For Personal Problems! Talk To Astrologer

રાશિ પ્રમાણે ડાયેટિંગ


મેષ

મેષ જાતકોને સ્વાસ્થ્ય અને સુંદર દેખાવામાં ખૂબ રસ હોય છે મતલબ કે તેમને મેદસ્વી દેખાવ સહેજ પણ ગમતો નથી. માટે તેઓ ખૂબ જ જુસ્સાથી ડાયેટ પ્રોગ્રામ શરૂ કરવાની વૃત્તિ ધરાવે છે, તેઓ ઝડપથી પરિણામ ન મળે તો તેને અનુસરવાનું પણ છોડી પોતાનો ડાયેટ પ્રોગ્રામ બદલી નાખે છે. તેમને કોઈપણ પ્રકારના પ્રતિબંધો કે બંધનો નથી ગમતા અને આવેગી સ્વભાવ ધરાવે છે, માટે કોઈપણ એક જ ડાયેટ પ્રોગ્રામને લાંબા સમય સુધી વળગી રહેવાનું તેમના માટે ઘણું મુશ્કેલ થઈ પડે છે, આથી તેમને પરિણામ માટે રાહ જોવી પડે છે.


વૃષભ
વૃષભ જાતકો વજન ઘટાડવાના ફાયદા કે આકર્ષણો પાછળ ઘેલા થતા નથી. તેઓ ઘણા પદ્ધતિસરના હોવાથી, ડાયેટિંગની કુદરતી પદ્ધતિઓ તેમને વધુ સરળ પડે છે. આ ઉપરાંત તેમની ધીરજ એટલી હોય છે કે ડાયેટિંગના પરિણામો ધીમે ધીમે મળે તો પણ તેઓ ડાયેટ પ્રોગ્રામને વળગી રહે છે.. વૃષભ જાતકો માટે ધીમે ધીમે વજન ઘટવા કરતા કોઈપણ રીતે તેમનું વજન ઓછુ થાય તે જ મહત્ત્વનું છે કારણ કે તેમનો ચયાપચયનો દર ઘણો ધીમો હોય છે અને કરસત સાથે તે સુસંગતત થતો નથી. તેમણે ગળ્યું ખાવાનું ટાળવું જોઈએ.


મિથુન
મિથુન જાતકો ઝડપથી કેલરી દહન કરવાની વૃત્તિ ધરાવે છે, પરંતુ તેમાં હંમેશા વજન ઘટશે જ તેવી ખાતરી ન આપી શકાય. તેમની અધીરાઈ અને વધુ પડતી અપેક્ષાઓના કારણે આવું થાય છે. જોકે તેમના આશાવાદ અને પરિવર્તનની ઈચ્છા તેમને વજન ઘટાડવા માટે જીવનશૈલીમાં જરૂરી ફેરફારો કરવાની પ્રેરણા આપે છે. જો વજન ધીમે ધીમે ઘટી રહ્યું હોય તો તેમને ધીરજ જાળવી રાખવા માટે સહકારની પણ જરૂર પડે છે. આ ઉપરાંત તેમને સતત વજનકાંટા પર જ નજર રાખીને ન બેસવું જોઈએ.


કર્ક
મેદસ્વી કર્ક જાતકો, ડાયેટ પ્રોગ્રામ વિશે કોઈપણ ટિપ્પણી કર્યા વગર તેમના વજન અંગે ઘણા લાંબા સમય સુધી ચિંતા કરી શકે છે. તેનું કારણ એ છે કે કર્ક જાતકોને ખાવાનું અને લોકોને ખવડાવવાનું ખૂબ જ ગમે છે. માટે ડાયેટ પ્રોગ્રામને અનુસરવાનો વિચાર આ જાતકો પર અમલી નથી થતો. જોકે તેઓ ધગશ અને ખંત ખૂબ જ સારા પ્રમાણમાં ધરાવે છે, માટે જો તેઓ ડાયેટ પ્રોગ્રામ શરૂ કરી દે તો, જ્યાં સુધી નક્કર પરિણામ ન મળે ત્યાં સુધી તેને જ વળગી રહે છે. તેમને બસ ડાયેટ પ્રોગ્રામ શરૂ કરવા માટે સારાં પ્રોત્સાહનની જરૂર પડે છે.


સિંહ
વજન બાબતે ખૂબ જ સજાગ રહેતા સિંહ જાતકો માટે, ઘણું વજન ઉતારવું એ ચપટીનું કામ છે તેમ કહી શકાય. જો ડાયેટ પ્રોગ્રામથી તેમને તાત્કાલિક પરિણામ મળે તો તેઓ ખૂબ જ ઉત્સાહમાં આવી જાય છે અને વધારાની ચરબી ઝડપથી ઘટાડી દે છે, આથી તેઓ વિચિત્ર લાગતા ડાયેટ પ્રોગ્રામ અપનાવવાની વૃત્તિ વધુ ધરાવે છે, જેનું પરિણામ ઝડપથી મળે છે પરંતુ કાયમી ટકી શકતું નથી. માટે જેઓ કુદરતી ડાયેટ પ્રોગ્રામ અપનાવે એ તેમના માટે ખૂબ જ જરૂરી છે, જેનાથી ભરોસાપાત્ર રીતે વજન ઘટી શકે છે. આ ઉપરાંત તેમને જો આ ડાયેટ પ્રોગ્રામ ચોક્કસ દિવસોમાં નબળો જણાય તો આવા સમયમાં તેમને પરિવારના સહકારની પણ જરૂર પડે છે.


કન્યા
કન્યા જાતકો સકારાત્મક અભિગમ ધરાવતા હોવા છતાં તેમના માટે, વજન ઘટાડવું એ સંઘર્ષપૂર્ણ કામ છે. ભરોસાપાત્ર ડાયેટ પ્રોગ્રામ પસંદ કરવા માટે જરૂરી એવો વ્યવહારુ અભિગમ તેમને કુદરતી બક્ષીસ તરીકે જ મળ્યો હોવા છતાં, તેઓ વધુ પડતી અપેક્ષાઓ રાખવાની વૃત્તિ ધરાવી શકે છે, જેના કારણે કેટલીક વખત તેમનું વજન ઘટવાના બદલે દિલને ઠેસ પહોંચે છે, અને છેવટે તેઓ છોડી દે છે અથવા વધુ પડતું જમવાનું બંધ કરી દે છે. જો તેમણે ખરેખર વજન ઘટાડવું હોય તો નિરાશાઓ સામે લડવા માટે તેમણે સહકાર આપની શકે તેવા ગ્રૂપ સાથે જોડાવું જરૂરી છે.


તુલા
તુલા જાતકોમાં સામાન્યપણે ચયાપચયનો દર ઓછો હોય છે અને તેઓ સરળતાથી વજન ઉતારવાની વૃત્તિ ધરાવે છે, કારણ કે, ખાસ તો તેમને ગળ્યું ખાવાનું ખૂબ ગમે છે અને વધુ કસરત કરવાથી ભાગતા ફરે છે. પરંતુ તેઓ પોતાના વજન અને દેખાવ અંગે ઘણા સજાગ હોય છે, માટે ડાયેટ પ્રોગ્રામ શરૂ કરવા માટે ખૂબ જ આત્મ-પ્રેરણાની જરૂર પડે છે. તેમને સંતુલિત અને સ્વાસ્થ્યપૂર્ણ ડાયેટ અપનાવવાની જરૂર પડે છે, અને સામાન્ય કરતા થોડુ ઓછુ જમીને તેમણે વજન ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ. શિસ્તબદ્ધ રીતે કસરત કરવા તેઓ જીમમાં જોડાય તો ઘણો ફાયદો થઈ શકે છે.


વૃશ્ચિક
વૃશ્ચિક જાતકો વજન ઘટાડવા માટે મનમાં નિશ્ચય કરી લે એટલે તેઓ ખૂબ જ દ્રઢતાપૂર્વક અને પદ્ધતિસર તે દિશામાં આગળ વધે છે. અને તેમના પર રહેલી દુનિયાભરની જવાબદારીઓ જો આ માર્ગમાં અવરોધરૂપ બને તો તેઓ ઘણા ચિંતામાં મુકાઈ જાય છે. ઉપરાંત, તેઓ પોતાના ડાયેટ પ્રોગ્રામમાં ઓતપ્રોત થઈ જાય છે જેથી ક્યારેક ખૂબ જ ઓછુ જમીને અથવા વધુ પડતી કસરત કરીને અતિશયોક્તિ કરતા જોવા મળે છે. બસ, આવા કેટલાક જોખમી પાસાઓ તેમણે અવગણવાની જરૂર છે.


ધન
ધન જાતકો માટે વજન ઘટાડવું કોઈ મુશ્કેલ કામ નથી કારણ કે તેમને કસરત કરવામાં મજા આવે છે. પરંતુ તેમની નબળાઈ એ છે કે તેઓ ગજા બહારનું કામ કે જોખમ ઉપાડે છે. તેઓ નવી નોકરી અને નવો ડાયેટ પ્લાન એક સાથે શરૂ કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ આ ઉત્સાહ ક્યારેક એક તરફ અથવા બંને તરફ સમાધાનની નીતિમાં પરિણમે છે. તેઓ વજન ઘટાડી રહ્યા હોય ત્યારે કામ પુરા કરવા અંગે લોકોને વચન આપવામાં મર્યાદા રાખવી જરૂરી છે.


મકર
મકર જાતકો તેમના નિર્ધારિત લક્ષ્યો હાંસલ કરવા માટે ખૂબ જ એકાગ્ર અને પદ્ધતિસરના બની શકે છે અને બધુ જ કુરબાન કરવામાં પણ પાછા પડતા નથી. આમ તો વજન વધારવાની વૃત્તિ ધરાવતા નથી, છતાં તેઓ વજન વધારે તો, પછી ઘણું બધુ વજન ઘટાડવામાં પણ તેમને કોઈ ખાસ સમસ્યા આવતી નથી. જોકે મકર જાતકોની સમસ્યા એ છે કે તેઓ કોઈની સલાહ માનતા નથી, જે તેઓ ડાયેટ પ્રોગ્રામ અપનાવે ત્યારે જોખમી પૂરવાર થઈ શકે છે. ડાયેટનો સરળ પ્રોગ્રામ અને હળવી કસરતો તેમના માટે આદર્શ રહે છે.


કુંભ
કુંભ જાતકોને વિચિત્ર ડાયેટ્સ અને ફૂડ સપ્લિમેન્ટ્સ લેવા ખૂબ જ પ્રેરાય છે પરંતુ પ્રસંગોપાત છેવટે તો તેઓ કુદરતી અને સ્વાસ્થ્યપ્રદ ડાયેટ પ્લાન જ અપનાવે છે. તેઓ આશાવાદી અને સ્વતંત્ર હોવાથી, જ્યાં સુધી ઈચ્છિત પરિણામ ન મળે ત્યાં સુધી તેઓ ડાયેટ પ્લાન છોડતા નથી. જોકે, તેઓ એકલવાયા અને કળી ન શકાય તેવા હોય છે અને વધુ પડતા અંકુશો પસંદ કરતા નથી, માટે તેમણે એવા ડાયેટ પ્રોગ્રામ અપનાવવા જોઈએ જેમાં બાંધછોડને અવકાશ હોય.


મીન
મીન જાતકોના મનની વાત જાણી શકાતી નથી કારણ કે તેઓ જે વાત કહે છે તેનાથી તદ્દન વિરુદ્ધ દિશામાં જાય છે. તેમને છપ્પનભોગ ખાવા ગમે છે અને વજન વધારવાની પણ ઈચ્છા હોય છે, માટે તેમણે એવો ડાયેટ પ્લાન પસંદ કરવો જોઈએ જેમાં ખૂબ જ વૈવિધ્ય હોય. ડાયેટ પ્રોગ્રામ શરૂ કરવાનું તેમને ઘણું અઘરું થઈ પડે છે માટે તેમણે બાહ્ય પ્રોત્સાહનની ખૂબ જ જરૂર પડે છે, આથી તેમણે પોતાની કલ્પના શક્તિનો મહત્તમ ઉપયોગ કરી પોતાનું વજન ઘણું ઘટી ગયા બાદ કેવા દેખાશે તેની કલ્પના કરવી પડે છે.

06 Nov 2013

share
View All Astro-Fun