સંબંધોનું સુખ આ સપ્તાહમાં તમે સારી રીતે માણી શકો. લગ્નોત્સુક જાતકો માટે આશાસ્પદ સમય છે. યોગ્ય જીવનસાથીની શોધ પૂરી થઇ શકે છે અને જો પહેલાંથી જ કોઇની સાથે પ્રેમસંબંધોમાં હોવ તો લગ્નો નિર્ણય લઇ શકો છો. ઉત્તરાર્ધમાં તમારી વચ્ચે મુલાકાતો અથવા કમ્યુનિકેશનનો દોર ઘટી શકે છે પરંતુ છેલ્લા બે દિવસમાં સ્થિતમાં નોંધનીય સુધારો આવશે. મિત્રો સાથે સંબંધોમાં થોડું સાચવજો.