ધન રાશિ 2021 : વર્ષની શરૂઆત આપના માટે ખૂબ જ આનંદદાયક કહેશે
ધન રાશિના જાતકો માટે આ વર્ષ ઘણું અનુકૂળ સાબિત થશે. વર્ષની શરૂઆત આપના માટે ખૂબ જ આનંદદાયક કહેશે. તમારી આર્થિક સદ્ધરતામાં મજબૂતી આવશે અને તમે વિવિધ સમસ્યાનો સામનો કરવાની સાથે સાથે પોતાની જાતકને મજબૂત સ્થિતિમાં ઢાળવામાં સફળ રહેશો. તમારું સાહસ અને પરાક્રમ તમને અનેક મોરચે વિજયી બનાવશે અને તમારા વિરોધીઓને કોઇપણ પ્રકારે તમારી સામે આવવામાં ડર લાગશે. જો કોઇ વિરોધી તમારા સામે આવવાનું સાહસ કરે તો પણ છેવટે તમારો જ વિજય થશે. કોર્ટ અને કાયદાકીય બાબતોમાં તમને સફળતા મળવાની સંભાવના પ્રબળ છે. તમને મનમાં સંખ્યાબંધ નવી નવી વાતો શીખવાની જિજ્ઞાસા થશે. તમે પરિવારના લોકો પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી શકશો. પરિવારનો માહોલ તમારી સુઝબૂઝથી વધુ બહેતર બની જશે. વડીલોની વાત તમે માનશો અને જુના કાર્યો પાર પાડી શકશો. આમ કરવાથી પરિવારમાં તમારા માન-સન્માનમાં વધારો થશે અને પરિવારમાં તમે મોભી જેવો દરજ્જો પ્રાપ્ત કરી શકો. આ વર્ષમાં વિદેશ યાત્રાનું વિચારી રહ્યાં હોવ તો સફળતા મળવાના ચાન્સ છે પરંતુ કેટલાક અવરોધોનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. તમને મોસાળ પક્ષથી કેટલાક સમસ્યાઓનો સામનો કરવો પડે તેવી શક્યતા છે અને તેમની સાથે સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે માટે આ વાતને ધ્યાનમાં રાખીને અગાઉથી સંબંધોનું સિંચન કરવાની સલાહ છે. આ વર્ષમાં તમે સ્થાવર અને જંગમ મિલકતોમાંથી સારો લાભ પ્રાપ્ત કરી શકો છો અને પરિવારમાં નાના ભાઇબહેનના માધ્યમથી વિવિધ પ્રકારે ફાયદો થવાની પણ આશા રાખી શકો છો. તેઓ આવશ્યકતા અનુસાર તમને આર્થિક મદદ કરવા માટે તૈયાર રહેશે. તમારા મિત્રોનો સાથ સારા પ્રમાણમાં મળી રહે. જોકે, કેટલાક આપ્તજનો જ તમારા વિરોધી તરીકેની ભૂમિકામાં આવી શકે છે માટે સાવધાની રાખવી જેથી કોઇપણ શત્રુ પીઠ પાછળ ઘા ન કરી શકે. તમારામાં ધાર્મિક વૃત્તિનું પ્રમાણ વધશે જેથી આધ્યાત્મિક કાર્યોમાં તેમજ પૂજા પાઠમાં વધુ ધ્યાન આપો અને તેમાં ભાગ લેશો. આમ કરવાથી માનસિક શાંતિનો અહેસાસ થશે. સામાન્યપણે આ વર્ષે તમે ઘણા તીર્થસ્થળોએ દર્શનાર્થે જાવ તેવી પણ શક્યતા જણાઇ રહી છે. તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું જળવાઇ રહેશે. કેટલીક નાની-નાની સમસ્યાઓ થાય પરંતુ તેનાથી બહુ ચિંતા કરવા જેવું નથી. પરિવારમાં કોઇ વડીલ સાથે મોટાપાયે દલીદબાજીની શક્યતા છે. આવા સમયે વધુ પડતી દખલગીરીથી દૂર રહેવામાં ભલાઇ છે કારણ કે તમારા માટે પારિવારિક શાંતિ ખૂબ જ જરૂરી છે. તમારા પરિવારમાં કોઇ વડીલનું સ્વાસ્થ્ય તમારી ચિંતામાં વધારો કરી શકે છે.
ધન રાશિફળ 2021 માટે પ્રણયજીવન, સંબંધો અને દાંપત્યજીવન
જો પ્રેમસંબંધોનો વિચાર કરીએ તો, ધન રાશિના જાતકો માટે આ વર્ષ એકંદરે સારું પસાર થવાના અણસાર છે. તમારા સંબંધોમાં પ્રેમ અને આત્મીયતાનું સ્તર વધશે. ક્યારેક મીઠા ઝઘડાં પણ થશે પરંતુ આવા ઝઘડા તમારી વચ્ચે પ્રેમની લાગણી વધુ સુદૃઢ બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવશે અને તમે એકબીજાની વધુ નજીક આવશો. આ વર્ષે તમે પ્રેમના રંગમાં ગળાડુબ થઇ શકો છો અને સમાજની કોઇ પરવા કર્યા વગર આ સંબંધને વધુ મજબુતીપૂર્વક નિભાવવાની ઝંખના રાખશો. તમારા માટે વર્ષની શરૂઆતમાં બે મહિના અને ઉત્તરાર્ધનો તબક્કો ઘણો અનુકૂળ જણાઇ રહ્યો છે માટે આ સમયને ઉત્તમ બનાવવામાં ક્યાંક કસર છોડતા નહીં. તમે જો વિવાહિત હોવ તો, તમારું દાંપત્યજીવન ઘણું સારું રહેશે. તમે બંને એકબીજા વચ્ચે સારી સમજણ કેળવી શકશો અને આ સંબંધને વધુ સારી રીતે નિભાવવાનો પ્રયાસ કરશો. જોકે, આ બધાની વચ્ચે જીવનસાથીનું સ્વાસ્થ્ય તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે માટે સાવધાની રાખવી જરૂરી છે.
ધન રાશિફળ 2021 માટે નાણાં અને આર્થિક બાબતો
આર્થિક દૃશ્ટિકોણથી આપનું આ વર્ષ ઘણું સારું પસાર થશે અને તમે નિશ્ચિત આવકના સ્ત્રોતોમાંથી કમાણી કરી શકશો જેથી આર્થિક સદ્ધરતામાં કોઇપણ પ્રકારે સમસ્યાનો સામનો કરવાની નોબત નહીં આવે. જોકે, કેટલાક મોટા ખર્ચ થવાની શક્યતા નકારી શકાય નહીં. તમે કેટલાક આવશ્કય ખર્ચની સાથે સાથે ધાર્મિક અને સેવાકીય કાર્યોમાં ખર્ચ કરો તેવી પણ સંભાવના છે. ક્યારેક ક્યારેક એવી સ્થિતિનું પણ નિર્માણ થશે જ્યાં તમારે એ વિચારવું પડશે કે તમે ક્યાંક ખોટું કામ તો નથી કરી રહ્યાં. કારણ કે આર્થિક મોરચે તમારે ઘણી જવાબદારીઓ નિભાવવાની આવશે અને તમારે તેના માટે ઘણી કમાણી કરવી પડશે. આવી સ્થિતિમાં તમે કોઇ ખોટો માર્ગ વિચારો તેવું બની શકે છે. શક્ય હોય ત્યાં સુધી આવા કોઇપણ સંજોગોમાં માનસિકરૂપે સ્વસ્થતા અને સ્થિરતા સાથે નિર્ણય લેવો. આ વર્ષમાં તમે ગુમાવેલું ધન પાછુ આવી શકે છે અને તેનાથી ઘણો ફાયદો થાય. વર્ષની શરૂઆતમાં તમને પિતા તરફથી ફાયદો થઇ શકે છે. શરૂઆતના બે મહિના તમારા માટે ઘણા અનુકૂળ છે અને આખા વર્ષમાં તમારી મહેનતના કારણે કમાણીના નવા દ્વાર ખુલતા જશે.
ધન રાશિફળ 2021 કારકિર્દી, નોકરી અને વ્યવસાય
નોકરિયાત લોકોને આ વર્ષની શરૂઆત ઘણી સારી રહેશે. તમારા કામ અને મહેનતનું યોગ્ય ફળ મળવાથી આત્મસંતોષ થશે. કાર્યક્ષેત્રે તમારા માન-સન્માનમાં વધારો થશે અને કોઇ વરિષ્ઠ અધિકારી તમારા કામથી ખુશ થતા તમારી આવક અને હોદ્દા બંનેમાં વધારો થવાના સંજોગો પણ બની રહ્યાં છે. મે અને જૂન મહિના દરમિયાન તેમજ ઑગસ્ટ મહિનામાં તમારે પ્રોફેશનલ મોરચે થોડી સાવધાની રાખવી જરૂરી છે કારણ કે નોકરી સંબંધિત કેટલીક સમસ્યાઓ તમારી સમક્ષ માથુ ઊંચકી શકે છે. બાકીના સમયમાં ખાસ ચિંતા જેવું નથી કારણ કે નોકરિયાતો તેમની સ્થિતિ અને દરજ્જો વધુ મજબૂત કરી શકશે. વ્યાવસાયિકોને વર્ષની શરૂઆત ઘણી સારી દેખાઇ રહી છે. તમે ભાગીદારીમાં કામ કરતા હોવ તો પાર્ટનર સાથે મળીને કામ કરવા પર અથવા ટીમવર્ક પર વધુ મહત્વ આપશો. વેપારમાં વૃદ્ધિ કરવા માટે કોઇની સાથે નવી ભાગીદારી કરી શકો છો. વર્ષની શરૂઆતમાં શક્ય હોય ત્યાં સુધી નવું મૂડી રોકાણ કરવાનું ટાળજો અન્યથા નાણાં ફસાઇ શકે છે. વર્ષનો મધ્ય ભાગ અને અંતિમ ચરણ વ્યવસાયમાં વધુ ગતિ લાવવામાં મહત્વની ભૂમિકા અદા કરશે.
ધન રાશિફળ 2021 માટે શિક્ષણ અને જ્ઞાનની બાબતો
શિક્ષણ બાબતે આ વર્ષની શરૂઆત ઘણી સારી જણાઇ રહી હોવાથી વિદ્યાર્થી જાતકો આત્મવિશ્વાસ સાથે તેમના અભ્યાસની શરૂઆત કરી શકશે. શિક્ષણ સંબંધિત કાર્યો માટે તમે પહેલાંથી જ યોગ્ય આયોજન કરી શકશો અને તેના સારા પરિણામો પણ ચોક્કસ મળશે. તમે અભ્યાસમાં ઘણા પ્રતિભાવાન રહેશો અને તમારી ગણના હોંશિયાર વિદ્યાર્થીઓમાં થશે. વર્ષની શરૂઆતમાં કટેલાક વિદ્યાર્થીઓને તેમના ઘરથી દૂર ક્યાંક અભ્યાસ કરવાની તક સાંપડી શકે છે. આ તક શક્ય હોય ત્યાં સુધી હાથમાંથી જવા દેતા નહીં કારણ કે તમને શૈક્ષણિક મોરચે તેનાથી મોટો ફાયદો થઇ શકે છે. વર્ષની શરૂઆતનો તબક્કો ઉચ્ચ શિક્ષણમાં જોડાયેલા જાતકો માટે પણ ઉત્તમ જણાઇ રહ્યો છે. રિસર્ચ જેવા કોઇ ક્ષેત્રમાં પણ તમારી ઇચ્છા પૂરી થઇ શકે છે. વિદેશમાં અભ્યાસ કરવા માંગતા હોય તેમને આ વર્ષમાં થોડી સમસ્યાઓ આવી શકે છે. જો અગાઉથી મજબૂત પ્લાનિંગ હશે તો અવરોધો અને વિલંબથી બચી શકો છો.
ધન રાશિફળ 2021 માટે સ્વાસ્થ્ય
આ વર્ષની શરૂઆતમાં સ્વાસ્થ્ય મામલે થોડી નબળી સ્થિતિ જણાઇ રહીછે. તમે અસંતુલિત ભોજન અને અનિયમિત દિનચર્યાના કારણે સ્વાસ્થ્યમાં પરેશાનીઓ અનુભવશો. આ વર્ષે તમને આંખો સંબંધિત કોઇ સમસ્યા થઇ શકે છે. આ ઉપરાંત, બિનજરૂરી ચિંતાના કારણે ઊંધ ઓછી આવવાથી પરેશાની થઇ શકે છે. ખાસ કરીને સમય સમયે તમારી આંખોને પાણીથી ધોવાની આદત કેળવજો. જરૂર પડતે ડૉક્ટરની સલાહ પણ લઇ શકો છો. કેટલીક એવી સમસ્યા હોય છે જે અચાનક માથુ ઉંચકે પરંતુ કોઇપણ પ્રકારે તેનું નિદાન નહીં થઇ શકે. જોકે આવી સમસ્યાઓ સમયની સાથે તેની જાતે જ મટી જશે માટે બહુ ચિંતા કરવાનું કોઇ કારણ નથી. વર્ષના મધ્ય ભાગથી માંડીને અંત સુધીનો સમય આરોગ્ય મામલે સારો જણાઇ રહ્યો છે. શરૂઆતમાં ધ્યાન આપશો તો આખુ વર્ષ વાંધો નહીં આવે.
14 Sep 2020
View All articles