For Personal Problems! Talk To Astrologer

રાશિ અનુસાર ઈન્ટિરિઅર ડિઝાઈનની પસંદગી


રોશનીથી ઝળહળતા ઝુમ્મર, પર્સિયન પાથરણાઓ, પ્રાચીનકાળની કલાકૃતિઓમાંથી ઝાંખો પ્રકાશ રેળાવતા દીવાઓ, ઝીણા નક્શીદાર ચાકળા, હાથીદાંતમાંથી બનાવેલા કુંડા અથવા સુંદર ધાતુની ફોટોફ્રેમ – આવું સુંદર સુશોભન કોને ન ગમે? પ્રાચીનકાળની યાદ અપાવતું વિશાળ રાચરચિલું અથવા ધાતુ અને ક્રોમના સમન્વય સાથેનું આધુનિનક ઢબનું ફર્નિચર – આપની આંતરિક ડિઝાઈનર સૂઝ અનુસાર આપને શું વધુ પસંદ છે? આપણે બધા જ કંઈક અલગ અંદાજમાં ઘરને ડિઝાઈન કરીએ છીએ અને શણગારીએ છીએ. ચાલો જાણીએ કે વિવિધ રાશિઓની ઈન્ટિરિઅર ડિઝાઈનની પસંદ-નાપસંદ કેવી હોય છે.

મેષ

મેષ જાતકો માટે ઝડપ અને ક્રિયાશિલતા સમકક્ષ શબ્દો છે. મોટાભાગના મેષ જાતકો ચાર દિવાલોની બહારની પ્રવૃત્તિઓ અને શારીરિક સ્વાસ્થ્ય ખૂબ જ પસંદ કરે છે. મેષ જાતકો ઘરને સ્વચ્છ અને સુઘડ રાખવામાં વધુ સમય ફાળવે તેવી શક્યતાઓ ઘણી ઓછી હોય છે. આથી જ, તેઓ વધુ મહેનત ન પડે, ઓછી જાળવણી રાખવી પડે અને ચોખ્ખી હોય તેવી ચીજો પસંદ કરે તે વધુ બહેતર રહેશે. ઘરમાં બધુ જ બરાબર ગોઠવવા માટે તેઓ સક્રિય અને સજાગ થઈને પ્રયાસો ન કરે ત્યાં સુધી અસ્તવ્યસ્તતાની પુરી શક્યતાઓ રહે છે. મોટાભાગે અસ્તવ્યસ્ત રહેતા તેમના ઘરમાં જો સંગ્રહની વિશાળ જગ્યા તેમના ઘરમાં થોડુ સંતુલન લાવી શકે છે. પશ્ચિમી જ્યોતિષશાસ્ત્ર અનુસાર, મેષ રાશિ ઘરની ટોચ સાથે સંબંધ ધરાવે છે. આમ, મેષ જાતકો માટે સૌથી ટોચે બેડરૂમ હોય તેવું બહુમાળી મકાન સૌથી યોગ્ય ગણી શકાય. જો તેવું શક્ય ન હોય તો આ જાતકો તેઓ બેડમાં ટેકા મુકીને ઉંચો કરી શકે છે. મેષ જાતકોને નવા પ્રોજેક્ટ્સ ડિઝાઈન કરવાનું ગમે છે, પરંતુ તેમને અધુરા મુકી દે તેવી પણ શક્યતા છે. તેમના ઘરના નવીનીકરણના પ્રોજેક્ટ્સમાં પણ આજ વાત લાગુ પડે છે. મેષ જાતકો પાસે ઘણી વખત વિવિધ ટૂલકીટ પણ મળી જાય છે. ઘરના સુશોભનની વાત હોય તો મેષ જાતકોના ઘરમાં જગ્યા(અવકાશ) તેમજ વૈભવને ખાસ મહત્ત્વ આપેલું જોવા મળે છે. મેષ જાતકોના ઘરમાં અગ્નિતત્વની ચીજોને સમાવવામાં આવે તે સલાહભર્યું છે. મીણબત્તીઓ દ્વારા સુશોભન કે અગ્નિ સ્થાનની સજાવટથી આ શક્ય બને છે.

વૃષભ
વૃષભ જાતકોને ભૌતિક ચીજો ખૂબ પસંદ હોય છે અને તેનાથી ખૂબ જ જોડાયેલા રહે છે. વૃષભ જાતકોનું ઘર મોટાભાગે આવાસ અને પ્રતિષ્ઠાના ચિહ્નરૂપ જોવા મળે છે. ઉપરાંત, શુક્રના પ્રભાવ હેઠળ તેઓ આરામ, વૈભવ અને સ્થિરતા પર પ્રાધાન્યતા આપે છે. તેમજ શુક્રના કારણે આકર્ષકતાને પણ ભુલવામાં આવતી નથી – વૃષભ જાતકોમાં ઈન્ટિરિઅર ડિઝાઈનિંગ અને સ્થાપત્યકળા કુદરતી રીતે જ આવી જાય છે. સામાન્યપણે વિલાસી સ્વભાવના વૃષભ જાતકોમાં આરામ, સૌંદર્ય અને ખૂબ જ સંતોષની ભાવના સૌથી પ્રભાવી રહે છે. તેમજ નાણાંની વ્યવસ્થા હોય તો હૂંફ, અનંત લાલિત્ય અને સમકાલિન પદ્ધતિઓને પણ ભુલવામાં આવતી નથી. વૃષભ જાતકો તેમના ઘરમાં ઓશિકા, પરદા કે ફર્નિચર દ્વારા વૈભવી અને ઉષ્માપૂર્ણ દેખાવ ઉભો કરવાનું પણ પસંદ કરે છે. તેમના ઘરમાં આકર્ષક ચીજોનો વધારો અને ઉમેરો કરવાનો વિચાર સતત તેમના દિમાગમાં ચાલતો રહે છે. ફુલો વાળા અને આકર્ષક છોડ હંમેશા તેમને ગમે છે. તેમની રાશિ ગાલીચા અને ગાલીચા વાળા તળિયા સાથે પણ સંકળાયેલી છે. વૃષભ જાતકોના ઘરમાં બેડરૂમ અરીસાઓથી સજાવેલો હોય છે, તેમજ સંપૂર્ણ વ્યવહારુ સ્ટાઈલમાં ફર્નિચર, હળવી રોશની અને સ્પર્શ કરતા જ ગમી જાય તેવી ચાદરો હોય છે. આ ઉપરાંત વૃષભ જાતકો માટે ભોજનનું પણ ઘણું મહત્ત્વ હોવાથી, પદ્ધતિસરનું અને જગ્યાવાળું કિચન કાઉન્ટર તેમજ ડાઈનિંગ એરિયાને વૃષભ જાતકોના ઘરમાં ખાસ મહત્ત્વ આપવામાં આવે છે.

મિથુન
સામાન્યપણે પાર્ટીઓ પસંદ કરતા મિથુન જાતકોને સામાજિક ક્રિયા-પ્રતિક્રિયામાં વધુ રસ હોય છે. મિથુન જાતકો સક્રિય મગજ અને ફળદાયી કલ્પનાશક્તિ ધરાવે છે અને તેમને પરિવર્તન ગમે છે. તેઓ સરળતાથી પરિવર્તન સ્વીકારે છે, અને તેમની પસંદગીમાં સતત થતા ફેરફાર અને અસમંજસના કારણે તેઓ હંમેશા પોતાના ઘરમાં ફર્નિચરની ગોઠવણી અને સુશોભન બદલતા રહે છે. સ્ટાઈલિશ મિથુન જાતકોને એક દિવસ આધુનિકતાને ધ્યાનમાં રાખીને અલ્પ પ્રમાણમાં સુશોભન કરવાની ઈચ્છા થાય તો બીજા દિવસે જ તેમને ઘરમાં કોઈ ફેશનેબલ ભપકાદાર ચીજ મુકવાની પણ ઈચ્છા થઈ જાય છે. એકંદરે તેઓ જીવનશૈલી, ડિઝાઈનની પસંદગી, બાહ્ય દેખાવ અને અભિગમમાં ખૂબ જ વિવેકી, યુવા અંદાજ વાળા અને થોડા શિરજોર પણ હોય છે. મિથુન રાશિ, શહેરો, ધબકતા કે ઘોંઘાટિયા કાર્યસ્થળો કે મનોરંજનના સ્થળો સાથે સંકળાયેલી છે. સંભવિતપણે તેમના ઘરમાં અસ્તવ્યસ્ત માહોલ જોવા મળે છે અને સકારાત્મક ઉર્જા ફરે તે માટે આવા માહોલની અવગણના કરવાનો પણ તેઓ પ્રયાસ કરે છે. મિથુન જાતકોને વૈવિધ્ય પસંદ હોવાથી તેમના ઘરમાં અવકાશ(ખુલ્લી જગ્યા)ને પણ ખાસ મહત્ત્વ આપવામાં આવે છે જેથી તેઓ કોઈ વસ્તુ ઉમેરી શકે અથવા ફરી ગોઠવણી કરી શકે. કાચના દરવાજા અને બારીઓ, આધુનિક ડિઝાઈન, ઉપયોગિતાવાળુ ફર્નિચર, આધુનિક આર્ટ વર્ક તેમના ઘર માટે શ્રેષ્ઠ રહે છે માટે માનસિક સભાનતા વધુ વ્યાપક બનાવે તેવું અને આનંદી ઈન્ટિરિઅર કરવુ જોઈએ. તેમના ઘરમાં કોફી ટેબલ પણ અનિવાર્યપણે હોવું જોઈએ માટે આધુનિક કમ્પ્યૂટર સિસ્ટમ, મ્યુઝિક સ્પીકર્સ અને તે સંબંધિત ગેઝેટ્સ સાથેનું કમ્પ્યૂટર ટેબલ તેમના માટે ઘણું યોગ્ય રહે છે.

કર્ક
ઘર અને પારિવારિક બાબતો સાથે ખૂબ જ નિકટથી જોડાયેલી કર્ક રાશિના જાતકો માટે હૂંફ અને સતત પ્રેમની ખાતરીનો માહોલ સૌથી મહત્ત્વપૂર્ણ છે. સારી આંતરસ્કૂર્ણા ધરાવતા કર્ક જાતકો પોતાના ઘરને પણ દેવસ્થાન કે આનંદના સ્થળની જેમ કર્કશી દુનિયાથી દૂર રાખે છે. આમ વૃષભ જાતકોનું પરફેક્ટ ઘર બાહ્ય દુનિયાથી અલગ બનાવેલું ઉમદા નિવાસ હોય છે જ્યાં હુંફાળી સુરક્ષા અને ભૂતકાળને વણી લેતી સંતોષની લાગણીની પ્રતિતિ થાય છે. કર્ક જાતકોને કુદરતી પ્રકાશ ગમે છે માટે તેમનું ઘર હવાઉજાશ વાળુ હોય છે.. ભુરો, દરિયા જોવા વાદળી, લીલો રંગ આ જાતકોના ઘર માટે યોગ્ય ગણવામાં આવે છે. આ જાતકોના ઘરમાં વારસાગત ચીજો અને પરિવારની સામુહિક તસવીરો સુંદરતામાં વધારો કરે છે. આદતો અને શબ્દો બંનેમાં કરકસરિયા કર્ક જાતકો તેમના ઘરને નાની નાની વાતો ધ્યાનમાં રાખીને સજાવવામાં કે તૈયાર કરવામાં વધુ પડતો ખર્ચ કરવામાં માનતા નથી, છતાં તેમનું ઘર સામાન્યપણે ખૂબ જ સારું રહેવા લાયક, આવકારદાયક અને આરામદાયક હોય છે. તેમના ઘરમાં રસોડું ઘણું સાદુ, પરંપરાગત સ્ટાઈલનું હોય છે જ્યાં પરિવાર અને મિત્રો સાથે મળીને ભોજનનો આનંદ માણી શકે છે. કર્ક જાતકો અહીં આનંદથી બાળકો સાથે સમય વિતાવે છે અને કદાચ તેમની પસંદગની જગ્યા પણ આ જ હોય છે. જુનું ગાર્ડન ફર્નિચર, ફુવારો કે નાના નાના ઝરણા જેવી કોઈ ગોઠવણી તેમજ નાના-નાના છોડ કર્ક જાતકોને ખૂબ જ આનંદ આપે છે.

સિંહ
સિંહ જાતકોના ઘરના સુશોભનમાં વૈભવ અને ધનિકતા શબ્દો કેન્દ્ર સ્થાને જોવા મળે છે. તેમની પાસે જે કંઈપણ હોય તે કંઈક વિશેષ અને ભિન્ન હોય છે. સ્થાપત્યની વાત હોય તો આ રાશિ કિલ્લા, પેલેસ, શાહી આવાસ, મહામંદિર, મખમલી રાચરચિલા અને વિશાળ તેમજ લાલિત્યપૂર્ણ માર્બલ વાળા સ્થળો સાથે સંકળાયેલી છે. આથી, ઘરના સુશોભનમાં આ બધુ જ તેઓ ઈચ્છે છે. જોકે, સિંહ જાતકો હંમેશા હૂંફ અને ખાસ કરીને આરામ ફરમાવતા હોય ત્યારે ચોક્કસ પ્રાઈવસીને પણ પ્રાધાન્યતા આપે છે. આમ, વાસ્તવમાં તેઓ કદાચ આવા વિશાળ સ્થળો કે વૈભવના અતિ ભપકામાં ન માને તેવું પણ બની શકે છે. છતાં પણ ઉંડે ઉંડેથી તેઓ કલ્પનાઓમાં આ બધુ પસંદ કરે છે. પરંતુ, તેમના ઘર બાબતે તેમને બહારથી સાદા અને થોડા અંશે વ્યવહારુ દેખાવાનું આવડતું નથી. છતાં પણ, સિંહ જાતકો તેમની આસપાસની જગ્યાને વૈભવી ફર્નિચર, ટેડિબેડ, ઓશિકા, તેમજ અન્ય આકર્ષક ચીજોથી સજાવવાનું ચુકતા નથી. મોટાભાગના સિંહ જાતકોને પાલતુ પ્રાણીઓ ગમે છે. અને, તેમના ઘરમાં અલગ જ પ્રકારની ધનિકતા અને શ્રેષ્ઠતા જોવા મળે છે. કોઈપણ ચીજવસ્તુમાં વધુ સારી ગુણવત્તા, ફર્નિચર, મટિરિઅલ્સ વગેરેને અહીં સૌથી વધુ પ્રાધાન્યતા આપવામાં આવે છે. તેમના બેડરૂમની સજાવટમાં પણ ખૂબ ખર્ચ કરેલો જોવા મળે છે. અતિ આધુનિક અને સમકાલિન ચીજો સિંહ જાતકોને સૌથી વધુ પસંદ હોય છે.

કન્યા
ઘરની સજાવટમાં જ્યારે નાની નાની અને ઝીણામાં ઝીણી બાબતોને ધ્યાનમાં રાખવાની હોય તો કન્યા જાતકો સમય કે શક્તિ ખર્ચવામાં ક્યારેય પાછુ વળીને નથી જોતા. ઉપરાંત તેમને આ દિશામાં ખૂબ જ સારી સૂઝ અને આવડત પણ હોય છે. કન્યા જાતકો જગ્યાનું આયોજન કરવાની ખૂબ જ સારી કળા અને સૂઝ ધરાવતા હોવાથી તેઓ આર્કિટેક્ચર અને ઈન્ટિરિઅર ડિઝાઈન ક્ષેત્રે મોટાપાયે જોવા મળે છે અને નાની જગ્યામાં પણ ખૂબ સારી રીતે આયોજન અને ગોઠવણ કરી શકે છે. આથી જ કન્યા જાતકોના ઘર, ઓફિસ કે કાર્યસ્થળે દરેક ચીજ માટે અલગ સ્થાન જોવા મળે છે અને લગભગ ક્યાંય અસ્તવ્યસ્તતા જોવા મળતી નથી. સંખ્યાબંધ કન્યા જાતકો સ્ટોરેજના ખૂબ જ સારા આઈડિયા ધરાવતા હોય છે. તેમની પાસે સંખ્યાબંધ ટેબલ, આકર્ષક કબાટ, આખી દિવાલ પર લાગેલા ડ્રોઅર, રેક વગેરે હોય છે જેમાં તેઓ અલગ અલગ વસ્તુઓ ગોઠવી શકે છે અને ઘરમાં ક્યાંય પણ અવ્યવસ્થા કે વિખેરાયેલી ચીજો જોવા મળતી નથી. જોકે તેનો અર્થ એવો નથી કે કન્યા જાતકો તેમના ઘરમાં ફર્નિચર તરીકે કોઈપણ ચીજ મુકે છે. તેમને તો ખરેખર વધુ જગ્યા મળે તેવું અને ખુલ્લુ માળખુ વધુ પસંદ હોય છે. તેમને ઘરમાં ઠંડા અને હળવા રંગો ખૂબ જ ગમે છે, માટે તેઓ સૂર્યપ્રકાશની વ્યવસ્થા રાખે છે તેમજ લાકડાનું ફર્નિચર વધુ પસંદ કરે છે. પસંદગી મામલે તેઓ વધુ ધ્યાન આપતા હોવાથી, તેમના ઘરમાં પ્રવેશદ્વારથી માંડીને અલગ અલગ રૂમ સુધી દરેક બાબતે અનંત સૌંદર્યની તેઓ ખાસ કાળજી રાખે છે – આ સુશોભન આંખોને આકર્ષે તેવું હોય છે. તેમના ઘરમાં દરેક વસ્તુની ઉપયોગીતા અને સ્વસ્છતાને પણ ખાસ મહત્ત્વ આપવામાં આવે છે.

તુલા
તુલા રાશિનો સ્વામી શુક્ર હોવાથી તેઓ ઈન્ટિરિઅર ડિઝાઈનિંગમાં ખાસ કરીને સુંદરતા અને આકર્ષકતાને મહત્ત્વ આપે છે અને એકંદરે શ્રેષ્ઠતા પસંદ કરે છે. મોટાભાગના તુલા જાતકો ઉંચા માપદંડોને અનુસરે છે જેથી પોતાના માટે અને આપ્તજનો માટે તેમનું ઘર આરામદાયક અને વૈભવી હોય છે. ડિઝાઈનના પ્રકારની વાત હોય તો તુલા જાતકો પૂર્વીય પ્રદેશો અને સંસ્કૃતિ તેમજ બૌદ્ધ થીમ પર રચાયેલી ડિઝાઈન સાથે વધુ સંકળાયેલા હોય છે. પૂર્વના પ્રદેશ તરફી અભિગમ ધરાવતા હોવાથી તેઓ ઘરમાં મહત્તમ પ્રમાણમાં આરામ, વધુ મોકળાશ, સ્વચ્છતા, નીચી બેઠક, કુદરતી પ્રકાશ અને વધારાના ગોખલા તેમજ શક્ય હોય એટલા ખૂણા બનાવવાનું પસંદ કરે છે. તેમના ગૃહસુશોભનમાં નિર્મળતા અને સુક્ષ્મતા પણ જોવા મળે છે. તેમની પોતાની વાત હોય ત્યારે તુલા જાતકો આધુનિકતાને ધ્યાન આપે છે અને ચોક્કસ સ્ટાઈલ તેમજ એકથી બે મહત્ત્વની એક્સેસરીઝ સાથે તેઓ પોતાના ઈન્ટિરિઅર ડિઝાઈનને ધ્યાનમાં રાખે છે. જોકે, અહીં એક અડચણ પણ છે. પોતાની અનિર્ણાયકતાના કારણે તુલા જાતકો તેમના ઘરમાં ઘણી અસ્તવ્યસ્તતા પણ ઉભી કરે છે. માટે તુલા જાતકોએ અસ્તવ્યસ્તતા અને કોઈપણ વસ્તુને ગમે ત્યાં લટકાવવાના ગુણથી દૂર રહેવું જોઈએ. રંગની વાત કરીએ તો, હળવો ગુલાબી, સફેદ, બદામી, આછો બદામી, આસમાની અને આછો લીલો રંગ તેના માટે ઘણો હોય છે. ઉપરાંત તુલા જાતકોને ફુલ ખૂબ જ પસંગ હોય છે તે ક્યારેય ન ભુલવું જોઈએ!

વૃશ્ચિક
આધ્યાત્મિકતા અને ગૂઢ બાબતોમાં વૃશ્ચિક જાતકોની રૂચિ તેમની ફર્નિચરની પસંદગી, ગૃહ સુશોભન, ડિઝાઈનિંગ અને આર્કિટેક્ચર સંબંધિત પસંદગીઓમાં પણ જોવા મળે છે. તેઓ પ્રાઈવસીના ખૂબ જ હિમાયતી હોવાથી આસપાસમાં ઓછા પ્રકાશવાળો માહોલ પસંદ કરે છે. કુદરતી રીતે હૂંફ આપે તેવી ચીજો, રત્નો તેમજ વિવિધ પ્રકાશથી આસપાસમાં ઉભો કરેલો ધૂપ-છાંવનો માહોલ આ જાતકોની લાગણી માટે ઘણો અનુકૂળ ગણી શકાય. ઘેરો લાલ, મરૂન અને એકદમ ઘેરો ગુલાબી રંગ તેમના માટે વધુ સાનુકૂળ રહે છે. વૃશ્ચિક જાતકોના ઘર માટે મધ્ય-પૂર્વીય, આફ્રિકન અથવા ભારતીય થીમ પ્રમાણે સુશોભન સૌથી સુયોગ્ય ગણી શકાય – જોકે તે સંપૂર્ણપણે આ શૈલીનું જ ન હોવું જોઈએ પરંતુ થોડા અંશે વૈભવી ઠાઠમાઠ કે અરેબિયન નાઈટ્સ જેવી શૈલી પણ ઝળકવી જોઈએ. આ જાતકો તેમના ઘરમાં એકલા રમી શકાય તેવી રમતો માટે અલગથી મોકળાશ વાળી જગ્યા રાખે તે પણ જરૂરી છે. આ સ્થાન બગીચામાં બનાવેલો કોઈ શેડ, લોકોની નજર ન પડે તેવો કોઈ અલાયદો રૂમ કે પછી બંધ અને સ્વચ્છ તેમજ ઝાંખા પ્રકાશવાળા લોન્જ જેવી કોઈ જગ્યા હોય તો પણ ચાલે. ખરેખર તો, આ એવી ‘નાટ્યાત્મક’ લાગતી બાબતો છે જે વૃશ્ચિક જાતકોની આંખોને અને કલ્પનાશક્તિને આકર્ષે છે. આ સ્થળ તેનો પોતાનો અંતરઆત્મા ઓળખવામાં મદદરૂપ થાય છે, અને આત્માનાં ઊંડાણમાં વધુ ને વધુ આગળ વધવામાં મદદરૂપ થાય. છે. કદાચ આથી જ, આ રાશિ વંશીય, જ્ઞાતિય, હસ્તકળાની ચીજો અને આભૂષણો સાથે વધુ સારી રીતે જોડાયેલા હોય છે. વૃશ્ચિક જાતકો માટે બેડરૂમ તેમનું મુખ્ય સ્થાન ગણાય છે માટે સ્વાભાવિકપણે તેમાં વૈભવ અને ઠાઠમાઠ વધુ જોવા મળે છે.

ધન
તમામ ધન જાતકો સામાન્યપણે તેમના સ્વભાવ પ્રમાણે સ્વતંત્રતા કે છૂટછાટનો માહોલ વધુ ઈચ્છે છે માટે અમાપ અવકાશ પસંદ કરે છે. આસપાસમાં બંધિયાર માહોલ કદાચ તેમને અકળાવી શકે છે. ઉપરાંત આવું માળખું તેમના સ્વાતંત્ર્ય પર તરાપ મારતું હોય તેવું પણ લાગે છે. માટે તેમના ઘરમાં મોકળાશ વધારે જોવા મળે છે. ઉપરાંત તેમના ઘરમાં ક્યારેક વિપરિત દેખાતી વસ્તુઓ, જગ્યા કે થીમનો પણ સમન્વય જોવા મળે તેવી શક્યતા રહે છે. આ જાતકો માટે બૌદ્ધિક પ્રોત્સાહન, ચોક્કસ ઊંડાણપૂર્વકની સૂઝ અને ઊંડી અભિવ્યક્તિનું ખૂબ જ મહત્ત્વ હોય છે, જે તેમની ડિઝાઈનની પસંદગીમાં ઝળકે છે. જાંબલી, વાદળી અને અન્ય ઘેરા રંગોના શેડ આ જાતકો માટે ઘણા યોગ્ય માનવામાં આવે છે જે રંગો તેમને નવા પ્રયોગોની પ્રેરણા આપે છે. ધન જાતકોની ડિઝાઈનની પસંદગીમાં રૂઢીવાદી શૈલી પણ જોવા મળે છે અને તેઓ ખુલ્લી જગ્યા વધુ પસંદ કરતા હોવાથી શહેરની મધ્યમાં ઉપલબ્ધ તમામ સુવિધાઓ સુધી પહોંચી શકાય તેવા શહેરની નજીકના સ્થળે રહેવાનું તેમને વધુ ગમે છે. આ જાતકો તેમના ઘરમાં વધુ પડતી સ્ટાઈલ કે અતિ આધુનિક સુશોભનને મહત્ત્વ નથી આપતા. તેમને આરામથી પડ્યા રહેવાનું ગમે છે અને થોડા અંશે અસ્તવ્યસ્તતા પણ પસંદ કરે છે. મનમોહક ચીજો, સુંદર અને હૂંફાળી રજાઈ તેમજ પડદાઓ, જૂનું ફર્નિચર અને ઝાંખો પ્રકાશ આ જાતકોને વધુ અનુકૂળ રહે છે.

મકર
પૃથ્વી તત્વના કારણે મકર જાતકો સામાન્યપણે તેમની પસંદગી અને દ્રષ્ટીકોણમાં રૂઢિવાદી હોય છે. જ્યારે આ લાગણીઓને આકાર આપવાની વાત આવે ત્યારે કેટલીક વખત તેમના મૂળ સ્વભાવ પ્રમાણે આ લાગણી રૂપરેખા પર વધુ તીવ્ર પ્રમાણમાં પ્રભાવી જોવા મળે છે જેથી પ્રાકૃતિક અને ભરોસાપાત્ર ચીજ આકાર પામે છે જેમાં રંગોની અતિશયોક્તિ જોવા મળતી નથી. તેઓ ટકાઉપણાને ખૂબ મહત્ત્વ આપતા હોવાથી તેની ગુણવત્તા પણ સારી હોય છે. પૃથ્વી તત્વ સાથે સંકળાયેલા તમામ રંગો જેમ કે ઘેરો લીલો, કાળો, રાખોડી, કથ્થઈ અને વિવિધ પરંપરાગત રંગોનો સમન્વય જેમકે શ્વેત-શ્યામ, મરૂન અને ઝાંખો સોનેરી વગેરે શેડ આ જાતકો માટે યોગ્ય માનવામાં આવે છે. ડિઝાઈન માટે ચીજોમાં સહેજ પણ ગુંચવણ ન અનુભવતા મકર જાતકો બહારથી સારા દેખાતા પરંતુ ટકાઉ ન હોય તેવા મકાનના બદલે ખૂબ જ મજબૂત અને ટકાઉ મકાન ખરીદવાનું પસંદ કરે છે. તેમા મળતી સુવિધાઓ પણ બિનહાનિકારક અને સલામત હોવી જરૂરી છે. મકર જાતકો તેમના ઘરને અતિ સુંદર બતાવવા માટે કદાચ વધુ પડતા આગ્રહી ન હોય પરંતુ વિવિધ વ્યવહાર અને ઉપયોગિતાની બાબત આવે ત્યારે તેઓ ઘણા ઉત્સાહી બની જાય છે માટે સારા વિસ્તારમાં ઘર હોવું એ મકર જાતકોની પ્રાધાન્યતા રહે છે. મોટા ભાગના મકર જાતકો બારીના સુશોભન તેમજ આકર્ષક ઝાલર વાળા સુંદર અને કિંમતી પડદાઓ વિશેષ પસંદ કરે છે. મકર રાશિ માટીકામની ચીજો, શિલ્પ, પથ્થરો તેમજ રત્નો અને લાકડા સાથે સંકળાયેલી છે. તેમના રૂમમાં સંગ્રહ માટે ઘણી વધુ વ્યવસ્થા રાખેલી હોય છે કારણે કે વધુ પડતા વ્યસ્ત શિડ્યુલના કારણે તેઓ ઘણા અસ્તવ્યસ્ત રહે છે.

કુંભ
વાયુ તત્વની અન્ય રાશિઓની જેમ કુંભ જાતકો પણ દરેક બાબતે સ્પષ્ટ અને બૌદ્ધિક અભિગમ અપનાવે છે જેમાં ડિઝાઈન અને માળખાકીય ચીજો, સ્વાતંત્ર્ય અને મોકળાશ આ બધી જ બાબતોનો પણ સમાવેશ થાય છે, કારણ કે બેશકપણે આ બાબતો તેમના માટે ઘણી મુલ્યવાન છે માટે કુંભ જાતકો મોટુ અને મોકળાશવાળુ મકાન તેમજ સ્વચ્છ અને અલાયદો ભાગ કે વિસ્તાર પસંદ કરે છે. છતાં પણ મોટાભાગના કુંભ જાતકો ઈચ્છે છે કે તેમનું ઘર લોકોની નજરમાં ન ચડે તેવું તેમજ પહોંચ બહાર હોય. ઔપચારિક મુલાકાતે આવતા લોકોને આવકારવાનું તેમને પસંદ નથી અને તેઓ આવે એ કુંભ જાતકોને ગમતું પણ નથી. આ રાશિ અલગ અલગ તત્વોના સમન્વય સાથે સૌથી નિકટથી સંકળાયેલી રાશિ છે. માટે જ્યારે પણ વિવાદાસ્પદ લાગતા તત્વનો કુંભ જાતકો એક કરી દે ત્યારે કંઈક વિચિત્ર પરિણામ સામે આવી શકે છે. કુંભ જાતકોનું ખૂબ જ સુંદર રીતે સુશોભિત ઘર પ્રેરણાદાયક લાગતું હોય તો નવાઈ નહીં. તેમના ઘરમાં એકદમ આધુનિકતા અને પરંપરાગત ઉપયોગિતાનો સમન્વય પણ જોવા મળે છે. નવું અને સંશોધનાત્મક કામ કરવાની કુંભ જાતકોની વૃત્તિના કારણે સંખ્યાબંધ કલાત્મકચીજો પણ જોવા મળે છે. કુંભ એ જળ તત્વની રાશિ ન હોવા છતાં કુંભ જાતકો માટે, પાણીના શેડ હોય તેવા રંગો વધુ સાનુકૂળ રહે છે. માટે વાદળી રંગના શેડ તેમના માટે સૌથી યોગ્ય ગણાય છે. જોકે આધુનિક કાળા, રાખોડી, ભપકાદાર અને મેટાલિક રંગો પણ આ જાતકોને ખૂબ પસંદ હોય છે. .

મીન
મીન રાશિ પાણીના ઉંડાણ, ગૂઢતા, સ્વપ્નશીલ અને આરામની રાશિ છે. માટે આ રાશિના જાતકોને તેમના ઘરમાં પણ આરામ અને શાંતિનો અહેસાસ કરાવતા દરિયાકાંઠાના સ્થળ પર આધારિત થીમથી ઘરનું સુશોભન કરવું ગમે છે તેમજ આવા સ્થળની નજીકમાં જ તેઓ રહેવાનું પસંદ કરે છે. તેમના ઘરમાં જળ આધારિત ચીજો પરથી પ્રેરણા લઈને સુશોભન કરેલું જોવા મળે છે. જોકે આ રાશિ પ્રાચીનકાળ સાથે પણ સંકળાયેલી હોવાથી સ્વાભાવિકપણે, કુદરતી રીતે જ તેમનામાં સુઘડતા અને સુવ્યવસ્થિતતાનો ગુણ જોવા મળતો નથી. રોજિંદી બાબતો પણ ક્રમાનુસર પુરી કરવાનું વલણ તેઓ નથી ધરાવતા. સારી આંતરસ્ફૂર્ણા ધરાવતા મીન જાતકોના દિમાગમાં સંખ્યાબંધ બાબતો ચાલી રહી હોવાથી દુનિયાદારી પર તેમનું ધ્યાન સતત ખેંચાયેલુ નથી રહેતું. છતાપણ અહીં એક વિરોધાભાસ તો જોવા મળે જ છે! મીન જાતકો કદાચ તેમના ઘરને ખૂબ જ સુવ્યવસ્થિત અને સુઘડ રાખે છે કારણ કે તેઓ ઘર સાથે ખૂબ જ ગાઢ લાગણીથી જોડાયેલા હોય છે. સારી રીતે ગોઠવેલું અને સુશોભિત ઘર તરલ સ્વભાવના આ રાશિના જાતકોને વધુ જકડી શકે છે. માટે મીન જાતકો આવું ઘર ધરાવે તે પણ ઘણું જરૂરી છે. તેમના દરેક રૂમમાં ફર્નિચર નાજૂક, આરામદાયક અને અગવડતારહિત હોવું જરૂરી છે – માટે મીન જાતકો કોઈ સુંદર સોફા છોડીને બાજુમાં બેસી જશે તેવી અપેક્ષા ક્યારેય ન રાખવી. ચીજવસ્તુઓના સંગ્રહ માટે વિશાળ જગ્યા, ઓછો જાળવણી ખર્ચ થાય તેવું ફિટિંગ અને ફર્નિચર, શાંતિ અને નિર્મળતા આ જાતકોના ઘર માટે એકદમ બંધબેસતા શબ્દો છે.

04 Dec 2013

share
View All Astro-Fun