For Personal Problems! Talk To Astrologer

કુંભ – મિથુન સુસંગતતા

કુંભ અને મિથુન રાશિ વચ્ચે સુસંગતતા

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ સંબંધમાં કુંભ જાતક મિથુન જાતકની વિનોદવૃત્તિનો ચાહક હોય છે. આ સંબંધની સુસંગતતા જીવન માટેના એકસરખા અભિગમને કારણે વધુ મજબૂત બને છે. મિથુન જાતકો કુંભ જાતકોની સર્જનાત્મકતાની પ્રશંસા કરશે, બદલામાં કુંભ જાતકો મિથુન જાતકોના સ્વાવલંબીપણા પ્રત્યે આદર રાખશે. પણ તેમનો અકળ સ્વભાવ તેમની સુસંગતતામાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. મિથુન જાતકોની ઉત્તેજનાને જાળવી રાખવા માટે કુંભ જાતકોએ રોમાન્સની કલા શીખવી પડશે.

કુંભ પુરુષ અને મિથુન સ્ત્રી વચ્ચે સુસંગતતા
તેઓ બંને સાહસપ્રિય હોય છે. તેમને યોજનાઓ બનાવવી અને નિયમોથી બંધાઇને રહેવુ નથી ગમતું. કુંભ રાશિનો પુરુષ મિથુન રાશિની સ્ત્રીની સાથે મળીને ચાલી શકે છે. તેમને પોતાના સાથીદારના વિચારો કે લાગણીઓ જાણવા શબ્દોની જરૂર નથી પડતી કારણ કે તેઓ એકબીજાને ખૂબજ સારી રીતે સમજી શકે છે. તેઓ એકબીજા દ્વારા બદલાતા રહે છે અને પ્રેરણા મેળવે છે.

કુંભ સ્ત્રી અને મિથુન પુરુષ વચ્ચે સુસંગતતા
આ સંબંધને સાચો મનમેળ કહી શકાય. તેઓ એકબીજાના ગુણોની પ્રશંસા કરે છે. આ યુગલને પરિવર્તન અને વૈવિધ્ય ગમે છે. તેઓ બંને બુદ્ધિશાળી હોય છે અને અર્થસભર ચર્ચાઓના શોખીન હોય છે. એકબીજાનો હાથ પકડીને તેઓ નવી દિશાઓ શોધે છે અને એકબીજાનો સાથ તેમને ઘણો રોમાંચક લાગે છે. આ યુગલ વચ્ચે શારીરિક આકર્ષણ પણ ઘણું સારું હોય છે. તેઓ ફક્ત સારા જીવનસાથી જ નહીં સારા મિત્રો પણ બની શકશે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતમાં તમે પ્રોફેશનલ કાર્યોમાં સારું ધ્યાન આપીને ઓફિસમાં પોતાનો હોદ્દો અથવા બજારમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવામાં સફળ રહેશો. પૈતૃક કામકાજોમાં જોડાયેલા હોય તેવા જાતકોએ નુકસાનનો સોદો કરવાથી બચવું પડશે. છેલ્લા બે…

કુંભ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

સંબંધો બાબતે અત્યારે ચેતીને ચાલવાનો સમય છે. ખાસ કરીને જેઓ પહેલાથી સંબંધોમાં છે તેમને નજીવી બાબતે તકરાર થઈ શકે છે. આ ઉપરાંત સંબંધો તુટી જવાનો ભય મનમાં રહ્યા કરશે. તમારે વર્તમાન સાથીને ટકાવી રાખવા માટે વિશેષ પ્રયાસો પણ કરવા પડે….

કુંભ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

તમે કરેલા કામકાજના ફળરૂપે શરૂઆતના ચરણમાં તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે. નાણાં કમાવા માટે અગાઉ કરેલા પ્રવાસનું અત્યારે ફળ મળી શકે છે. શેરબજાર અથવા કોઇપણ સટ્ટાકીય પ્રવૃત્તિઅોમાં અત્યારે નુકસાન થવાની પ્રબળ શક્યતા હોવાથી…

કુંભ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકો માટે અત્યારે પરિશ્રમનો સમય છે. સાથે સાથે, બિનજરૂરી ઉતાવળ ટાળવી પડશે અન્યથા બીજાની પ્રગતિથી અંજાઈને ઝડપથી આગળ વધવાની ઘેલછામાં તમે ખોટો નિર્ણય લો અથવા ખોટી દિશામાં આગળ વધો તેવી સંભાવના છે. છેલ્લા બે દિવસમાં…

કુંભ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

જો સ્વાસ્થ્યની સંભાળ લેશો તો આ સપ્તાહે ખાસ વાંધો નહીં આવે પરંતુ જો બેદરકારી રાખશો તો તંદુરસ્તી ઝડપથી જોખમાશે. ખાસ કરીને સપ્તાહના મધ્ય પછી તમારામાં નબળાઈ અને થાક વધી શકે છે. વિચારોની નકારાત્મકતા પણ તમારા સ્વાસ્થ્ય પર વિપરિત અસર…

નિયતસમયનું ફળકથન