
મકર રાશિ 2021 : વર્ષની શરૂઆતથી જ તમારી આગળ વધવાની ઇચ્છા અને ઝંખના સારી રહેશે.
મકર રાશિના જાતકો માટે આ વર્ષની એકંદરે ઘણું સારું રહેશે. વર્ષની શરૂઆતથી જ તમારી આગળ વધવાની ઇચ્છા અને ઝંખના સારી રહેશે. તમારા પ્રેમજીવનમાં આ વર્ષે ઘણી મધુરતા આવી શકે છે અને દાંપત્યજીવનમાં પણ સંબંધોમાં અલગ ઘનિષ્ઠતા આવશે. વેપારના દૃશ્ટિકોણથી જોવામાં આવે તો, આ વર્ષે આર્થિક ઉન્નતિના યોગ જણાઇ રહ્યાં છે. તમારા વેપાર ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિની આશા રાખી શકો છો. કેટલાક લોકોને વિદેશમાં જઇને લગ્ન કરવાની તક મળી શકે છે જ્યારે કેટલાક જાતકોને વેપાર અર્થે દૂરના અંતરનો પ્રવાસ કરવાથી લાભ થશે. પારિવારિક માહોલમાં સમરસતા જળવાઇ રહેશે. પરિવારનો માહોલ તમારા જીવનમાં પ્રેમ અને સ્નેહમાં અભિવૃદ્ધિ કરશે. તમારા પરિવારમાં નાના ભાઇ બહેન, તમારા સંબંધીઓ ને મિત્રો સાથે દરેક સ્થિતિમાં તમારી પડખે મક્કમતાપૂર્વક ઉભા રહેશે અને પરિસ્થિતિને તમારી તરફેણમાં લાવવાનો પ્રયાસ કરશે. તમારે પોતાની વિવેકબુદ્ધિ અને મહેનત પર ભરોસો મુકી શકશો અને તેના કારણે દરેક મોરચે વિજયી થવાના ચાન્સ વધી જશે. આ વર્ષે તમને કોઇપણ પ્રકારે સારા પ્રમાણમાં સંપત્તિ મળવાના અણસાર છે અને તેના માટે તમારે ખાસ વધારે મહેનત કરવાની જરૂર નહીં પડે. જો તમે મકાન અથવા સ્થાવર મિલકતો ખરીદવાના પ્લાનિંગમાં હોવ તો, આ વર્ષે આપની ઇચ્છા પુરી થવાની પ્રબળ શક્યતા છે. આ વર્ષે સંતાનો પણ સારી એવી પ્રગતિ કરશે. જો તમે વિદ્યાર્થી હોવ તો, થોડા અવરોધો ચોક્કસ આવશે. જો, તમે બિઝનેસ કરતા હોવ અથવા નોકરીમાં જોડાયેલા હોવ તો, આ વર્ષ તમને ઉન્નતિના શિખરો સુધી લઇ જશે. તમારી મનોકામનાઓ પૂર્ણ થશે પરંતુ કેટલીક જુની ઇચ્છાઓ એવી હશે જે તમે ચાહતા હોવા છતાં પણ પૂરી નહીં કરી શકો કારણ કે તમારામાં કંઇક અલગ જ પ્રકારની સંતોષની ભાવના આવશે. તેના કારણે તમે એક સારી વ્યક્તિ પણ બની શકો છો. તમારી ધન પાછળની અત્યાર સુધીની દોડ હવે ધીમે ધીમે ઓછી થવા લાગશે અને તમે સંબંધો તેમજ પરિવાર પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશો. તમારી અંદર પરોપકારની ભાવના પણ વધશે જેથી સમય સમયે સમાજ અને લોક કલ્યાણના કાર્યોમાં તેમજ ગરીબ લોકોની મદદ અને જનસેવાના કાર્યોમાં ભાગ લો તેવી પૂર્ણ સંભાવના છે. આમ કરવાથી તમને માનસિક શાંતિ મળશે અને ઇશ્વરમાં શ્રદ્ધા પણ વધશે. તમે જેમની સેવા કરી હોય તેમની દુઆઓ મેળવશો અને સમાજમાં માન-સન્માનના હકદાર બનશો. તમારી લોકપ્રિયતામાં વધારો થશે પરંતુ અભિમાન ના આવે તેનું ખાસ ધ્યાન રાખવું પડશે અન્યથા તમારી પરેશાનીઓ વધી શકે છે.
મકર રાશિફળ 2021 માટે પ્રણયજીવન, સંબંધો અને દાંપત્યજીવન
પ્રેમસંબંધો માટે આ વર્ષ ખૂબ જ ઉત્તમ ફળદાયી જણાઇ રહ્યું છે. તમે પોતાની પ્રેમાળ અને મીઠી વાતોથી પ્રિયપાત્રનું દિલ જીતવામાં સફળ રહેશો અને પરિણામરૂપે તમારું પ્રેમજીવન ઉત્તમ અને ખુશનુમા તબક્કામાંથી પસાર થશે. તમે જાણો છો કે જે તમારા પ્રિયપાત્રને કોઇપણ તકલીફ કે દુઃખ હોય તો તેનો ઉકેલ કેવી રીતે લાવવો. તમારી આ ખાસિયતના કારણે સામેના પાત્રના દિલમાં વિશેષ સ્થાન મેળવી શકશો. તમે પ્રિયજન માટે અવારનવાર ભેટસોગાદો લેશો અને તેમના દિલને વધુ આનંદ મળે તેવું કંઇકને કંઇક કરતા રહેશો. વર્ષની શરૂઆતના મહિનાઓ ખૂબ જ સારા પસાર થશે અને તમને રોમાન્સમાં સમય પસાર કરવાની અનેક તકો પ્રાપ્ત થશે. જુલાઇ- ઑગસ્ટ અને ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં તમારા પ્રેમસંબંધોમાં ઘણી વધારે મજબૂતી આવશે. જો તમે પહેલાંથી વિવાહિત હોવ તો, આ સમયમાં તમારા દાંપત્યજીવનમાં મજબૂતી અને સમર્પણની ભાવના વધશે. તમે તમારા દાંપત્યજીવનમાં આવનારી કોઇપણ વિપરિત સ્થિતિ સામે સંબંધોનું રક્ષણ કરવા માટે સમર્થ રહેશો. મેથી ઑગસ્ટ દરમિયાન ક્યારેક તમારી વચ્ચે થોડો તણાવ અથવા નાના ઝઘડા થાય માટે સાવચેતી રાખવી. આ સમયમાં આપ બંનેના વિચારોમાં ભિન્નતા અને મતભેદના કારણે આવી સ્થિતિ બની શકે છે માટે જીવનસાથી જોડે વધુ દલીલબાજીમાં નહીં ઉતરો તો સ્થિતિ તમારી તરફેણમાં જળવાઇ રહેશે.
મકર રાશિફળ 2021 માટે નાણાં અને આર્થિક બાબતો
આર્થિક બાબતે વિચાર કરીએ તો, આપના માટે આ વર્ષની નબળી સાબિત થઇ શકે છે કારણ કે મર્યાદિત આવકમાં તમારે કેટલાક મોટા ખર્ચ માટે તૈયાર રહેવું પડશે. અણધાર્યા ખર્ચ તમારું બજેટ ખોરવી શકે છે. બિનજરૂરી મુસાફરીઓમાં પણ નાણાંનો વ્યય થવાની સંભાવના છે. જોકે વર્ષના બીજા મહિનાથી આપની આર્થિક સ્થિતિમાં તબક્કાવાર સુધારો આવશે. તમારી આવકમાં વધારો કરવા માટે અગાઉ કરેલા પ્રયાસોનું બહેતર ફળ મળી શકે છે. આ સમગ્ર વર્ષમાં તમારી કમાણીમાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે જેના કારણે એકંદરે તમારું આર્થિક સ્તર ઉપર આવશે. જો તમે વ્યવસાયમાં જોડાયેલા હોવ તો, તેમાંથા લાભ મેળવવા માટે વર્ષની શરૂઆતનો સમય તેમજ મેથી જુલાઇ અને નવેમ્બરથી ડિસેમ્બર સુધીનો સમય ઘણો સારો જણાઇ રહ્યો છે. આ સમયમાં તમારી આવક વધવાની સાથે સાથે તમે પ્રોફેશનલ મોરચે એવા ખર્ચ કરશો જેનાથી ભવિષ્યમાં અનેકગણું વળતર મળી શકે. તમે એક કરતા વધારે સ્રોતોમાંથી આવકની આશા રાખી શકો છો. શેરબજાર, લોટરી જેવા સ્રોતોમાંથી પણ ધનપ્રાપ્તિના યોગ બની રહ્યાં છે.
મકર રાશિફળ 2021 કારકિર્દી, નોકરી અને વ્યવસાય
જો તમે નોકરી કરતા હોવ તો વર્ષની શરૂઆત તમારા માટે અનેક લાભાદાયી સોદા લઇને આવશે અને તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે તમે સારો તાલમેલ અને સંબંધો જાળવી શકશો. આનાથી તમને સમય સમયે લાભ મળતો રહેશે. કામ પ્રત્યે તમારી લગની વધશે અને નિષ્ઠાપૂર્વક કામ કરતા રહેશો. આ વર્ષ દરમિયાન તમે કામમાં સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને તેના કારણે એક કર્મઠ વ્યક્તિ તરીકે તમારી છબી ઉભી થશે. આનાથી તમે આર્થિક લાભની અપેક્ષા પણ રાખી શકો છો. વેપાર અથવા ધંધો કરતા જાતકોને આ વર્ષે સમજીવિચારીને આગળ વધવાનું છે. બિનજરૂરી કોઇપણ વ્યક્તિ સાથે વ્યવસાય સંબંધિત માહિતીઓનું આદાનપ્રદાન કરવું હિતકારી નથી. જો તમે એકલા જ વ્યવસાય કરતા હોવ તો, આ વર્ષમાં એકલા જ રહેજો કારણ કે કોઇની સાથે ભાગીદારી કરવામાં મજા નથી. કોઇપણ વ્યક્તિને તમારા વેપારમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ તરીકે ભાગીદારીમાં જોડવા નહીં.
મકર રાશિફળ 2021 માટે શિક્ષણ અને જ્ઞાનની બાબતો
વિદ્યાર્થી જાતકો માટે આ સમય ઘણો અનુકૂળ જણાઇ રહ્યો છે. વર્ષની શરૂઆતથી અંત સુધી તમારો આત્મવિશ્વાસ એકધારો જળવાઇ રહેશે. અભ્યાસમાં તમારી બૌદ્ધિક કુશાગ્રતા ઘણી સારી રહેશો અને યાદશક્તિનો પણ ઉત્તમ સાથ મળી રહેશે. તમામ વિષયો સરળતાથી સમજી શકશો. આ કારણે તમે પરીક્ષામાં ઉત્તમ પરફોર્મન્સ આપી શકશો અને ઇચ્છિત પરિણામ પણ પ્રાપ્ત થશે. જોકે, એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે, શિક્ષણના ક્ષેત્રમાં તમારે કોઇપણ પ્રકારે ખરાબ સોબતના કારણે થતા વ્યસનોથી બચવું પડશે. જો, કોઇ ખરાબ આદત પડી જશે તો તેનાથી છુટકારો મેળવવામાં ઘણી મુશ્કેલી આવી શકે છે.
મકર રાશિફળ 2021 માટે સ્વાસ્થ્ય
સ્વાસ્થ્ય મામલે આ વર્ષની શરૂઆત થોડી નબળી રહેશે પરંતુ જેમ જેમ સમય પસાર થાય તેમ તમારી શારીરિક અને માનસિક મજબૂતી વધશે. તમે સ્વાસ્થ્ય બાબતે વધુ ચિંતિંત રહો અને વિશેષ કાળજી પણ લેશો. સમય સમયે મેડિકલ ચેકઅપ કરાવવાથી પણ તમે મોટી સમસ્યાથી બચી શકો છો. કસરત અને યોગનો સહારો લેવાથી તમારી તંદુરસ્તી વધુ સારી થઇ શકે છે. વર્ષના મધ્યમાં આરોગ્યને લગતી કેટલીક સમસ્યાઓ માથુ ઉંચકી શકે છે કારણ કે આ સમયમાં પેટને લગતી સમસ્યા, પેટમાં દુખાવો, અપચો, વાયુવિકાર વગેરે થઇ શકે છે. આવી સમસ્યાઓને અવગણવાના બદલે તેનો ઇલાજ કરવો અન્યથા ભવિષ્યમાં તમે કોઇ મોટી સમસ્યા ઉભી કરી શકે છે. સ્વાસ્થ્યની જેટલી કાળજી રાખશો એટલા વધુ સારી રીતે રહી શકશો. આ વર્ષના અંતિમ મહિનામાં સ્વાસ્થ્ય બાબતે ખૂબ સારો અહેસાસ થશે. તમે જુની કોઇપણ સમસ્યાથી પીડાતા હોવ તો તેમાંથી પણ રાહત મળવાની આશા રાખી શકો છો.
14 Sep 2020
View All articles