આ સપ્તાહમાં પૈતૃત મિલકતો અને પિતા તરફથી મળતા લાભો માટે તા. 15મી સુધીનો સમય સારો છે. ત્યારબાદ ખાસ કરીને સરકારી લાભો, કરવેરા, સબસિડી વગેરે અટકી શકે છે. ઉત્તરાર્ધમાં કાયદાકીય ખર્ચ પણ આવી શકે છે. ધાર્મિક અથવા દાનપુણ્ય અર્થે પણ ખર્ચ થઇ શકે છે. આ સમયમાં તમે ગૃહસ્થ જીવનમાં ખર્ચ કરો પરંતુ તેનાથી મનમાં કોઇ ફરિયાદ નહીં હોય. રોકાણ માટે તમારામાં સાહસવૃત્તિ જાગશે તેવી શક્યતા છે.