For Personal Problems! Talk To Astrologer

કુંભ માસિક ફળકથન

આ મહિનો (Aug 2020)

આ સમયમાં આપ દાંપત્‍યજીવનનું સુખ ભોગવી શકશો પરંતુ તમારી વચ્ચે ઉત્તરાર્ધમાં કોઇ બાબતે તણાવ ના આવે તેનું ધ્યાન રાખવું. ઘણી વખત તમારા સાથી સંબંધોમાં આધિપત્યની ભાવના રાખશે ત્યારે તમારે થોડા વિનમ્ર થવાની તૈયારી રાખવી. પ્રેમસંબંધોમાં પણ આ બાબતે સંપૂર્ણપણે લાગુ પડે છે. જો, નવા સંબંધોની શરૂઆત કરી રહ્યા હોવા તો ઉતાવળીયો નિર્ણય લેવો નહીં અથવા ભ્રમણામાં આવવું નહીં. સામાજિક જીવનમાં આપને સફળતા અને યશકીર્તિ મળે. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી શકાય નહીં. મોસાળપક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. શરૂઆત પ્રસન્‍નતાભરી રહેશે. સરકાર સંબંધિત કાર્યોમાં વિશેષ ફાયદાની શક્યતા છે. કોર્ટ કચેરીના પડતર કેસોમાં ઉકેલ આવે અથવા તેમાં સકારાત્‍મક ગતિવિધી જોવા મળી શકે છે. આપ મિત્રો અને સ્નેહીના મિલન માટે કોઈ નાના સમારંભનું આયોજન કરો. વિદ્યાર્થી જાતકો આવેશમાં કે માનસિક ગડમથલમાં કોઈપણ નિર્ણય ન લેતા નહી તો ભણતરમાં મોટું નુકસાન થવાની શક્યતા છે. વિદ્યાર્થીઓને અભ્યાસનું આયોજન કરવામાં અવરોધ આવી શકે છે. રોજિંદા અભ્યાસ કાર્યથી કંઈક અલગ પાટે આગળ વધવાનું આપ પસંદ કરશો. આ મહિને પૂર્વાર્ધમાં કમરમાં દુખાવો, બ્લડપ્રેશર અથવા આંખોની બળતરા, પિત્ત જેવી સમસ્યા થઇ શકે છે. શક્ય હોય તો યોગ, પ્રાણાયામ, ધ્યાન, કસરત વગેરે કરવાની સલાહ છે.

વધુ જાણો કુંભ

Free Horoscope Reports 

કુંભ સાપ્તાહિક ફળકથન – 09-08-2020 – 15-08-2020

કુંભ વાર્ષિક ફળકથન – 2020

કુંભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કુંભ | નામનો અર્થ : કુંભ | પ્રકાર : વાયુ – સ્થિર – સકારાત્મક | સ્વામી ગ્રહ : યુરેનસ | ભાગ્યશાળી રંગ : વાદળી, મોરપીંછ રંગ, ગ્રે(ભુખરો) અને કાળો | ભાગ્યશાળી દિવસ : રવિવાર, શનિવાર