For Personal Problems! Talk To Astrologer

કુંભ – મીન સુસંગતતા

કુંભ અને મીન રાશિ વચ્ચે સુસંગતતા

શરૂઆતમાં તેમને એકબીજાનો સાથ ખૂબ ગમે છે. કુંભ જાતક સાથે રહેવામાં મીન જાતકને હંમેશા ખુશી મળે છે, અને બદલામાં મીન જાતકો દયાળુ હોવાથી કુંભ જાતકોને તેમના સપનાની સફરે લઇ જવાનો પ્રયત્ન કરશે. પણ કુંભ જાતકોને તે બંધનરૂપ લાગી શકે છે કારણ કે તેઓ સ્વતંત્રતા પ્રેમી હોય છે અને પોતાની રીતે દુનિયા જોવાનું તેમને ગમતું હોય છે. મીન જાતકો ઘણાં સંવેદનશીલ અને સૌમ્ય હોય છે, તેમને શક્તિશાળી વ્યક્તિત્વની જરૂર હોય છે. બીજીતરફ, કુંભ જાતકોને થોડા ઓછા લાગણીશીલ જીવનસાથીની શોધ હોય છે. માટે, તેઓ લાંબો સમય સુધી સાથે ન રહી શકે તેવી શક્યતા છે.

કુંભ પુરુષ અને મીન સ્ત્રી વચ્ચે સુસંગતતા
કુંભ રાશિના પુરુષનો મીન રાશિની સ્ત્રી સાથે સુમેળ સધાવો મુશ્કેલ હોય છે. આ પુરુષ વિશ્લેષક અને ઊંડો વિચારક હોય છે. તે મીન રાશિની સ્ત્રીને ખુશી અને ઉત્તેજનાથી ભરપૂર સારો સાથ પૂરો પાડે છે પણ તે સ્ત્રીની હૂંફ અને જુસ્સાની તીવ્ર ઇચ્છા પૂરી કરી શકતો નથી. મીન રાશિની સ્ત્રી ઘણી સંવેદનશીલ હોય છે અને કુંભ રાશિના પુરુષ પાસેથી ઘણી અપેક્ષા રાખે છે. પણ તે આ સ્ત્રી તેટલો લાગણીશીલ નથી હોતો અને નાની-નાની બાબતોની ચિંતા નથી કરતો. તે ઈચ્છે છે કે મીન રાશિની સ્ત્રી પણ તેની જેમ સ્વતંત્રતા માણે અને પુરુષ સાથે કોઇ એક સ્થળે રહેવાનું પસંદ કરે છે. એકબીજા સાથે સુમેળ સાધવાનું તેમના માટે મુશ્કેલ હોય છે.

કુંભ સ્ત્રી અને મીન પુરુષ વચ્ચે સુસંગતતા
શરૂઆતના તબક્કામાં તેમની વચ્ચેનો સંબંધ પાંગરશે અને ખીલશે, પણ થોડા સમયમાં જ પ્રણયની મોસમ જતી રહેશે. બંનેએ સંબંધ જાળવી રાખવા ઘણો સંઘર્ષ અને સમાધાન કરવું પડશે. છતાં, મીન રાશિનો પુરુષ તેના તીવ્ર પ્રેમ અને જુસ્સા દ્વારા સ્ત્રીને આકર્ષશે અને સ્ત્રી પણ તેનો સાથ માણશે અને તેને ઉત્તેજનાસભર સાહસ ખેડવા પ્રોત્સાહિત કરશે, તેમની ઇચ્છાઓ અને જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કેટલીક વાર એકલા રહેવા માટે સ્ત્રી પોતાને દુનિયાથી અલગ કરી દે છે, જ્યારે મીન રાશિનો પુરુષ બિલકુલ વિરૂદ્ધ વર્તન કરે છે અને તે સમયે સ્ત્રી પોતાની સાથે રહે તેવું ઇચ્છે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે તમે કામકાજમાં સારું ધ્યાન આપશો અને તમારી તર્કશક્તિ તેમજ કામ કરવાની ધગશથી આગળ વધી શકશો પરંતુ સરકારી અથવા કાયદાકીય પ્રશ્નો અત્યારે તમને રોકાવાનો પ્રયાસ કરશે. સર્જનાત્મકતાની જરૂર હોય તેવા ક્ષેત્રોમાં તમને…

કુંભ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રણયસંબંધોમાં આ સપ્તાહે આપને સતત ચડાવઉતારનો અહેસાસ થશે. લાગણીઓમાં તણાઈ જવાના બદલે શક્ય હોય ત્યાં સુધી સંબંધોમાં તર્ક લગાવીને કામ કરજો. તમારે પારસ્પરિક વિશ્વાસ વધારવો પડશે અને સંબંધોમાં તમારા સાથીને વધુ અવકાશ આપવો પડશે. નાની…

કુંભ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે તમારી પાસે આવકનો પ્રવાહ એકંદરે ચાલુ રહેવાથી ખાસ ચિંતા જેવું નથી. અત્યાર સુધી કરેલા કાર્યોના ફળરૂપે હવે નાણાં આવશે. જો ક્યાંય પેમેન્ટ અટક્યું હોય તો તેમાં પણ નાણાં છુટા થવાની આશા રાખી શકો છો. જેઓ શેરબજાર અથવા ગેમ્બલિંગ…

કુંભ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે વિદ્યાર્થી જાતકોને એકાગ્રતામાં અવારનવાર વિક્ષેપ પડશે. કોઈપણ કારણસર આળસ આવશે અને કલ્પનાની દુનિયામાં આપ વધુ ફરશો જેના કારણે જરૂરિયાતના સમયે વાંચન પર ધ્યાન નહીં આપી શકો. તમારી સમજશક્તિ પણ ક્ષીણ થતી હોય તેવું લાગ્યા…

કુંભ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્ય સુખાકારી બાબતે અત્યારે વધુ સંભાળવું પડશે કારણે કે આપ પોતાના સ્વાસ્થ્ય બાબતે વધુ બેફીકર રહેશો જેના કારણે તમારી ભોજનની નિયમિતતા ખોરવાશે અને પ્રતિકૂળ ભોજન લેવાની પણ વૃત્તિ વધશે. આ ઉપરાંત અત્યારે કમરમાં દુખાવો,…

નિયતસમયનું ફળકથન