર્ષની શુભ પ્રભાતથી જ બહાર ધકેલી દો.

આ ઉપરાંત ઘરનો દરેક ખૂણો અને જગ્યા આપ સકારાત્મક ઉર્જાથી ભરો તે પણ ખૂબ મહત્વપૂર્ણ છે. આ માટે આપ નીચે દર્શાવેલા કેટલાક સોનેરી સુચનોને અનુસરી શકો છો.
  • આપનાં ઘરની સંપૂર્ણ સફાઈ થઈ જાય પછી, ઘરની એકદમ મધ્યમાં ઉભા રહો.
  • આપનાં મગજને એકદમ વિચારશૂન્ય કરી નાખો.
  • ધાતુની સાત ઘંટડીને એકધારી વગાડો(અથવા કોઈપણ પ્રકારની ઘંટડી કે જેમાંથી રણકાર નીકળતો હોય તે વગાડી શકાય). આખું ઘર ઘંટડીના અવાજથી રણકી રહ્યું હોય તેવો અહેસાસ થાય ત્યાં સુધી વગાડવાનું ચાલુ જ રાખો.
  • છેવટે, ચંદનની અગરબત્તી પ્રગટાવો અને ત્યાં મુકી દો, જેથી તેની સ્વચ્છ અને મનને શાંતિ આપતી સોડમ આખા ઓરડામાં પ્રસરી જાય.
  • આપના ઘરના દરેક ઓરડામાં ચંદનની એક અગરબત્તી પ્રગટાવો જેથી આપનાં આખાં ઘરમાં શાંતિ અને સુવાસ આપતો ચંદનનો ધુમાડો પ્રસરી જશે.

ઘરના શુદ્ધિકરણ માટે આ સૌથી સરળ ઉપાય છે અને, તેનાથી આપના ઘરમાં તાજી તેમજ સકારાત્મક ઉર્જા પણ પ્રસરી જશે.
Ganeshaspeaks.com

2(A). પ્રિયજનો સાથે સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણોઃ નવા વર્ષના આરંભે, આપ્તજનો અને પ્રિયજનો સાથે બેસીને સ્વાદિષ્ઠ ભોજનનો રસથાળ માણો અને સૌ સાથે મળીને નવા વર્ષને આવકારો. સમૂહભોજન સંબંધોમાં નીકટતા અને આત્મીયતાનો સંકેત આપે છે. ઉપરાંત, આપ નવા વર્ષને આવકારતી વખતે સૌ સાથે મળીને કોઈ રમત રમવી, સાથે મળીને ગાવું કે ડાન્સ કરવો વગેરે પ્રવૃત્તિ પણ કરી શકો છો. આપના વડીલોને પણ આ ઉજવણીમાં સાથે લેવાનું ભુલતા નહીં.
Ganeshaspeaks.com

2(B) આપના નીકટના સંબંધીઓ/ મિત્રો સાથે પણ ભોજન માણોઃ નવા વર્ષના દિવસે આપ નજીકના સંબંધીઓ અથવા મિત્રોને આપના ઘરે બોલાવી તેમની સાથે મળીને પણ ભોજન માણી શકો છો. સાથે માણેલું સ્વાદિષ્ટ ભોજન ખુશીઓ અને સંતોષનો સંકેત દર્શાવે છે. આપ ડાઈનિંગ ટેબલ પર ઘણી બધી નારંગી મુકી શકો છો અને નવા વર્ષે આપના ઘરે આવનાર તમામ લોકોને નારંગી આપી શકો છો. નારંગી દીર્ઘાયુ, સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતિક છે. આપ બાળકોને નાની ઘંટડી ભેટમાં આપી શકો છો.
૩.શુભકામનાઃ નવા વર્ષના દિવસે આપ દરેક વ્યક્તિને “આપનું નવું વર્ષ ખુશીઓ અને સમૃદ્ધિથી છલકાતું રહે” તેવી શુભકામના પણ પાઠવી શકો છો.
Ganeshaspeaks.com

4. પરિધાનઃ આ દિવસે આપ લાલ રંગના વસ્ત્રો પહેરો કારણ કે લાલ એ ખુશીઓનો રંગ છે તેમજ આ રંગના વસ્ત્રો ધારણ કરનારને ભાગ્યનો સાથ મળે છે. જો આપને લાલ રંગના વસ્ત્રો પહેરવા ન ગમતા હોય તો, આપ લાલ રંગ અથવા તેવા કોઈ શેડની એક્સેસરી પણ પહેરી શકો છો.
Ganeshaspeaks.com

5. તમારા સંતાનોને ઠપકો ન આપશોઃ નવા વર્ષે આપના સંતાનોને ઠપકો ન આપશો. નવા વર્ષનું સ્વાગત ગમ્મત અને આનંદથી કરવું જોઈએ.
6.ધારદાર તેમજ અણીદાર વસ્તુઓને દૂર રાખોઃ એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે આ દિવસે આપ ઘરમાં રહેલી તમામ ધારદાર તેમજ અણીદાર વસ્તુઓ જેમકે ચપ્પુ, કાતર, રેઝર બ્લેડ વગેરેને દૂર રાખો. આ ચીજો અપશુકનિયાળ ગણાય છે કારણ કે, તે આપના સૌભાગ્યને ખતમ કરી શકે છે.
Ganeshaspeaks.com

7. આપના બિલોની ચુકવણી કરોઃ નવા વર્ષના રોજ આપ પોતાના બાકી નીકળતા બિલો અથવા દેવાની ચુકવણી કરી શકો છો કારણ કે તેને શુભ સંકેત માનવામાં આવે છે. જો તમે પુરેપુરી ચુકવણી ન કરી શકો તેમ હોવ તો આપનાથી શક્ય હોય એટલી ચુકવણી કરો. તેના કારણે આપ દેવા કે ઉધારીથી દૂર રહેવા માંગો છો તેવો આપને અભિગમ દેખાશે જેથી આપ જીવનમાં ખુશીઓ અને સંતોષને આવકારી શકશો.

01 Jan 2015

share
View All Astro-Fun